Tuesday, October 31, 2017

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૦_૨૦૧૭



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  ૧૦_૨૦૧૭ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
ઓક્ટોબર, ૨૦૧૭ મહિનો તહેવારોની દૃષ્ટિએ દિવાળીનાં પર્વનો રહ્યો  આપણા બ્લૉગોત્સવના આ મહિનાના અંકની શરૂઆતમાં Let’s Celebrate Diwali!’  
ઑક્ટોબર, ૨૦૧૭નો આપણો આ અંક આપણે સમર્પિત કરીશું કુંદન શાહને જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. તેમની યાદમાં ઘણી અંજલિઓ લખાઇ. અહીં તેમાંથી કેટલીક અંજલિઓ લીધી છે
કુંદન શાહનાં બધાં કામને એક તાંતણે જોડે છે તેમાં રહેલ કૉમેડીના સિલસિલાનો તંતુ.| ફોટો સૌજન્ય: The Hindu
તે ઉપરાંત લેખ ટંડને પણ આપણી આખરી વિદાય લીધી –
Veteran filmmaker and actor Lekh Tandon dies at 88 - નવી પેઢી લેખ ટંડનને તેમના સ્વદેશ (૨૦૦૪), પહેલી (૨૦૦૫), રંગ દે બસંતી (૨૦૦૬), ચેન્નઈ એક્ષપ્રેસ (૨૦૧૩) અને ચારફુટીયા છોકરે (૨૦૧૪)જેવી ફિલ્મોમાં તેમના અભિનયથી યાદ કરશે, મોટી પેઢી તેમને આમ્રપાલી (૧૯૬૬) જેવી '૬૦ના દાયકાની અને દુલ્હન વહી જો પિયા મન ભાયે (૧૯૭૭), અગર તુમ ન હોતે (૧૯૮૩) કે દૂસરી દુલ્હન (૧૯૮૪) અને ઉત્તરાયણ (૧૯૮૫) જેવી '૭૦/'૮૦ના દાયકની ફિલ્મોના દિગ્દર્શક તરીકે યાદ કરશે અને વળી ટીવીના દર્શકો તેમને ફીર વહી તલાશ (૧૯૮૯) અને ફરમાન (૧૯૯૦)ની સિરિયલો થકી યાદ કરશે.
તેમના વિષે વધારે માહિતી Guftagoo with Lekh Tandon દ્વારા મળે છે.
અને હવે આ ઉપરાંત અંજલિઓ પરની અન્ય પૉસ્ટ્સને પણ ધ્યાન પર લઈએ-
Ten of my favourite Roshan songs ૧૪મી જુલાઈને બદલે થોડી મોડી પ્રકાશિત થયેલ પોસ્ટ છે. આપણે પણ તેમનાં કેટલાંક બેનમૂન ગીતોને આજના અંકના અંતમાં યાદ કરેલ છે.
Best songs of Kishore Kumar 1.0 - એ સમયનાં મોહમ્મદ રફી, મૂકેશ કે તલત મહમૂદની સ્પર્ધામાં ટક્કર લઇ શકે એ બરનાં તો હતાં. પણ કિશોર કુમાર ૨.૦ના સમયકાળને વધારે યાદ કરાય છે, કેમ કે તે સમયે તેઓ #૧ હતા  એ વિષે કોઈ જ વિવાદ નહોતો. 
The alternative Kishore Kumar playlist that is just as good as his most popular songs - Rudradeep Bhattacharjee - એક બહુ અનોખા ગાયકની ૩૦મી મૃત્યુ તિથિના અવસરે તેમણે ગાયેલ ઑફ્ફબીટ ગીતોને અહીં યાદ કરાયાં છે. એ પૈકી ૧૯૬૯ પહેલાંનં ગીતોને અહીં ફરીથી રજૂ કરેલ છે :
વો મેરી તરફ યું ચલે આ રહે હૈ - કાફ઼િલા (૧૯૫૨) - હુસ્નલાલ ભગતરામ - વ્રજેન્દ્ર ગૌડ 
ચુપ હો જા અમીરોં કે સોને કી ઘડી હૈ - બંદી (૧૯૫૭) - હેમંત કુમાર - રાજેન્દ્ર કૃષ્ણ 
ચાંદ ચુપ ચાપ હૈ સીતારે ગુમ સુમ - દાલમેં કાલા (૧૯૬૪) - સી રામચંદ્ર - ભરત વ્યાસ 
અકેલા હૂં મૈં - નીલા આસમાન (રીલીઝ ન થયેલ) - કિશોર કુમાર 
It’s Mehmood’s birthday! -  તેમની કાર્કીર્દીની ટોચે, મહેમૂદ તેમના સમકાલીન ઘણા હીરો કરતાં વધારે મહેનતાણું મેળવતા હતા. અભિનયની તેઅમની પોતાની આગવી શૈલીનાં યોગદાન ઉઅપરાંત ફિલ્મોના નિર્માતા તરીકે પણ તેમનું એક ચોક્કસ સ્થાન બનાવ્યું હતું.
MEHMOOD-The Man Who Taught the Nation How to Laugh! - ૧૯૬૦ના દાયકાં મહેમૂદને કારણે ફિલ્મોમાં કૉમેડીનો સિક્કો રણકતો હતો અને રણકારના સૂત્રધાર હતા મહેમૂદ.એક સમયે તો માત્ર તેમના જ ખભાના ટેકાથી આખીને આખી કૉમેડી ફિલ્મો પણ બની અને ખૂબ સફળ પણ રહી.
How Hema Malini came to be known as Hindi cinema’s ‘Dream Girl’ - નિર્માતા અને મર્ગદર્શક બી અનંતસ્વામીએ તેમનાં ફિલ્મનું શીર્ષક 'સપનો કા સૌદાગર' આપ્યું - Ram Kamal Mukherjee - '૭૦ -'૮૦ના દાયકાની સ્ટાર અભિનેત્રી હેમા માલીનીની અધિકૃત જીવનકથા Hema Malini Beyond the Dream Girlમાં તેઓ તેમની કારકીર્દીના ઉતારચડાવ, સહઅભિનેતા ધર્મેન્દ્ર સાથેના સંબંધો અને શાસ્ત્રીય નૃત્ય પ્રત્યેના તેમના લગાવ જેવી વિવિધ બાબતો પર પાછળ વળીને જોયું છે. 

હેમા માલીનીના ૬૯મા જન્મ દિને The Divas: Hema Malini માં તેમની કારકીર્દીનાં સિમાચિહ્નરૂપ પાત્રોને ફાળે આવેલાં ગીતોને યાદ કરાયેલ છે.
Rekha before Bollywood: A gawky teenager, a Bond girl - Archana Nathan - બોલીવુડમાં પગલાં માંડ્યાં તે પહેલાં ૬૩ વર્ષનાં રેખાએ તમિળ અને તેલુગુ ફિલ્મોમાં નાના પણ નોંધપાત્ર ભૂમિકાઓ ભજવી હતી.
Lata Mangeshkar’s best songs by Hemant Kumar પૈકી ઘણાં ગીતો લતા મંગેશકરનાં સદાકાળ શ્રેષ્ઠ ગીતોની યાદીમાં સ્થાન મેળવી ચૂક્યાં છે.
50 years of FARZ  - ૧૯૬૭ની ફિલ્મ 'ફર્ઝ'માં જીતેન્દ્ર ઊછળકૂદ કરતા નાયક તરીકે દેખાયા. તેમની આ છાપ તે પછી તેમને બહુ ફિલ્મોમાં સફળતા અપાવતી રહી. છેક ૧૭૨માં ગુલઝારે તેમનો 'પરિચય' સારો અભિનય પણ કરી શકે તેવા કલાકાર તરીકે કરાવ્યો  અને તેમની નવી ઓળખ પ્રસ્થાપિત થઈ.
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતોના ઓક્ટોબર, ૨૦૧૭ના અંકમાં આપણે શકીલાને  મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં યાદ કર્યાં હતાં.
અને હવે આપણે અન્ય વિષયો પરની પોસ્ટ્સની મુલાકાત કરીશું :
The blockbuster combination of Guru Dutt and OP Nayyar in ‘Aar Paar’ - ૧૯૫૪ની 'આરપાર'નાં બાબુજી ધીરે ચલનાથી લઈને સુન સુન સુન જાલિમા જેવાં ગીતો ભરપૂર લોકચાહના મેળવી ચૂક્યાં છે. - Rudradeep Bhattacharjee - મોહમ્મદ રફીની સુન સુન સુન જાલિમાની મસ્તીના સામેના છેડાનો પ્રતિભાવ છે ગીતા દત્તના સ્વરનું જા જા જા બેવફા જે કુદ પણ એક જાનદાર ગીત બની રહ્યૂં હતું. પ્રેમીઓ વચ્ચે પેદા થયેલ અણબનાવનાં દર્દને મજરૂહ સુલ્તાનપુરીએ બહુ ખૂબીથી જા જા જા બેવફા જૂઠા પ્યાર જૂઠી પ્રીત રે જેવા શબ્દોમાં વણી લીધું, જેને ઓપી અને સબાસ્ટીયને બહુ જ ઓછાં વાદ્યો સાથેની ધીમી લયમાં વહેતું મૂક્યું અને ગીતા દત્તે તેમના અવાજમાં ઘૂટ્યું.
Ek Nazar 1951: A Precursor to SD Burman’s Music Trends૧૯૫૧માં એસ ડી બર્મને સંગીત આપ્યું હોય એવી છ ફિલ્મો રજૂ થઈ હતી - બાઝી, બહાર, બુઝદીલ, એક નઝર, નૌજવાન અને સઝા. આ પહેલાંનાં વર્ષોની શબનમ અને મશાલની સફળતા પછી બહાર, એક નઝર અને સઝામાં રાજેન્દ્ર કૃષ્ણ, બુઝદીલમાં કૈફી આઝમી અને શૈલેન્દ્ર અને બાઝીમાં સાહિર જેવા વિવિધ ગીતકારોનાં  બધી ફિલ્મોનાં મળીને લગભગ ૪૬ ગીતો હતાં જે બધાં ઓછેવત્તે અંશે લોકપ્રિય રહ્યાં હતાં. આ  બધામાં એક નઝરનાં છએક ગીતો ઓછાં યાદ કરાય છે એમ કહી શકાય. આ ગીતોમાં હવે પછીનાં હીટ ગીતોની છાંટ. હવે પછી ઉભરતી અને પૂર્વવર્તી બનવાની હતી એવી તેમની શૈલી કે પ્રયોગોની છાપ  કેમ જોવા મળે છે તેની બહુ રસપ્રદ વિશ્લેષણ પીયૂશ શર્માએ કરેલ છે.
Ten of my favourite come-hither songs માત્ર કોઈ એક વ્યક્તિને આમંત્રણ આપતાં ગીતો છે. આ આમંત્રણ સામાન્ય રીતે પ્રેમબંધન માટે હોય છે (જો કે આ આમંત્રણનું અર્થઘટન તો ગીતના સંદર્ભમાં જ વધારે મહત્ત્વ ધરાવતું હોય)..આ ગીતોમાંથી મેં શિકાર (૧૯૬૬)નું હાય મેરે પાસ આ કીધર ખયાલ હૈ પસંદ કર્યું છે, તેમાં જ્વા મળતા યુવાન, દેખાવડા અને (પ્રમાણમાં) પાતળા સંજીવ કુમાર માટે. 
‘Chale Aao’ Songs એવાં ગીતો છે જેમાં ચલે આઓ ('આવી જ જાઓ' કે 'પાછા આવો' જેવા ભાવ૦ ગીતના મુખડામાં વણી લેવાયેલ હોય.  જો કે અહીં પસંદ કરેલાં એક ગીતમાં તે મુખડાના અંતમાં સાંભળવ મળે છે. પુરુષ સ્વરમાં એક જ ગીત જોવા મળે છે.
My Favourites: Songs of Regret - પાર્શ્વદૃષ્ટિનું દર્શન મોટા ભાગે એટલું સાચું હોય છે કે તેની મદદથી આપણે અપણા ભૂતકાળનું વિશ્લેષ્ણ કરીને 'હવે શું?' જેવા મુંઝવતા પ્રશ્નોના જવાબો શોધવા મથતાં હોઈએ છીએ. આવી સીચ્યુએશન્સ માટે હિંદી ફિલ્મોમાં બહુ ગીતો બન્યાં છે.
Karva Chauth In Hindi Cinema મને યાદ છે ત્યાં સુધી હિંદી ફિલ્મોમાં કરવા ચૌથના ઉત્સવને ધૂમધામથી ઉજવાતો બતાવવાનું 'હમ દિલ દે ચૂકે સનમ'થી શરૂ થયું. એટલે ૧૯૬૫ની ફિલ્મ 'બહૂ બેટી'માં એક આખું ગીત - આજ હૈ કરવા ચૌથ સખી  (આશા ભોસલે - રવિ - સાહિર લુધ્યાનવી) સાંબઃઅલવા મળ્યું ત્યારે બહુ આનંદ થયો.

૧૯૯૪ની ફિલ્મ ચાંદ કા ટુકડામાં કરવા ચૌથની ઉજવણી ગુજરાતી (ગરબા)ને ઢબે કરાતી પણ બતાવાઈ છે.
સોંગ્સ ઑવ યોરની Best songs of year  શ્રેણીની સફરમાં આપણે ૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર ના સ્ત્રી સૉલો ગીતોના બીજા પડાવની સફરમાં સુરૈયા અને ગીતા રૉયનાં સૉલો ગીતો સાંભળ્યા બાદ હવે આપણે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો એમ ચાર ભાગમાં શમશાદ બેગમનાં સૉલો ગીત સાંભળ્યાં...
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ઓક્ટોબર, ૨૦૧૭ના લેખો:

'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ હાલમાં જી. એસ. કોહલીનાં સંગીત વિષેની શૃંખલા.ઓક્ટોબર, ૨૦૧૭માં પૂરી કરી

અને વનરાજ  ભાટિયા પર લેખમળા શરૂ કરી છે.....

અને મહિના છેલ્લા શુક્રવારના યુવા પેઢી માટેના તેમના લેખો:

ઓક્ટોબર, ૨૦૧૭માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

રોશનની જ્ન્મ શતાબ્દી નિમિત્તે તેમના મોહમ્મદ રફી સાથેના સંબંધને યાદ કરતા લેખ Mohammed Rafi with legacy of composer Roshan નો ઉલ્લેખ કરીશું. આ લેખમાં રોશનની ત્રણ પેઢીની મોહમ્મદ રફી સાથેના સંબંધની તવારીખ રજૂ કરવામાં આવી છે.
આજાના બ્ળોગોત્સવનો અંત રોશન દ્વારા રચાયેલાં મોહમ્મદ રફીનાં કેટલાંય બેનમૂન ગીતોમાંથી કંઈક અંશે ભુલાતાં જતાં હોય એવાં બે ગીતોથી કરીએ:
ઐસે તો ન દેખો કે બહેક જાએ કહીં હમ આખિર કોઈક ઇન્સાં હૈ ફરિશ્તા નહીં હમ - ભીગી રાત (૧૯૬૫) - સુમન કલ્યાણપુર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
સુન અય મહાજબીં મુઝે તુઝ સે ઈશ્ક઼ નહીં - દીજ કા ચાંદ (૧૯૬૪) – ગીતકાર: સાહિર લુધ્યાનવી 

હિંદી ફિલ્મોનાં વીન્ટેજ અને સુવર્ણ યુગનાં ગીતોને લગતા લેખોના નવા નવા સ્ત્રોત વિષે આપનાં સૂચનો વડે આપણા આ દરેકને વધારે સમૃધ્ધ બનાવવામાં આપનો સહકાર મળતો રહેશે તેવી આશા સાથે....

No comments: