Wednesday, September 30, 2020

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૯_૨૦૨૦

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ _૨૦૨૦ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.

હિંદી ફિલ્મ જગતની હસ્તીઓની વિદાયનો સિલસિલો અવિરત ચાલુ જ છે. આ મહિને આપણે સંગીતકાર એસ મોહિન્દર અને અભિનેત્રી આશાલતા વાબગાંવન્કરને ખોયાં.

S Mohinder: Indian music loses composer of catchy melodies - '૫૦ અને '૬૦ના દાયકા્ના લોકપ્રિય સંગીતકાર એસ મોહિન્દરનું ૯૪ વર્ષની વયે અવસાન થયું.

નૌશાદ અને એસ મોહિન્દર (તસવીર : એસ મોહિન્દરનાં કુટુંબનાં સૌજન્યથી

Last of the doyens: S. Mohinder શરદ દત્ત - મહાનતા માટે જેમની નિયતિ લખાયેલી હતી એવા એસ મોહિન્દર (મૂળ નામ મોહિન્દર સિંઘ શરણ) અજાણના અગાધમાંથી ધમધમતા ફિલ્મ ઉદ્યોગના પ્રવાહના કેન્દ્રમાં પહોંચી ગયા, જ્યાં તેમની આગવી સંગીત શૈલીએ તેમને એક ચોક્કસ સ્થાન અપાવી દીધું.

શૌકીન અને નમક હલાલ જેવી હિંદી ફિલ્મોમાં પણ અભિનય કરનારાં મરાઠી અભિનેત્રી આશાલતા વાબગાંવન્ક્લરનું ૨૨-૦૯-૨૦૨૦ના રોજ અવસાન થયું.


અને હવે અંજલિઓ અને યાદોને તાજી કરતી અન્ય પોસ્ટ

Asha Sings for Salil Chowdhury આશા ભોસલેની ૮૭મી જન્મ તિથિ અને સલીલ ચૌધરીની ૫ સપ્ટેમ્બરના રોજની ૨૫મી પુણ્યતિથિના ઉપલક્ષ્યની અંજલિ છે

N Datta: The Third Musketeer for Asha Bhosleઓ પી નય્યર અને રવિ પછી જે સંગીતકારે આશા ભોસલેને પોતાનાં પ્રમુખ ગાયિકા તરીકે સ્થાન આપ્યું હતું એવા એન દત્તાનાં આશા ભોસલેનાં ગીતોને અહીં યાદ કરાયાં છે.

Ijaazat is a strangely poetic take on divorce that was rare in 1980s Hindi films - છૂટાછેડાં લીધેલ દંપતિ તરીકેનો નસીરૂદ્દીન શાહ અને રેખાનાં પાત્રોનો આપસી પ્રેમ અન્ય કોઈ વિવાહીત રહેલ યુગલ કરતાં પણ વધારે સહજ અને પ્રામાણિક હતો.

The Many Faces of 9/11 - વિવિધ ભાષી, વિવિધ સંસ્કૃતિઓને સ્પર્શતી ફિલ્મ ‘11’09’’01 – September 11’ ૧૧ મિનિટ ૯ સેકંડ અને ૧ ફ્રેમની લંબાઈ ધરાવતા ૧૧ અલગ અલગ ટુકડાઓનું કૉલાજ છે જેમાં સપ્ટેમ્બર, ૨૦૧૧ની ઘટનાઓના વિવિધ સંદર્ભોને સાંકળી લેવામાં આવ્યા છે.

Teachers and Students: Ten of my favourite songs -  'શિક્ષક દિન'ની યાદમાં વર્ગ ખંડ, શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ, શિક્ષક અને શિક્ષણને અંજલિ છે. અહીં યાદ કરાયેલાં ગીતો પૈકી બહુ જ ઓછું સાંભળવા મળતું એક ગીત અહીં રજૂ કર્યું છે - ડાલી પે બૈઠી દસ ચિડીયાં - દીપ જલતા રહે – સંગીતકાર: રોશન – ગીતકાર: શૈલેન્દ્ર



Music and lyrics: How Shailendra gift-wrapped cosmic truths through his songs - Ganesh Vancheeswaran - એક દિવસ રાજ કપૂર શૈલેન્દ્રને લઈને વાર્તા લેખક કે એ અબ્બાસને ત્યાં નવી ફિલ્મ માટેની વાર્તા સાંભળવા ગયા. શૈલેન્દ્ર પર બિલકુલ ધ્યાન આપ્યા વગર અબ્બાસ સાહેબે રાજ કપૂરને બે એક કલાક સુધી વાર્તા સંભળાવી. તે પછી રાજ કપૂરે શૈલેન્દ્રને પુછ્યું , કેવી લગી આ વાર્તા? શૈલેન્દ્રએ બે કલાકનાં કથાનકને એક જ પંક્તિમાં કહી જણાવ્યું -  ગર્દિશમેં થા, આસમાન કા તારા થા, આવારા થા' શૈલેન્દ્ર દ્વારા લખાયેલ આવી જ એક શીર્ષક ગીત પંક્તિ -

ચલતી જાયે દુનિયા કી ડગર - દૂર કા રાહી (૧૯૭૧) – ગાયક: હેમંત કુમાર – સંગીતકાર: કિશોર કુમાર



Hrishikesh Mukherjee’s Majhli Didi is a family drama driven by strong women - સરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની વાર્તા 'મેજદીદી' પરથી બનેલી આ ફિલ્મમાં દત્તક લેવાના વિષયને મીના કુમારી અને લલિતા પવાર અભિનિત  સશકત નારી પાત્રોએ રજૂ કરેલ છે.

Bawarchi — the Hrishikesh Mukherjee classic that humanised Bollywood’s first superstar - લાગલગાટ ૧૭ સફળ ફિલ્મોની હારમાળા સર્જી ચૂકેલા સુપર સ્ટાર રાજેશ ખન્નાને હૃષિકેશ મુખર્જીએ પડોશના ઘરના મહારાજ તરીકે અનુભવી શકાય એવાં પાત્રમાં રજૂ કર્યા. 

હેમંત કુમારની જન્મ શતાબ્દીની સ્મરણાંજલીના બીજા ભાગમાં – Hemantayan – Part 2 -  એન વેન્કટરામન હેમંત કુમારની ૧૯૬૦ પછીની કારકીર્દીને રજૂ કરે છે.

સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત Hemant Kumar’s male playback singers માં માં 'કયા ગાયક પાસે ગીત ગવડાવવું એ સંગીતકાર જ જાણે'ને આધાર લઈને હેમંત કુમારે સ્રજેલાં પુરુષ ગાયકોનાં ગીતો રજૂ કરાયં છે.

એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પરના લેખ, Hemantayan – Part 2, ના અનુવાદનો ચોથો અંક - હેંમંત કુમાર - ૧૯૬૦ પછી - હિંદી ફિલ્મોના નિર્માતા અને સંગીતકારની બેવડી ભૂમિકામાં  - કહી દીપ જલે કહીં દિલ - પણ પ્રકાશિત કર્યો છે.

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે :

Chitragupta’s duets for Rafi: Melody Personified માં મોહમ્મદ રફીએ નૌશાદ, ઓ પી નય્યર, એસ ડી બર્મન, રોશન, મદન મોહન અને રવિ જેવા સંગીતકારો સાથે ગાયેલ અદ્‍ભૂત ગીતોની યાત્રા આગળ વધે છે.

Kishore Kumar and Chitragupt – The Euphonious but Underrated Pair - કિશોર કુમારનાં ચિત્રગુપ્ત દ્વારા સંગીતબધ્ધ કરાયેલ ગીતોની સંખ્યા ભલે બહુ મોટી નથી, પણ ચિત્રગુપ્તના માધુર્ય સ્પર્શની અસર તો અછતી નથી જ રહેતી.

[નોંધ - વેબ ગુર્જરી પર 'ઐસા મૌસમ મિલે ફિર કહાં......' ભાગ [] અને [] માં કિશોર કુમારનાં ચિત્રગુપ્ત રચિત ગીતોને સંભળી શકાય છે.]

Music and lyrics: ‘Thodi Si Bewafaii’ and the magic of one-off collaborationsખય્યામ અને ગુલઝારનાં એક માત્ર સહકાર્યની વાત છે.

Khel Khel Mein had Rishi Kapoor and Neetu Singh at their fresh-faced, adorable best -રવિ ટંડનની ૧૯૭૫ની આ ફિલ્મ '૭૦ના દાયકાના કૉલેજ કાળની વાર્તા છે જેમાં રહસ્યના આટાપાટા પણ વણાઈ ગયા છે.

ઓગસ્ટ, ૨૦૨૦ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં  હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં ૧૯૬૦-૧૯૬૧નાં કેટલાંક વિસારે પડેલાં ગીતોને આવરી લીધાં છે. અત્યાર સુધી, આપણે

૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,

૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭, અને

૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯ નાં

                 વર્ષોનાં ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Female Dance Duets – Part 1 માં રાજવી દરબારોમાં રજૂ થતાં નૃત્ય ગીતોને  યાદ કરાયા છે અને Part 2માં મુજરાઓને યાદ કરાયા છે.

Two Dances by Ruby Keeler Influencing Two Dances by Helen (and a little about something that both dancers may have had in common)માં રૂબી કીલરનાં ટાઈપ રાઈટરની કળ પરનાં નૃત્યની સમાંતરે હેલનનું ટાઈપરાઈટર ટિપ ટિપ ટિપ કરતા હૈ (બોમ્બે ટોકીઝ, ૧૯૭૦) અને રૂબી કીલરનું ફૂટલાઈટ પરેડ (૧૯૩૩)ની સમાંતરે હેલનનું હાવરા બ્રિજ (૧૯૫૮; સંગીતકાર: ઓ પી નય્યર – ગીતકાર: ક઼્મર જલાલાબાદી)નું મેરા નામ ચિન ચિન ચુ ની સરખામણી કરાઈ છે.

On a different wavelength: Why Vanraj Bhatia is the foremost composer of Hindi New Wave cinema - Shwetant Kumar- વનરાજ ભાટીયાની (તથાકથિત) 'સમાંતર' ફિલ્મોની સંગીત સૃષ્ટિમાં તેમની સર્વતોમુખી પ્રતિભાની સાથે સંગીતની તકનીકી બારીકીઓ પરની હથોટી ડગલે ને પગલે જોવા મળે છે.

વનરાજ ભાટિઆ (વચ્ચે) તેમના સહાયક કેર્સી લોર્ડ (ડાબે) અને શ્યામ બેનેગલ (જમણે) - દસ્તાવેજી ચિત્ર 'નેહરૂ' (૧૯૮૪)નાં રેકોર્ડીંગ સમયે - તસવીર સૌજન્ય  Vanraj Bhatia’s personal collection

ગીતોની ચર્ચાની એરણે હવે પુરુષ સૉલો ગીતોની ચર્ચા વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા પુરુષ ગાયકોનાં સૉલો ગીતો () અને [], તેમ જ  કે એલ સાયગલનાં ગીતોની સાથે મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો'સાથે સમેટી લીધી છે

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના સપ્ટેમ્બર, ૨૦૨૦ ના લેખો:

'લવગુરુ'ના ગાઈડન્સમાં પ્રેમનું પ્રશિક્ષણ

સંગીતકાર બેલડીનો અપવાદરૂપ સુરીલો સંગાથ

સહાયક સંગીતકારોની સૂરીલી સરાહના

નિર્દેશક અને ગાયકને સાંકળતી ૨૭મી સપ્ટેમ્બર

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના સપ્ટેમ્બર, ૨૦૨૦ ના લેખો.:

દેને કો મુબારકબાદ ઉન્હેં આખોંમેં યે આંસુ આયે હૈ



સીને મેં સુલગતે હૈ અરમાં



જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે



'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં સપ્ટેમ્બર, ૨૦૨૦ માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે

 દિલ એક મંદિર અને હમરાહીનું સુપરહિટ સંગીત પણ રાજેન્દ્ર કુમાર માટે સોનાની લગડી બની રહ્યું

હમરાહીની જેમ ફિલ્મ સૂરજમાં પણ જ્યુબિલી કુમારને સદાબહાર ગીતો મળ્યાં !

હલકાંફૂલ જેવાં, રમતિયાળ અને મધુર તર્જો ધરાવતી ફિલ્મોઃ આયી મિલન કી બેલા અને ઝુક ગયા આસમાન

ઝુક ગયા આસમાનનાં બધાં ગીતો મૂળ અમેરિકી ફિલ્મના સંગીતને ટક્કર મારે એવાં બન્યાં હતાં

મુંબઈ સમાચાર'માં નંદિની ત્રિવેદીની કોલમ 'સેહત કે સૂર'ની શરૂઆત આપણ આઅ બ્લૉગોત્સવ પર સપ્ટેમ્બર, ૨૦૨૦થી કરીશું

નૈનોમેં બદરા છાયે - શાંય પ્રકૃતિનો ભીમપલાસ

હમ કો મન કી શક્તિ દેના મન અને મંત્રની શક્તિ

જા તો સે નહીં બોલું કભૈયા - પ્રસન્ન્કારી હંસધ્વનિ

સપ્ટેમ્બર, ૨૦૨૦ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

કશ્તી કા ખામોશ સફર – કિશોર કુમારે ગાયેલાં હેમંત કુમારનાં ગીતો

આપ’ને લગતાં ફિલ્મી ગીતો

બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”

તન્હાઈ’ને લગતાં ફિલ્મી ગીતો

વેબ ગુર્જરીપર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પરટાઈટલ મ્યુઝીકસૂરાવલિસિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં  સપ્ટેમ્બર, ૨૦૨૦ માં (૪૧) – મહાચોર (૧૯૭૬) , (૪૨) – ઝિંદગી (૧૯૬૪) અને (૪૩) - મિર્ઝા સાહિબાં ની વાત કરવામાં આવી છે.

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી ફિલ્મસંગીતના નક્શીકારો શ્રેણીમાં પિયૂષ પંડ્યા વી. (વિસ્તસ્પ) બલસારાની પ્રતિભાનો પરિચય કરાવે છે...

શ્રી ભગવાન થાવરાણીએ વેબ ગુર્જરી પર સત્યજિત રાયની જન્મશતાબ્દિ નિમિત્તે તેમની ફિલ્મોનો આસ્વાદ કરાવતી શ્રેણી સત્યજિત રાયની સૃષ્ટિ શરૂ કરી છે. જેમાં પરિચયાત્મક આમુખ બાદ સપ્ટેમ્બર, ૨૦૨૦માં સીમાબદ્ધ (૧૯૭૧) અને જન – અરણ્ય (૧૯૭૬) નો પરિચય તેઓ કરાવી રહ્યા છે.

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજનાં અંકના અંતZમાં મોહમ્મદ રફીનાં એસ મોહિન્દરે સંગીતબધ્ધ કરેલં ગીતો યાદ કર્યં છે

મિલ કર જાયેં હમ પ્રીત કે દીવાને - જીવન સાથી (૧૯૫૦) - શમશાદ બેગમ સાથે – ગીતકાર: હમીદ ખુમ્મર



સુનો સુની એક નયી કહાની - નાતા (૧૯૫૫) – ગીતકાર: તન્વીર નક્વી



મા ના મરે કીસી કી બચપનમેં - ઝમીન કે તારે (૧૯૬) – ગીતકાર:  ઈન્દ્ર ચંદ્ર

મોહમ્મદ રફી

આશા ભોસલે સાથે –



ઈતની સી બાત કા ફસાના ન બનાઓ - એક લડકી સાત લડકે (૧૯૬૧) - આશા ભોસલે સાથે – ગીતકાર: મજરૂહ સસુલ્તાનપુરી



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: