સુબોધ ચંદ્ર અગ્રવાલ
સંકલિત
અનુવાદ: અશોક વૈષ્ણવ
(શ્રી સુબોધ અગ્રવાલ ઈંડિયન રેવન્યુ સર્વિસમાં વિવિધ ઉચ્ચ હોદાઓ પર સેવાઓ આપ્યા બાદ નિવૃત થયા બાદ હવે ચંદીગઢમાં સ્થાયી થયા છે. સંગીત તેમનો શોખ છે અને શાસ્ત્રીય સંગીત વિશે તેઓ સારૂં જ્ઞાન ધરાવે છે. સોંગ્સ ઑવ યોર પર તેઓએ ચૌદ શાસ્ત્રીય રાગ પર આધારિત ફિલ્મી ગીતોની ખુબ માહિતીપ્રદ લેખમાળા, Songs based on classical ragas,
પણ કરી છે.)
હિંદી ફિલ્મોનાં રાગ ગારા પર આધારિત મોહમ્મદ રફીનાં ગીતોનો
આસ્વાદ કરતાં પહેલાં રાગ વિષે થોડી વાત કરીએ.
તેમની સાઈટ સ્વરલતા.બ્લોગસ્પોટ.કોમ પર રાગ ગારાની બારીકીઓ સમજાવતાં દીપક રાજા કહે છે
કે:
રાગ ગારા બહુ જાણીતો રાગ
નથી. એ રાગ પર આધારિત જુદી જુદી રચનાઓ સાંભળ્યા પછી પણ જલદી ઓળખવો મુશ્કેલ પડતો
હોય છે.
આમ થવાનું સીધું કારણ તો એ ક આ રાગનું સ્વતંત્ર
અસ્તિત્વ હોવા છતાં પોતાનું આગવું સ્વર બંધારણ નથી. આ રાગમાં બીજા રાગોની જે મેળવણી છે તે પણ બે અલગ અલગ
સ્વરૂપોમાં કરાતી હોય છે. સંગીતકારો આ રાગ પ્રસ્તુત કરતી વખતે આ સ્વયંસ્પષ્ટ નામથી પરિચિત એવી બે પૈકી કોઈ
એક સ્વરૂપમાં જ રાગને પ્રસ્તુત કરે છે . T
ગારા લોકસંગીતની સુરાવલીઓ પરથી ઉતરી આવેલ રાગ છે. સંગીત
ક્ષેત્રે તેનો પ્રવેશ કાફી, પીલુ, જંગુલા,
બર્વા અને ઝીલા જેવા અન્ય સાગોનાં કુલની ઠુમરી થાટનાં સ્વરૂપે થયો.
(મેન્યુઅલ, પીટર, Thumree in historical and
stylistic perspectives, પહેલી આવૃતિ, ૧૯૮૯,
મોતીલાલ બનારસીદાસ, દિલ્હી). ૧૮મી સદી પછી
શાસ્ત્રીય સંગીતમાં પારંગત સંગીતકારોએ આ રાગોનાં વ્યાકરણને સુગઠિત કર્યું તે
પહેલાં આ રાગોનાં બંધારણ મુક્ત, બિનઔપચારિક સુરાવલીઓના સ્વરૂપમાંજ રહયાં હતાં. આજે પણ હજુ આ રાગો શાસ્ત્રીય કે
અર્ધાશાસ્ત્રીય સ્વરૂપમાં ખાસ રજુ નથી થતા. તેમની જે કંઈ રજુઆતો પ્રચલ્ત છે તે
તેનાં વિભિન્ન સ્વરૂપોમાંજ જોવા મળે છે.
રાગ ગારા સૌથી વધુ જયજવંતીને મળતો કહી શકાય. જોકે કેટલાક
લેખકોના મતે (બી સુબ્બારાવ, Raga Nidhi, ચોથી આવૃતિ, ૧૯૯૬, સંગીત અકાદમી, મદ્રાસ)
ગારા ખમાજ, પીલુ અને ઝિંઝોટીનું સંમિશ્રણ છે.
રાગ ગારા કાફી થાટનો રાગ છે.
રજુઆત દરમ્યાન પ્રયોગો કરવાની બહુ મતાદિત સંભાવનાઓ
અને વાંકીચુંકી સ્વરપ્રયોગ શૈળિ આ આગની ખાસિયતો બની રહે છે. આ બન્ને ખાસિયતો આ
રાગને જયજયવંતીના ઓછાયામાં ઢંકાઈ જતાં બચાવે પણ છે. જોકે તેની સ્વરપ્રયોગની
ગુંથણીને કારણે પૂર્વાંગમાં પીલુ અને દેસી તેમ
ઉત્તરાંગમાં આગ્રા ઘરાનાના બર્વા જોડે ગુંચવાઈ શકવાનાં જોખમ ની શકયતાઓ ખુલ્લી કરે છે. જોકે રાગ ગારાની સર્વાંગી ગુચવણ રાગ
જયજયવંતિના દેશ તેમજ બાગેશ્રી અંગ સાથે થાય છે.
ચંદ્રકાંતા.કોમ પર શોધ કરતાં રાગ ગારા પર ગણીને સાત
ફિલ્મી ગીતો મળે છે. જે પૈકી પાંચ મોહમ્મદ રફીનાં સોલો ગીતો છે, બે યુગલ ગીતો છે અને એક છે, સામાન્યપણે રાગ ગારાનું
નામ પડે એટલે આ રાગ પર આધારિત સૌથી વધારે જાણીતું ગીત, મોહે
પનઘટ પે નંદલાલ છેડ ગયો રે (મુગ઼લ એ આઝમ, ૧૯૬૦ – લતા મંગેશકર અને સાથીઓ –
ગીતકાર: શકીલ બદાયુની – સંગીત:: નૌષાદ).
તે ઉપરાંત જોવા મળશે પંડિત દત્તાત્રેય વિષ્ણુ (ડી વી) પલુસકર દ્વારા સૌ પ્રથમ વાર અર્ધશાસ્ત્રીય સ્વરૂપમાં, કહેરવા તાલમાં રજુ થયેલ ભજન, રઘુપતિ રાઘવ રાજારામ.
અન્ય સંગીતકારો પણ પોતપોતાની શેલીમાં આ રચના પ્રસ્તુત કરી છે:
ઉસ્તાદ બિસમિલ્લાહ ખાનની શરણાઈ પરની મંત્રમુગ્ધ કરતી
રજુઆત
ઉસ્તાદ વિલાયત ખાનની સિતાર પર રાગ ગારાની રજૂઆત
એમ એસ સુબ્બુલક્ષ્મીએ પણ આ રચનાને તેનાં દૈવી સ્વરૂપમાં રજુ કરી છે.
મહેંદી હસને પણ રાગ ગારા પર મીર તકી મીરની રચના પત્તા પત્તા બુતા બુતા હાલ હમારા જાને હૈ રજુ કરી છે.
વિવિધ સ્વરૂપોમાં રજુ થયેલ આ રચનાઓથી રાગ ગારાનો પ્રાથમિક પરિચય કર્યા બાદ મોહમ્મદ રફીના સ્વરમાં થયેલા પ્રયોગોના મૂળ વિષય પર આવીએ.
તો ચાલો શરૂ કરીએ મોહમ્મદ રફીના સ્વરમાં રાગ ગારાની
હૃદયનાં ઊંડાણના તાગ લેતી આ સંમોહક યાત્રા .....
કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા બાત નીકલી તો હરેક બાત પે
રોના આયા - હમ દોનો (૧૯૬૧) - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીતઃ જયદેવ - તાલઃ દાદરા
દીવાના કહ કે આજ મુજ઼ે ફિર પુકારીએ - મુલ્ઝિમ (૧૯૬૩) - ગીતકારઃ શકીલ બદાયુની - સંગીતઃ રવિ - તાલઃ દાદરા
તેરે મેરે સપને અબ એક રંગ હૈ જહાં ભી જાએં હમ સંગ સંગ હૈ - ગાઈડ (૧૯૬૫) - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ એસ ડી બર્મન - તાલઃ દાદરા
ઐસે તો ન દેખો કે હમકો નશા હો જાએ - તીન દેવીયાં (૧૯૬૫) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીત એસ ડી બર્મન - તાલઃ દાદરાઉનકે ખયાલ આયે તો આ કે ચલે ગયે - લાલ પત્થર (૧૯૭૧) - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન - તાલઃ કહેરવા
હમસફર સાથ અપના છોડ ચલે રિશ્તે નાતે વો સારે તોડ ચલે - આખરી દાવ (૧૯૫૮) - આશા ભોસલે સાથે - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ મદન મોહન - તાલઃ દાદરા
જીવનમેં પિયા તોરા સાથ રહે હાથોમેં તેરે મેરા હાથ રહે - ગુજ ઊઠી શહનાઈ (૧૯૫૯) - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીતઃ વસંત દેસાઈ - તાલઃ કહેરવા
સોંગ્સ ઑવ યોર પર શ્રી સુબોધ ચંદ્ર અગ્રવાલના
લેખ, Classical
Songs of Mohammad Rafi, With Some Thoughts on Gar,a નો આંશિક અનુવાદ
શ્રી સુબોધ ચંદ્ર
અગ્રવાલનો સંપર્ક subowal@gmail.com વિજાણુ સરનામે
કરી શકાય છે.
No comments:
Post a Comment