Sunday, July 17, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - જુલાઈ ૨૦૨૨

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  જુલાઈ ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી અંજુ મુરારી - નરૂલાનો લેખ, ડિજિટલ યુગમાં જીવવું - ગુલામી કે મુક્તાવસ્થા / Living in the Digital Age – Enslaved or Free, આ મહિને પસંદ કરેલ છે.

એ લેખનું સંક્ષિપ્ત સંસ્કરણ અહીં રજુ કરેલ છે

ડિજિટલ માહિતી અને એકબીજાં સાથે સરળતાથી જોડાઈ શકવાની ડિજિટલ સુવિધાની સર્વવ્યાપકતાએ ઘરમાં ફરજિયાતપણે પુરાઈ રહેવાની,કોવિડ-પ્રેરિત, પરિસ્થિતિને સહ્ય બનાવી. આપણે બહારની દુનિયામાં ન જઈ શક્યાં; પણ બહારની દુનિયા આપણી પાસે આવી શકી. એ સમયમાં આપણે આપણાં જીવનને ભૌતિક વિશ્વમાંથી આભાસી વિશ્વમાં લઈ ગયાં.

દાદીમાઓ પોતાનાં પૌત્રો/પૌત્રીઓને ઓનલાઇન જ વાર્તા કરી શકતાં હતાં, વાદ્ય કાલાકારોને પોતાનાં વાદ્ય વગાડવા અને વિશ્વમાં ક્યાંય ક્યાંય ફેલાયેલ અન્ય કલાકારો સાથે સંપર્ક સાધવાની ઍપ્પ્સ મળી, ફિલ્મો, સંગીત, વાંચનના ચોવીસ કલાક ઉપલબ્ધ, અખૂટ, સ્ત્રોત એક ક્લિક વારમાં જ હાથવગા થયા.

જોકે ડિજિટલ કન્નેક્ટિવિટીના પાશ્વાત્ય ખયાલમાં આપણને ટકાવી રાખતાં બળના સ્રોત - આપણાં ત્રીજાં - આંતરિક - વિશ્વનો - કોઈ ઉલ્લેખ નથી.

સેઝાનનાં સ્નાનાર્થીઓ (‘Bathers’) ફુરસતનો  સમય માણે છે - ફોટોગ્રાફ કૉરબિસ - સંદર્ભ સ્રોત: Are we liberated by tech – or does it enslave us? - Jenny Judge


ડિજિટલ કન્નેક્ટિવીટિના સકારાત્મક અને ફળદાયી અનુભવો છતાં માનવ સંપર્કની ઝંખનાનો આંતરપ્રવાહ જરા પણ નબળો નથી પડતો.


સવાલ ડિજિટલ કે વાસ્તવિક વિશ્વનાં જોડાણનો નથી, પણ આપણે એ જોડાણોનો લાભ આપણાં અંદરનાં વિશ્વ સાથે જોડાવામાં કેટલો ઉઠાવી શકીએ છીએ તેનો છે. વિલિયમ વર્ડ્સવર્થે કહ્યું છે તેમ 'બહારનું (વિશ્વ)તો આપણી સાથેજ છે - વહેલું કે મોડું. તે મેળવવામાં અને તેનો ઉપયોગ કરવામાં આપણી શક્તિઓ વેડફી નાખીએ છીએ.'

'આપણી અંદરનાં દૈવત્વનો, ગગનભેદી, ઘોષ', એક તબક્કે, ઊઠે છે. આત્માના પોકારને, ગહન માનવતાના ભાવથી, વિવેકાનંદ જેવા જ કોઈ સમજાવી શકે –

ઓહ! હું આ અથાગ બળથી કંટાળ્યો છું;

આ ખેલ હવે મને ખુશ નથી કરતા.

આ તો સતત સાથે દોડતો, પણ ક્યારે ન પહોંચાતો,

કે દૂરથી નજરે પણ પડતો કિનારો છે.

વાસ્તવિક દુનિયામાંથી વીણેલું આપણું બધું જ્ઞાન તો પહેલું પગલું, શ્રવણ, માત્ર છે. મનન અને નિદિધ્યાસન[1]માં સરી જવા માટે તો આપણાં આંતરિક વિશ્વમાં ડૂબકી મારવી આવશ્યક છે, કેમકે સક્ષમ થવું અને અનુભૂતિ પામવી એ જ ખરાં લક્ષ્યો પણ છે અને જીવનભરનો સંઘર્ષ પણ છે.

ડિજિટલ માહિતી અને જ્ઞાનનો જેટલો પણ સંપર્ક છે તે આપણને ગમતાં, કે આપણે જે કરવાનું જ છે, તે કામના અભ્યાસમાં ખૂંપી જવાનું, આપણી પોતાની અંદરના એકલદંડા કારાવાસમાં કેદ થઈ જવાનું, પહેલું પગથિયું છે.

દુનિયાનો  આપણે મુક્તપણે ઉપયોગ જરૂર કરીએ પણ, તે સાથે જ્યારે આપણો ખરો અભ્યાસ ચાલુ થાય ત્યારે તેને બાજુએ મુકી દેવા,કે તેનાથી દુર જતાં રહેવા, તૈયાર પણ રહીએ. ભગવદગીતા - કર્મ સંન્યાસ યોગ, ૫.૨.૪)માં ઈશ્વર પોતે જ જેમ સ્પષ્ટપણે કહે છે

જે નિજાનંદી છે, જેનો આનંદ અંતરનો છે, જેનો પ્રકાશ અંદરનો છે

બ્રહમનમાં પ્રસ્થાપિત એ યોગી બ્રાહ્મણત્વ સાથે વિલય પામે છે.’

તાત્પર્ય એ છે કે કર્મનો ત્યાગ(सांख्य–सन्यास- योग) અને કર્મનો યોગ(कर्म योग),બન્ને પરમાનંદ તરફ લઈ તો જાય છે પણ કર્મયોગનો માર્ગ સંન્યાસ યોગના માર્ગ કરતાં ચડિયાતો છે.

કેટલુંક વધારાનું વાંચન:

Survey X: The Next 50 Years of Digital Life

Are we liberated by tech – or does it enslave us? - Jenny Judge

How we’re becoming slaves to technology, explained by an MIT sociologist, Sherry Turkle - “We’re always on, always plugged in, always stimulated, always in a constant state of self-presentation.”

Connected, but alone? – Sherry Turkle’s TED talk

Connected but alone? Highlights from the TED.com community’s Live Conversation with Sherry Turkle

The Digital Freedom Pass: Emancipation from digital slavery - Dennis Snower

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • ASQ Chair, Blanton (Blan) Godfrey, Shares Stories of the Greats and Hope for a Bright Future - ૧૭ મે, ૨૦૨૨ના રોજ ભરાયેલ વર્લ્ડ કોન્ફરન્સ ઑન ક્વૉલિટી એન્ડ ઈમ્પ્રુવમેન્ટના ઉપક્રમે ASQ સભ્યો સાથે વાત કરતાં બ્લૅન્ટન ગૉડ્ફ્રે તેમના બેલ /એટ એન્ડ ટીના દિવસોની યાદ કરતાં કરતાં વિશ્વના પડકારો માટેનાં ભવિષ્યના ઉપાયો કેમ મળી આવ્યા તે જણાવ્યું.

Jim L. Smithની Jim’s Gems નો લેખ

  • Coping with Dissatisfaction - અસંતુષ્ટ ગ્રાહકો સંબંધે કેટલાં સ્વીકૃત તથ્યો - 

૧. તમારાં કર્ચારીઓની સાથે બાહ્ય ગ્રાહકની જેમ વર્તો - ટોમ પીટર્સ પોતાનાં પુસ્તક “Thriving

on Chaos,”માં ભારપૂર્વક કહે છે કે જો કર્મચારીઓની સાથે  માન, પ્રમાણિકતા અને વિશ્વાસ સાથે ન વર્તવામાં આવે તો તેમની પાસેથી શ્રેષ્ઠ કામગીરી અશક્ય ગણાય.

૨. આગલી હરોળનાં કર્મચારીઓની પસંદગી અને તાલીમ કાળજીપૂર્વક કરવાં જોઈએ - આગલી હરોળનાં કર્મચારીઓની પસંદગીમાં મહત્ત્વની વર્તનને લગતી ખાસિયતો પર ભાર મુકાવો જોઇએ. તેમની તાલીમ અને પુનઃતાલીમમાં પણ આ બાબતોને મહત્ત્વ આપવું જોઈએ. તેમની તાલીમમાં પણ આગલી હરોળને જ સહભાગી બનાવવી જોઈએ.

૩. પરિસ્થિતિને ઠંડી પાડો અને શાંત મગજનાં લોકોને તેના ઉપાયો શોધવામાં મહત્ત્વ આપો.

૪. શબ્દો માપીતોળીને વાપરો. હુકમ કે વિરોધાભાસી લાગે તેવા શબ્દપ્રયોગો ટાળો.

૫. સહભાગીતા માટે પ્રયત્નશીલ રહો. તમારા પડકારને ગ્રાહકનો પડકાર બનાવી દો.

૬. વ્યક્તિગત સમીકરણો સ્થાપો અને તેમાં રચાતી ભાગીદારીની સહભાગીદારીથી પરિસ્થિતિને હળવી બનાવો.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

  • Ain’t Nothing Like the Real Thing - Technology asks, is there really? - માર્વિન ગેય અને ટૅમ્મી ટૅરીલના ૧૯૬૮નાં ગીત Ain't Nothing Like the Real Thingના બોલ ચિત્ર સામે જોઈને કે પત્ર વાંચીને કહે છે કે ઘણાં જ આરામદાયક હોવ છતાં કોઈના અવાજને સંભળવો કે તેમને જોવાં એ મૂળની અનુભુતિની બદલીમાં તે ઉણાં પડે. તેના પરથી સવાલ થાય કે આપણે ક્યારથી, અને કેમ,મૂળને બદલે અવેજીથી કામ ચલાવતાં  થયાં?  …. શુદ્ધતાનાં આગ્રહીઓનું કહેવું છે અમુક બાબતોમાં જાતે કરવાની અવેજીમાં કંઈ જ ન આવે. ક્વૉલિટી મેગેઝીનના મૅનેજિંગ એડિટર મિશેલ બૅન્ગર્ટ, તેમના લેખ  Future of Quality - How will you use Quality 4.0 ideas at your location?માં કહે છે કે ગુણવત્તા ૪.૦ એ વ્યાપક ગુણવતા રૂપાંતરણનો એક ભાગ જ છે. તેનાં પરિવર્તનો લોકોને 'ડેટા અને સમસ્યા સમાધાનોને કહાનીઓ'  વડે પરિવર્તન કરતાં કરી મુકે છે. 


'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.



[1] અભ્યાસના ચારમાંના ત્રણ તબક્કા :

·        સમાન્યસ કે સંપત્તિ - ચાર ભાગનો અભ્યાસ (સાધના ચતુષ્ચય) જે આ ચાર ગુણ વિકસાવે છે

o   નિત્યાનિત્ય વસ્તુ વિવેક (नित्यानित्य वस्तु विवेकम्) — શાશ્વત (નિત્ય) બ્રહ્મન અને ક્ષણભંગુર આયુષ્ય (અનિત્ય) ધરાવતાં વસ્તુ વચ્ચે ભેદ કરી શકવાના સારાસાર (વિવેક)ની ક્ષમતા

o   ઈહામૂર્તાર્થ ફલ ભોગ વૈરાગ (इहाऽमुत्रार्थ फल भोगविरागम्) — આ વિશ્વ (ઈહ) તેમ જ  સ્વર્ગ વગેરે જેવાં પરવિશ્વો (અમૂર્ત)માં  મનને ગમતી વસ્તુઓ (અર્થ ફલ ભોગ)નો ત્યાગ (વિરાગ)

o   શમાદિ ષટક સંપત્તિ (शमादि षट्क सम्पत्ति) — છ પાસાંઓ ધરાવતા ગુણો,

§  શમ - (અંતઃકરણ પરનું નિયમન)

§  દમ - (બાહ્ય સંપર્ક જાળવતી ઈંદ્રિયો પરનું નિયમન)

§  ઉપરતિ (બાહ્ય ઈંદ્રિયોનો નિગ્રહ,  તે સિવાયની વસ્તુઓની તલાશ. તેનો બીજો અર્થ એમ કરી શકાય કે શાસ્ત્રાદેશ મુજબ, નિયત કામોનો ત્યાગ)

§  તિતિક્ષા (આધ્યાત્મિક, અધિભૌતિક અને અધિદૈવિક તાપત્રયને સહન કરવું

§  શ્રદ્ધા (ગુરુ અને વેદોમાં વિશ્વાસ)

§  સમાધાન (ઈશ્વર  અને ગુરુ પ્રત્યે મન કેન્દ્રિત કરવું

§  મુમુક્ષત્વ (मुमुक्षुत्वम्) — વિશ્વની પ્રકૃતિ જ પીડાદાયક છે, (તેથી) જન્મમૃત્યુનાં ચક્રમાંથી મુક્તિ (મોક્ષ)ની અભિલાષા_

·        શ્રવણ - ઋષિઓ, ઉપનિષદો અને અદ્વૈત વેદાંતની શીખને ધ્યાનથી સાંભળવાં, અને બ્રહ્મસુત્ર જેવાં વેદ પુરાણોનો અભ્યાસ. આ તબક્કામાં શિષ્ય બ્રહ્મની વાસ્તવિકતા પીછાણે છે અને આત્માની ઓળખ મેળવે છે.

·        મનન  - બોધપાઠો પરનાં ચિંતનનો તબક્કો

·        નિદિધ્યાસન(निदिध्यासन) તત્‍ ત્વમ્‍ અસિ - તે તેમજ છો - સત્ય પરનું પ્રગાઢ ચિંતન

સંદર્ભ સ્ત્રોત: https://en.wikipedia.org/wiki/Nididhy%C4%81sana

Sunday, July 10, 2022

વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો : જુલાઈ, ૨૦૨૨

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત  : બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૩ - ૧૯૪૯ ભાગ [૧]

હિંદી ફિલ્મ સંગીતનાં સુવર્ણ યુગનાં બે પ્રમુખ ગાયકો, લતા મંગેશકર  અને મોહમ્મદ રફી,ની મુખ્ય મંચ પર સ્થાન પામતાં જવાની ક્રિયા જે રીતે ૧૯૪૯માં હનુમાન કુદકો મારતી જણાવા લાગી તેને પરિણામે હિંદી ફિલ્મ સંગીતના મોટા ભાગના ઇતિહાસકારો ૧૯૪૯નાં વર્ષને તવારીખનું મહત્ત્વનું સંક્રાંતિ સોપાન ગણે છે.  માત્ર યુગલ ગીતોનાં પરિમાણને જ ગણતરીમાં લઈએ તો પણ સુવર્ણ યુગના અગ્રણી સંગીતકારો સાથેનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીતોની સંખ્યા જે રીતે વધી ગઈ છે તે જોતાં મોહમ્મદ રફીના કિસ્સા પુરતી આ  પૂર્વધારણાની સાબિતી ૧૯૪૯-૧૯૫૩ના બીજા સમયખંડનાં ૧૯૪૯નાં વર્ષમાં જ મળી જતી જોવા મળે છે.

આપણે તો મોહમ્મદ રફીની જન્મ અને અવસાન જયંતિઓની યાદોને અંજલિ આપવા માટે મોહમ્મદ રફીનાં કોઈ પણ સંગીતકાર સાથેનાં પહેલવહેલાં યુગલ ગીતને યાદ કરવાનો ઉપક્રમ કરી રહ્યાં છીએ. તે અનુસાર આ પહેલાં આપણે ૨૦૨૧માં ૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને આવરી ચૂક્યાં છીએ. આ શ્રેણીમાં મોહમ્મદ રફીનાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો ઉપરાંત અન્ય ગાયકો સાથેનાં યુગલ ગીતો ઉપરાંત ત્રિપુટી કે તેથી વધારે ગાયકો સાથેનાં એ સંગીતકાર સાથે ગવાયેલાં ગીતોને પણ આ શ્રેણીમાં સ્થાન આપેલ છે.

આપણે હવે આ શ્રેણી માટે ૧૯૪૯થી ૧૯૫૩નાં વર્ષોના બીજા પંચવર્ષીય સમયખંડ પર પર આપણું ધ્યાન આપીશું.

૧૯૪૯

૧૯૪૯માં મોહમ્મદ રફીનાં યુગલ ગીતોની સંખ્યા તેમનાં સૉલો ગીતો કરતાં લગભગ બમણી કહી શકાય તેટલી છે. એ યુગલ ગીતોમાંથી વસંત દેસાઈ અને અઝીઝ હિન્દી એમ સંગીતકારો સાથેનાં ૧૯૪૯નાં યુગલ ગીતો ઇન્ટરનેટ પર પ્રાપ્ય નથી જણાતાં, તો પણ ૧૪ સંગીતકારો સાથેનાં યુગલ ગીતોને તો આપણે અહીં આવરી લીધાં છે.

તો આટલા બધાં સંગીતકારોનાં માત્ર પહેલી જ ફિલ્મ સાથે થયેલાં યુગલ ગીતોને સારી રીતે માણી શકવા માટે આપણે ૧૯૪૯નાં મોહમમ્દ રફીનાં જુદા જુદા સંગીતકારો સાથેનાં પ્રથમ યુગલ ગીતને બે મણકામાં વહેંચી નાખ્યાં છે.

નૌશાદે મોહમ્મદ રફી સાથે પહેલવહેલાં યુગલ ગીતો ૧૯૪૪ની ફિલ્મ 'પહેલે આપ'માં રેકાર્ડ કરયાં હતાં તે તો આપણે અગાઉ જોઈ ચુક્યાં છીએ. પરંતુ આ બન્ને યુગલ ગીતો પુરુષ પુરુષ ગીતો હતાં. સ્ત્રી-પુરુષ યુગલ ગીત માટે મોહમ્મદ રફીનો ઉપયોગ નૌશાદ છેક હવે ૧૯૪૯માં કરી રહ્યા છે.

અહીં પણ હજુ 'અંદાઝ'માં તો ફિલ્મના પ્રણય ત્રિકોણનાં મુખ્ય કહી શકાય એવાં પાત્ર દિલીપ કુમાર માટે તો મોહમ્મદ રફી પાર્શ્વ  સ્વર તરીકે પસંદગી નથી જ પામ્યા. મોહમ્મદ રફીને ફાળે બે  યુગલ ગીતો આવ્યાં  જે પૈકી લતા મંગેશકર સાથેનું યું તો આપસમેં બિગડતે હૈં ખફા હોતે હૈં ફિલ્મમાં આવરી લેવાયું પણ ધારી અસર ન કરી શક્યું. બીજું યુગલ ગીત

સુન લો દિલકા અફસાના હો ઓ ઓ દુનિયા દિલકી બસાકે ભુલ ન જાના - અંદાઝ - લતા મંગેશકર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ફિલ્મમાં સમાવેશ ન પામ્યું, એટલે શ્રોતાઓની નજરમાંથી ખસી ગયું.

૧૯૪૯માં નૌશાદે બીજી બે ફિલ્મો 'ચાંદની રાત' અને 'દુલારી' માટે પણ સંગીત આપ્યું. આ બન્ને ફિલ્મોમાં તેમણે મોહમ્મદ રફીને મુખ્ય પુરુષ ગાયક તરીકે અજમાવ્યા. 'ચાંદની રાત'નાં શમશાદ બેગમ સાથેનાં ત્રણ યુગલ ગીતો - છીન કે દિલ ક્યું ફેર લી આંખેં, કૈસે બજે દિલકી સિતાર અને ખબર ક્યાથી કી ગમ ઉઠાના પડેગા - માંથી પહેલાં બે ગીતો તો બહુ ઉપડ્યાં હતાં. 'દુલારી'માં નૌશાદે મોહમ્મદ રફી અને લતા મંગેશકરને બે યુગલ ગીતો - મિલ મિલકે ગાયેંગે દો દિલ યહાં અને રાત રંગીલી મસ્ત નઝારે, ગીત સુનાયેં ચાંદ સિતારે - માટે પસંદ કર્યાં, અને બન્ને યુગલ ગીતો ખુબ લોકપ્રિય પણ થયાં.

હુસ્નલાલ ભગતરામે તો મોહમ્મદ રફી માટે ૧૯૪૯માં અહીં રજુ કરેલાં યુગલ ગીત ઉપરાંત પાંચ યુગલ ગીતો અને પાંચ ત્રિપુટી ગીતોની કતાર ખડી કરી નાખી હતી. આટલી વિશાળ પસંદગીની શ્રેણીમાંથી સુરૈયા સાથેનું એક યુગલ ગીત અને લતા મંગેશકર અને ગીતા દત્ત સાથેનું એક ત્રિપુટી ગીત એટલા સારુ પસંદ કર્યાં કે આ સમગ્ર મણકામાં આપણને રફી સાથે વિવિધ ગાયકો એ વિવિધ સીચ્યુએસન માટે ગાયેલાં ગીતો સાંભળવાનો લહાવો મળે.

આતા હૈ ઝિંદગીમેં ભલા પ્યાર કિસ તરહા - બાલમ - સુરૈયા સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી

આ ગીત મેં અહીં પહેલી જ વાર સાંભળ્યું અને વિન્ટેજ એરાની ઘણી અસરો હોવા છતાં સાંભળતાં વેંત ગમ્યું પણ ખરું. આમ થવાનું મુખ્ય કારણ કદાચ એ હશે કે '૫૦ના દાયકાં જે રફીને આપણે સાંભળ્યા છે તે જ અહીં સાંભળવા મળે છે અને સુરૈયા તો હંમેશાં આટલાં જ સુમધુર હોય છે ને!

હુસ્નલાલ ભગતરામે સુરૈયા સાથે મોહમ્મદ રફીનાં બીજાં બે યુગલ ગીતો - અય ઈશ્ક હમેં બરબાદ ન કર (ગીતકાર: શર્શાર સૈલાની) અને છાયા સમા સુહાના (ગીતકાર: કૈફ ઈર્ફાની) -'નાચ' (૧૯૪૯)માટે રચ્યાં. મોહમ્મદ રફી સાથેનું લતા મંગેશકરનું એક યુગલ ગીત - ઝરા તુમને દેખા તો પ્યાર હો ગયા (ગીતકાર: કૈફ ઈર્ફાની) અને શમશાદ બેગમ સાથે બીજું એક યુગલ ગીત - મુસાફિર સદા ગીત ગાતા ચલ (ગીતકાર: સુદર્શન ફ઼ાકિર) 'જલતરંગ' માટે પણ રચ્યાં.

અને હવે ત્રિપુટી ગીતો

લબ પે ફરિયાદ હૈ દિલ બરબાદ હૈ - નાચ - લતા મંગેશકર , ગીતા દત્ત સાથે – ગીતકાર: મુલ્ક રાજ ભાખરી

ગીતનો હીરો જે વિચારોમાં ખોવાયેલો છે છે તે બે ગાયિકાઓના સ્વરમાં રજુ થાય છે ! હિંદી ફિલ્મોનાં શેરી નૂત્યોનાં કલાકારોને ફિલ્મનાં મુખ્ય પાત્રના વિચારોને વાંચી લેવાની કોઈ અદ્‍ભૂત ઈશ્વરીય બક્ષિસ મળેલી હોય છે, જેવું કે  પ્રસ્તુત ગીતમાં થતું જણાઈ રહ્યું છે. નૃત્ય કરતી ગાયિકાઓ હીરોના મનમાં ઘુમરાતા વિરહના ગમના વિચારોને અદ્દ્લ વાંચીને એક જ પંક્તિમાં રજુ કરી દે છે. કદાચ તેનાથી પ્રેરણા લઈને હીરો પણ પોતાનાં મનની વાત વ્યક્ત કરીને હળવો થતો હશે !

મને યાદ આવે છે કે આ ગીત પણ એ '૬૦ના વર્ષોમાં રેડિયો પર બહુ સાંભળવા મળતું. ગીતના અંતમાં રફી આર્તનાદને ઊંચા સ્વરમાં રજૂ કરે છે ! પરદા પર ગીત શી રીતે રજુ કરાયું હશે તે જાણવા મળે તો તો ગીતનો સંદર્ભ સમજી પણ શકાય.

આ જ ફિલ્મમાં બીજાં બે ત્રિપુટી ગીતો હતાં - ક્યું કરતા માન જવાની કા (લતા મંગેશકર અને ગીતા દત્ત સાથે; ગીતકાર: મુલ્ક રાજ ભાખરી) અને નમસ્તે જી નમસ્તે જી હમારા તુમ્હારા જીવન બીતે હંસતે હંસતે (શમશાદ બેગમ અને ઝોહરાબાઈ અંબાલેવાલી; ગીતકાર: નઝીમ પાનીપતી)

'હમારા સંસાર'નાં બે ત્રિપુટી ગીતો પૈકી બદલા હુઆ દુનિયામેં ઉલ્ફત કા ઝમાના હૈ, વો ઔર ઝમાના થા યે ઔર ઝમાના હૈ માટે હિંદી ફિલ્મ ગીત કોશ મોહમ્મદ રફી, લતા મંગેશકર અને સાથીઓ નિર્દિષ્ટ કરે છે અને અંધેરે સે ન ડર કાંટે બનેગી કલિયાં માટે મોહમ્મદ રફી, ગીતા દત્ત અને અન્ય સ્વર જણાવે છે, જ્યારે બન્ને ગીતોમાં યુટ્યુબ પર એસ ડી બાતિશનો ત્રીજા ગાયક તરીકે ઉલ્લેખ છે.

શ્યામ સુંદરને મોહમ્મદ રફી પાસે  હિંદી ફિલ્મોનું તેમનું પહેલવહેલું, ગાંવકી ગોરી (૧૯૪૫) માટેનું, ત્રિપુટી, ગીત ગવડાવવાનું શ્રેય આપવામાં આવે છે. હવે ૧૯૪૯નાં વર્ષમાં શ્યામ સુંદર મોહમ્મદ રફી માટે 'બાઝાર'માં લતા મંગેશકર સાથે બે ખુબ ઉત્કૃષ્ટ યુગલ ગીતો અને શમશાદ બેગમ અને સતિશ બાત્રા સાથે એક ત્રિપુટી  ગીત - છલ્લા દે જા નિશાની તેરી મહેરબાની (ગીતકાર: ક઼મર જલાલાબાદી) રચે છે.

અય મોહબ્બત ઉનસે મિલને કા બહાના બન ગયા - બાઝાર – ગીતકાર: ક઼મર જલાલાબાદી

રફી અને લતાના સ્વરોનાં સુયોગ્ય સંયોજનથી ઓપતું આ યુગલ ગીત અને ફિલ્મનું તેમના જ સ્વરોમાં ગવાયેલું બીજું યુગલ ગીત અપની નઝર સે દૂર વોહ હિંદી ફિલ્મોનાં શ્રેષ્ઠ યુગલ ગીતોમાં અગ્રણી હરોળમાં સ્થાન મેળવી રહ્યાં છે.

હાયે યે ભોલી સુરતવાલે - ચાર દિન - એસ ડી બાતિશ, ઈક઼્બાલ, રાજકુમારી, લતા મંગેશકર, ઝોહરાબાઈ અંબાલેવાલી – ગીતકાર: શકીલ બદાયુની

છ છ ગાયકોને અજમાવતું સમુહ ગીત હિંદી ફિલ્મોમાં સામાન્યપણે કવ્વાલી ગીત જ હોય છે.


હનુમાન પ્રસાદ વિન્ટેજ એરાના એક ગણમાન્ય સંગીતકાર છે.

જલે જલાનેવાલે હમકો જૈસે મોમબત્તી - ચિલમન - મુકેશ સાથે – ગીતકાર: પી એલ સંતોષી

પોતાની જીવનશૈલીની દુનિયાની ટીકાટીપ્પણીઓને બે મિત્રો હસવામાં કાઢી નાખે છે.



કેવો સ-રસ યોગાનુયોગ છે કે આ વર્ષમાં જ મુકેશ અને મોહમ્મદ રફીનું એક બીજું યુગલ ગીત પણ છે.

સ્નેહલ ભાટકરે હિંદી ફિલ્મ સંગીતમાં મારાઠી (લોક) ગીતોના ભાવને સ્થાન અપાવવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

બાત તો કુછ ભી નહીં દિલ હૈ કી ભર આયા હૈ - ઠેસ - મુકેશ સાથે - ગીતકાર કેદાર શર્મા

મુકેશને ગમથી વ્યાકુળ મિત્ર માટે અને મોહમ્મદ રફીને તેને સાંત્વના આપતા મિત્રના પાર્શ્વ સ્વરની ભૂમિકા સોંપાઈ છે.

૧૯૪૯નાં વર્ષ માટે મોહમ્મદ રફીએ જેમની સાથે સૌ પ્રથમ વાર યુગલ ગીત ગાયું હોય એવા અન્ય સંગીતકારો અને તેમની યુગલ ગીત રચનાઓની બાકીની વાત હવે ડિસેમ્બર ૨૦૨૨ના અંકમાં કરીશું.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Thursday, July 7, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો

 '૫૦/'૬૦નાં ગીતોની રચના શૈલીથી જ તેનો સંગીતનો શોખ કેળવાયો છે એવી મારા જેવી વ્યક્તિ માટે વિન્ટેજ એરાની શૈલીની રચના એક કે બે વાર જ સાંભળીને પુરેપુરી સમજવી કે ગમતી થઈ જાય તેમ થવું થોડું મુશ્કેલ છે.

૧૯૪૩નાં વર્ષનાં ગીતોમાં 'તાનસેન'નાં ગીતો સિવાય બીજાં બધાં જ ગીતો સાંભળવાનો મારો પહેલો જ અવસર રહ્યો. એટલે ૧૯૪૬નાં વર્ષથી પાછળ જતાં દરેક વર્ષ માટે મને સૌથી વધારે ગમેલાં ગીતોની રજુઆત માટે  જે  પદ્ધતિ  અપનાવી છે તે જ પદ્ધતિ અનુસાર જે ગાયકનાં એકથી વધારે ગીતો સાંભળવા મળ્યાં છે તેમાંથી એક કે બે વાર જ સાંભળતાં વધારે ગમ્યું તેવું દરેક ગાયક દીઠ એક ગીત અહીં રજુ કર્યું છે. જે કિસ્સામાં ગાયકનું એક જ ગીત મળ્યું તેમાં તો એ એક જ ગીતને જ અહીં રજુ કર્યું છે.

'તાનસેન' ફિલ્મના કિસ્સામાં કે એલ સાયગલનાં બધાં ગીતો અમુક ગીતો હજુ સુધી ઘણી જ વાર સાંભળવાની તક મળતી રહી છે, એટલે જે ગીતો બહુ જ ઓછાં સાંભળ્યાં છે તેમાંથી વધારે પસંદ પડેલું એક ગીત અહીં મૂક્યું છે.

ગીતોની રજુઆત ફિલ્મનાં અંગ્રેજી નામના બારાખડીના ક્રમમાં કરેલ છે.

યાકુબ - ઈન્હીં લોગોને છીના દુપટ્ટા મોરા - આબરૂ  - ગીતકાર - પારંઅપારિક - સંગીત પંડિત ગોવિંદરામ

પાંડેજી (વસંત દેસાઈ) - ભાઈ ભજ લે શ્રી ભગવાન - આંખકી શરમ - પંડિત ઈન્દ્ર - વસંત દેસાઈ

જી એમ દુર્રાની - પી કહાં …. ગાયે જા બાંવરે - છેડ છાડ - ગીતકાર: તન્વીર - મુસ્તાક઼ હુસ્સૈન

આસિત બરન - હમ ચલેં વતનકી ઓર -કાશીનાથ - પંડિત ભુષણ - પંકજ મલ્લિક

કે સી ડે - ચાંદની રાત હૈ ચાંદની રાત - મનચલી - ગીતકાર ? - સંગીત: એચ પી દાસ

વિષ્ણુપંત પગનીસ જગતમેં ખીલી પ્રેમ ફુલવારીમહાત્મા વિદુર ગીતકાર: નરોત્તમ વ્યાસ - સંગીત: હરિશ્ચંદ્ર બાલી

ખાન મસ્તાના  - ફસલ--બહાર ગઈ, હંસને લગી કલી કલી - મોહબ્બત કી જીત - ગીતકાર:  એહસાન રિઝ્વી - સંગીત: વસંત કુમાર

અશોક કુમાર - ક્યા મોહબ્બત કા યહી અંજામ હૈ - નજમા - ગીતકાર: અંજુમ પીલીભીતી - સંગીત: રફીક઼ ગઝનવી બી

એસ એન ત્રિપાઠી - પનઘટ પે ઘાયલોંકા પનઘટ હી હૈ ઠિકાના - પનઘટ - રમેશ ગુપ્ત અ- એસ એન ત્રિપાઠી

મન્ના ડે - અજબ હૈ વિધિકા લેખ કિસીસે પઢા ન જાયે - રામ રાજ્ય - ? - શંકર રાવ વ્યાસ 

નૂર મોહમ્મદ ચાર્લી - કિસ તરફ હૈ ધ્યાન હૈ તેરા - સંજોગ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

શ્યામ કુમાર - જાન બચી લાખોં પાયે - સંજોગ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

કે એલ સાયગલ - બીના પંખ કા પંછી હું મૈં - તાનસેન - ડીન મધોક / પંડિત ઈન્ન્દ્ર (?) - ખેમચંદ પ્રકાશ 

સુરેન્દ્ર - મુસાફિર હંસી ખુશી હો પાર - વિશ્વાસ - ગીતકાર: ડૉ. સફદર 'આહ' -  સંગીત: ફિરોઝ નિઝામી બી એ

ઈશ્વરલાલ - પિયા દેશ હૈ જાના - જ઼ુબાન - ગીતકાર: મહરૂલ ક઼ાદરી સંગીત: સી રામચંદ્ર

સોંગ્સ ઑફ યોર દ્વારા વિષદ વિશ્લેષણની મદદથી Best songs of 1943: Wrap Up 1  માં વર્ષના શ્રેષ્ઠ ગાયકની પસંદગીની ચર્ચા કરે છે અને 'તાનસેન' માટે કે એલ સાયગલને વર્ષના શ્રેષ્ઠ ગાયક તરીકે વિભૂષિત કરે છે.

જોકે ગીતોની સંખ્યા, વિષય વૈવિધ્ય અને તેની સાથે ગાયકીની અને સ્વરની વ્યાપક પહોંચનાં વૈવિધ્યને ધ્યાનમાં લેતાં ૧૯૪૩નાં વર્ષ માટે મને સૌથી વધારે પસંદ પડેલ પુરુષ ગાયક જી એમ દુર્રાની છે.  

Sunday, July 3, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - [૨] - જી એમ દુર્રાનીનાં સૉલો ગીતો

૧૯૪૩માં કે એલ સાયગલ સિવાય મોટી સંખ્યામાં ગીતો જી એમ દુર્રાની અને સુરેન્દ્રનાં જોવાં મળ્યાં. સુરેન્દ્રનાં 'પૈગામ' અને વિષકન્યા'નાં બધાં ગીતો યુ ટ્યુબ પર મળ્યાં હોત તો તેમનાં સૉલો ગીતોનો પણ અલગ મણકો થાત. ખેર, આજે હવે વર્ષ ૧૯૪૩ માટે જી એમ દુર્રાનીનાં સૉલો ગીતો સાંભળીએ 

પી કહાં …. ગાયે જા બાંવરે - છેડ છાડ - ગીતકાર: તન્વીર - મુસ્તાક઼ હુસ્સૈન

અય હિંદ કે સપૂતો, જાગો હુઆ સવેરા - કોશિશ - ગીતકાર: ? -  સંગીત: બશિર દેહ્લવી

હિંદુસ્તાનવાલોં … ગીતા કે બરાક ઉઠાઓ - કોશિશ - ગીતકાર: ? -  સંગીત: બશિર દેહ્લવી

આ જા … બીછડે હુએ સજન જિસ દેશ ગયા હૈ - નયી કહાની - ગીતકાર: વલી સાહબ - સંગીત: શ્યામ સુંદર

ક્યા સુખ પાયા નૈન મિલા કે - નયી કહાની - ગીતકાર: વલી સાહબ - સંગીત: શ્યામ સુંદર

હમેં ક્યા હમેં ક્યા અબ ખિજાં આયે કે બહાર - નયી કહાની - ગીતકાર: વલી સાહબ - સંગીત: શ્યામ સુંદર

મેરે દિલ મેં સૈંકડો અરમાન, ભલા વો ક્યા જાને - નમસ્તે - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

દિલ કે પટ ખોલ કે દેખો જવાની ક્યા હૈ - નમસ્તે - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

જાદુગર મોરી નગરીયા મેં આયે - નમસ્તે - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

કૌન હૈ યે દિલરૂબા, મન કો લુભાયે, સબ કો લુભાયે - પ્રેમ સંગીત - ગીતકાર: ભરત વ્યાસ - સંગીત: એસ કે પાલ

યે કૌન આજ રહ રહ કે યાદ આ રહા હૈ - સલમા - ગીતકાર: હસરત લખનવી - સંગીત: પંડિત ગોવિંદરામ

બરતો સુદેશી બનો સુદેશી - વિજય લક્ષ્મી - ગીતકાર: ? - સંગીત: પંડિત ગોવિંદરામ

પાદ નોંધ :

પહેલા મણકામાં સમાવવા લાયક બે સૉલો ગીતો મળ્યાં છે :

પંડિત વિષ્ણુરાવ ચોનકર - પિયા બીન સાવન ભાદોં નહીં - શહેનશાહ અકબર - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: ઉસ્તાદ જ઼ંડેખાન.

સુરેન્દ્ર - જો દિલમેં આયે દર્દ બનકર - પૈગામ - ગીતકાર: ડૉ. સફદર 'આહ'/બાલમ પરદેસી/ પંડિત ઈન્દ્ર ? - સંગીત: જ્ઞાન દત્ત