હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૨ મા સંપુટના મણકા - ૧૧_૨૦૨૪માં આપનું સ્વાગત છે.
૨૦૨૪નું વર્ષ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીનું વર્ષ [જન્મઃ
૨૪ ડિસેમ્બર, ૧૯૨૪
। ઈંતકાલઃ ૩૧ જુલાઈ, ૧૯૮૦]
છે. તે નિમિત્તે વર્ષ દરમ્યાન લેખો અને ખાસ કાર્યક્રમો સ્વરૂપે જે ઉજવણીઓ થતી
રહેશે તે અહીં રજુ કરતાં રહીશું. ચુંટેલી ઉજવણીઓને રજુ કરીશું.
મોહમ્મદ રફીની
જન્મ શતાબ્દીની ઉજવણી સંબંધિત, ૨૪ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ, નવમા મણકામાં મોહમ્મદ રફીનાં કેટલાંક અમર સૉલો અને યુગલ
ગીતો Tum Se Achchha Kaun Hai માં સાંભળીશું.
the yearly review of Mohammad
Rafi’s songs ને આગળ ધપાવતાં મેફફિલ મેં લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીના
લક્ષ્મીકાંત કુદાલકરની ૮૭મી જન્મતિથિની તક ઝડપી લે છે. Part 1 માં લક્ષ્મીકાંત પ્યારેલાલ દ્વારા રચાયેલાં મોહમ્મદ રફીના
સૉલો ગીતો અને Part 2 તેમનાં સંગીતમાં રચાયેલાં રફીના યુગલ ગીતોને યાદ કરાયાં છે.
In Kalyanji-Anandji 2.0: Their best
songs for ‘other’ male singers માં સોંગ્સ ઑવ યોર નોંધ લે છે કે KA 1.0 મોહમ્મદ રફીનું માતબર યોગદાન હતું. પરંતુ ૨.૦માં સંખ્યાની
દૃષ્ટિએ તે બહુ ઘટી ગયું. જોકે, તેમ છતાં કલ્યાણજી આણંદજીએ જે કંઈ ગીતો રફીના સ્વરમાં રજૂ
કર્યાં તે ગુણવત્તાની દૃષ્ટિએ કમ ન કહી શકાય તેવાં હતાં. હા 'મુખ્ય ગાયક' અને 'અન્ય ગાયકો'ના ખાનાંઓ જરૂર અદલબદલ થઈ ગયાં.
આજના
અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો
તરફ વળીશું –
Conversations
Over Chai હિંદી ફિલ્મોની તવારીખના બે મહાન દિગ્દર્શકો – Sohrab Modi, ૦૨. ૧૧.૧૮૯૭ - ૨૮.૦૧.૧૯૮૪ (કોઈ પણ દૄષ્ટિએ જુઓ તો પણ નવા
ચીલા પાડનાર, દિગદર્શક તરીકે લેખક જેટલો જ ફિલ્મો માટે જાન ન્યોછાવર
કરનાર, જેની ફિલ્મો મોટા પરદા પર ભજવાતાં જીવન જેવી લાગતી) અને V Shantaram, ૧૮.૧૧.૧૯૦૧ - ૩૦.૧૦.૧૯૯૦ (એક સજ્જ લેખક, સક્ષમ અભિનેતા, મહાન નિર્માતા - દિગ્દર્શક, કાબેલ સંકલનકાર અને સિનેમાના તબક્કાવાર વિકાસનો સાક્ષી) વિશે વાત કરે છે.
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં
ગીતો ના ૯મા સંસ્કરણના નવેમ્બર ૨૦૨૪ના અંકમાં શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી
ફિલ્મ ગીતો – સપન સુહાને (૧૯૬૧) - સાંભળ્યાં. અત્યાર સુધી, આપણે
૨૦૧૮માં વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫,
૨૦૧૯માં વર્ષ ૧૯૫૬,
૨૦૨૦માં વર્ષ ૧૯૫૭,
૨૦૨૧માં વર્ષ ૧૯૫૮ થી ૧૯૬૦
૨૦૨૨માં ૧૯૬૧ (ચાર દિવારી) અને
૨૦૨૩માં ૧૯૬૧ (મેમ દીદી)
નાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
હવે નજર કરીએ અન્ય વિષયો પરના
કેટલાક લેખો પર –
Sun Mere Bandhu Re - Revisiting
Hindi Film Songs of 50s, 60s and 70s શ્રેણીના વૃતાંત Tanzeb (Pehnava / Costumes) in
Hindi Films | Sun Mere Bandhu Re — SAAM Podcast Episode #10 માં શર્વરી ખટાવકર અને મોનિકા કર હિંદી ફિલ્મોમાં પહેરવેશ અને વસ્ત્રપરિધાનની
અદ્ભૂત સફરે નવાબી શૈલી અને સંસ્કૃતિમાં ડોકીયું કરે છે.
Lesser Heard Melodies of
Hit Films માં દસ ફિલ્મોમાંથી ઓછાં સાંભળવા મળતાં ગીતોને યાદ કરાયાં છે.
Through the Lens, Brightly: Women
in Cinema, Women at Work, (ISBN :
978-93-5572-717-6) - લેખિકા શોમા એ ચેટર્જી -ની Silhouette પરની સમીક્ષામાં સોમદત્તા મંડલ ફિલ્મોમાં 'કામ કરતી સ્ત્રીઓ'ને કેવી રીતે રજૂ કરવામાં આવે છે તે ખોળી કઢે છે.
Melancholic Melodies, Part 1 માં ઉદાસ રસનાં ગીતો હતાં. હવે Part 2 માં ઉત્સાહભર્યાં, આનંદનાં, મોજીલાં ગીતો રજૂ કરાયાં છે.
Gulzar on his daughter Meghna: ‘A
piece of sun mingles in my blood, day and night’- મરાઠીમાં પ્રકાશિત થયેલા લેખોના અમ્બરિષ મિસ્રા દ્વારા કરાયેલા અનુવાદમાંથી
લીધેલ અવતરણ
અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર
કરીએ
નવેમ્બર
૨૦૨૪માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
ફિલસુફીભર્યાં ગીતો – ૨૮ – ये जीवन है इस जीवन का यही है, यही है, यही है रंग रूप
ત્રણ ગાયકો – कोई
कहे
कहता
रहे
कितना
भी
हमको
दीवाना …. गायेंगे
हम
अपने
दिलों
का तराना
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં ખોટે સિક્કે (૧૯૭૪)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને
બીરેન કોઠારી આ મહિને ફૂંકવાદ્યો (૧): પરિચય (૧)
માં ફ્લ્યૂટને લગતાં
યાદગાર ગીતોને રજૂ કરે છે..
ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. આ મહિને મોહમ્મદ ઇકબાલ, રઝીઉદ્દીન, અલી સરદાર જાફરી અને ઉમર અંસારીની ગઝલો પેશ કરે છે.
આ બ્લૉગોત્સવના
દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય
એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૪માં
આપણે મોહમ્મદ રફી વિશે અન્ય લોકોએ જે કંઈ કહ્યું છે તેની યાદી બનાવી રહ્યાં છીએ..
DD
Sahyadri Doordarshan Mumbai Show: ' आरोही ' Artist : मोहम्मद रफी
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને
વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો,
બ્લૉગ પૉસ્ટ્સ,
તસ્વીરો અને વિડીયો / ઓડીયો
લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
No comments:
Post a Comment