Sunday, July 29, 2018

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૯ - સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું :: [૫]


મુખડાનાશબ્દો મહદ અંશે સરખા હોય પણ બાકીની આખી રચના જૂદી જ ફિલ્મમાં પ્રયોજવામાં આવી હોયએવાં અલગ અલગ વર્ઝનનાં હિંદી ફિલ્મ ગીતો આપણે આ શૃંખલામાં સાંભળી રહ્યાં છીએ. આજે એક વધારે મણકાને ન્યાય આપીશું.
વર્ષ ૧૯૪૭ની હિંદી ફિલ્મનાં ગીતોને ચર્ચાની એરણે સાંભળવાની સમાંતરે ચાલી રહેલી શૃંખલામાં શમશાદ બેગમે ગાયેલાં સૉલો ગીતોને શોધતાં 'પહેલા પ્યાર'નું (સંગીતકાર: પ્રેમનાથ; ગીતકાર: બાલમ) નઝરીયોંસે દિલ ભર દુંગ, છૂને ન દુંગી શરીર એવા મુખડાના બોલ સાથેનું ગીત નજરે ચડ્યું. યુટ્યુબ કે નેટ પર તો આ ગીતની ઓડીયો/વિડીયો ક્લિપ હોય એવી લિંક તો ન મળી, પરંતુ એક બીજું ગીત યાદ આવી ગયું -
છૂને ન દુંગી મૈં હાથ રે નઝરીયોંસે દિલ ભર દુંગી - ઝિંદગી (૧૯૬૪) - ગાયિકા આશા ભોસલે, લતા મંગેશકર – સંગીતકાર: શંકર જયકિશન – ગીયકાર: હસરત જયપુરી
મુખડાના બોલને ઉલટપુલટ કરી, શરીરને બદલે હાથ શબ્દનો (કદાચ વધારે શિષ્ટ) પ્રયોગ કરીને આ ગીત લગ્નપ્રસંગની ઉજવણીના ભાગ રૂપે ખાસ ગોઠવાયેલ કાર્યક્રમમાં રજૂ કરાયું હોય તે રીતે ફિલ્મમાં ગોઠવી લેવામાં આવ્યું છે.
યુટ્યુબ પર થોડી વધારે વિગતથી શોધ કરતાં, આ મુખડાનો પ્રયોગ કર્યો હોય એવાં બીજાં ત્રણ વર્ઝન પણ મળી આવ્યાં, જે પૈકી બે ગીત આમ તો આપણે પરંપરાગત રીતે નિશ્ચિત કરેલ '૭૦ના દાયકા સુધીનાં ગીતોને સમાવવાની સીમાને પારનાં વર્ષોની ફિલ્મોનાં છે.
છૂને ન દુંગી શરીર - કેપ્ટન ઈન્ડીયા (૧૯૬૦) – ગાયિકા: આશા ભોસલે – સંગીતકાર: હેમંત કેદાર – ગીતકાર: રાજારામ સાકી
આ ક્લિપ આમ તો ઓડીયો ક્લિપ છે.પણ ગીતની શરૂઆતના આલાપ અને ગીતના તાલ પરથી ગીત મુજરા નૃત્ય તરીકે જ પ્રયોજાયું હશે એમ માની શકાય, જો કે ગીતની બાંધણી ખાસી મુશ્કેલ છે.
છૂને ન દુંગી શરીર - આગમન (૧૯૮૨) – ગાયિકા: અનુરાધા પૌડવાલ – સંગીતકાર: ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન – ગીતકાર: હસરત જયપુરી
હસરત જયપુરી ફરીથી મુખડાના આ બોલની મદદથી આ ગીતને નવાં સ્વરૂપે રજૂ કરે છે.
છૂને ન દૂંગી શરીર - તેરી પાયલ મેરે ગીત (૧૯૯૩) – ગાયક: હરિહરન – સંગીતકાર: નૌશાદ ગીતકાર: આનંદ બક્ષી
મૂળ મુખડાના શબ્દો પરથી એટલું જણાઈ આવે છે કે ગીત છે મુજરા માટેનું. અહીં મુજરા નૃત્ય કરવાનું કાદરખાનના ફાળે આવ્યું જણાય છે !

સૈંયા જાઓ જાઓ મોસે ના બોલો અબ ના મુઝે સતાઓ - ઝનક ઝનક પાયલ બાજે (૧૯૫૫) – ગાયિકા: લતા મંગેશકર – સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર: હસરત જયપુરી
હસરત જયપુરી ફરી એક વાર એક પરંપરાગત મુખડાને પતિપત્નીના પ્રેમભર્યા વ્યવહારોને દર્શાવતાં ગીતની રચનામાં આવરી લે છે.
શાસ્ત્રીય સંગીતનાં બે ખૂબ જાણીતાં કલાકારોએ પરંપરાગત મુખડાને વણી લેતી આ બંદિશને રજૂ કરી છે.
શોભા ગુર્તુ, રાગ મિશ્ર જિંજોટી
પંડિત અજોય ચક્રવર્તી

શિવજી બિહાને ચલે પાલકી ઉઠાય કે બભૂતી લગાય કે - મુનિમજી (૧૯૫૫) – ગાયક: હેમંત કુમાર અને સાથીઓ – સંગીતકાર: એસ ડી બર્મન ગીતકાર: શૈલેન્દ્ર
શિવવિવાહનું આપણી પૌરાણિક કથાઓમાં આગવું મહત્ત્વ છે. તેને કારણે દરેક પ્રદેશની સંસ્કૃતિને અનુરૂપ તે લોકનૃત્યોમાં ભજવાતું રહ્યું છે. અહીં એવી એક ભજવણીને હળવા સંદર્ભમાં રજૂ કરી હોય એમ જણાય છે.
એક એવી અન્ય લોકભજવણી માટે લલિત સેને સ્વરબધ્ધ કરેલ રચનાને સુરેશ વાડકરે સ્વર આપ્યો છે
કેટલીક રેકોર્ડીગ કંપનીઓએ આ લોકનૃત્યને આવરી લેતાં ખાસ આલ્બમ પણ  પ્રગટ કર્યાં છે.

લગભગ એક સરખા મુખડા પરથી અલગ  અલગ ફિલ્મોમાં જૂદાં જૂદાં સ્વરૂપે રજૂ થયેલાં વર્ઝન ગીતોની શૃંખલામાં હજૂ બે એક મણકામાં આવરી શકાય એટલાં ગીતો આપણે સાંભળવાનાં બાકી રહે છે, જે આપણે હવે પછીના અંકમાં સાંભળીશું.

Thursday, July 26, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - ઝોહરાબાઈ અંબાલેવાલી [૧]


મૂળતઃ ઝોહરાબાઇ અંબાલેવાલી સંગીતની પરપરાવાળાં કુટુંબમાંથી આવતાં હતાં. તેમના અવાજની રેન્જ અને ગાયકીની શૈલી અનેકવિધનાં ભાવને ન્યાય આપી શકે તેમ હોવા છતાં તેમના ભાગે બહુ મર્યાદિત રેન્જનાં ગીતો ગાવાનાં અવ્યાં હતાં. જો કે ૧૯૪૭નાં વર્ષ પુરતું આપણે તેમણે ગાયેલાં ગીતોમાં ઠીક ઠીક પ્રમાણમાં વૈવિધ્ય સાંભળી શકીશું..
આ વર્ષ પૂરતી તેમનાં સૉલો ગીતોની સંખ્યા પણ એટલી છે કે આપણે એ ગીતો સમાવવા માટે તેમને બે પૉસ્ટ્સમાં વહેંચવા પડ્યાં છે.
[૧]
સુખ લાકે દુખ દે ગયા, વો જો હમારા દિલ લે ગયા - બેલા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક

ભાદોં કી રાત રે પડા બરસાત રે, અકેલી ડર લાગે - બેલા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક

ભીગી ભીગી પલકેં હૈ ઔર દિલમેં યાદ તુમ્હારી હૈ - બેલા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક

દેખી તેરી દુનિયા ઓ દુનિયા વાલોં - બેલા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક

મોહે બાંકા બાલમ લાગે પ્યારા - બેલા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક

પરદેસી પિયા રે અબ મોસે ન ગુઝરે યે રૈન - બેલા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક

થોડે દિનોંકી ઝિન્દગાની, તૂ ભી ફાની મૈં ભી ફાની - બેલા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક

ટુટા હુઆ દિલ ગાએગા ક્યા ગીત સુહાના - દૂસરી શાદી – સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર 

ભક્તોંકી ફરિયાદ સુનો ક્રૂષ્ણ મુરારી - દૂસરી શાદી – સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

ઔરોંકા દુખ હરે તુમને - દૂસરી શાદી – સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

ચાંદની રાતોંમેં તેરી યાદ સતાયે - દૂસરી શાદી – સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

રાત અંધેરી ચમકે તારે, પાસ નહીં જો લગે દિલમેં પ્યારા - ડાક બંગલા – સંગીતકાર: નરેશ ભટ્ટાચાર્ય – ગીતકાર: ડી એન મધોક 

હસો હંસો મેરે મન કી હંસો ફુલવારી - ગૌરવ – સંગીતકાર: શાંતિ કુમાર દેસાઈ – ગીતકાર: સરસ્વતી કુમાર 'દીપક'

સાંજ સલોની આઈ, તારોંકી ચુંદરી પહને યહ - ગૌરવ – સંગીતકાર: શાંતિ કુમાર દેસાઈ – ગીતકાર: સરસ્વતી કુમાર 'દીપક'

મૈં નયનો કે સાવન ભુલાને ચલી હું - ગૌરવ – સંગીતકાર: શાંતિ કુમાર દેસાઈ – ગીતકાર: સરસ્વતી કુમાર 'દીપક'

આટલાં ગીતોની ડિજિટલ લિંક નથી મળી શકી

  • કોયલ ક્યોંશોર મચાયે પ્રીતમ - અંધોંકી દુનિયા – સંગીતકાર : વસંત દેસાઈ – ગીતકાર: ખુમાર બારાબંક્વી
  • મોરી ગલી આ રે બાલમ, નન્હી સી જાન હૈ મેરી - બેલા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક
  • પ્યાર મેં મીઠે મીઠે બોલ ઈક બાર સુના જા - બેલા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક
  • તુ દિલકા કહેના માન, ઈસે પહેચન - ડોલી – સંગીતકાર: ગુલામ મુહમ્મદ – ગીતકાર: નઝીમ પાણીપતી

હવે પછીના અંકમાં આપણે  ઝોહરાબાઈ અંબાલેવાલીનાં ૧૯૪૭નાં સૉલો ગીતોનો બીજો, અને આખરી, ભાગ સાંભળીશું.