૧૯૪૭નાં
વર્ષમાં, પુરુષ સૉલો ગીતોમાં ગાયકોનાં વૈવિધ્યની સરખામણીમાં સ્ત્રી સૉલો ગીતોમાં આપણે ગાયિકાઓનાં વિપુલ
વૈવિધ્યની ખાસ નોંધ લીધી હતી. તે સામે મુકેશ અને મોહમ્મદ રફી સિવાયના 'અન્ય પુરુષ' ગાયકોનાં
સ્ત્રી-પુરુષ યુગલ ગીતોમાં આપણે ગાયક અને ગાયિકાઓ અને તેમની જોડીઓનાં વૈવિધ્યની પણ
નોધ લીધી હતી. ૧૯૪૭નાં વર્ષનાં ગીતોની આટઆટલી લાક્ષણિકતાઓ જોયા પછી જ્યારે હવે
આપણે સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોને ચર્ચાની એરણે લઈએ છીએ ત્યારે આપણા મનમાં
અપેક્ષાઓનું જ વૈવિધ્ય ઘણું હોય એ સ્વાભાવિક કહી શકાય.
૧૯૪૭નાં
સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો આપણને એ અપેક્ષાના સંદર્ભે નિરાશ પણ નથી કરતાં. ગીતોની
સંખ્યા પણ સારી એવી છે. જો કે
- હિદી ફિલ્મ ગીતકોષમાં નોંધાયેલાં બધાં જ
ગીતો યુ ટ્યુબ પર હોત, અને
- હિંદી ફિલ્મ ગીતકોષમાં ૧૯૪૭ની બધી
ફિલ્મોનાં ગીતોની વિગતો ઉપલબ્ધ શક્ય બની હોત
તો સ્ત્રી-સ્ત્રી
યુગલ ગીતોની સંખ્યા હજૂ પણ વધારે હોત.
જો કે એકાદ
બે ગીતને બાદ કરતાં બાકીનાં બધાં ગીતને આ ચર્ચાની એરણે લેવાને કારણે મેં પહેલી જ
વાર સાંભળ્યાં છે, જોકે આમ થવાનું કારણ ૧૯૫૦ પહેલાંનાં ગીતોનું મારૂં મર્યાદીત જ્ઞાન જ છે.
આશા ભોસલે, શમશાદ બેગમ - સુનાઊં હાલ-એ- દિલ કૈસે - અંધોંકી દુનિયા - સંગીતકાર: વસંત દેસાઈ
- ગીતકાર: દીવાન શરાર
અમીરબાઈ, રાજકુમારી - મિલને કી ઋત આ ગઈ સખી રી, ખીલને કી ઋત આ ગઈ - ભક્ત ધ્રુવ - સંગીતકાર: શંકર રાવ વ્યાસ
લલીતા દેઉલકર, કૃષ્ણા ગાંગુલી, કોરસ - ઝુલના ઝુલો મોરે પ્યારે લાલા રે -
ભક્ત ધ્રુવ - સંગીતકાર: શંકર રાવ
વ્યાસ
ગીતા રોય, શમશાદ બેગમ - યે હસીનો કે મેલે અલબેલે - ભૂખ - સંગીતકાર: અનિલ બિશ્વાસ -
ગીતકાર: ડૉ. સફદર 'આહ'
ઉમા દેવી, સુરૈયા - બેતાબ હૈ દિલ દર્દ-એ-મુહબ્બત કી અસર સે - દર્દ - સંગીતકાર: નૌશાદ
અલી - ગીતકાર: શકીલ બદાયુંની
ઝોહરાબાઈ, રાજકુમારી - ન ઘર અપના....કિસકો સુનાઊં ગ઼મકા ફ્સાના - દૂસરી શાદી -
સંગીતકાર ગોવિંદ રામ - ઈશ્વર ચંદ્ર કપૂર
ઝોહરાબાઈ, મીના કુમારી - છીન
લી હમારી હંસી, દે ગયે રોના હમકો - દુનિયા એક સરાઈ -
સંગીતકાર - હંસરાજ બહલ - ગીતકાર કેદાર શર્મા
ઝોહરાબાઈ, રાજ્કુમારી - ફીર બાદલ
ઘીર ઘીર આયે રે મેરા જિયા ડોલત જાયે રે - ગાંવ - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ -
ગીતકાર: ડી એન મધોક
ગીતા રોય, બીનાપાની
મુખર્જી - મેરી આંખેં ચમ ચમ... ક્યા ઈસી કા નામ હૈ પ્રીત -
લીલા - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકાર: ક઼મર જલાલાબાદી
ગીતા રોય, રાજ્કુમારી - બોલ
બોલ બાલ બેદર્દી ક્યા તેરી મરઝી હૈ - નીલ કમલ - સંગીતકાર બી વાસુદેવ - ગીતકાર
કેદાર શર્મા
ગીતા રોય, રાજકુમારી - જવાની
અગર હૂક દિલ કી દબાયે - નીલ કમલ - સંગીતકાર બી વાસુદેવ - ગીતકાર કેદાર શર્મા
ગીતા રોય, રાજકુમારી - માંને
ભેજા ઢોર ચરાને ઢોર લે ગયી બન મેં - નીલ કમલ - સંગીતકાર બી વાસુદેવ - ગીતકાર
કેદાર શર્મા
બેબી વિમલા, બેબી શૈલા - બચપન
હૈ એક ખેલ સુહાના - રેણુકા - સંગીતકાર સરદાર મલિક - ગીતકાર ક઼મર
જલાલાબાદી
અમીરબાઈ, શમશાદ બેગમ - હમારે
અંગના હો હમારે અંગના આજ બાજે શહનાઈ - શહનાઈ - સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાર
પી એલ સંતોષી
હવે પછીના
અંકમાં આપણે ચર્ચાની એરણે ૧૯૪૭નાં પુરુષ-પુરુષ યુગલ ગીત અને
ત્રિપુટી/ત્રિપુટી+ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment