ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૫૫ (૧)
તેઓ પોતે, એક વ્યક્તિ તરીકે, પણ તેમના સંગીત જેટલા જ સરળ અને સાદા હતા. તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે
પોતે સ્વતંત્ર સંગીતકાર તરીકે કરેલી કુલ ૩૬ ફિલ્મોનું સંગીત નિદર્શન પણ સંભાળ્યું
હતું.
આવા બહુમુખી પ્રતિભાશાળી સંગીતકારનાં અંતકાલના મહિનામાં
તેમણે રચેલ ગીતોની યાદ તાજી કરવાનો ઉપક્રમ આપણે આ મંચ પર પ્રયોજેલ છે. તદનુસાર
સમયે સમયે તેમણે જે જે પાર્શ્વગાયકો સ્વરો દ્વારા એ ગીતોને વાચા આપી તેને
કેંદ્રમાં રાખીને આપણી આ શ્રેણીની રચના કરેલ છે. અત્યાર સુધી આપણે
વર્ષ ૨૦૨૧માં ૧૯૪૩થી ૧૯૪૯નાં,
વર્ષ ૨૦૨૨માં ૧૯૫૦થી ૧૯૫૨નાં,
વર્ષ ૨૦૨૩માં ૧૯૫૩ નાં, અને
વર્ષ ૨૦૨૪માં ૧૯૫૪ નાં
કેટલાંક
ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.
૧૯૫૫માં ગુલામ મોહમ્મદે હુર એ અરબ, કુન્દન અને સિતારા એમ ત્રણ ફિલ્મોનું સંગીત આપ્યું. આજના મણકામાં આપણે હુર એ અરબનાં ગીતો સાંભળીશું.
હુર એ અરબ ૧૯૫૫
હુર એ અરબ અરેબિયન નાઈટ્સની વાર્તાઓ પૈકી એક વાર્તા પર આધારિત
હતી. પ્રદીપ કુમાર, ચિત્રા, શશીકલા વગેરે તેમાં મુખ્ય ભૂમિકાઓમાં હતાં. ફિલ્મના બધાં ગીતો શકીલ બદાયુનીએ લખ્યાં છે.
સંદુક઼મેં બંદુક હૈ
બંદુકમેં ગોલી, નિકલી હૈ બડી ધુમ સે માશુકોકી ટોલી - શમશાદ બેગમ, સાથીઓ
નાયિકા પોતાની 'ટોળી' સાથે જાહેરમાં નૃત્ય કરતી હશે એવું માની શકાય. ગીતની ધુન હળવા મિજાજની છે.
તારા રા રા રમ મેરે દિલમેં સનમ તુ બાદ એ શબા ક્યા જાને - લતા મંગેશકર
ગીત શરૂ થતાં જ યાદ આવી જાય એટલું પ્રચલિત થયેલું આ ગીત હતું. ગીતની ધુન પર પથી ઘોડેસવારી પ્રકારનું ગીત જણાય છે.
આડવાત :
ગીતના મુખડા સાથે બચના જ઼રા યે જમાના હૈ બુરા (મિલાપ, ૧૯૫૫ -
ગીતા દત્ત, મોહમ્મદ રફી- ગીતકારઃ સાહિર લુધિયાનવી -
સંગીતઃ એન દત્તા)ના મુખડા સાથે ધુનમાં ગજબ સરખાપણું જણાય છે !
ઝમાને કે માલિક દુહાઈ હૈ તેરી દુનિયાને અપના ચલન બેચ ડાલા - લતા મંગેશકર
ગુલામ મોહમ્મ્દ અને નૌશાદનાં ઘણાં ગીતો આ છંદમાત્રા સાથે મળતા હોય એવું જણાય.
દર દરકી ઠોકરેં હૈ કોઈ નહી સહારા યું મેરી ઝિંદગીમેં હૈ ટુટા સિતારા - લતા મંગેશકર
ગાવામાં મુશ્કેલ પડે એવી ધીમી પયની આ રચના ગુલામ મોહમ્મદની અન્ય રચનાઓ જેટલી કર્ણપ્રિય છે.
અય સાક઼ી એ મસ્તાના ભર દે મેરા પયમાના - લતા મંગેશકર
ગીતની શરૂઆત પુરુષ સ્વરમાં ગવાતી સાખીથી થાય છે, જેના દ્વારા આ જાહેર નૃત્યની મુખ્ય નાયિકાનાં રૂપગુણની શ્રોતાઓને ઓળખ મળી રહે.
ચાંદને પહના તાજ સિતારોં જ઼ુમ જ઼ુમ કર નાચો બહારોં જ઼ુમ જ઼ુમ કર નાચો - લતા મંગેશકર, સાથીઓ
પૂર્વાલાપ અને અંતરાની વાદ્યસજ્જામાં અરેબિયન લોકસંગીતની ચોક્ખી અસર સાંભળી શકાય છે.
નૌજવાનો મેહરબાનો નૌજવાનો મેહરબાનો - લતા મંગેશકર, શમશાદ બેગમ, સાથીઓ
એક વધારે જાહેર નૃત્ય ગીત.
હવે પછી 'કુન્દન'નાં ગીતો સાંભળીશું.....
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને
નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના
મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી,
સાભાર, લીધેલ છે.
No comments:
Post a Comment