Wednesday, August 31, 2022

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૦ – મણકો : ૮ _૨૦૨૨

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૦ મા સંપુટના મણકા - _૨૦૨૨માં આપનું સ્વાગત છે.

સૌ પ્રથમ ભુપિન્દરની યાદને Bhupinder Singh with The Multifaceted Bhupinder Singh    દ્વારા વધારે પ્રગાઢ કરીએ.

આજના અંકમાં આપણે સીધાં જ અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  –

Fifteen Years!  - જીવનમાં અનેક ઉતારચડાવનાં વર્ષો, જેની સ્વાભાવિક અસર બ્લૉગમાં રજુ થતી સામગ્રી પણ પડતી દેખાય. પરંતુ સારી વાત એ છે કે Richard S. એ આ સફરની યાત્રા, Dances on Footpathનાં સ્વરૂપમાં, જાળવી રાખી છે. આ અવસરે આપણે પણ આ બ્લૉગને શુભેચ્છા પાઠવીએ કે તેમની આ સમૃદ્ધ, ચટાકેદાર યાત્રા હજુ અવિરત ચાલતી રહે.

K.N.Singh - Bollywood Gentleman Villain With A Unique Mannerism - Rare Bollywood Nostalgia – Trivia –કે એન સિંઘે તેમની ૬૦ વર્ષની કારકિર્દીમાં લગભગ ૨૫૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું, ઓછી જાણીતી વાત એ છે કે તેઓ બહુ સારા ખેલાડી પણ હતા. ૧૯૩૬ની ઑલિમ્પિક્સ માટે શૉટ પુટ અને જેવલિન ભાલાફેંક માટે તેમની પસંદગી લગભગ થવા સુધી થઇ ગઈ હતી,

Aayega Aanewala – Remembering Khemchand Prakash ની ૭૨મી અવસાન તિથિ પર ખેમચંદ પ્રકાશને સ્મરણાંજલિ.

Khayyam at the Mountain Peak (1): Songs on Pahadi - ખય્યામ (૧૮-૨-૧૯૨૭ । ૧૯૦૮-૨૦૧૭)ને ત્રીજી અવસાન તિથિ પર તેમનાં પહાડી ગીતોની યાદાંજલિ.

Ek Din Hum Ko Yaad Karoge – Remembering Raja Mehdi Ali Khan ને તેમની ૪૬મી અવસાન તિથિ પર યાંદાંજલિ.

The National Museum of Indian Cinema A delight for the senses ની વાસ્તવિક મુલાકાત ફિલ્મ્સ ડિવિઝન સંકુલ, પેડર રોડ, મુંબઈ પર થઈ શકે છે.અહીં એક આભાસી મુલાકાત લઈએ


Abhas versus Kishore — An Existential Reality: (Part 1) અને (Part 2) - અધરસ્તે આભાસ કિશોરમાં ફેરવાઈ ગયો. આભાસ અંદરથી થતી એક અનુભૂતિ છે, જે પાર્થિવ નથી. કિશોર, યુવાન, તરવરતો, ઉર્જાથી ધબકતો, દેખાતો પ્રભાવ છે. કિશોર  કુમારની કારકિર્દીનાં જુદાં જુદાં આવરણ વિજય કુમાર રજૂ કરે છે.

વધારાનું વાંચન

Kishore Kumar The Actor: A Legend’s Journey Down the Years Part 1

Kishore Kumar, The Master of his Craft – Amit Kumar Remembers his ‘Baba’

કિશોર કુમાર, તેમનાં માતુશ્રી ગૌરી દેવી અને પુત્ર અમિત કુમાર સાથે   (Pic: Twitter)

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

ઓગસ્ટ, ૨૦૨૨ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં શૈલેન્દ્રનાં ગીતોની કિશોર કુમાર દ્વારા સ્વરબદ્ધ કરાયેલી રચનાઓને યાદ કરીશું. ૨૦૧૭માં આપણે શૈલેન્દ્રનાં અન્ય સંગીતકારો સાથેના લેખ -શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતોથી કરેલ શરૂઆત બાદ, અત્યાર સુધી આપણે

૨૦૧૮ - શૈલેન્દ્ર અને રોશન

૨૦૧૯ -  શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

૨૦૨૦ – શૈલેન્દ્ર અને એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર

૨૦૨૧ - શૈલેન્દ્ર અને શાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોય

નાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

ગૈર ફિલ્મી ગુલઝાર - કિતાબોંસે ગુજરો તો કભી યું કિરદાર મિલતે હૈં - સોનલ પરીખ - ફિલ્મ્સૃષ્ટિનું ગ્લેમર ગુલઝારને હંમેશ વીંટલાયેલું રહ્યુ. અહીં ગુલઝારના ૮૮મા જન્મ દિવસે ગૈરફિલ્મી ગુલઝારની ઓળખ કરવામાં આવી છે.  

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

The poignancy and power of ‘Usne Kaha Tha’ don’t make it to the screen - Nirupama Kotru - Book versus movie - જે સમયનું ઉસને કહા થા માં નિરૂપણ છે તે જ સમયે ૧૯૧૫માં તે વાર્તા સ્વરૂપે  પ્રકાશિત થઈ. મુખ્ય પાત્રોને શીખને બદલે હિંદુ બતાવવાનો મોટો ફરક ફિલ્માંકનમાં કરાયો. ટિકિટબારી પર નજર હશે તેથી વાર્તા  બે યુવાન પ્રેમીઓની પ્રેમકહાની પર વધારે ભાર મુકતી જણાય છે, જેને કારણે જ ટિકિટબારી પર ફિલ્મને સરિયામ નિષ્ફળતા મળી. મૂળ વાર્તામાં એ પ્રેમની બહુ જ સ્વાભાવિક, શુદ્ધ પ્રતીતિની ભાવનાની મદદથી શીખ પ્રજાનાં ચારિત્ર્યમાં વણાયેલ શુરવીરતા અને ધીરજની ભાવનાને તાદૃશ કરે છે.

The Two Worlds of Jalte Hain Jiske Liye - અધીર જ્યારે સુજાતા સમક્ષ પોતાના પ્રેમની ગીત દ્વારા સ્વીકાર કરે છે ત્યારે તેને કલ્પના પણ નહીં હોય કે સુજાતાનાં જીવન વિશ્વની આંધીઓ સામે પ્રેમનું તેનું એ વિશ્વ કાચ જેટલું નાજુક અને ફટકિયું હશે. જલતે હૈં જિસકે લિયેનાં અ બન્ને પાસાંની શિરીષ વાઘમોડે અહીં છણાવટ કરે છે.

Songs of Youth માં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ (૧૨ ઓગસ્ટ) ની ઉજવણીની અનુભૂતિ છે.

Songs of Sarcasm - એક છેડે આત્મશ્લાઘીઓ (narcissists ) અને બીજે છેડે બીજાનાં મોંફાટ વખાણ (praise ) કરતા અતિવિનયીઓને હળવાથી તીખા કટાક્ષથી જ સંતુલિત કરાય.

Canorous Eyesores - કેટલાંક ગીતો જેટલાં સાંભળવાં ગમે તેટલાં જ તેને પર્દા પર જોવાં પણ ગમે એવી ખૂબીથી ગીતનું ફિલ્માંકન થયું હોય છે. આ કસબના મહારથીઓમાં ગુરુ દત્ત, રાજ ખોસલા અને વિજય આનંદ તો મોખરાનું સ્થાન શોભાવે છે.

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

  • Raj Kapoor’s Mera Naam Joker celebrates toxic work culture to the point that it’s painful to watch – ‘મેરા નામ જોકરનાં કથાવસ્તુનું હાર્દ જોકરનાં દરિયાવ દિલની સદા બલિ બનવાની ભાવના પરથી આવ્યું હશે, પણ આજે ફિલ્મ જોતાં એમ લાગે છે કે પોતાનાં હિતની ધરાર અવગણના કરવી એ (અવ)ગુણ માણસ જાતનો પેઢી દર પેઢીનો વારસો છે.
  • Rajesh Khanna and Hrishikesh Mukherjee’s Bawarchi caters to the biggest fantasy of the Indian audience – a family that gets along - ૨૦૨૨માં 'બાવર્ચી'ને ૫૦ વર્ષ થશે પણ કુટુંબ સાથે રહેવામાં, ઘરના કે જીવનના નાના મોટા ઝઘડાઓની પીડા પર પ્રેમના મલમનો લેપ જીવનમાં શાતા પ્રસરાવી રહે છે  તેવી કલ્પનાને આજે પણ તે જીવંત રાખી શકે છે.
  • Chhoti Si Baat isn’t the feel-good Amol Palekar film you remember, it proudly flaunts that stalking is the way to a woman’s heart - કળાત્મક ફિલ્મોની 'વાસ્તવિક' દુનિયાનાં પાત્રો બસમાં મુસાફરી કરે, ચાના કપની ચુસકી સાથે ગામની પંચાતની લહેજત માણે ત્યારે 'છોટી સી બાત' લાગતાં ઘટનાચક્રમાં એક છોકરીનાં પાત્ર પાછળ હીરોનું પાછળ પડી જવું ડરામણું પણ લાગે, કારણકે અહીં પણ ઘટનાઓમાં ફિમી તત્ત્વોની કૃત્રિમતા નથી અનુભવાતી.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

ન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ઓગસ્ટ, ૨૦૨૨ના લેખો:

નારીના કંઠે વહેતાં થયેલં નાવ ગીતો

વૈદકીય ક્ષેત્રનાં સારાંનરસાં પાસાંનું  સિનેચિત્રણ

એક ગીતના બે વિરોધાભાસી ભાવાર્થ

પર્વાધિરાજ પર્યુષણ પાંચ મહાવ્રતોનું સિનેચિત્રણ

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમના ઓગસ્ટ, ૨૦૨૨ના લેખો.

ઇસ શહરમેં હર શખ્સ પરેશાન સા ક્યું હૈ

           


મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે

શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. ઓગસ્ટ, ૨૦૨૨ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .

ડાયરેક્ટર તરીકે રાજીવ રાયની પહેલી ફિલ્મ યુદ્ધનું સંગીત પણ વખણાયું, રજત જયંતી થઇ...

હરમેશ મલ્હોત્રાની એક્શન ક્રાઇમ થ્રીલર પથ્થર ઔર પાયલનું સંગીત હિટ નીવડ્યું

વિમેન ટ્રાફિકિંગ, રેપ, સજ્જનતાનો અંચળો, ભાઇ-બહેનનો પ્રેમ -આવી મસાલા ફિલ્મનું સંગીત પણ હિટ

ચોરી મેરા કામ જેવી અલગ પ્રકારની કોમેડી ફિલ્મ પણ કર્ણપ્રિય સંગીતથી હિટ નીવડી

ઓગસ્ટ, ૨૦૨૨માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલસુફીભર્યા ફિલ્મી ગીતો – ૧ – जीवन के सफ़र में राही मिलते है बिछड़ जाने को

બંદિશ એક, રૂપ અનેક (૯૦): “निर्वाण षट्कम्”

વિરહ ગીતો – छोड़ गए बालम

નલિન શાહના પુસ્તકMelodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ . પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણીસૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં (૧૮) પ્રબળ વળગણ પ્રકરણ રજુ કરે છે.

ભગવાન થાવરાણીની શ્રેણી 'ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ' માં તેઓ ફિલ્મ લગ્ન દ્રષ્યાવલિ (૧૯૭૪ ) | SCENES FROM A MARRIAGE નો આસ્વાદ કરાવે છે.

વિવિધ વાદ્યોના વાદન વડે તેમાં સ્વરપૂરણી કરવામાં આવે છે. પરિણામે એની એ જ તર્જ વધુ ચિત્તાકર્ષક અને કર્ણપ્રિય બની જાય છે, એવાં વાદ્યવિશેષને ઉજાગર કરતાં ગીતોની નવી શ્રેણીનો વેબ ગુર્જરી પર પ્રારંભ થઈ રહ્યો છે.

'ચર્ચાની એરણે ૧૯૪૩નાં ગીતો' શ્રેણીમાં હવે સ્ત્રી સોલો ગીતોની ચર્ચા અમીરબાઈ કર્ણાટકીનાં સૉલો ગીતો થી આગળ વધે છે.

Rafi’s songs with some unrecognised composers માં મોહમ્મદ રફીનાં ઓછા જાણીતા સંગીતકારોનાં રત્નોને  શિવનંદમ પાલવદાઈ રફીના ૪૨મા અવસાન દિને (૨૪ ડિસેમ્બર ૧૯૨૪ - ૩૧ જુલાઈ ૧૯૮૦)યાદ કરે છે.

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકથી કરીને ૨૦૨૨નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગાયેલ યુગલ ગીત યાદ કરવાનો ઉપક્રમ આગળ વધારીશું.

પહેલાં એક સંગીતકારનો પ્લ્લેખ રહી ગયો છે તેમનું યુગલ ગીત સાંભળીએ

સુન તો લો મેરા અફસાના પ્યાર કરો યા ન કરો - રાત કી રાની (૧૯૪૯) – ગીતકાર: એ શાહ શિકાર પુરી – સંગીત: હંસરાજ બહલ

અને હવે પાછા મૂળ કેડી પર આવીએ :

પિયા કૈસે મિલું તુઝસે મેરે પાંવ પડી ઝંઝીર - સારંગા )૧૯૬) - ગીતકાર: ભરત વ્યાસ - સંગીત: સરદાર મલિક

આજ હુઆ મેરા મન મતવાલા … હો મતવાલા – છોટે નવાબ (૧૯૬૧) - ગીતકાર: શૈલેન્દ્ર - સંગીત: આર ડી બર્મન

સાઝ -એ-દિલ છેડ દે ક્યા હસીં રાત હૈ - પાસપોર્ટ(૧૯૬૧) – ગીતકાર: ફારૂક઼્ ક઼ૈસર - સંગીત: કલ્યાણજી આનંદજી

જાને તેરી નઝરોંને ક્યા કહ દિયા - ગૃહસ્થી (૧૯૬૩) - ગીતકાર: શકીલ બદાયુની - સંગીત: રવી


હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: