Sunday, February 16, 2025

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૩મું - ફેબ્રુઆરી ૨૦૨૫

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના ફેબ્રુઆરી ૨૦૨૫ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ને જ ચાલુ રાખીશું.

હવે પછીના મણકાઓમાં નિર્ણય વિવેકપ્રજ્ઞા સાથે ઓછેવત્તે સંકળાયેલા વિષયો અને પારિભાષિક શબ્દોની વાત ચાલુ રાખીશું , જેથી નિર્ણય વિવેકપ્રજ્ઞા વિષયનાં અનેક પાસાંઓને વધારે સારી રીતે સમજી શકાય

આજના મણકામાં નિર્ણય વિવેકપ્રજ્ઞા: માહિતી સામગ્રીને ઇષ્ટતમ કરવી વિશે આપણે ટુંક ચર્ચા કરીશું..

માહિતી સામગ્રીને ઇષ્ટતમ કરવાની પ્રક્રિયા માહિતી સામગ્રીની કાર્યદક્ષતા, ગુણવત્તા અને કાર્યસિદ્ધિમાં સુધાર લાવે છે. તે એવો પ્રણાલિકાસમૂહ છે જેના વડે સંસ્થા માહિતી સામગ્રીને બહાર લાવવામાં, તેના પર કામ કરવામાં, વિશ્લેષણ કરવામાં અને સંગ્રહ કરવામાં કાર્યદક્ષ બની શકે છે. [1]  માહિતી સામગ્રીને ઇષ્ટતમ કરવામા આ પાસાંઓને આવરી લેવાતાં હોય છે:

પાસું

પ્રક્રિયાનું લક્ષ્ય

માહિતી સંગ્રહ ઇષ્ટતમ કરવો

માહિતી સામગ્રી સંગ્રહનાં આધાર-માળખાનું નિયમન અને પ્રબંધન. સંગ્રહ માટેની જગ્યા ન્યૂનતમ કરવી અને વપરાશ ઘટાડવો.   

ઈષ્ટતમ માહિતી સંગ્રહ પ્રક્રિયા

માહિતી રૂપાંતરણ, વિશ્લેષકો અને ગણતરીની ઝડપ અને કાર્યદક્ષતામાં વૃદ્ધિ કરવી; માહિતી સામગ્રી પરની પ્રક્રિયાની ક્ષમતા વધારવી

માહિતી સામગ્રી સાફસફાઈ અને ગુણવત્તા સુધાર

અસંગતતાઓ, ત્રુટીઓ અને ખૂટતા મૂલ્યોનું નિરાકરણ કરવું; વિશ્લેષણ કરતાં અને નિર્ણય લેતાં પહેલાં માહિતી સામગ્રી ચોક્કસ અને ભરોસાપાત્ર હોય તે સુનિશ્ચિત કરવું 

માહિતી સામગ્રી સંઘટન

વિવિધ સ્રોંતોની માહિતી સામગ્રીને સુસંગત અને એકીકૃત સ્વરૂપમાં એકઠી  કરવી; અહેવાલ રજૂ કરવા અને વિશ્લેષણ સરળ બનાવવાનું સગવડદાયક કરવું 

માહિતી સામગ્રી જીવનચક્ર સંચાલન

માહિતી સામગ્રીનાં સમગ્ર જીવનચક્રની જાળવણી; જરૂરિયાત મુજબ માહિતી સામગ્રીની ઉપલબ્ધતા અને નિકાલની નિશ્ચિત ગોઠવણી  

માહિતી સામગ્રી - પૃચ્છા અને સુલભતા

માહિતી સામગ્રી અંગેની પૃચ્છા અને સુલભતામાં વૃદ્ધિ કરવી; માહિતી સામગ્રીના જથ્થાની કામગીરીની ઝડપમાં વૃદ્ધિ કરવી  

ખર્ચ ઇષ્ટતમ કરવું 

માહિતી સામગ્રીની કરકસરયુક્ત વ્યૂહરચના વિકસાવવી; કામગીરી અને વિશ્વાસપાત્રતા જાળવીને માહિતી સામગ્રી સંચાલન અને વિશ્લેષકનું ખર્ચ ઘટાડવું 

માહિતી સામગ્રી સુરક્ષા અને અનુપાલન

સુલભતા નિયંત્રણ, કોડ રૂપાંતરણ (એન્ક્રિપ્શન) અને ઓડિટીંગનો અમલ; વિવિધ નિયમનોનું અનુપાલન અને સુરક્ષા સિનિશ્ચિત કરવાં  

કદ અનુકૂલનક્ષંતા

કદ અનુકૂલન ટેકનૉલોજિ અને સ્થાપત્યની મદદથી માહિતી સામગ્રીના વધતા રહેતાં કદ અને કામગીરીની સાથે કામ લેવું શક્ય બનાવવું; 

માહિતી સામગ્રી શાસન વ્યવસ્થા

માહિતી સામગ્રી શાસન વ્યવસ્થા માટેની નીતિઓ અને પ્રણાલિકાઓ પ્રસ્થાપિત કરવી; માહિતી સામગ્રી ઇષ્ટતમ કરતી વખતે માહિતી સામગ્રીની ગુણવત્તા, સુરક્ષા અને અનુપાલનતાની જાળવણી 

માહિતી સામગ્રીની લાક્ષણિકતાઓ[2]

લાક્ષણિકતા

કેમ માપવી

ખરાપણું  

દરેક વિગતમાં માહિતી ખરી છે? 

પૂર્ણતા

માહિતી કેટલી હદે સર્વગ્રાહી છે?

વિશ્વાસપાત્રતા

આની વિશ્વનીય સ્રોત સાથે માહિતી વિસંગત છે?

પ્રસ્તુતતા

આ માહિતીની ખરેખર જરૂર છે?

સમયબદ્ધતા

માહિતી કેટલી વર્તમાન છે? સાયં સાથેના અહેવાલો રજૂ કરવા માટે તે વાપરી શકાય તેમ છે?

 કંપનીની માહિતી સામગ્રીને ઈષ્ટતમ કરવી અને તેના માટેની માળખાકીય વ્યવસ્થા ઊભી કરવી અને જાળવવા માટે સમય અને સંસાધનોનું રોકાણ કરવું પડે છે. જોકે આ રોકાણનુ વળતર પણ આકર્ષક નીવડે છે.

વધારાનું વાંચન:

Unlock the Power of Data-Driven Decision Making with Decision Optimization


Data Driven Manufacturing Optimization with Artificial Intelligence


How To Learn Data Structures and Algorithms in 7 Steps

7 Powerful Data Optimization & Analytic Tools

Optimization techniques for Big Data Systems


4 Ways to Measure Data Quality

How to Improve Data Quality: 12 Essential Strategies for Effective Data Quality Improvement

Recommendations for optimizing data performance


હવે પછીના મણકાઓમાં આપણે નિર્ણય વિવેકપ્રજ્ઞા પ્રક્રિયા સાથે સંકળાયેલા વિષયો અને પારિભાષિક શબ્દોની ઘટકો વિશે વાત ચાલુ રાખીશું..


હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

Quality Mag માંથી: Face of Quality | Jim L. Smith

Employee Involvement Pays - સંસ્થામાં ગુણવત્તા પહેલવૃત્તિ કેળવવા માટે કર્મચારીઓને સાંકળી લેવાનું વાતાવરણ ઘડવું જોઇએ 

સંસ્થામાં ગુણવત્તા પહેલવૃત્તિના સફળતાપૂર્વકના અમલ માટે ટોચના મેનેજમેન્ટની પ્રતિબદ્ધતા એ એક મહત્વપૂર્ણ પરિબળ છે એટલું સમજવા માટે રોકેટ સાયન્સ આવડવું જરૂરી નથી.

ગુણવત્તા પહેલવૃત્તિ સફળ થવા માટે, કર્મચારીઓને સાંકળવા માટેના કાર્યક્રમોમાં ટોચના મેનેજમેન્ટ પ્રતિબદ્ધતાની સાથે સાથે જોઈએ, પરંતુ મધ્ય સ્તરનાં મૅનેજમૅન્ટની ભાગીદારી પણ મળવી જોઈએ.
ઉચ્ચ મેનેજરોને 'કથનીને કરણી'માં મુકવા માટેની તાલીમ આપવામાં ગુણવત્તા વ્યાવસાયિકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ગુણવત્તા વ્યાવસયિકો સંસ્થાના તમામ સ્તરોમાંથી જરૂરી ભાગીદારી સુનિશ્ચિત કરવામાં મદદરૂપ બની શકે  છે. અસરકારક પગલાં લેવાની અપેક્ષા પુરી કરી શકે એ માટે ટોચના અને મધ્ય સ્તરના સંચાલકોએ સંગઠનાત્મક સંસ્કૃતિ, સ્પર્ધાત્મક પ્રાથમિકતાઓ અને કર્મચારીઓનાં મનોબળ જેવાં પાસાઓ પર વિચાર કરવાની જરૂર રહે છે.

ઉચ્ચ મેનેજરોને 'કથનીને કરણી'માં મુકવા માટેની તાલીમ આપવામાં ગુણવત્તા વ્યાવસાયિકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ગુણવત્તા વ્યાવસયિકો સંસ્થાના તમામ સ્તરોમાંથી જરૂરી ભાગીદારી સુનિશ્ચિત કરવામાં મદદરૂપ બની શકે  છે. અસરકારક પગલાં લેવાની અપેક્ષા પુરી કરી શકે એ માટે ટોચના અને મધ્ય સ્તરના સંચાલકોએ સંગઠનાત્મક સંસ્કૃતિ, સ્પર્ધાત્મક પ્રાથમિકતાઓ અને કર્મચારીઓનાં મનોબળ જેવાં પાસાઓ પર વિચાર કરવાની જરૂર રહે છે.

યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો  ગુણવત્તા વ્યાવસાયિકો સામાન્ય રીતે ટોચના મેનેજરોને સુધારણા પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે તૈયાર જોશે. ગુણવત્તા વ્યાવસાયિકોએ એવી ક્રિયાઓ ઓળખવા માટે આગળ વધવું જોઈએ જે ટોચના મેનેજમેન્ટને ઉદાહરણ દ્વારા નેતૃત્વ પુરૂં પાડવામાં મદદ કરી શકે એવી પ્રવૃત્તિઓને ગુણવતા વાવસાયિકોએ ખોળી કાઢવી જોઈએ. આ પ્રવૃત્તિઓ એવી હોય જે  'આપણે બધા આમાં સાથે છીએ'ની ભાવના દરેક સ્તરના સંચાલકોમાં કેળવે.

આ પ્રવૃત્તિઓ એમ બતાવવામાં અસરકારક રહેવી જોઈએ ટોચના મેનેજમેન્ટને નવી પહેલ માટે નિસબત છે અને પહેલની સફળતા માટે સમય સમર્પિત કરવા તેઓ તૈયાર છે. વધુમાં, તેમના દ્વારા કરાતી આવી પ્રવૃતિઓનાં અસરકાર્રિરક પરિણામો આવતાં જોઈ ટોચના મેનેજરોમાં સકારક ઉત્સાહ પણ પેદા થાય છે.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.


No comments: