Thursday, January 11, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: યુગલ ગીતો : સ્ત્રી-પુરુષ યુગલ ગીતો - અન્ય પુરુષ ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો [૨]



૧૯૪૮નાં ગીતોની ચર્ચાને એરણે આપણે અન્ય પુરુષ ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોનો એક ભાગ સાંભળી ચૂક્યાં છીએ.આજે બીજા અને અંતિમ ભાગમાં પણ એટલાંજ વૈવિધ્યપૂર્ણ, ઘણે અંશે અમારી પેઢીનાં બહુ થોડાં લોકોએ ખાસ સાંભળેલં  હશે એવાં અન્ય પુરુષ ગાયકોનાં યુગલ ગીતો સાંભળીશું.
બહુ જાણીતું થયેલ ગીત
કિશોર કુમાર + લતા મંગેશકર - યે કૌન આયા રે હૈ કરકે સોલા સિંગાર - ઝીદ્દી - ખેમ્ચંદ પ્રકાશ - પ્રેમ ધવન

લતા મંગેશકર અને કિશોર કુમારનાં પહેલ વહેલાં યુગલ ગીત તરીકે આ ગીતને વધારે પ્રસિધ્ધિ મળી છે.


ઓછાં સાંભળેલાં ગીતો
જી એમ દુર્રાની + લતા મંગેશકર - ખામોશ ફસાના હમ દુનિયાસે છૂપકે છૂપકે - હીર રાંઝા - અઝીઝ ખાન - વલી સાહબ
જી એમ દુર્રાની + રાજ કુમારી + જોહરાબાઈ અંબાલેવાલી - એક દિલ તેરા એક દિલ મેરા - પંડિત હનુમાન પ્રસાદ 
હિંદિ ફિલ્મ ગીતકોષ આ ગીતની બે અલગ અલગ જોડીએ ગાયેલાં ગીત તરીકે નોંધ લે છે.

શંકર દાસગુપ્તા + મિસ પરવેઝ (કાપડીઆ)- અય દિલ અભી તૂ સબર કર તેરી ભી બારી આયેગી - હમ ભી ઈન્સાન હૈ - એચ પી દાસ, મન્ના ડે - જી એસ નેપાલી 

અલાઉદ્દીન + શમશાદ બેગમ - સાવન કે દિન આયે હૈ - કાજલ - ગુલામ મોહમ્મદ - ડી એન મધોક / શકીલ બદાયુની (?)
રામ કમલાની + જોહરાબાઈ અંબાલેવાલી - મેરા દિલકા ફટે નહીં કહીં એટમ બૉમ્બ - લાલ દુપટ્ટા - જ્ઞાન દત્ત - ડી એન મધોક 
કરણ દિવાન + શમ્શાદ બેગમ - મુઝે જાને તુમ સે પ્યાર ક્યોં હૈ - મિટ્ટીકે ખિલઓને - બૂલો સી રાની / હંસ રાજ બહલ - બી આર શર્મા 
રામ કમલાની + સુરીદર કૌર - ચોરી ચોરી મોરી અટરીયા આ જા રે - નાવ - જ્ઞાન દત્ત - ડી એન મધોક  
કૃષ્ણ ગોયલ + મીના કપૂર - બાલમ મોહે મન સે અપને ના ભૂલાના - રઈસ - મનોહર અરોડા - કૈસર સવાઈ  
સુરેશ + સુરૈયા - રૂઠો ન તૂમ બહારમેં, મૌસમ-એ-ખુશગવારમેં - કે દત્ત  વી બલસારા (?) -  શિવ કુમાર
રામ કમલાની + શમ્શાદ બેગમ - હમારી બાત કા ક્યોં તૂમ કો ઐતબાર નહી - રંગીન ઝમાના - પંડિત ગોવીંદ રામ - પંડિત ફણી


હવે પછી આપણે ચર્ચાને એરણે ૧૯૪૮નાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો લઈશું.

No comments: