Sunday, December 24, 2023

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૧મું - ડિસેમ્બર ૨૦૨૩

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશ્લેષણાત્મક સર્વેક્ષણ ' પસંદ કરેલ છે.

છેલ્લા કેટલાક મણકાઓથી આપણે સંથાના "ઉદ્દેશ્ય"ના વિષયમાં થોડા ઊંડા ઉતરવાના પ્રયાસરૂપે, વ્યવસાયના હેતુના 'શા માટે' સમજવાનો પ્રયાસ આદર્યો છે. સિમોન સિનેક દ્વારા શરૂ કરાયેલ 'સુવર્ણ વર્તુળ વિચારબીજ ' નાં સુવર્ણ વર્તુળના ત્રણ ભાગ છે: શા માટે, કેવી રીતે અને શું. આજના મણકામાં આપણે એ સંદર્ભમાં ઉદ્દેશ્યના શું ને સમજવું એ વિશે કેટલીક મૂળભૂત વાત કરીશું. 

ઉદ્દેશ્ય ત્રણ અર્થમાં વપરાય છે - ક્ષમતા ('આપણી પેદાશો શું ઉપયોગમાં આવે છે'), સંસ્કૃતિ (આપણા વ્યવસાયને ચલાવવાનો આપણો હેતુ) અને કારણ (સમાજનું કયું હિત કરવાની આપણી મનોભાવના છે.) ઉદ્દેશ્યને લ્ગતી કોઈપણ વિચારણાની શરૂઆત  આ ત્રણેય બાબતો ઉદ્દેશ્ય વ્યાખ્યાયિત કરવાની પ્રક્રિયા માટે આવશ્યક પ્રાથમિક માહિતી છે.



દરેક કંપનીએ ઉદ્દેશ્ય માટે કારણ વ્યાખ્યાયિત કરવું જોઇએ, પરંતુ દરેક કારણ સામાજિક  હિતનું જ સ્વરૂપ લે એ જરૂરી નથી. ESG કાર્યસિદ્ધિ (ખાસ કરીને વ્યવસાય માટે અતિમહત્ત્વનાં પાસંઓના સંદર્ભે) સુધારવી એ સારી વ્યુહરચના છે, પણ તે વ્યવસાયના ઉદ્દેશ્યથી અલગ જ બાબત છે. [1]

આ વિશે વધારાનું વાંચન: Spotlight Series / Making Purpose Real

સામાન્ય રીતે The Purpose of “Purpose” આ કસોટીઓએ ખરો ઉતરવો જોઈએ:

·        તે કંપનીના સંદર્ભે અનોખો હોવો જોઇએ,

  • તેને અમલમાં મુકીએ ત્યારે તેને જોઈ અને અનુભવી શકાય એવી હકીકતો અને વિગતોના અધાર પણ હોવા જોઇએ, અને

·        દરેક કર્મચારીને એવી અનુભૂતિ થવી જોઇએ કે તેઓનું ઉદ્દેશ્ય સિદ્ધિ માટેનું યોગદાન કંપની સામાન્ય કાર્યરીતીથી કંઈક વિશેષ છે. 

ઉદ્દેશ્યનાં કારણને વ્યાખ્યાયિત કરવા અંગેની આટલી  ટુંકી ચર્ચાથી એટલું તો ફલિત થાય જ છે કે ઉદ્દેશ્યને વ્યાખ્યાયિત કરવાની સફર આજન્મની છે. જે સમયે આપણે સંસ્થા માટે પાયાનાં મુલ્યો સ્પષ્ટ કરી દઈએ અને બહારથી તેને પ્રમાણિત કરાવવાનું બંધ કરીશું તે સ્મયે 'આપણી જિંદગીનો ઉદ્દેશ્ય શું છે? એ સવાલનો જવાબ  શોધવા મુશ્કેલ નહીં રહે. [2]

વધારાનું વાંચન: 

·       Four ways to put your purpose to work in 2021 - Monica Dimitracopoulos

·       Creating a Meaningful Corporate Purpose - Hubert Joly

·       Quality 4.0: The Future of Quality?

·       Business is about purpose: R. Edward Freeman at TEDxCharlottesville 2013

·       Articles @ Purpose and Values

આપણા વ્યવસાયનાં ગુણવત્તા સંચાલન અર્થે સંસ્થાના ઉદ્દેશ્યને સ્પષ્ટ કરવાના આપણા પ્રયાસોના ભાગ રૂપે, વર્ષ ૨૦૨૪માં આપણે ગુણવત્તા સંચાલનના ભવિષ્યને લગતા પડકારો સંબંધિત મહત્ત્વના પ્રવાહોની ચર્ચા ચાલુ રાખીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

આપણે  પર ૨૦૨૩માં થયેલ મહત્ત્વના કાર્યક્રમોને અહીં ફરીથી યાદ કરી લઈએ કે જેથી ૨૦૨૪માં એ કાર્યક્રમો થાય ત્યારે તેમાંથી મળતી માહિતીની મદદથી ગુણવત્તા સંચાલનના ભવિષ્યના પડકારો ઝીલવામાં મદદ મળેઃ

  2023 Women in Quality Symposium

  2023 Audit Division Conference

  2023 Innovation for Excellence Summit 

  2023 Improving Measurement Confidence and Reducing Risk

  2023 ASQ Quality Innovations Summit (formerly named Quality 4.0 Summit)

  2023 World Conference on Quality & Improvement

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો એક તાજો સાંદર્ભિક લેખ ધ્યાન પર લઈશું-

·        Puzzles and the Art of Solving Them - કોઇ પણ ઉખાણાનો ઉકેલ ખોળવા -કે પછી કોઈ પણ બાબતોના પડકાર ઝીલવા માટેના પ્રયાસોની સફળતા માટે - એ ખેલના નિયમોને સમજી લેવા અને ઉકેલ માટેના સાધનો અને ઉપાયોને તૈયાર રાખવાં એ મહત્ત્વની ચાવી છે. જોક એ માટેની વ્યુહરચના સ્વિસ લશ્કરી ચપ્પુ જેવી  છે, આપણી પાસે જેટલાં વધારે સાધનો હોય એટલી કામ ધાર્યા મુજબ પુરૂં કરવાની શક્યતાઓ વધારે.

આ વિશે વધારાનું વાંચન:

“The Force of Decision Rules,”

“Multisensor Metrology Systems: Quality’s Swiss Army Knife,”


વર્ષ ૨૦૨૪ દરમ્યાન ગુણવત્તા સંચાલનના ભવિષ્યને લગતા પડકારો સંબંધિત મહત્ત્વના પ્રવાહો ને ખોળી શકવાની અને સમજી શકવાની સજ્જતા હજુ વધુ અસરકારક અબ્ને એવી હાર્દિક શુભેચ્છાઓ…..


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના જાન્યુઆરી ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૩ના કેન્દ્રવર્તી વિષય 'ગુણવત્તા સંચાલનના ભવિષ્યને લગતા પડકારો સંબંધિત મહત્ત્વના પ્રવાહોપરના બધા જ અંકો એકી સાથે વાંચવા / ડાઉનલોડ કરવા માટે હાયપર લિંક પર ક્લિક કરો.


 

ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક સર્વેક્ષણ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.



[1] What Is the Purpose of Your Purpose? - Jonathan Knowles, B. Tom Hunsaker, Hannah Grove, Alison James

[2] What is my purpose? - Team Tony

No comments: