હિંદી
ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૧૦_૨૦૧૮ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું
સ્વાગત છે.
સપ્ટેમ્બર, ૨૦૧૮ના અંકમાં
આપણે મુખ્ય વિષય તરીકે ધ્યાનમાં લીધેલ 'આર કે સ્ટુડીઓ'ને કપૂર કુટૂંબે
લીધેલા નિર્ણયની કંપનો હજુ સુધી શમી હતી, એટલામાં, ૧લી ઓક્ટોબરે કપૂર
કુટુંબનાં મોભી, હિંદી ફિલ્મજગતનાં
સન્માનભર્યાં 'બહુ', કૃષ્ણા કપૂરના
અવસાનના સમાચારોએ અખબારો અને મિડીયા જગતને ફરી એક વર દોડતાં કરી મૂક્યાં...
Krishna Raj Kapoor: the grand
matriarch
- Madhu Jain
- ધવલ
ભરેલ રોર્ગંડી સાડી,
મોતીની માળા અને
સફાઈદાર સજાવેલ કેશભૂષામાં બહારની દુનિયાને જોવા મળતાં કૃષ્ણા કપૂર શાંત નદીના
પ્રવાહ જેવાં જ જણાતા,
ભલેને અંગત જીવનમાં
પછી ગમે તેવાં વમળો ઘૂમરી લેતાં હોય...રાજ કપૂરનું એક કથન બહુ જાણીતું છે - મને
મારી એમ્બેસેડર કાર ભલી,
ઈમ્પાલા તો તેમનાં
પત્નીને શોભે. એમણે એટલી જ સહજતાથી એમ પણ કહેલું કે, કૃષ્ણા મારાં
સંતાનોની મા છે જ્યારે નરગીસ તેમની ફિલ્મોની જનેતા છે.
કૃષ્ણા અને રાજ કપૂર - સહજીવનના આરંભ (લગ્ન-૧૯૪૬)- ડાબે- અને અંતના આરંભે (દાદા સાહેબ ફાળકે પારિતોષિક સન્માન પ્રસંગે , ૧૯૮૭ - જમણે |
- Krishna Raj Kapoor passes away at 87; remembering her unique love story with RK
- Krishna Raj Kapoor: A Life In Pictures
- સરકારી બંગલામાં થયા હતા શો-મેન રાજ કપૂરના લગ્ન, સસરા હતાં IG
- રાજ કપૂર અને કૃષ્ણા કપૂરની પણ એક લવ સ્ટોરી હતી - સોનલ પરીખ
હવે આપણે ઓક્ટોબર
મહિનામાં આવતી વર્ષગાંઠ અને અવસાનતિથિઓને
ઉદ્દેશીને લખાયેલ પૉસ્ટ્સ વાંચીશું.
Annapurna Devi – The Pink Star
Lost To The World
– રોશનાઆરા ખાન તરીકે જન્મેલાં અન્નપૂર્ણા દેવી ઉસ્તાદ અલાઉદીન ખાં સાહેબનાં બે
પુત્રીઓ જહાંઆરા અને શરીજા અને વિશ્વવિખ્યાત સરોદવાદક પુત્ર અલી અકબર ખાંનાં સંતાન
હતાં. કંઠ શાસ્ત્રીય સંગીત ઉપરાંત સિતાર અને સુરબહારનાં તે ઉત્કૃષ્ટ કલાકાર હતાં.
હરિપ્રસાદ ચૌરસિયા, નિત્યાનંદ
હલ્દીપુર, નિખિલ બેનર્જી, અમિત રોય બસંત
કાબરા જેવા શાસ્ત્રીય સંગીતનાં અનેક નામી કલાકારોને તેમણે શિક્ષા આપી હતી. તેમનાં
સંગીતનો એક અંશ માત્ર જ બાહ્ય દુનિયાને જાણવા મળી શક્યો છે.
The Faint Echoes of the October
Revolution: A Centenary of the Capricious Philosophy in the Socio-political
life!
– (મહેમાન) લેખિકા સુશ્રી શાલન લાલે ૧૦૧ વર્ષ પૂર્વે રશિયામાં
થયેલ 'મહાન ક્રાતિ'ની હિદી ફિલ્મો પર પડેલી સીધી
અને આડકતરી અસરોને પ્રતુત લેખમાં ઝીલી લીધી છે.
Dina Pathak – The Multifaceted
Doyenne Of Hindi Cinema – ચરિત્ર ભૂમિકાઓ ભજવનારાં કલાકારોમાં
સૌથી વધારે આદરથી લેવાતાં નામોમાં દીના પાઠક અગ્રસ્થાને રહ્યાં છે. '૬૦ના દાયકાથી લઈને
સદીના અંત સુધી તેમણે ખુબ શક્તિશાળી અને ગરિમાપૂર્ણ કિરદારોને તેમણે પર્દા પર
જીવંત કર્યા. એમનાથી પણ પહેલાંના સમયનાં ગાયિકા રાજકુમારીના સ્વરમાં ગવાયેલું હર
દિન તો બીતા શામ હુઈ (કિતાબ, ૧૯૭૭; સંગીતકાર: આર ડી બર્મન; ગીતકાર: ગુલઝાર) કદાચ
દીના પાઠક પર ફિલ્માવાયેલું એક માત્ર સોલો ગીત હશે.
Manto, movie buffs, time
machines
- નંદિતા દાસની મટોમાં સઆદત હસન
મંટોનું જીવન અને તેમની વાર્તાઓનાં દૃશ્યોની ગુંથણી રચાય છે.
Zindagi kaisi hai paheli haaye - હૃષિકેશ મુખર્જીના
જન્મ દિવસે વિજય કુમાર તેમની ફિલ્મ કળા અને તેમની ફિલ્મ 'આનંદ'ને યાદ કરે છે.
સચિન દેવ બર્મનના ૧૧૨મા
જન્મ દિવસના મહિનામાં તેમની ફિલ્મ જગતની યાત્રાને
Mehfil Celebrates ‘S D
Burman’ Month
+ S D Burman – Early Days + S D Burman – The 50s માં વણી લેવાયેલ
છે.
ફિલ્મ સંગીતના
ચાહકોને Relishing The Combination Of S
D Burman And Majrooh Sultanpuriમાં મજા પડી જશે.
In Tandem: SD Burman – Majrooh
Sultanpuri
માં સચિન દેવ બર્મને સંગીતબધ્ધ કરેલાં મજરૂહ સુલ્તાનપુરીનાં ગીતો દેવ આનંદ પર
્ફિલ્માવાયેલાં અને અન્ય કલાકારો પર ફિલ્માવાયેલાં એમ બે પ્રકારે માણી શકાશે.
Meet the Kishore Kumar fans
behind new film: ‘People are still looking for the quality of his voice’ - પ્રસન્નજિત ચેટરજી
અભિનિત કૌશીક ગાંગુલીની ફિલ્મ ‘Kishore
Kumar Junior’ એવાં લોકોને અર્પિત છે જેમણે કિશોર
કુમાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હોય.
‘Main Dhoondhta Hoon Jinko
Raaton Ko Khayalon Mein’ - Shiv Kumar -. હિંદી સિને જગતમાં
સુદેશ કુમાર, શૈલેશ કુમાર રાકેશ
પાંડે કે વિક્રમ જેવા અનેક કલાકારો આવ્યા જેમને પગ ટેકવવાની જગ્યા મળ્યા પ્છી પણ
લાંબે ગાળે દર્શકોની ચાહ જાળવી ન શક્યા. એ યાદીમાં એક મહત્ત્વનું નામ શિવ કુમાર
પાઠકનું પણ છે જે ફિલ્મોમાં શિવ કુમાર તરીકે જાણીતા હતા. ૧૯૬૫માં 'પુનમ કી રાત'માં પદાર્પણ કર્યા
પછી ૧૯૬૯ની 'મહુઆ' અને ૧૯૭૪ની 'ઠોકર'ની સફળતાએ તેમનો
સિતારો બુલંદ કર્યો હતો.
ચાર દાયકાઓ સુધી ૩૦૦થી વધારે ફિલ્મોનું ધ્વનિમુદ્રણ જેમણે
સંભાળ્યું એવા ‘Unsung hero, Pope of sound’: A
documentary resurrects legendary mixing engineer Mangesh Desai પરની ફિલ્મ The Sound Man – Mangesh Desaiમાં મંગેશ દેસાઈની
સિધ્ધિઓ, તેમની કામ કરવાની
શૈલીની નીતિ, અને તેમનાં અંગત
જીવનની રસપ્રદ અને બહુ ઓછી જાણીતી બાબતોને એમના સહકાર્યધર્મી સાહૂએ વણી લીધી છે.
૧૧૨ મિનીટ્ની ફિલ્મમાં ફિલ્મ જગતના અનેક દિગ્ગજોસાથેના કિસ્સાઓ રજૂ રજૂ કરાયેલ છે.
ધ્વનિ મુદ્રણના કસબી મંગેશ દેસાઈને રજૂ કરતું રામ મોહનનું એક લાક્ષણિક ચિત્ર |
વિનોદ ખન્નાની
પહેલી પુણ્ય તિથિના ઉપલક્ષમાં Quiz: How much do you know
about Vinod Khanna’s key roles?
૧૦ ઓક્ટોબર, ૨૯૧૪માં જન્મેલ
રેખા, ખાલીદ મોહમ્મદને
પોતાની આત્મકથા વર્ણવતાં પોતાને Rekha -The
Much Maligned and Misunderstood Woman કહે છે. તેઓ
જણાવે છે મારે ઘરે આવવા હું કોઈને આમંત્રણ નથી આપતી. મારી નીજી જિંદગી કોઈ પટકથા
કરતાં પણ વધારે સારી રીતે ચાલતી રહી છે. મારાં કામ બાબત કંઈ પણ વાત કરવી હોય તેણે
મારી ઑફિસે મળવા આવવું પડે. ઘરે તો માત્ર મારાં કુટુંબીજનોને જ આવવા મળે.
‘Shakespeare Wallah’, original
‘Suspiria’ among restored classics at Mumbai Film Festival ની સાથે ‘Pixote’ અને ‘Hyenas’ પણ નવાં જીવન સાથે
રજૂ થશે.
ઓક્ટોબર, ૨૦૧૮માં વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતોમાં આપણે શૈલેન્દ્રનાં ગીતોની
શકર(જયકિશન)ની સંગીત રચનાઓ : ૧૯૪૯-૧૯૫૩ યાદ કરેલ છે..
The Great Composer Duo of the
Golden Era of Bollywoodએ
એક જોડી
તરીકે બરસાત (૧૯૪૯)થી સાથે કામ કરવાનું ચાલુ કર્યું તે જયકિશનનાં ૧૯૭૧માં અવસાન
સુધી ચાલુ રહ્યું. જોકે તે પછી પણ શંકરે શંકર જયકિશનના નામથી ફિલ્મોમાં સંગીત
આપવાનું ચાલુ રાખ્યું હતું.
હવે આપણે અન્ય વિષયો પરના લેખો તરફ નજર કરીએ.
Women in Proper Noun Roles – ૨૦૧૭માં કરાયેલ એક અભ્યાસમાં લગભગ ૫૦ વર્ષોની બોલીવુડની ફિલ્મોની સમીક્ષા
કરવામાં આવી, જેમાં એવું તારણ નીકળતું હતું કે ૧૯૭૦-થી ૧૯૭૫ના ગાળામાં
સ્ત્રી-પ્રધાન ફિલ્મો માત્ર ૭%થી વધીને અત્યારે ૧૨% જેટલે પહોંચી છે.ફિલ્મ ભલે
સ્ત્રી-પ્રધાન હોય, પણ ફિલ્મનું શીર્ષક અદાલત (૧૯૫૮), સાધના (૧૯૫૮) ઈન્તકામ (૧૯૬૯), આંધી (૧૯૭૫) કે બાઝાર (૧૯૮૨) જેવું નિષ્પક્ષ હોય તો પુરુષ અહંને ઠેંસ નથી પહોંચતી. સ્ત્રી-પાત્રનાં નામ
પરથી શીર્ષક હોય એવી અનપઢ(૧૯૬૨), અર્ધાંગીની(૧૯૫૯), બડી બહુ (૧૯૧)એવી સર્વનામ
શીર્ષક્ધારી ફિલ્મો હોય તો વાંધો પડે પણ ચલાવી લેવાય. ખરી મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે
ફિલ્મનાં મુખ્ય સ્ત્રી-પાત્ર પરથી ફિલ્મનું શીર્ષક નક્કી થયું હોય, જેમ કે અનુરાધા(૧૯૬૦), પુર્ણિમા(૧૯૬૫), રઝીઆ સુલ્તાન (૧૯૮૨). પ્રસ્તુત
પૉસ્ટમાં પાત્રનાં નામ પરથી શીર્ષક ધરાવતી ફિલ્મમાં એ જ નામનાં પાત્ર વડે ગવાયેલાં
ગીતોની યાદી રજૂ કરવામાં આવી છે.
The Male Advantage - હવામાનશાસ્ત્રીઓ મોટા ભાગે પુર્ષ હતા એટલે વાવાઝોડાંનાં નામ સ્ત્રીનાં નામ
પરથી રાખીને બીચારા સંતોષ વાળી લેતા. પછી બન્ને પક્ષે સમાનતા વધતી ગઈ તેમ હવે વારા
ફરતી પુરુષ અને સ્ત્રી-વાચક નામથી વાવાઝોડાંઓને ઓળખવામાં આવે છે. આપણી ફિલ્મોનાં
શક્તિશાળી જગત પર નજર કરીશું તો કે ફિલ્મોની ચાલકની ગાદી પર તો પુરૂશોનો જ હક્ક
રહ્યો છે.જો કે અશોક કુમાર, બલરાજ સહાની , ધર્મેન્દ્ર જેવા કેટલાક પુરુષ
કલાકારોએ સ્ત્રી-પાત્રનાં નામ પરથી શીર્ષક ધરાવતી ફિલ્મોમાં પણ ખેલદીલીથી
ભૂમિકાઓ નિભાવી છે. પ્રસ્તુત પૉસ્ટમાં
પુરુષ પાત્રનાં નામ પરથી બનેલી ફિલ્મોમાં એ પાત્રે ગાયેલાં ગીતની યાદ રજૂ કરવામાં
આવી છે.
Introducing Food and Food Movie
Month on Dustedoff એ ૧૬મી ઓક્ટોબરના રોજ ઉજવાતા વિશ્વ આહાર દિવસની અનોખી ઉજવણીની ભાત પાડે છે. એ
ઉજવણીની તૈયારી પેટે લેખિકા મધુલિકા લીડ્ડલે છેક એપ્રિલ મહીનાથી આહાર વિષય પરની
ફિલ્મો જોવાનું શરૂ કરી દીધેલ,અને એ ફિલ્મોના સંક્ષિપ્ત રીવ્યુ પણ લખતાં ગયાં અને જે
જે વાનગીઓ ઘરે બનવાવાના પ્રયોગો કર્યા તેની રીત પણ લખતાં ગયાં. પરિણામે, આ બધો સામગ્રીથાળ ચાર પૉસ્ટમાં વહેંચાઈને માણવાનો રહેશે. Part 1,
Part 2
અને Part 3માં એમણે
રાંધેલી વાનગીઓ અને જોયેલી આહાર-ફિમોની સંક્ષિપ્ત સમીક્ષાઓ સમાવાઈ છે. ‘Ten of my favourite
food songs’માં આહાર (કે પીણાં)ની પ્રશંસા ભલે ન કરવામાં આવી હોય પણ વાનગીનો ઉલ્લેખ પણ હોય એવાં
દસ ગીતોને યાદ કરાયાં છે. એ માટે આ ગીતો '૭૦ની પહેલાંનાં વર્ષોમાં હોય, વાનગીનું નામ મુખડામાં જ આવી જતું હોય કે ગીતની તકિયા કલમ હોય અને પીણું 'દારૂ ' ન હોય - દારૂ પર એક અલગ પૉસ્ટ પહેલં પ્રકશિત થઈ ચૂકી છે - એવી શરતોને ધ્યાનમાં
રાખવામાં આવી છે. પૉસ્ટની નવીનતાને ધ્યાનમાં લેતાં એ ગીતોની યાદી અહીં ફરી એક વાર
રજૂ કરેલ છે:
વાચકોએ પણ પૉસ્ટની ચર્ચામાં બીજાં ઘણાં ગીતો ઉમેર્યાં
છે.
The Audio Pole Star - શાસ્ત્રીય સંગીતમાં મુખ્ય
કલાકારને લયની સતત સંગત પૂરી પાડનાર વાદ્ય તરીકે તાનપુરો (તંબૂરો) મોતા ભાગનાં
લોકો માટે અપરિચિત નથી. તેની હાજરી દેખાય પર અસર સમજનાર લોકોને જ જણાય એવી તેની
નિયતિને કારણે લોક્બોલીમાં ઉપાલંભનાં સાધન તરીકે પણ પ્રયોજાય છે. સંગીતમાં ટેક્નોલોજીના
વધતા જતા પ્રભાવે તાનપુરાનું સંગીતની દૃષ્ટિએ સ્થાન લગભગ ખતમ કરી નાખ્યું છે.
પ્રસ્તુત પૉસ્ટમાં પર્દા પર તાનપુરાને રજૂ કરતાં ગીતોને યાદ કરાયાં છે.
સંગીતની મારી જે કંઈ સમજ છે
તેનાં ઘડતરમાં '૬૦ના દાયકામાં રેડિયો પર સાંભળવા મળેલ
સંગીતનું યોગદાન અમૂલ્ય જ કહી શકાય ! એટલે Radio – My Constant Song
Companion વાંચતાં વાંચતાં મારી એ યાદો પણ તાજી
થાય છે.
Knifing the Body – Depiction of
Maiming in Cinema
- પોતાના
દર્શક વર્ગને ઝકડી રાખવા માટે ઘણી વાર ફિલ્મ નિર્માતાઓ અતિ જુગુપ્સાપ્રેરક
દૃશ્યોનો સહારો લેતા હોય છે. આ પ્રકારની ફિલ્મોની ઊંડે સુધીની વિગતોમાં Amitava Nag અને Shiladitya Sarkar
પ્રસ્તુત
લેખમાં ગયા છે.
Chehre pe khushi chha jaati hai - લતા જગતીઆણી - વિશાળ પિયાનો
તેની ત્રણ બાજૂએ પ્રણ્યત્રિકોઅણની ત્રણ બાજુઓ જેવી નયનરમ્ય સાધના, દેખાવડો સુનીલ દત્ત અને સદાધ્યાનાકર્ષક રાજ કુમાર. સાહિરના અર્થપૂર્ણ સંવેદનશીલ
બોલ, રવિની મધુર ધુન અને આશા ભોસલેનો ગીતના ભાવનો નશામય સુર - શું વધારે પસંદ પડે છે તે જ
નક્કી કરવું મુશ્કેલ બની રહે.
Iss Nadi Ko Mera Aaina –
Chashme Buddoor – Reflections Of Love - સાદો ખોરાક, સાદાં કપડાં, સરળ શબ્દો, સરળ
રજૂઆત, સાદી જીવનશિલી, અને હા, સાદી
ફિલ્મો, ક્યારે પણ અપ્રસ્તુત નથી બની જતાં. આવાં રોમેન્ટીક ગીતમાં (ગાયકો હૈમંતી શુલ્ક, શૈલેન્દ્ર
સિંઘ / સંગીતકાર રાજ કમલ / ગીતકાર ઈન્દુ જૈન) પણ સંઇ પરાંજપેએ હાસ્ય રસને સુકાવા
નથી દીધો.
જુની
હિંદી ફિલ્મોમાં અદૃશ્ય પાત્રના વિષયને કેવી કેવી રીતે રજૂ કરાયો છે તેની ચર્ચા Naked invisible men I have
known: Mr India and his forebearsમાં કરવામાં આવી છે.
૧૯૪૭નાં સ્ત્રી ગાયકોનાં
સૉલો ગીતોમાં આપણે આ મહિને આપણે ૧૯૪૭નાં યુગલ ગીતોમાં મુકેશનાં
સ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો પછીથી
મોહમ્મદ
રફીનાં, જી એમ દુર્રાનીનાં
અને અન્ય પુરુષ ગાયકોનાં યુગલ ગીતોને ભાગ
૧, ભાગ
૨, ભાગ
૩માં અને સ્ત્રી-સ્ત્રી
યુગલ ગીતો સાંભળ્યાં છે. તે દરમ્યાન સોંગ્સ ઑફ યોર પર ૧૯૪૭નાં યુગલ
ગીતોની સમીક્ષા કરતી પૉસ્ટ, Best songs of 1947:
Wrap Up 3 . પ્રકાશિત થઈ ચૂકી છે, જેમાં હમકો તુમ્હારા હી આસરા (સાજન, સંગીતકાર: સી રામચંદ્ર) અને યહાં બદલા વફા કા બેવફાઈ
કે સીવા ક્યા હૈ (જુગનુ, સંગીતકાર ફિરોઝ નિઝામી)ને સંયુક્તપણે
૧૯૪૭નાં શ્રેષ્ઠ યુગલ ગીત તરીકે પસંદ કરાયાં છે..
અને હવે મુલાકાત
કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની
રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના ઓક્ટોબર, ૨૦૧૮ના લેખો:
બીસ સાલ બાદ - અલગ પરિપ્રેક્ષ્યમાંરાજીપો અને રંજ એટલે 'કભી ક્ખુશી કભી ગમ'ની સાક્ષી એક તારીખએક અભિનેતાના અનેક અવાજસુરીલા 'રાજા'ની સુરીલી 'રાજાશાહી'
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ઓક્ટોબર, ૨૦૧૮ના લેખો.:
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે
પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ ઓક્ટોબર, ૨૦૧૮માં હિણ્દી ફિલ્મ જગતની પહેલી સંગીતજ્કાર જોડી હુસ્નલા
ભગતરામ પરની શ્રેણીનો આરંભ કર્યો છે
બેમિસાલ સંગીતકાર હુશ્નલાલ ભગતરામ'તેરી કુદરત તેરી તદબીર મુઝે ક્યા માલૂમ...' સુરૈયા કને પણ આ બંને ભાઇઓએ સરસ ગીતો ગવડાવેલાં'તેરી ગલી સે બહુત બેકરાર હો કે ચલે...' મખમલી ગાયક તલત મહેમૂદે પણ કેટલાંક યાદગાર ગીતો આપ્યાં
મહિનાના આખરી શુક્ર્વારે નવા સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં પ્રીતમ ઉપર
લેખમાળા ચાલી રહી છે. ઓક્ટોબર, ૨૦૧૮ના છેલ્લા શુક્રવારે, તેઓ જણાવે છે કે પહેલી ફિલ્મ આમિર ફ્લોપ
નીવડી, પરંતુ
એનાં બે ત્રણ ગીતો ઉલ્લેખનીય બની રહ્યાં...
ઓક્ટોબર, ૨૦૧૮માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
બંદિશ એક, રૂપ અનેક – ૪૮ – “મોરા સૈયાં મોસે બોલે ના” ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૧૨) સચિન દેવ બર્મન અને એસ ડી બર્મન : ગૈર ફિલ્મી હિંદી ગીતો [૨] તહેવારોને લગતાં ફિલ્મીગીતો (૬) – દિવાળી એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું [૯]
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ
રફીને લગતો લેખ અથવા તો પોસ્ટમાં સામાન્યતઃ જે વિષયનું પ્રાધાન્ય હોય તેને અનુરૂપ
ઓછાં સાંભળવા મળતાં મોહમ્મદ રફીનાં ગીતને યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં કેટલાંક
ગીતો પસંદ કરેલ છે.
સાથી ન કૉઇ મંઝિલ, દિયા હૈ ન કોઈ મહેફિલ - બંબઈકા બાબુ (૧૯૬૦) - સંગીતકાર એસ ડી બર્મન -
ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
સોલાહ સિંગાર કર કે જો આયી સુહાગ રાત...જલવે તુમ્હારે
લાયી સુહાગ રાત - ગબન (૧૯૬૭) -
સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર હસરત જયપુરી
રાહી મિલ ગયે રાહોંમેં,
બાતેં હુઈ નીગાહોં મેં - દિલ દેકે દેખો (૧૯૬૯)- સંગીતકાર ઉષા ખન્ના ગીતકાર
મજરૂહ સુલ્તાનપુરી
સદક઼ે હીર તુઝપે હમ ફકીર સદક઼ે - મેરા નામ જોકર
(૧૯૭૦) = સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર પ્રેમ ધવન
હિંદી ફિલ્મોનાં સુવર્ણ યુગની આપણી આ સફરને વધારે રસમય, આનંદપ્રદ અને વાચ્ય બનાવવા માટે આપનાં સૂચનો, ટીકા-ટિપ્પણીઓ તેમજ નવા સ્ત્રોતો માટેના સુઝાવો માટે દિલથી ઈંતઝાર રહેશે.
No comments:
Post a Comment