હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૧૨_૨૦૨૦ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
૨૦૨૦ના અંતિમ મહિનામાં
કોઈ અંતિમ વિદાયની નોંધ નથી લેવાની એ સુખદ યોગાનુયોગ સાથે હવે અન્ય અંજલિઓ વિશેની
પોસ્ટ્સના નિયમિત વિભાગથી આપણે ડિસેમ્બર, ૨૦૨૦નો
આજનો અંક શરૂ કરીએ –
Mera Naam Joker – 50 Years
Ago - રાજ કપુરનાં જીવનસ્વપ્ન સ્વરૂપ ફિલ્મ 'મેરા નામ જોકર'નાં રિલીઝનાં ૫૦મા વર્ષે સુંદીપ
પાહવા એ સમયે ટિકિટબારી પર જેની નોંધ લેવાઈ, પણ આજે હવે ખુબ ભાવથી યાદ કરાય છે એવી
બાબતોને યાદ કરે છે.
The Masters: Shailendra માં શૈલેન્દ્રની ૧૪મી ડિસેમ્બરની
અવસાનતિથિના ઉપક્રમે તેમનાં ગીતોને યાદ કરાયાં છે.
Jaddanbai of vision and
resilience - Sharad Dutt - બોલતી ફિલ્મોના શરૂના સમયમાં જદ્દનબાઈ (મૂળ નામ: જદ્દનબાઈ હુસ્સૈન - જન્મ ૧૮૯૨- અવસાન ૮ એપ્રિલ ૧૯૪૯)ને બહ
મહત્ત્વની ભૂમિકાઓ ભજવી…. અભિનેત્રી તરીકે શરૂઆત કરી, સૌ પ્રથમ નારી નિર્માતા બન્યાં, ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું અને સંગીત
નિદર્શન પણ કર્યું . ફિલ્મોમાં જદ્દનબાઈનો પ્રવેશ પ્લેઆર્ટ ફોટોફોન કંપની
(લાહોર)માં જોડાવા સાથે થયો તેમણે રાજા ગોપીચંદ (૧૯૩૩)માં કામ કર્યું.
અય ઈશ્ક઼ યે સબ દુનિયાવાલે બેક઼ાર કી બાતેં કરતેં હૈ - શીલા દલાયા - શિશિર કુમાર શર્મા - ગીતની આ પંક્તિ ફિલ્મ 'મુગલ-એ-આઝમ' (૧૯૬૦)નાં એ ગીતની છે જે ફિલ્મમાં અનારકલીની નાની બહેન સુરૈયા, ની ભૂમિકા ભજવતી શીલા દલાયા પર ફિલ્માવાયું છે.
N Datta-Rafi: When they meet it is GOLD - હંસ જાખડ એન દત્તા (૧૨ ડિસેમ્બર ૧૯૨૭-૩૦ ડિસેમ્બર ૧૯૮૭)ને તેમની ૯૭મી જન્મ જયંતિએ તેમનાં મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતો દ્વારા યાદ કરે છે.
Salam e Hasrat Qabool Kar Lo
– Sudha Malhotra – તકનીકી દૃષ્ટિએ 'આખરી પૈગામ' (૧૯૪૯) સુધા મલ્હોત્રાની પાર્શ્વસંગીતની
સફરની પદાર્પણ ફિલ્મ હતી. ઉમા દેવી સાથેનું તેમનું એ
ફિલ્મનું યુગલ ગીત સાંભળવું ગમે તેવું છે.
હેમંત કુમાર જન્મશતાબ્દીની ઉજવણી નિમિત્તે સોંગ્સ ઑફ યૉર પરની લેખમાળાનો આખરી મણકો Hemant Kumar’s Non-film Songs નાં સ્વરૂપે રજૂ થયો. લેખમાળા '....મગર હમ તુમ્હારેં રહેંગે'ના 'અંક - ૬ :: હેંમંત કુમાર - 'અન્ય' સંગીતકારો માટે, માઈક્રોફોનની સામે, ગાયકની ભૂમિકામાં'ના બીજા ભાગમાં ૧૯૫૯-થી ૧૯૮૯નાં વર્ષોનાં સૉલો ગીતોને અને તે પછી અન્ય ગાયકો માટે ગાયેલાં યુગલ ગીતોના પહેલા ભાગમાં ૧૯૪૨થી ૧૯૫૨ સુધીનાં ગીતોનેયાદ કર્યાં છે.
Her own knight and her own
saviour: Celebrating Sharmila Tagore’s quiet feminism - Shweta Bansal - બહુમુખી વ્યક્તિત્વ ધરાવતાં શર્મીલા ટાગોરે
ફિલ્મ ઉદ્યોગની હીરોઈનો તરફની અપેક્ષાઓને અતિક્રમવાની સાથે સાથે સમજના વણલખ્યા
નિયમોનો પણ સામનો કર્યો… તેમની ફિલ્મોની સંપુર્ણ યાદીમાં તેમણે કરેલ વૈવિધયપૂર્ણ
ભુમિકાઓ તેમની સર્વતોમુખી અભિનયક્ષમતાની સાહેદી પુરાવે છે. એ પાત્રોમાં તેમના
દ્વારા તેમનાં નારી હોવાનો પુરેપુરો સ્વીકાર દેખાવાની સાથે તેમાં તેમણે માણેલ
જીવનની મજાનું પ્રતિબિંબ પણ ઝીલાય છે.
Millennials Review Classics:
Of Genetics & Nepotism In ‘Aradhana’ and it coincidentally stars Sharmila
Tagore. - અવિનાશ
ઐયર ૩૧ વર્ષના થયા અને તેમણે પહેલી જ વાર
૧૯૬૯ની આ ફિલ્મ જોઈ.
નીલે
ગગન કે તલે : જૂઠ્ઠો જૂઠ્ઠો જોન લે કારે - મધુ રાય - એ વાત સાચી છે કે જોન લ કારેની શરૂઆતની કથાઓ છળકપટ ને ફરેબની અલબત્ત કલામય
મીનાકારી છે,
પરંતુ ક્રમશ: કેવળ મનોરંજન ખાતર લખતા લેખકે પોતાના તે કપટી
અવતારમાંથી ન્યાય અને સચ્ચાઈના કર્મશીલ અફસાનાના લેખક તરીકે આગળ ધરી હતી.
અમેરિકા અને બ્રિટનની ઇરાકમાં દખલ,
એશિયા,
આફ્રિકા વગેરેમાં ગોરા દેશોની
પાખંડી નીતિ અને સત્તા તથા પૈસાની લાલચ વગેરે તરફ એ લિટલ ડ્રમર ગર્લ,
રશિયા
હાઉસ,
ટેલર ઓફ પનામા વગેરેમાં ગોરા દેશોની દરીબ દેશો તરફની દગલબાજી તરફ
ધ્યાન દોરેલું.
Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી
છે:
·
The Great Dance Based Films of Bollywood
·
Musical Instruments Played by Raj Kapoor on Screen
·
Rajnikant- Amitabh Bachchan is his Inspiration
·
Dilip Kumar- Uden Jab Jab Zulfen Teri
·
ASHOK KUMAR- The First Superstar of Bollywood
·
Dharmendra- The Original 'He-Man' of Bollywood
·
Harmonium Based Bollywood Songs
·
Ghulam Ali - Chupke Chupke Raat Din
·
Dev Anand's Songs from A to Z
·
UDIT NARAYAN- A Struggle of 10 Years
ડિસેમ્બર, ૨૦૨૦ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં
ગીતો માં
જુદા જુદા સંગીતકારો સાથે તેમણે ગાયેલાં પહેલવહેલાં સૉલો
ગીતો ની
લેખ શ્રેણીમાં
છઠ્ઠા છ-વર્ષીય સમયખંડના બીજા અને શ્રેણીના અંતિમ ભાગને સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૬૭ – ૧૯૬૯ સ્વરૂપે યાદ કર્યો છે.
અત્યાર સુધીમાં આપણે
§
પ્રથમ પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૪થી ૧૯૪૮
§ બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૪
§ ત્રીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૫૪-૧૯૫૮
§
ચોથો
પંચવર્ષીય સમયખંડ - ૧૯૫૯-૧૯૬૩, અને
§
છ વર્ષના સમયખંડના પૂર્વાર્ધનાં ૧૯૬૪થી ૧૯૬૬
ની વિગતે ચર્ચા કરી ચૂક્યાં છીએ
'સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત'ની ૧૯૪૪થી ૧૯૬૯
સૂધી આવરી લેતી સમગ્ર લેખમાળાને એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા હાયપર લિંક પર
ક્લિક કરો.
મોહમ્મદ રફીનો જન્મદિવસ : એક સમયે મૌલવીઓના કહેવા પર મોહમ્મદ રફીએ ફિલ્મોમાં ગાવાનું
બંધ કરી દીધું હતું,
પછી આ રીતે બદલ્યો હતો પોતાનો નિર્ણય - રફી સાહેબ હજ કરીને આવ્યા તો અમુક મૌલવીઓએ
એમને કહ્યું કે હવે તમને ગાવાનું
શોભા આપતું નથી. રફી તેમની વાત માની ગયા અને સિંગિંગથી ધ્યાન હટાવી લીધું.
આ વાતથી તેમના શુભ ચિંતકો દુઃખી થઇ ગયા. ધીરે- ધીરે રફી સાહેબને સમજાયું
કે સિંગિંગથી અલ્લાહની ઈબાદતમાં કોઈ ખલેલ નથી પહોંચતી માટે તેને ચાલુ
રાખવામાં કઈ ખોટું નથી તો તેમણે ફરી ગાવાનું શરૂ કર્યું.
હવે નજર કરીએ અન્ય વિષયો પરના
કેટલાક લેખો પર –
Tawaifs and Baijis, Wenches and Whores… - Ratnottama Sengupta - In Mistress of Melodiesમાં નબેન્દુ ધોષ સદાઅ બદલતાં રહેતાં કલકતા શહેરની બદનામ ગલીઓની મુલાકાત દ્વારા આપણો પરિચય નાચગાન અને દેહવિક્રય દ્વારા જીવન નિર્વાહ કરી સ્ત્રીઓની પેઢીઓની વાત કહે છે.…. Silhouette તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તકમાંથી રત્નોત્તમા સેનગુપ્તાની સંપાદકની નોંધના વ્યાપક અંશો રજુ કરે છે, જેમાં 'બદનામ' ઓરતોનાં જીવનની ઝાંખી થાય છે. એ સ્ત્રીઓનાં જીવનને લેખકો અને ફિલ્મકારોએ કઈ દૃષ્ટિથી જોઈ તે દૃષ્ટિકોણની સાથે લેખિકાના પિતા નબેન્દુ ઘોષની કૃતિઓ વિષે તેમનાં પોતાનાં વિચારો પણ રજૂ કરાયા છે.
Jai
Kisan! Ten of my favourite ‘farmer’ songs માં ફિલ્મોમાં ખેડુત કે ખેતી સાથે
સંકલાયેલ પાત્રની ભૂમિકા કરનાર કાળાકારો દ્વારા પરદા પર ગવાયેલાં ગીતો રજુ કરાયાં
છે.
Shalom
Bollywood (2017) and some of the great old songs and dances sampled there- Shalom Bollywood (આમ તો આંગળીને વેઠે ગણાય એટલાં), ૧૯૨૦થી ૧૯૫૦ની શરૂઆતના ગાળામાં
હિંદી ફિલ્મોમાં દેખાયેલાં, યહુદી કળાકારો પરની દસ્તાવેજી
ફિલ્મ છે. Shalom Bollywoodમાં આ કળાકારો પર ફિલ્માવાયેલાં
ગીતોની ઝલક પણ જોવા મળે છે.
Hero
introduces himself! એવાં ગીતો છે જે ફિલ્મનો નાયક
પોતાની એન્ટ્રી સાથે કે તે પછી તરતમાં જ પોતાનાં પાત્રનાં જીવનની
ફલસૂફીનો પરિચય કરાવે.એ રીતે ફિલમાં એ
પાતરનાં પત્રાલેખનને સમજવું દર્શકો માટે સરળ બની રહે છે.
Songs of Defiance માં અવજ્ઞાનો ખુલ્લો વિરોધ છે, જે સમાજ એ વ્યક્તિની ભાવનાઓને
સમજતો નથી તેને ગળે દોરડું ફાંસે છે. ગીતોનો ભાવ દુનિયા સાથે પોતાની
શરતોએ જીવવાનો છે. તેનો સંદેશ એ છે કે સમાજે અમારી અંગત પસંદનાપસંદ કે સંબંધોની
બાબતોમાં ચંચુપાત કરવાને બદલે પોતાનું કામ જ જોવું જોઈએ. અહી એ ખાસ નોંધ લેવાની
રહે છે કે બેદર્દ જમાના તેરા દુશ્મન હૈ તો ક્યા હૈ (મેંહદી ૧૯૫૬) જેવાં અવજ્ઞા માટે ઇશ્વરની મદદ
માંગવામાં આવતાં ગીતો અહીં નથી આવરવામાં આવ્યાં.
અહીં રજૂ કરાયેલાં ગીતોમાં પડકાર છે, પણ મદદ માગવાનો ભાવ નથી.
પચાસ વર્ષના વાયોલિનવાદન પછી એક વિરલ પળે સુવર્ણ યુગના સંભારણાં લખવા માંડ્યા - સિને મ્યુઝિશ્યન એસોશિયેશનના ચેરમેન રહી ચૂકેલા સિનિયર વાયોલિન વાદક અશોક જગતાપે ‘ગોલ્ડન એરા ઑફ હિન્દી ફિલ્મ મ્યુઝિક’ નામે એક નાનકડું સંકલન પ્રગટ કરેલું. પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થવાની તૈયારીમાં છે. સરળ અંગ્રેજીમાં લખાયેલા આ
પુસ્તકનું ગુજરાતીકરણ પણ તૈયાર થઇ રહ્યું છે.
૧૯૪૫ ગીતોની ચર્ચાની
એરણે હવે સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતોમાં ખુર્શીદ । કાનનદેવી, નસીમ (બાનુ)। નસીમ અખ્તર । મુન્નવર
સુલ્તાનાનાં સૉલો ગીતો અને અન્ય ગાયિકાઓનાં
સૉલો ગીતો
ભાગ [૧] અને [૨] સાંભળ્યાં છે.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના ડિસેમ્બર, ૨૦૨૦ ના લેખો:
સિનેસાથી સંગાથીઓના સંદર્ભે સુખદુઃખની સમાન તારીખ
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ડિસેમ્બર, ૨૦૨૦ ના લેખો.:
રુકે રુકે સે કદમ, રુક કે બાર બાર ચલે
'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં ડિસેમ્બર, ૨૦૨૦ માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે –
બોલો, કેવી હેટ્ટ્રીક- એક જ ફિલ્મમાં એક જ રાગના ત્રણ ગીતો, ત્રણેનો ઠાઠ અને ઠસ્સો નિરાળા.....!
ઠીક ઠીક આધુનિક ગણાતા રાગમાં આપેલાં ગીતો- શંકર જયકિસન સતત પ્રયોગશીલ અને સફળ રહ્યા
બબ્બે માતાનો પ્રેમ મેળવનારા બાળ-કૃષ્ણ જેવો મધુર રાગ જયજયવંતી પણ સરસ રીતે જમાવ્યો
ડિસેમ્બર, ૨૦૨૦ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
“મૈં અલબેલા મસ્તાના” : કિશોર કુમારે ગાયેલાં એન. દત્તા નાં ગીતો
બંદિશ એક, રૂપ અનેક (૭3): “જાને કયું આજ તેરે નામ પે રોના આયા…”
વેબ ગુર્જરી' પર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પર, ટાઈટલ મ્યુઝીક: સૂરાવલિ, સિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણી ડિસેમ્બર, ૨૦૨૦ માં (૪૮) – ઉજાલા (૧૯૫૯), (૪૯) – સિંગાર (૧૯૪૯) અને (૫૦) વારિસ (૧૯૬૯) ની રજુઆત કરીને એક વિરામ લે છે..
હિન્દી ફિલ્મીસંગીતના વાદકો અને
નિયોજકોનો પરિચય કરાવતી “ફિલ્મસંગીતના નક્શીકારો” શ્રેણીમાં પિયૂષ પંડ્યા કેરસી લોર્ડ ની પ્રતિભાનો પરિચય કરાવે છે...
શ્રી ભગવાન થાવરાણીએ વેબ ગુર્જરી
પર સત્યજિત રાયની જન્મશતાબ્દિ નિમિત્તે તેમની ફિલ્મોનો આસ્વાદ કરાવતી શ્રેણી સત્યજિત રાયની સૃષ્ટિમાં ડિસેમ્બર, ૨૦૨૦માં અરણ્યેર દિન રાત્રિ અને ગણશત્રુ નો પરિચય તેઓ કરાવી રહ્યા છે.
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં
આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત
યાદ કરતાં હોઈએ છીએ. સંજીવ રામભદ્રને મોહમ્મદ રફીની
વિદાયનાં ૪૦ વર્ષને ૪૦ સંગીતકારો માટે તેમણે ગાયેલાં ૪૦ ગીતોની એક શ્રેણી - Sanjeev Ramabhadran Remembers
Mohd. Rafi - દ્વારા કરેલ છે. એ પૈકીનાં પહેલાં
૨૦ગીતોમાંનાં ૫ પ્રતિનિધિ ગીતો આપણે જુલાઈ, ૨૦૨૦ના અંકમાં રજુ કરેલ . આજે હવે
બીજાં ૨૦ ગીતોમાંથી ૫ ગીતો અહીં રજુ કરેલ છે -
છોડ કે તેરી દુનિયા હમ જા રહેં હૈ
- મિરઝા સાહિબાન (૧૯૫૭) – સંગીતકાર: સાર્દુલ ક્વાત્રા
મેરે લિયે તો બસ વોહી પલ હૈ હસીં બહાર કે તુમ સામને બૈઠી રહો મૈં ગીત ગાઉં પ્યાર કે - ગૈર ફિલ્મી ગીત – સંગીતકાર: શ્યામ શર્મા
એન દતાનાં ગીતોની હારમાળા
ઓઈ દુર દિગંતો પારે - બંગાળી ગૈર ફિલ્મી ગીત (૧૯૫૮) – સંગીતકાર: વિનોદ ચેટર્જી
ઊઠ ગયા મેરે સપનોંકા ડેરા - પ્યાર કી દાસ્તાન (૧૯૬૧) – સંગીતકાર: નાશાદ
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને
વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે
આપનાં સૂચનો આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના
પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
+ + +
૨૦૨૧નું નવું વર્ષ
આનંદ અને ઉલ્લાસની સુરાવલીઓ રેલાવે એવી શુભેચ્છાઓ સાથે……..
+ + +
હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૨૦૨૦ ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના બધા મણકા એકસાથે વાંચવા / ડાઉનલોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરો.
No comments:
Post a Comment