Thursday, August 30, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકર [૩]


પારો દેવીનાં સૉલો ગીતો
વિન્ટેજ એરાની પાર્શ્વગાયિકાઓમાં ઘણી ગાયિકાઓ એવી હતી જે કોઈ સમયે કોઠા પર ગાયન કરતાં. પારો દેવી પણ એ 'ક્લ્બ'નાં સભ્ય હતાં. હિંદી ફિલ્મોમાં સહનાયિકા/ગાયિકા તરીકે તેમનું પદાર્પણ શિકારી (૧૯૪૬)માં થયું હતું. આમ હિંદી ફિલ્મ જગતના ક્ષેત્રે તો ૧૯૪૭નું વર્ષ તેમનું બીજું જ વર્ષ છે. એ દૃષ્ટિઇ જોતાં આ વર્ષમાં તેમનાં સૉલો ગીતોની સંખ્યા અને સંગીરકારોનું વૈવિધ્ય ઘણું સન્માનીય છે. જો કે આગળ જતાં પ્રદા પર ભજવેલાં ગીતો માટે શમશાદ બેગમના સ્વરને અજમાવાતો થયો હતો.
મુહબ્બત જતાને કો જી ચાહતા હૈ - અમર આશા -સંગીતકાર શાંતિ કુમાર (દેસાઈ) - ગીતકાર ક઼ાબિલ અમૃતસરી

અંબવા કી ડાલી પે કોયલ બોલે રે - દો ભાઈ – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન

કભી ભૂલે સે ન પૂછી મન કી બાત રસીયા - દો ભાઈ – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન

ઓ પંછી પરદેસીયા જા, ઊડ જા, મોરે પિયા કો સંદેશા લા - ઘરકી બહુ - સંગીતકાર શાંતિ કુમાર દેસાઈ + આર સી રોય - ગીતકાર  તારકેશ

મૈં  હૂં બાગકી કોયલ રાજા હો - હીરા – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ - ગીતકાર મુન્શી શમ્સ લખનવી 

તક઼દીરને બીગાડ દિયા કામ મેરા - હીરા – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામગીતકાર: ક઼મર જલાલાબાદી

ઉલ્ઝન જો બઢતી જા રહી હૈ ઇનઝાર કી - હીરા – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ -  ગીતકાર: મુન્શી શમ્સ લખનવી

બગીયા મેં આના દીરે ધીરે, માલનીયા દેખ ન લે - હીરા – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ ગીતકાર:  મુન્શી શમ્સ લખનવી

જાને કી ક્યા જલદી હૈ, જાના ચલે ભી જાના - હીરા – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ -ગીતકાર મુન્શી શમ્સ લખનવી

મેનકા બાઈનાં સૉલો ગીતો
ઇન્ટરનેટ પરના એક સંદર્ભ અનુસાર મેનકા બાઈ (શિરોડકર) શોભા ગુર્તુનાં માતુશ્રી છે.
ઉન્હેં કિસ્સા-એ-ગ઼મ સુનાતી રહુંગી - ગુલ બકાવલી – સંગીતકાર: ફિરોઝ દસ્તુર + પ્રો. બુંદ ખાન – ગીતકાર: મુન્શી શેફ્તા

સરોજ વેલિંગકરનાં સૉલો ગીતો
સરોજ વેલિંગકર તલીમબધ્ધ શસ્ત્રીય ગાયિકા જ હોવાં જોઇએ. કમનસીબે નેટ પર તેમને લગતી બહુ અધિકૃત માહીતી મળી નથી શકી.
હાય દિલ ટૂટ ગયા - શાંતિ – સંગીતકાર: બી એસ ઠાકુર – ગીતકાર: શકીલ બદાયુની


નોંધ: જે ગીતોની યુ ટ્યુબ લિંક મળી નથી શકી એવાં ગીતો અહીં નથી સમાવ્યાં.

 'અન્ય' સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકરનાં ૧૯૪૭નાં વર્ષ માટેનાં સૉલો ગીતોની આપણી ચર્ચા હજૂ પણ ચાલુ રહે છે.

No comments: