Thursday, October 18, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી-પુરુષ યુગલ ગીતો - અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો [૨]

૧૯૪૭નાં વર્ષ માટેનાં અન્ય પુરુષ ગયકોનાં પુરુષ-સ્ત્રી યુગલ ગીતોમાં ગાયકો, સંગીતકારો અને વિષયોનાં વૈવિધ્યની એક ઝાંખી આપણે ભાગ [૧]માં કરી ચૂક્યાં છીએ. એ ભાગમાં 'ગીત ગોવિંદ' માટે મન્ના ડે અને રાજકુમારીના સ્વરનાં યુગલ ગીતો સિવાય બાકીનાં મોટા ભાગનાં બધાં યુગલ ગીતો મેં લગભગ પહેલી વાર સાંભળ્યાં હતાં. આજના આ બીજા ભાગમાં પણ બહુ જૂજ ગીતોમાં એક જ જોડીનો સ્વર સાંભળવા મળે છે. વૈવિધ્ય એટલું જ છે અને સાંભળ્યાં તો આ ગીત પણ મેં પહેલી વાર જ છે.

હેમંત કુમાર, કલ્યાણી દાસ - મૈને પહેચાન લિયા, તુમને પુકારા હૈ મુઝકો - ફૈસલા - સંગીતકાર અનુઅપમ ઘટક - ગીતકાર 'પ્રાણ'

રાધા ગોવિંદ, ગીતા રોય - મેરા નન્હા દિલ પિયા લૂટ લિયા રે - જાદુઈ રતન – સંગીતકાર: ચિત્રગુપ્ત - ગીતકાર - ?

રાધા ગોવિંદ, ગીતા રોય - નૈન મેં આના, મેરે મનમેં સમાના - જાદુઈ રતન – સંગીતકાર: ચિત્રગુપ્ત - ગીતકાર - ?

નીનુ મઝુમદાર, મીના કપૂર - ઓ ગોરી કહાં ચલી ઉસ પાર - જેલ યાત્રા – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર: સજ્જન 

ચિતળકર, બીનાપાની મુખર્જી - તુમ સાથ રહો જીવનભર  તો મૈં - લીલા – સંગીતકાર: સી રામઅંદ્ર – ગીતકાર: જી એસ નેપાલી

સુરેન્દ્ર, ખુર્શીદ - પ્રેમનગરકી ઔર ચલે હૈ, પ્રેમ કે દો મતવાલેં - મંઝધાર – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: શમ્સ લખનવી 

સુરેન્દ્ર, ખુર્શીદ - મેરા ચાંદ આ ગયા મેરે દ્વારે - મંઝધાર - સંગીતકાર અનિલ બિશ્વાસ - ગીતકાર શ્મ્સ લખનવી 

હેમંત કુમાર, કલ્યાણી દાસ - ધીરે ધીરે આ તુ ઈ સ નદી મેં - મનમાની – સંગીતકાર: કમલ દાસગુપ્તા 

મનમોહન કૃષ્ણ, જોહરાબાઈ - સખી રી મોહે નિસદિન બિરહા તડપાએ - મતવાલા શાયર રામજોશી – સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર: નિરંજન શ્રીવાસ્તવ

અમર, સુરૈયા - ન હો કોઈ જહાં...ચલે હમ તુમ કહાં - નાટક – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: ખુમાર બારાબંકવી

ભાટકર, રાજકુમારી - જૈયો ના બિદેશ મોરા જિયા મર જાયેગા - નીલકમલ – સંગીતકાર: બી વાસુદેવ – ગીતકાર: કેદાર શર્મા

એ આર ઓઝા, ગીતા રોય - મુસ્કારાતે હો ક્યોં, અભી તો પહેલી પહેચાન હૈ ઈતરાતે હો ક્યોં - પહેલી પહેચાન – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડીત ઈન્દ્ર

હવે પછીના અંકમાં આપણે ૧૯૪૭નાં વર્ષ માટેનાં  અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની ચર્ચાને પૂરી કરીશું.

No comments: