ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં નવેમ્બર,૨૦૧૭ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ મહીનાના બ્લૉગોત્સવના અંકનો વિષય રૂપરેખા
વિચારધારા (Design Thinking) છે.
ગયા મહિનાના આપણા બ્લૉગોત્સવના અંકમાં
આપણે Design Thinking
to Quality Practicesને કેમ લાગૂ કરી શકાય નો ઉલ્લેખ જોયો હતો. આજના આ અંકના
વિષયનો પ્રાથમિક પરિચય એ લેખની મદદથી મેળવીશું. એ લેખમાં કેટલાક નિષ્ણાતોના લેખોના
સંદર્ભ ટાંકવામાં આવ્યા છે. આપણે એ પૈકી પ્રેમ રંગનાથના લેખ The Art of Quality ના સારાંશોને થોડા વિગતે જોઈશું જેથી
આજના વિષયના પ્રાથમિક પરિચયની પૂર્વભૂમિકા અસરકારક્પણે આપણા મનમાં ઉભરી રહે. એ
લેખનું હાર્દ છે - ગુણવત્તા અને સતત સુધારણાને માનવીય દૃષ્ટિકોણથી જોવા માટેની
સારી તક રૂપરેખા વિચારધારા દ્વારા મળે છે.
અહીં ઉપર જોવા મળતાં IDEOનાં એક ચિત્રને સંદર્ભમાં રાખીશું તો જોઈ શકાશે કે પરંપરાગત
રીતે ગુણવત્તા અને સતત સુધારણા મોટા ભાગે પોષાણ અને સંભવિતતાની ગણતરી પર આધારિત રાખતાં હોય છે. રૂપરેખા વિચારધારાને
સુધારણાના કાર્યક્ર્મોમાં ભેળવી લેવાથી, આ કાર્યક્રમોમાં વિચારાધીન ઉપાયોના અમલમાં 'ઈચ્છનીયતા'નું ઘટક પણ ભળે છે.
પરિણામે, હવે ધ્યાન 'માનવીય' દૃષ્ટિકોણ તરફ પણ રહેવા લાગે છે.
ઉપરનાં આ બીજાં ચિત્રમાં રૂપરેખા વિચારધારાના પ્રવાહનાં
પગલાંઓ - સહાનુભૂતિ બતાવો (Empathize), નિશ્ચિત કરો (Define), કલ્પના કરો (Ideate),પ્રતિકૃતિ બનાવો(Prototype) and ચકાસો (Test)ને સતત સુધારણાના DMAIC અભિગમ સાથે સાંકળી
લીધેલ છે.રૂપરેખા વિચારધારાને સાંકળી લેવાથી હાલની સ્થિતિની - પડકારો અને તકો
-લાક્ષણિકતાઓને માનવીય દૃષ્ટિકોણ ભળે છે.
ડીઝાઈન થિન્કીંગના પ્રાસારનુમ શ્રેય IDEOના ડેવીડ એમ કેલ્લી અને ટીમ બ્રાઉન અને રૉટ્મૅન
સ્કૂલના રોજર માર્ટિનને ફાળે જાય છે. આ વિષય પર એક બહુ સ-રસ વિડીયો Harvard
Business Review blog દ્વારા પ્રકાશિત
થયેલ છે. વધારે વિગતે જાણવા માટે બ્રાઉન અને માર્ટીનના લેખ, “Design
for Action”,
વાંચવાની ભલામણ છે.
Creativity
At Work,પર
પ્રકાશિત થયેલ એક લેખમાં જણાવાયું છે તેમ 'ડીઝાઈન થિન્કીંગ' એવી
પધ્ધતિ છે જેના વડે આલેખકો જટિલ સમસ્યાઓનું નિરાકરણ ખોળી શકે છે. રૂપરેખા પ્રેરિત
માનસિકતા સમ્સ્યા-કેન્દ્રિત નથી હોતી; એ નિરાકરણ-કેન્દ્રિત
હોય છે અને ઈચ્છિત ભાવિષ્યમાટે લેવાવાં જોઈએ તે પગલાંઓને પ્રાધાન્ય આપે છે. ડીઝાઈન
થિન્કીંગ તર્ક, કલ્પના, આંતર઼્સૂઝ અને
પધ્ધતિસરની તર્કસંગત વિચારસરણી પર આધાર રાખીને શું શક્ય છે તેની શક્યતાઓ ખોળે છે
અને અંતિમ ગ્રાહકને ફાયદો થાય તેવાં અપેક્ષિત પરિણામો સિધ્ધ કરવાનો આશય ધરાવે છે.'
ડીઝાઈન થિન્કીંગના ત્રણ
મુખ્ય તબક્કઓ છે :
૧. ગ્રાહકની વર્તણૂક
નિહાળો; તેમની
વણકહી જરૂરિયાતો નક્કી કરો
૨. કલ્પના કરો, નમૂના બનાવો, પ્રયોગો કરો અને ચકાસો
3. નવા વિચારને મૂર્ત કરો; નવાં બજારો ખોલો.
ડીઝાઈન થિન્કીંગ અને પરંપરાગત વૉઈસ ઑફ કસ્ટમરમા ફરક એ છે કે ગ્રાહક સંતોષ મોજણીમાં મળેલા ગ્રાહકના જવાબોને બદલે
અહીં ગ્રાહકની વર્તણૂકપરનાં નિરીક્ષણ પર વધારે ભાર મૂકવામાં આવે છે.
Michael
Sabah એ આ
વિષય પર કેટલાક માહિતીપ્રદ લેખો એકઠા કર્યા છે - Design
Thinking: Get a Quick Overview of the History; DESIGN
THINKING | methods & tools; How Design Thinking will fix
Design Thinking; Prototyping in Design Thinking: How to Avoid Six Common
Pitfalls. મુદ્દાસરના આ લેખો પણ ડીઝાઈન થિન્કીંગ વિષયનાં ઘણાં પાસાંઓ સ્પષ્ટ કરવામાં
મદદરૂપ બની શકે છે.
Why is Design a CEO Matter? - ટિમ બ્રાઉન - IDEOના મુખ્ય સંચાલક :- આજની સ્પર્ધા ઝડપથી બદલતાં જતાં વાતાવરણને કારણે વધારે જટિલ
બની છે. એ વાતાવરણમાં માં ટકી રહેવા માટે આજના મુખ્ય સંચાલક પાસે સમયની ભાવિ માંગ
અનુસાર વિકસતાં રહેતાં કૌશલની આવશ્યકતા મહત્ત્વની બની રહે છે. આજની વ્યાપારિક સજ્જતા
એટલે ચપળતા, પરિસ્થિતિ-અનૂકુલન
અને સર્જનાત્મકતા. બીજા શ બ્દોમાં કહીએ તો આનો અર્થ થાય કે ઝડપથી બદલતી જરૂરિયાતોની
પેઢીઓનાં ચક્ર સાથે અનૂકૂલનક્ષમતા. આ માટે નવા જ પ્રકારની હિંમતવાળું નેતૃત્વ
જરૂરી બને છે જે હવે એક ડીઝાઈનરનાં દૃષ્ટિકોણથી જોવાતાં દીર્ધદર્શનની ખોટ પૂરી કરી
શકે.
આ વિષયને અલગ અંદાજમાં સમજવામાં આ વિડીયો ક્લિપ્સ પણ મદદરૂપ
થશે –
Design
Thinking - Tim Brown, CEO and President of IDEO
‘What Is
Design Thinking?’ વડે ડીઝાઈન થિન્કિંગ શું શું છે
તેનો ઠીક ઠીક ખયાલ આવી શકશે.
How It
Works: Design Thinking - IBMનાં Design Thinking વિષે
વધારે જાણવા માટે, http://www.ibm.com/design ની મુલાકાત અવશ્ય લેશો.
Stages of
Design Thinking
Stanford Webinar - Design Thinking = Method, Not Magic
- સ્ટૅન્ફોર્ડ
યુનિવર્સિટીના કન્સલ્ટીંગ સહાયક પાધ્યાપક અને ડીઝાઈન થિન્કિંગના નિષ્ણાત બીલ
બર્નેટ્ટ આપણી સાથે નવોન્મેષની સંસ્કૃતિ અપનાવવા માગતી સંસ્થાઓને કઈ ત્રણ આડખીલીઓ
આવી શકે અને તેને કેમ અતિક્ર્મવી તેની વાત આ વેબિનારમાં કરે છે.
ABC Nightline - IDEO
Shopping Cart - આ વિડીયોમાં IDEOની એક ટીંમે ૧૯૯૯માં
શૉપીંગ કાર્ટની ડીઝાઈન સુધારવાનો એક પ્રાયોગિક પ્રોજેક્ટ કર્યો હતો તેની વાત કરવામાં આવી છે. આજે લગભગ ૧૭-૧૮ વર્ષ
પછી પણ ડીઝાઈન થિન્કિંગ સમજવા માટે આ વિડીયો એટલો જ પ્રસ્તુત છે.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management
Matters Network પરની કોલમ –Effective Managementમાં પ્રકાશિત લેખ The
4 Dos Of Change Management ના મુખ્ય
મુદ્દા અહીં રજૂ કરેલ છે. મૂળ લેખ વાંચવાથી પરિવર્તન સંચાલનની કેટલીક માર્મિક
બાજૂઓને ફરી એક વાર યાદ કરી જવાની તક મળે છે.:
૧. અપણા વ્યાપારના સંદર્ભની સાથે જે પરિવર્તન કરવા માગીએ છીએ તેની સુસંગતા સુસ્પષ્ટ
કરો
૨. જે કંઈ ફેરફારો કરવાના છે તે પધ્ધતિસર સમજાવો - યોગ્ય બબતો યોગ્ય લોકો સાથે
યોગ્ય સમયે જાણ થવી જોઈએ, નહીં તો જાણ્યેઅજાણ્યે અફવાઓનાં
બજારમાં તેજી ભડકી ઊઠવાનું જોખમ વહોરી લેવું પડશે.
૩. લાગતાંવળગતાં લોકોને પહેલેથી જ સાથે રાખો - જ્યારે લોકોને પરિવર્તનમાં
પોતાનું સામેલ હોવું અનુભવાય છે ત્યારે તેમનો અવરોધ ઘટી શકે છે
અને, તેથી પણ વધારે, તેઓ હવે તેમાં મનથી રસ પણ લેવા
માંડે છે.
૪. તબક્કાવાર અમલ કરવાનું ચાલુ કરો, નાની સફળતાઓને બીરદાવો અને તેની
ઉજવણી કરો.
એક હકીકત સમજી અને
સ્વીકારી લેવી જોઇએ કે આપણી આસપાસ પરિવર્તન થતું જ રહ્યું છે, થતું જ રહે છે અને થતું
રહેશે. એટલે આપણી પાસે બે જ વિકલ્પ રહે છે - તેને સ્વીકારીને તેનાથી એક ડગલું આગળ
રહેવા માટે સકારાત્મક, સક્રિય કોશીશ કરી કે પછી તે આપ ણને નસીબના પ્રવાહમાં જ્યાં ઢસડી જાય ત્યાં તણાઈએ..
ASQ CEO, Bill Troy વિભાગમાં આ મહિને કોઈ રસપ્રદ લેખ
નથી. તેથી આપણે ASQ.orgની સાઈટ પરથી Forward
Progress ને વાંચવા
માટે પસંદ કર્યો છે. આ લેખમાં ક્વૉલિટી પ્રોગ્રેસ સામયિકનાં પચાસ વર્ષ પર નજર
કરીને ભવિષ્યના માર્ગ તરફ દૃષ્ટિ
કરવામાં આવેલ છે.
- EFFECTIVE COMMUNICATION USING QUALITY TOOLS - એક્ષ્પ્રેસ લિંગો સોલ્યુશન્સના મુખ સંચાલક, સૅમ યૅન્કેલેવિત્શ ગુણવત્તા સાધનોના ઉપયોગનું, આપણી ભૈતિક પ્રક્રિયાઓ પર જેની બહુ અસર છે, એવી નજરેથી ન દેખાતી પ્રત્યાયન જેવી પ્રક્રિયાઓના સુધાર માટે કેમ કરી શકાય તેની ચર્ચા કરે છે.
- Dissatisfaction : બીજાઓને આપણી નિષ્ફળતાઓ, અસંતોષ અને નારાજગી દોષ દેવો એ બહુ સહેલું છે. કદાચ એ માનવસહજ નબળાઈ પણ ગણાવી શકાય. એનો વિકલ્પ છે નિષ્ફળતાને સ્વીકારી લેવી, તેની પૂરેપૂરી જવાબદારી સ્વીકારવી અને આપણી નારાજગી માટે આપણને જ જવાબદાર ઠેરવવાં. આ સ્વીકાર જ આ માનસીક ભાવનાઓને ભગાડી મૂકવા માટે પૂરતો છે.
- Quality and Lean Partnership - ને સાંકળી લેવાં જોઈએ. ગુણવત્તાનો હેતુ હંમેશાં પ્રક્રિયા પર ધ્યાન આપીને વધઘટના સ્ત્રોત ખોળી કાઢવાનો, તેમને દૂર કરવાનો કે પછી નિયંત્રિત કરવાનો અને શક્ય હોય ત્યાં સુધી ગ્રાહકને ખરીદવાં ગમે તેવાં ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવાનો રહ્યો છે.લીન, સિક્ષ સિગ્મા, કે પછી એવાં અન્ય કોઈ પણ સાધનોના અમલ કરતી વખતે ગુણવત્તા સંચાલનની આ મૂળભૂત ભૂમિકાને ગણતરીમાં રાખવી જ જોઈએ.
આપણા આ બ્લૉગોત્સવમાં આપણે ગુણવત્તાના દરેક પાસાંનો જીવનના
દરેક પાસાં સાથે સંબંધનો રંગપટ આપણી નજર સમક્ષ લાવવા ઈચ્છીએ છીએ. આપના આ બાબતે
થયેલા અનુભવો આ રંગપટને વધારે અર્થપૂર્ણ બનાવશે. આપના અનુભવો અને સુચનો અમારી સાથે
વહેંચવાનું અમારું હાર્દિક ઈજન છે.....
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ
રહે છે.
No comments:
Post a Comment