ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના
બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના નવેમ્બર ૨૦૨૪ના અંક માં આપનું હાર્દિક
સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન વિષેના
લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય
તરીકે 'ગુણવત્તા સંચાલનનાં
ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' પસંદ કરેલ છે.
હવે પછીના મણકાઓમાં નિર્ણય
વિવેકપ્રજ્ઞા સાથે ઓછેવત્તે સંકળાયેલા વિષયો અને પારિભાષિક શબ્દોની વાત કરીશું, જેથી નિર્ણય વિવેકપ્રજ્ઞા વિષયનાં અનેક પાસાંઓને વધારે સારી રીતે સમજી શકાય
આજના
મણકામાં નિર્ણય વિવેકપ્રજ્ઞા અને નિર્ણય
મૉડેલ્સ વિશે આપણે ટુંક ચર્ચા કરીશું..
નિર્ણય: એક નિશ્ચયાત્મક સ્વીકૃત
માહિતી જે વ્યાપારનાં જ્ઞાનને સંબંધિત માહિતી સામગ્રી પર લાગુ પાડવાથી મેળવવામાં
આવે છે. નિર્ણયનો ઉદ્દેશ વ્યાપારના વ્યવહારોને સકારાત્મક રીતે મદદરૂપ થવાનો કે
દોરવણી પૂરી પાડવાનો હોય છે.
નિર્ણય મૉડેલ: વ્યવસ્થિત રીતે એકત્રિત કરેલ નિર્ણયો
વ્યાપારનાં મુખ્ય ધ્યેયને આગળ ધપાવવા માટે નવી અને પોતાની માલિકીની માહિતી પેદા
કરે છે.
નિર્ણય મૉડેલિંગ દેખાડે છે કે પુનરાવર્તનક્ષમ
વ્યાપાર નિર્ણયો શી રીતે લેવાતા હોય છે. [IIBA®
(International Institute of Business Analysis, www.iiba.org/ દ્વારા પ્રકાશિત BABOK® ("Business
Analysis Book of Knowledge)” )]
નિર્ણય મૉડેલ નિર્ણય પ્રક્રિયાને વધારે સુગઠિત તાર્કિક કરે છે,
પણ જ્યારે માનવી એ પ્રક્રિયાનો હિસ્સો હોય ત્યારે લાગણીશીલતાને સંપૂર્ણપણે અતિક્રમી નથી શકતું. બધી જ પ્રકારના,
કોઈ પણ,
નિર્ણયો લેવાનો એ રામબાણ ઈલાજ નથી. જ્યારે બહુ મહત્ત્વના,
એકલદોકલ, નિર્ણયો લેવાના હોય ત્યારે તેનો ઉપયોગ
કરવામાં વિવેક વાપરવો જરૂરી છે. તેનો ઉપયોગ નિર્ણય પ્રજ્ઞાના ક્ષેત્રમાં છે એટલે રિપોર્ટ કે ડેશબોર્ડ જેવા પુનરાવર્તિત નિર્ણય તર્કને ઘડવામાં આ તકનીક વપરાતી હોય છે.
બધા નિર્ણય મૉડેલિંગ અભિગમોના ત્રણ મુખ્ય ઘટકો હોય છેઃ
- નિર્ણય
- માહિતી
- જ્ઞાન
પરંતુ નિર્ણય મૉડેલની રચના અલગ અલગ રીતે કરી શકાતી
હોય છે.
Source: Five Must-Know Tips for Implementing Decision Intelligence
What is Decision Modelling? - Shruti Anand
Decision
Modeling - Eric
Jesse
Decision Making Models
Different models of decision making
Decision and Simulation Modeling in Systematic Reviews
હવે પછીના મણકાઓમાં
આપણે નિર્ણય વિવેકપ્રજ્ઞા પ્રક્રિયા સાથે સંકળાયેલા વિષયો અને
પારિભાષિક શબ્દોની ઘટકો વિશે વાત ચાલુ રાખીશું..
હવે આપણે આપણા
નિયમિત વિભાગો તરફ વળીએ:
ASQ TV માથી
·
Quality Professionals, Big Data, and AI - આ વૃતાંત Connected, Intelligent, Automated - The Definitive Guide to Digital
Transformation and Quality 4.0, QP, 2020નાં લેખિકા નિકોલી રૅડ્ઝીવિલ્લના
ઈન્ટરવ્યુ “New Era of Quality: Big Data and Predictive Analytics” માથી લીધેલ છે. સંસ્થાઓમાં બિગ ડેટાના
વપરાશ સંબંધે ગુણવત્તા વ્યાવસાયિકોની ભૂમિકા, બિગ
ડેટાના સંસ્થામાં ઉપયોગ અને બિગ ડેટાને વપરાશક્ષમ ઍનાલિટિક્સમાં પરિવર્તિત કરવા
અને કૃત્રિમ પ્રજ્ઞાના ઉપયોગ માટે જરૂરી માર્ગદર્શન
સંબંધે તેમનાં કૌશલ્યો વિશે આ વૃતાંતમાં રૅડ્ઝીવિલ્લ ખાસ તો વાત કરે છે.
Quality Mag માંથી: From the Editor | Darryl Seland
·
How Did You Know? More Important Than When? - ઉત્પાદન ક્ષેત્ર માટે સૌથી મોટો પડકાર નવાં કૌશલ્યોની જરૂરિયાત અને ઉપલબ્ધિ વચ્ચેની ખાધનો છે. એ ખાધ પુરી કરવા માટે નવી પેઢીને ઉત્પાદન ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માટે રસ જાગે એ સમસ્યા વધુ વિકટ બની રહી છે. એ માટે એક સમગ્રતયા દૃષ્ટિકોણ એવો છે કે વધારે ને વધારે લોકોને આ ક્ષેત્રમાં કારકિર્દીથી એમને શું મળી શકે તેમ છે તે વિષે જાણકારી આપવી જોઈએ, જેથી 'રોજબરોજની સમસ્યાઓના ઉકેલના પડકારો અને વળતરો અંગે તેમનો રસ જળવાયેલો રહે'.
આ મહત્ત્વના મુદ્દે માર્ગદર્શનની મદદ મળી રહે એવા દૃષ્ટિકોણોની ગુણવત્તા પાસે ખોટ નથી. આ વિષયમાં “NextGen: Attracting, Retaining, and Developing the
Next Generation in Quality” માંથી વધારે જાણવાનું મળી શકશે.
ગુણવત્તા
સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં
ધોરણો ઊંચાં લઈ જઈએ’ વિશેની
ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન
/ અનુભવો આવકાર્ય છે.
આ અંકમાં
દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment