Sunday, January 31, 2021

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ ૦૧_૨૦૨૧

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૯મા સંપુટના મણકા૦૧_૨૦૨૧માં આપનું સ્વાગત છે.

હિંદી ફિલ્મ સંગીતનાં બ્લૉગવિશ્વ માટે ૨૦૨૧નો ઉઘાડ સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત પૉસ્ટ Hans Akela: A song that stood tall amid the ruinsથી થયો. રાહુલ ભગવાનરાવ મુળીએ એવાં ગીતો યાદ કર્યાં છે જે સાવ જ ભુલાઈ ગયેલી ફિલ્મમાંથી યાદ રહેલ એક માત્ર નિશાની હોય.

તદુપરાંત ૨૬મી જાન્યુઆરીના સંદર્ભમાં પ્રકાશિત Republic Day: Reading between the lyrics of five patriotic Hindi film songsમાં દેશભક્તિના ભાવને યાદ કરવાની સાથે ગીતમાં થોડી ચિંતા અને અગમચેતીના સુર પણ ભળેલા જોવામાં આવ્યા છે.

હવે તિથિની યાદ સ્વરૂપો લેખો તરફ વળીએ

Boss of Bombay Talkies: How Devika Rani fought innuendo and personal tragedy to get back on her feet - Kishwar Desai એક સમયનાં પરદા પરનાં સૌંદર્યાજ્ઞી દેવિકા રાણીની જીવનકથા - The Longest Kiss: The Life and Times of Devika Rani, Westland Books - ના કેટલાક અંશો રજૂ કરે છે.

Mahendra Kapoor: The playback singer who did not need a sound system - Ajay Mankotia - ૯મી જાન્યુઆરી, ૨૦૨૧ મહેન્દ્ર કપૂરની ૮૬મો જન્મદિવસ હતો. તેમને દેશભક્તિ અને ધાર્મિક ભાવનાનાં ગીતો ગાનાર તરીકે ઓળખવામાં તેમના સ્વરની રેન્જને અન્યાય થાય છે.

Sajjad Husain, the ‘Unsung’ Maestro - Rajan NS - હિંદી ફિલ્મ સંગીતનું સજ્જદ હુસૈન એક અમુલ્ય રત્ન હતા, જેમની ક્ષમતાની કદર કદર ન થઈ.

The Masters: Naushad Ali - વાદ્યકલાકાર તરીકે હિંદી ફિલ્મોમાં થોડો હાથ અજમાવ્યા બાદ નૌશાદને સંગીત નિદર્શનની પહેલી તક, ૧૯૪૦માં, ખેમચંદ પ્રકાશના સહાયક તરીકે મળી. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમની સૌ પ્રથમ ફિલ્મ હતી 'પ્રેમ નગર', નૌશાદનું કહેવું છે કે તેમણે આ ફિલ્મનાં સંગીત માટે કચ્છનાં લોક સંગીત વિશે બહુ સંશોધન કરેલ. એ પછી પણ તેમને બીજી પણ ફિલ્મો મળી, પણ તેમને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો રતન (૧૯૪૪) માટે. 

The Unlucky Genius N Datta: His songs for ‘other’ singers એ હંસ જાખડે શરૂ કરેલ એન દત્તાના ખાસ ગાયકો આશા ભોસલે અને મોહમ્મદ રફીના મણકાઓ પછીનો સમાપન મણકો છે.

The Masters: C Ramchandra - રામચંદ્ર નરહર ચિતળકરનો જન્મ ૧૨મી જાન્યુઆરી ૧૯૧૮ના રોજ થયેલો અને તેમનું અવસાન ૫ જાન્યુઆરી, ૧૯૮૨ના રોજ થયું. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમણે હિંદી ફિલ્મોમાં પહેલું કદમ, માસ્ટર ભગવાન સાથેની મિત્રતાને સહારે જીવન (૧૯૪૨)માં દ્વારા ભર્યું. તે પછી ભગવાન સાથે તેમણે ૧૫ ફિલ્મો કરી જેમાંની મોટા ભાગની ફિલ્મોનું સંગીત ખુબ લોકપ્રિય થયું.

Rafi sings for Chitragupt – Part 1માં સૉલો ગીતો અને part IIમાં યુગલ ગીતોને રજૂ કરાયાં છે.


How Guru Dutt became the reluctant hero of his masterpiece ‘Pyaasa’ - Guru Dutt – An Unfinished Story, Yasser Usman, Simon & Schuster Indiaમાંથી ગુરુ દત્તે 'પ્યાસા'ની મુખ્ય ભૂમિકા શા માટે ભજવી તેની વાત રજૂ કરવામાં આવી છે..

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

Ae Nargis e Mastana – Remembering Sadhana માં સાધનાને ૨૫મી ડિસેમ્બરે તેમની પાંચમી પુણ્યતિથિએ યાદ કરાયાં છે.

My favourite ‘Rafi-Suman Kalyanpur’ duets સુમન કલ્યાણપુરના ૮૪મા જન્મદિવસને ઉજવે છે. અહીં રજૂ કરાયેલં યુગલ ગીતોમાંથી એક યુગલ ગીત અહીં અને એક યુગલ ગીત આજના મણકાના અંતમાં લીધેલ છે.

જ઼રા ઠહેરો જી અબ્દુલ ગફ્ફાર - સટ્ટા બાઝાર (૧૯૫૯) – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: હસરત જયપુરી

'હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ' ના સંદર્ભે હેમંત કુમારની કારકિર્દીની સફરમાં તેમણે અન્ય સંગીતકારો માટે ગાયેલાં યુગલ ગીતોમાં વર્ષ  ૧૯૫૩/૧૯૫૪નાં કેટલાંક યુગલ ગીતોને યાદ કર્યાં છે.

જાન્યુઆરી, ૨૦૨૧ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં 'જયદેવનીતેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૨ - ૧૯૭૩'માં જયદેવ દ્વારા રચિત ૧૯૭૨ની ભાવના અને માન જાઈયે અને ૧૯૭૩ની પ્રેમ પર્બતનાં ગીતોને યાદ કર્યાં છે. સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

આપણે યાદ કરી ચુક્યાં છીએ

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Film Songs Based on Classical Ragas (14) – The Melodious Trio: Bageshri, Rageshri and Malgunji – Subodh Agrawal - શૃંગારના ભાવને અનુરૂપ, ત્રણેય રાગ ખુબ મધુર અને કર્ણપ્રિય છે. માલગુંજી કદાચ  સૌથી વધારે મધુર છે, જ્યારે રાગેશરી ભારજલ્લો છે.

Songs of Music (!) માં સંગીતનાં જુદાં જુદાં પાસંઓને વર્ણવાયાં છે, જેથી સંગીતનો એ ગીતમાં કે / અને ફિલ્મમાં અનેરો પ્રભાવ ધ્યાન પર આવે. જેમકે - મનભાવન સંગીત સુહાવન - (ચંદ્રમુખી,૧૯૬૦ - મન્ના ડે - સંગીતકાર એસ એન ત્રિપાઠી - ગીતકાર  ભરત વ્યાસ) જે રાગ બસંત બહાર પર આધારિત છે. અહીં સંગીતને પ્રોત્સાહિત કરતાં દેવી દેવતાઓને યાદ કરાયાં છે.

Hero introduces himself!ના અનુસંધાને Heroine introduces herself!

૧૯૪૫ ગીતોની ચર્ચાની એરણે હવે સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ની ચર્ચાનાં સમાપને મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો અને તે પછી યુગલ ગીતોમાં સુવર્ણ યુગના (પુરુષ) ગાયકોનાં યુગલ(+) ગીતો, વિન્ટેજ એરાના (પુરુષ +) ગાયકોનાં યુગલ(+) ગીતો, ભાગ [] અને [] અને સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો (+)ને ચર્ચાની એરણે સાંભળ્યાં છે..

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના જાન્યુઆરી, ૨૦૨૧ ના લેખો:

મેરા સૂર હી પહચાન હૈ, ગર યાદ રહે

દસ નઝારેં, દસ ગાને લે ગયે દિલ

'બિંદિયા ચમકેગી..'થી 'બિંદુ છા ગઈ થી'થી બિંદિયા લે ગઈ નિંદિયા'

'એક' જન્મતારીખ ધરાવતા 'બે' સિનેસર્જકોની 'ત્રણ' ખાસીયત

સિનેમાના સંદર્ભે મહાત્માની મહત્તા

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના જાન્યુઆરી, ૨૦૨૧ ના લેખો.:

મૈં શાયર બદનામ

યે સમા સમા હૈ પ્યારકા

શોલા જો ભડકે, દિલ મેરા ધડકે...

મેરે મહેબૂબ ન જા

'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં જાન્યુઆરી, ૨૦૨૧ માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે

જયકિસનની વિદાય પછીનાં શંકરનાં ગીતોની ઝલક : ઓરકેસ્ટ્રેશન એવું જ મજબૂત

ઉત્તમ બંદિશો, પ્રકાશ મહેરા અને હિટ ગણાયેલા જ્યુબિલી કુમાર છતાં આનબાન પીટાઇ ગઇ

શંકર રઘુવંશીનાં થોડાંક અનેરાં સર્જનની ઝલક એક્શન ફિલ્મોના યુગમાં રાગ આધારિત ગીતો

જાન્યુઆરી, ૨૦૨૧ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

યૂં હી ચલતે ચલે મુસ્કુરાતે હુએ… : કિશોર કુમારે ગાયેલાં રોશનનાં ગીતો

ખુશી’ પર રચાયેલ ફિલ્મીગીતો

બંદિશ એક, રૂપ અનેક (૭૪): “હરિ નો મારગ છે શૂરા નો”

ભૂલના –ભૂલાના’ પર ફિલ્મીગીતો

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી ફિલ્મસંગીતના નક્શીકારો શ્રેણીમાં પિયૂષ પંડ્યા દિલીપ ધોળકિયાની પ્રતિભાનો પરિચય કરાવે છે...

શ્રી ભગવાન થાવરાણીએ વેબ ગુર્જરી પર સત્યજિત રાયની જન્મશતાબ્દિ નિમિત્તે તેમની ફિલ્મોનો આસ્વાદ કરાવતી શ્રેણી સત્યજિત રાયની સૃષ્ટિમાં જાન્યુઆરી, ૨૦૨૧માં દેવી અને કાંચનજંઘા નો પરિચય તેઓ કરાવી રહ્યા છે.

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.

સંભલ સંભલ કર જૈયો ઓ બન્જારે, દિલ્હી બહુત દૂર હૈ - સાજન (૧૯૪૭) - લલિતા દેઉલકર અને ગીતા રોય સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રામ મૂર્તિ ચતુર્વેદી

તુમ હો જાઓ હમારે, હમ હો જાએ તુમ્હારે - રૂપ લેખા (૧૯૪૯)- સુરિન્દર કૌર સાથે = સંગીતકાર: સજ્જાદ હુસૈન – ગીતકાર: ખુમાર બારાબંક્વી

છીન કે ફેર લી આંખેં જાન ગયે હમ જાન ગયે - ચાંદની રાત (૧૯૪૯) - શમશાદ બેગમ સાથે – સંગીતકાર: નૌશદ અલી – ગીતકાર: શકીલ બદાયુની

ઘટા મેં છુપકર… જો દિલકી બાત હૈ ...નઝર તક આયી જાતી હૈ - બાઝ (૧૯૫૩) - ગીતા દત્ત સાથે – સંગીતકાર: ઓ પી નય્યર – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

સંભલ કે બૈઠો જરા, છાઓંમેં બહારોંકી….ચાંદ હૈ તારે ભી ઔર યે તન્હાઅઈ ભી - રૂપ લેખા (૧૯૬૨) - સુમન કલ્યાણપુર સાથે – સંગીતકાર: નાશાદ – ગીતકાર: ફારૂક઼ ક઼ૈસર



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: