Friday, August 31, 2018

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૮_૨૦૧૮


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૮ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
ઓગસ્ટ, ૨૦૧૮ માટે આપણે મીના કુમારીની ૧લી ઓગસ્ટના દિવસે યાદ કરાયેલે તેમની ૮૫મી જન્મજયંતિને મુખ્ય સ્થાન આપીશું.
Google Doodle celebrates tragedienne Meena Kumari's 85th birthday - ત્રણા દાયકાથી વધારેની તેમની હિંદી ફિલ્મ કારકીર્દીમાં આ મહાન અભિનેત્રી ૯૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

The Life And Death of Meena Kumari | Tabassum Talkies
The Films of Meena Kumari and Dev Anand - મીના કુમરી અને દેવ આનંદે ચાર ફિલ્મોમાં સાથે કામ કર્યુંહતું. એ ફિલ્મો છે  સનમ(૧૯૫૧), તમાશા (૧૯૫૨), બાદબાન (૧૯૫૪) અને કિનારે કિનારે (૧૯૬૩). અહી આ દરેક ફિલ્મનાં એક ગીતને યાદ કરેલ છે
બેદર્દ શિકારી અરે બેદર્દ શિકારી - સનમ (૧૯૫૧) - સુરૈયા, લતા મંગેશકર – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી

થી જિનસે પલ ભરકી પહચાન - તમાશા (૧૯૫૨) - આશા ભોસલે – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ  / મન્ના ડે – ગીતકાર: ભરત વ્યાસ

દેખો ચંચલ હૈ મોરા જિયરા - બાદબાન (૧૯૫૪)- આશા ભોસલે – સંગીતકાર: તિમિર બરન, એસ કે પાલ –ગીતકાર: ઈન્દીવર

હર અશ્ક઼ અશ્ક઼્બાર હૈ હર સાંસ બેક઼રાર હૈ - કિનારે કિનારે (૧૯૬૩) - લતા મંગેશકર – સંગીતકાર: જયદેવ – ગીતકાર: ન્યાય શર્મા

હવે આપણે ઓગસ્ટ મહિનામાં આવતી  વર્ષગાંઠ અને અવસાનતિથિઓને ઉદ્દેશીને લખાયેલ પૉસ્ટ્સ વાંચીશું.
The Great Sawan Songs of Bollywoodઓગસ્ટ મહિનાની સાથે સાથે હિંદુ પંચાંગનો શ્રાવણ મહિનો પણ આવે. હિંદી ફિલ્મોમાં 'સાવન'પરનાં ગીતોનું એક આગવું માહાત્મ્ય રહેલ છે.
Remembering Poet & Lyricist ‘Jan Nisar Akhtar’, જેમનું હિંદી ફિલ્મોમાં પહેલ વહેલું ગીત અનારકલી (૧૯૫૩)નું 'આ જાને વફા' (ગીતા દત્ત; સંગીતકાર બસંત પ્રકાશ) હતું.
KHEM CHAND PRAKASH - The creator of musical gems, and the mentor of stalwarts  - લતા મંગેશકર, મન્ના ડે, કિશોર કુમાર જેવાં ગાયકો અને નૌશાદ, બુલો સી રાની જેવાં સંગીતકારોને તરાશીને તેમાંના હીરાની પહેચાન કરાવનાર સંગીતકાર તરીકે ખેમચંદ પ્રકાશનું ઈતિહાસમાં સ્થાન ઝળકે છે.
Neel gagan ki chhaon mein - ૧૩મી ઓગસ્ટના વૈજયંતિમાલાના જન્મદિવસના ઉપલક્ષમાં દીપા બુટી 'આમ્રપાલી'નાં ગીત નીલ ગગન કી છાંવમેં'નો રસાસ્વાદ કરાવે છે.

[ખાસ નોંધ : દીપા બુટી site SongPediaનાં સ્થાપક છે. આ નવા પ્રયોગની ટેગલાઈન છે - સંગીત ચાહકો માટે, સંગીત ચાહકો દ્વારા. સાઈટની પહેલી મુલાકાત સમયે, Legends , Song Sketch, Collections, Startups, People, Songs જેવા વિષયોના ટેગ જોવા મળ્યા. હવે પછીથી આપણે આપણા આ બ્લૉગોત્સવમાં અહીં રજૂ થતી સામગ્રીની પણ નોંધ લઈશું.]
Most Memorable Films of Vyjayantimala - ૧૩ ઓગસ્ટ, ૧૯૩૩ના રોજ જન્મેલાં વૈજયંતિમાલા જન્મજાત કળાકાર હતાં. ચાર વર્ષની ઉમરે તેમણે પોપની સામે નૃત્ય કર્યું હતું. એવીએમની એમ વી રામને દિગ્દર્શિત કરેલ, તમિળ અને તેલુગુમાં બનેલ ફિલ્મ વાઝકૈ / જીવીતમ (૧૯૪૯) તેમની પહેલ વહેલી ફિલ્મ હતી. પછીથી હિંદીમાં 'બહાર' (૧૯૫૧) તરીકે રજૂ થયેલી આ ફિલ્મ વૈજયંતિમાલાનાં હિંદી ફિલ્મ જગતમાં પ્રવેશનું માધ્યમ બની.
My Favourites by Shakeel Badayuni  - શકીલ બદાયુની એક માત્ર એવા ગીતકાર છે જેમને નામે ફિલ્મ ફેર એવૉર્ડ્સની હેટ ટ્રિક બોલે છે.:
૧૯૬૧ - ચૌદહવીકા ચાંદ હો - ચૌદહવીકા ચાંદ
૧૯૬૩ - કહીં દીપ જલે કહીં દિલ - બીસ સાલ બાદ
Two faces of Haribhai, a.k.a. Sanjeev Kumar માં લેખકે બને એટલી કોશીશથી સંજીવ કુમાર માટે બે સારા શબ્દો કહેવા પ્રયાસ કર્યો છે. તેમના કહેવા મુજબ, અન્યથા તેઓ સંજીવ કુમાર માટે ઘસાતું જ લખતા રહ્યા છે.
આ વાત સાથે સીધો સંબંધ ભલે નથી પણ ડસ્ટેફ ઑફ.કોમ પર નિશાન(૧૯૬૫) ની મીમાંસામાં સંજીવ કુમારની ઝલકતી અભિનય કળા માટે સારા શબ્દો કહેવાયા છે.
The Songs of Gulzar  તેમની કથા લેખક, સંવાદ લેખક, (સહાયક) દિગ્દર્શક જેવા અગત્યાની ભૂમિકાઓને કંઇક અંશે હાંસિયામં ખસેડી નાખતાં જણાય છે.
Musically Yours, 1963 (Part I) પછી મોનિકા કાર. Part IIમાં ૧૯૬૩નાં યાદગાર ગીતોના સંગીતકારોને યાદાંજલિ આપે છે.
The Unforgettable Tunes of JAIDEV કમનસીબે અધૂરી રહેલી ફિલ્મો અને આલ્બમોની સાથે ભુલાઈ ચૂક્યાં છે.
The Master of Qawwali Roshan and some hidden qawwalis of Madan Mohanરોશન અને મદન મોહનની કારકીર્દીના આલેખમાં ઘણી સમાનતાઓ છે. જોકે રોશનને કવ્વાલીઓના બાદશાહ માનવામાં આવ્યા તો મદન મોહનને ગ઼ઝલના. પ્રસ્તુત પૉસ્ટમાં રોશનની જાણીતી કવ્વાલીઓની સાથે મદન મોહનની ઓછી જાણીતી કવ્વાલીઓને યાદ કરાયેલ છે.
The Great Yodeling Songs of Kishore kumar ની યાદ તેમના ૩ ઓગસ્ટના ૮૯મા જન્મદિવસે તાજી કરાયેલ છે.
The world’s first South Indian Pathan? Why Sridevi’s accent in her Hindi films has never mattered - શ્રીદેવીની, જે ૧૩ ઓગસ્ટનાં ૫૫ વર્ષનાં થયાં હોત, લલિતા ઐયરે લખેલ જીવનકથાના સંક્ષિપ્ત અંશ. હિંદી ભાષાના દક્ષિણ ભારતીય એક્ધારી લયમાં બોલવાની ઉણપને શ્રીદેવીએ સવાદ છટાનાં ચાતુર્યમાં ફેરવી નાખવાની કાબેલિયત હાંસિલ કરી લીધી હતી જો કે તમે તેના ચાહક હો તો તમને તેમાં વાકચાતુર્ય જણાય પણ જો તમે તેમના ચાહક ન હો તો તમને તે ખૂંચે જરૂર.
Shammi Kapoor - Who Sang his Songs from his Heart, ભલેને એ ગીતો તુમસા નહીં દેખા પહેલાનાં ગંભીર ગીતો હોય કે પછી તુમસા નહીં દેખા પછીનાં રમતિયાળ ગીતો હોય.
ઓગસ્ટ, ૨૦૧૮માં વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતોમાં માં આપણે શૈલેન્દ્રએ લખેલાં અને રોશને સંગીતબધ્ધ કરેલાં, સામાન્યતઃ  ઓછાં સાંભળવા મળતાં કેટલાંક ગીત યાદ કરેલ છે..
હવે આપણે અન્ય વિષયો પરના લેખો તરફ નજર કરીએ.
The Great Bollywood Songs based on Folk Music - હિંદી ફિલ્મોમાં લગભગ દરેક સંગીતકારે લોક સંગીતનો ભરપટ્ટે, બહુ જ રચાનાત્મકપણે, ઉપયોગ કરેલ છે.
૧૮૫૩માં ભારતમાં પહેલી ટ્રેન શરૂ થઈ ત્યારથી Musical Rhythms of the Running Train એ લોકોનાં જીવન સાથે વણાઈ ગયેલ સંગીત છે. ભારત્ની ફિલ્મોમાં પણ ચાલુ ટ્રેનને આવરી લેતાં દૃશ્યોના પ્રતિકાત્મક પ્રયોગો એક અલગ અભ્યાસનો વિષય બની શકે તેમ છે. ચલુ ટ્રેન કે ચાલુ એન્જિનની પશ્ચાદભૂમાં ખેતરો અને પહાડીઓમાં ફિલ્માવાયેલાં ગીતો પણ ઘણાં મળી આવે છે. સંગીતકારો ટેનમાં ગવાતાં કે ટ્રેનને વિષય તરીકે કેન્દ્રમાં રાખતાં તેમનાં ગીતોમાં ટ્રેનની લયને કેવી રીતે સંગીતબધ્ધ કરેલ છે તેની વાત કુણાલ દેસાઈ પ્રસ્તુત પૉસ્ટમાં કરે છે. મોટા ભાગે તો ગીતની સીચ્યુએશન અને ફિલ્માંકન એ લયને વધારે ઓપ આપતાં જોવા મળતાં હોય છે.
Hindi Songs with ‘Anokhe Bol’ - રેડિયો સિલોન પર 'અનોખે બોલ'વાળાં ગીતોનો જે કાર્યક્રમ આવતો તેના પરથી આ પૉસ્ટમાટે પ્રેરણા મળેલ છે.
વિશ્વ ફોટોગ્રાફી દિવસની યાદમાં, The Hindi Films where Hero plays a photographerમાં હિદી ફિલ્મોમાં ફોટોગ્રાફી કરતાં પાત્રોને યાદ કરાયાં છે.
Ten Songs from ‘One-Song-Wonder’ Films  - જે ફિલ્મમાં એક સિવાય બાકી બધાં ગીત ફ્લૉપ નીવડ્યાં હોય એવી ફિલ્મો અને એ ગીતને અહીં રજૂ કરાયેલ છે, જેમ કે સખી રોબીનનુ તુમ જો આઓ તો પ્યાર આ જાયે, જિંદગીમેં બહાર આ જાયે
Seen But Not Observed  - હોલીવુડની ફિલ્મોમાં માઈકલ કેન જે ભૂમિકાઓ ભજવતા અને હિંદી ફિલ્મનાં ગીતોમાં Double Bass (ઉચ્ચાર ડબલ બેઈસ)વાદ્ય તરીકે જે ભૂનિક ભજવે છે તેમાં સામ્ય એ છે કે તેઓની હાજરી નજરે બધાંને ચડે પણ તેની કોઈ નોંધ ન લે. જેમ કે મેરા નામ ચિન ચિન ચુ (હાવરા બ્રિજ (૧૯૫૮) કે ટીનકા કનસ્તર ગલા ફાડકર ચિલ્લાના (લવ મેરેજ, ૧૯૫૯). બીજી એક રસપ્રદ વાત એ છે મોટા ભાગનાં જાણીતાં વાદ્યને કોઈન કોઈ મુખ્ય કળાકારે પરદા પર અજમાવ્યું છે.Double Bassને તો તેમાં પણ અપવાદ રહેવાનું માન મળે છે! તેમાં પણ એક અનોખો અપવાદ છે ગાના ના આયા બજાના ન આયા, જેમાં કિશોર કુમારે બહુ થોડા સમય માટે ડબલ બેઇસ પર હાથ અજમાવ્યો છે.
The Great FRIENDSHIP Songs of Bollywoodહિંદી ફિલ્મોનાં ગીતોમાં 'મિત્રતા - યારી - દોસ્તી'નો વિષય પણ એક મહત્ત્વનો પ્રકાર રહ્યો છે.
Live Music While You Eat - ઘણાં રેસ્તરાંઓમાં જમવાની સાથે મંચ પરથી સંગીત પણ રેલાવાતું હોય છે, જેમાં ગઝલ, ફિલ્મનાં ગીતો, પોપ, જૅઝ, પાશ્ચાત્ય ગ્રામીણ જેવા પ્રકાર વધારે પ્રચલિત જોવા મળે છે. ઓક્ષ્ફર્ડ યુનિવરિટીના ચાલ્સ સ્પેન્સ, તેમનાં પુસ્તક Gastrophysics: The New Science of Eatingમાં, જણાવે છે કે સંગીતને કારણે ખોરાક વધારે સ્વાદિષ્ટ લાગી શકે છે. પ્રસ્તુત પૉસ્ટમાં રેસ્તરામાં કોઈ ગીત ગાતું હોય એવાં ગીતોનીયાદી રજૂ કરાઈ છે, જેમાં ગાવાની સાથે નૃત્ય પણ કરાતું હોય એવાં ગીત નથી લીધાં. હા, મહેમાનો જ ગીત પર નૃત્ય કરવા મડી પડ્યાં હોય તો તે ચલવી લીધેલ છે J
‘Forgotten Artists of Early Cinema and The Same Name Confusion’શ્રી અરૂણકુમાર દેશમુખ અને સુરજીત સિંગ દ્વરા લખાયેલ તેમનાં પહેલ વહેલાં પુસ્તક -Forgotten Artists of Early Cinema and The Same Name Confusion’-નો પરિચય કરાવવાની સાથે સાથે એ પુસ્તકના વિષયની સાથે સંબંધિત કેટલાંક ગીતો પણ રજૂ કરાયાં છે, જેમ કે:
હાથ ચક્ર ત્રિશુલ સદાશિવ અલખ જગાતે નગરીમેં - અભ્રામ ભગત - ગૈર ફિલ્મી ભજન (૧૯૪૦)

સોંગ્સ ઑફ યોર પરની નિયમિત શ્રેણી Best songs of yearમાંનો Best songs of 1947: And the winners are? લેખ પ્રકાશિત થઈ ચૂક્યા પછી આપણે પણ ૧૯૪૭નાં ગીતોને ચર્ચાની એરણે સાંભળવાનું શરૂ કરેલ છે. આપણી ચર્ચાને તે પછી આગળ ધપાવતાં સ્ત્રી સૉલો ગીતોની ચર્ચામાં સુરૈયા, ગીતા રોય, શમશાદ બેગમ, રાજકુમારી, અમીરબાઈ કર્ણટકી (ભાગ ૧ અને ભાગ ૨) અને ઝોહરાબાઇ અંબાલેવાલી  (ભાગ ૧ અને ભાગ ૨) નાં સૉલો ગીતો આપણે અત્યાર સુધી સાંભળી ચૂક્યાં છીએ.
  ૧૯૪૭નાં સ્ત્રી ગાયકોનાં સૉલો ગીતોમાં આ મહિને આપણે  ખુર્શીદ, નૂર જહાં અને કાનન દેવી) તેમ જ 'અન્ય' ગાયિકાઓમાં મીના કુમારી, નસીમ અખ્તર, ઝીનત બેગમ  અને  પારો દેવી, મેનકા બાઈ તેમ જ સરોજ વેલિંગકરનાં સૉલો ગીત સાંભળ્યાં  છે
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ઓગસ્ટ, ૨૦૧૮ના લેખો:


સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ઓગસ્ટ, ૨૦૧૮ના લેખોની નિયમિત.:




કાન્હા રે કાન્હા તૂને લાખો રાસ રચાયે

'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ ઓગસ્ટ, ૨૦૧૮માં 'મદન મોહન પરની લેખમાળા આગળ ધપાવે છે.:

મહિનાના આખરી શુક્ર્વારે નવા સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં પ્રીતમ ઉપર લેખમાળા ચાલી રહી છે. ઓગસ્ટ, ૨૦૧૮ના છેલ્લા શુક્રવારે, તેઓ જણાવે છે કે લતાજી જેવોજ લગભગ અભિપ્રાય ઓસ્કાર વિજેતા સંગીતકાર રહેમાનનો છે
ઓગસ્ટ, ૨૦૧૮માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું : [૭]

તહેવારોને લગતાં ફિલ્મીગીતો (૪) : રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશોત્સવ

સચિન દેવ બર્મન અને એસ ડી બર્મન – હિંદી ફિલ્મોનાં ગીતો

બંદિશ એક, રૂપ અનેક – ૪૬ – હરિ ને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણી રે

દેશભક્તિના ફિલ્મીગીતો


આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીને લગતો લેખ અથવા તો પોસ્ટમાં સામાન્યતઃ જે વિષયનું પ્રાધાન્ય હોય તેને અનુરૂપ ઓછાં સાંભળવા મળતાં મોહમ્મદ રફીનાં ગીતને યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં એક પૉસ્ટ,એક વિડીયો કિપ અને કેટલાંક ગીતો પસંદ કરેલ છે.
Rafi’s best songs by Madan Mohanમદન મોહને મોહમ્મદ રફીનાં ૧૬૮ જેટલાં ગીતો રચ્યાં છે જેમાંનાં ઘણા તો મોહમ્મદ રફીની કારકીર્દીનાં શ્રેષ્ઠ ગીતોમાં મોખરાનું સ્થાન પામી ચૂક્યાં છે. આ ગીતોની યદીમંથી બહુ ઓછું સાંભળવા મળતું, પણ  બહુ ગમે એવું એક ગીત અહીં રજૂ કરેલ છે.:
દુનિયા કે સારે ગ઼મોં એ અન્જાના, હો મૈં હું મસ્તાના - મસ્તાના (૧૯૫૪)- સંગીતકાર: મદન મોહન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

યે તો કહો કૌન હો તુમ - અકેલી મત જૈયો (૧૯૬૩) - લતા મંગેશકર સાથે સંગીતકાર: મદન મોહન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

યહાં કોઈ નહીં તેરા મેરે સિવા - દિલ એક મંદિર (૧૯૬૩) સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: હસરત જયપુરી

Sanjeev Kumar Speaks on Mohammed Rafi

હાયે તબસુમ તેરા - નિશાન (૧૯૬૫) – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર: જાવેદ અખ્તર

ચલતે ચલો ચલો ચલતા હુઆ સાહિલ હૈ ઝિંદગી - ઇન્સાન ઔર શેતાન (૧૯૭૯) – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર: અસદ ભોપાલી

તીન તાલ પર નાચે બુઢાપા બચપન ઔર જવાની – એક બુલ બુલા પાનીકા (૧૯૭૦) –સંગીતકાર: જયદેવ – ગીતકાર: કૈફી આઝમી

હિંદી ફિલ્મોનાં સુવર્ણ યુગની આપણી આ સફરને વધારે રસમય, આનંદપ્રદ અને વાચ્ય બનાવવા માટે આપનાં સૂચનો, ટીકા-ટિપ્પણીઓ તેમજ નવા સ્ત્રોતો માટેના સુઝાવો માટે  દિલથી ઈંતઝાર રહેશે.

No comments: