Thursday, November 23, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : લતા મંગેશકર [૧]



૧૯૪૮નાં લતા મંગેશકરનાં સૉલો ગીતોને ચર્ચાને એરણે લેવા માટે જે કાચી યાદી તૈયાર કરી એમાં ચાલીસેકથી વધારે ગીતો એક્ઠાં કરી શકાયાં છે. અન્ય ગાયિઓકાઓની સંખ્યા અને તેમનાં સૉલો ગીતોની સંખ્યાના સંદર્ભમાં પહેલી નજરે એમ લાગે કે હવે પછીનાં વર્ષોમાં લતાનો પ્રભાવ જે કુદકે ને ભુસકે વધતો ગયો, એ દૃષ્ટિએ આટલાં ગીતોવાળું તેમની કારકીર્દીનું આ વર્ષ બહુ અસરકારક નહીં રહ્યું હોય. તો શું લતા મંગેશકર ઘણા વધારે સંગીતકારો દ્વરા સ્વીકારાઈ ગયાં હતાં? એવું પણ જોવા તો નથી મળતું. હવે પછીનાં વર્ષોમાં જે વધારે સફળ રહ્યા એવા સંગીતકારોએ તેમને ૧૯૪૮માં સ્વીકરી લીધાં હતા? એવું પણ નથી લાગતું.
આ ચાલીસેક ગીતોને આપણે લગભગ ત્રણ ભાગમાં સાંભળીશું. યોગાનુયોગ એવો છે કે, કક્કાબારાખડી મુજબ, પહેલા ભાગમાં જે બે સંગીતકારોની ફિલ્મોનાં ગીત સમાવ્યાં છે એ બન્ને સંગીતકારોનાં ગીતો જ આ વર્ષનાં લતાનાં યાદગાર ગીતોના સર્જક છે.
બીજો યોગાનુયોગ એવો છે કે અહીં સમાવેલી પહેલી જ ફિલ્મ 'અનોખા પ્યાર'માં ફિલ્મમાં જે ગીતો પર મીના કપૂરના સ્વરમાં ફિલ્માવાયાં હતાં એ ગીતોને, કોઈક કરણોસર, રેકોર્ડ પર લતા મંગેશકરના અવાજમાં અંકિત કરાયાં.
જોકે આપણો આશય તો અટકળોમાંથી કોઈ અર્થ કાઢવાનો છે જ નહીં.આપણી ચર્ચા તો આ ગીતોને એક જગ્યાએ મૂકિને સાંભળવામાં રસ લેવા પૂરતી જ મર્યાદિત છે.
તો આવો, લતા મંગેશકરનાં ૧૯૪૮નાં સૉલો ગીતોની ચર્ચા શરૂ કરીએ
એક દિલ કા લગાના બકી થા તો વો ભી લગા કે દેખ લિયા - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી 

ફિલ્મમાંનું મીના કપૂરનું વર્ઝન

મેરે લિયે વોહ ગમ-એ-ઈંતઝાર છોડ ગયે - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - બેહઝાદ લખનવી 

મીના કપૂરના સ્વરમાં ગવાયેલું વર્ઝન

યાદ રખના ચાંદ તારોં યે સુહાની રાત કો - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી 
આ ગીતનાં ફિલ્મમાં જ બકાયદા બે વર્ઝન છે. મીના કપૂરના સ્વરવાળું વર્ઝન નરગીસ પર, સાવ જ જૂદા મુડમાં ફિલ્માવાયું હતું. 
જીવન સપના ટૂટ ગયા - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી 

મૂકેશના સ્વરનું જોડીદાર વર્ઝન

મેરે ફૂલોંમેં છીપી હૈ મેરી જવાની - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - બેહઝાદ લખનવી
ઘડી ઘડી પૂછોના જી કિનસે મેરી પ્રીત હૈ - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી  
ભોલા ભાલા મોરા બાલમા ના માને - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી 
દૂર જાયે રે...રાહ મેરી આજ તેરી રાહ સે - આશા – ખેમચંદ પ્રકાશ - એલ મેઘાણી 
એક મૂરત મનોહર રે, મોરી અખિયાં કો તરસાયે રે - આશા - ખેમચંદ પ્રકાશ - એલ મેઘાણી 
કોત જાયે બસે હો મૂરલી તોહે ઢૂંઢે રાધા તોરી - આશા - ખેમચંદ પ્રકાશ - એલ મેઘાણી 
ચેત ચેત કર ચતુર નાર યે મારગ અનજાના - આશા - ખેમચંદ પ્રકાશ - એલ મેઘાણી 


હવે પછીના અંકમાં લતા મંગેશકરનાં ૧૯૪૮નાં સૉલો ગીતોનો બીજો મણકો ચર્ચાને એરળે લઈશું.

No comments: