હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૦ મા સંપુટના મણકા - ૫_૨૦૨૨માં આપનું સ્વાગત છે.
આજના અંકમાં આપણે સીધાં જ અંજલિઓ અને યાદોને સાંકળતા
લેખો તરફ વળીશું –
Dadasaheb
Phalke birth anniversary: The man who brought movie magic to India, captured in
Harishchandrachi Factory
– Sampada
Sharma - ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાળકેની ૧૫૨મી જન્મજયંતિના
અવસરે હરિશ્ચદ્રચી ફેક્ટરીને યાદ કરીએ જે દાદાસાહેબની સૌ પ્રથમ ફિલ્મનાં નિર્માણની
સફરની તવારીખ રજૂ કરે છે.
How
Ashok Kumar learned to ‘open his heart through his eyes’
- Nabendu Ghosh
- અશોક કુમારની પુનઃપ્રકાશિત જીવનગાથા -Dadamoni
– The Life and Times of Ashok Kumar, Speaking Tiger-માં કારકિર્દીની શરૂઆતમાં બોમ્બે ટૉકિઝની ફિલ્મોમાં કેમ પરાણે
કામ કર્યું છે તે યાદ કરાયું છે.
Sunil
Dutt, the Bollywood godfather to Amitabh Bachchan, Vinod Khanna, Sanjay Dutt:
His career as a serial talent-spotter
- Shaikh
Ayaz
- ૨૫મી મેના રોજ સુનિલ દત્તની પુણ્યતિથિના સંદર્ભમાં ફિલ્મ સાથે
સંકળાયેલી તેમની જીવની અને સમયને નજદીકથી જોતાં અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના કે સંજય દત્ત જેવા અભિનેતાઓની આંગળી પકડનાર વ્યક્તિતવ
દૃષ્ટિમાન થાય છે.
The
Search for 'Alam Ara', India's First Talking Film - Soutik Biswas
- મુંબઈના ફિલ્મ જગતના શોધખોળ કરીને જૂની વસ્તુઓનો સંગ્રહ કરનારાઓએ
આલમ આરા (૧૯૩૧)બનતી વખતે તેની પ્રિંટ કાઢવા માટે વપરાયા પછી ખોવાઈ ગયેલું મનાતું મશીન
ખોળી કાઢ્યું.
૧૯૪૭થી શરૂ કરીને વર્ષવાર લતા
મંગેશકરની ગાયન સફરની મુલાકાત કરાવતી લેખમાળા 1950
– Lata Mangeshkarમાં, લતા
મંગેશકરની કારકિર્દીના સૂર્યના ખરા ઉદયને સમજી શકાય છે.
Vasant
Desai Part 1: A Multifaceted Talent
માં વિન્ટેજ એરાના સમયની ફિલ્મોમાં
વસંત દેસાઈની એક સજ્જ ગાયક તરીકે ઓળખ થાય છે.
Murmurs
of a Different Dream: Progressive Writers and Their Contribution to Indian
Cinema
- Part I | Part
II | Part
III
| Part
IV પછીનો ભારતીય ફિલ્મોના
ઇતિહાસનો આ પાંચમો મણકો છે.
૧૯૪૬નાં મુબઈના પ્રગતિશીલ લેખકો - ડાબેથી - સુલ્તાના જાફરી, ઈસ્મત ચુગતાઈ, વિશ્વામિત્ર આદિલ, અલી સરદાર જાફરી, કૃષ્ણ ચંદ્ર, મહેન્દ્રનાથ, મુમતાઝ હુસ્સૈન, રાજિંદર સિંઘ બેદી, સાહિર લુધિયાનવી અને હબીબ તન્વર Picture courtesy: India-Pak Heritage group
Shabana
Azmi on Shaukat Kaifi: An honest mother, a committed professional, a great
hostess
- The
Oldest Love Story – A Motherhood Anthology, સંકલન Rinki Roy Bhattacharya and Maithili Rao, Om Books International-
વિવિધ લેખોના સંગ્રહમાંથી
સંક્ષિપ્ત અવતરણ
Happy
Birthday Mac Mohan: Remembering Sholay’s Forgotten Villain
- Khalid
Mohamed
- કરાચીમાં જન્મેલા, પરદા પર મૅક તરીકે
જાણીતા, માખીજાની મોહન ફેંફસાંનાં
કેન્સર સાથેની લડત જીતી ગયા હોત તો આજે હજુ એક વર્ષ અભિનયનં ક્ષેત્રે કાર્યરત હોત.
મન્ના ડે - ૧૦૩મી જન્મજયંતિએ, યાદોના રસથાળમાંથી, ગૈર-ફિલ્મી ગીતોનાં વીણેલાં
મોતી : સજની...નથલી સે ટૂટા મોતી રે…. એ મન્ના ડેની ૧૦૩મી
જન્મજયંતિ (૧ મે ૧૯૧૯ -૨૪ ઓક્ટોબર, ૨૦૧૩)ની યાદગીરી છે.
Yogesh Kale પણ Marathi
Melodies by Manna Dey
યાદ કરે છે.
મે, ૨૦૨૨ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં મન્ના ડે - ચલે જા
રહેં હૈ… - ૧૯૫૬ યાદ કરેલ
છે. મન્ના ડેના જન્મમહિનામાં તેમનાં આ ઓછાં સાંભળવા મળેલ, ઓછાં લોકપ્રિય થયેલ ગીતોની યાદને તાજી કરવાનો ઉપક્રમ
આપણે ચલે જા
રહેં હૈ લેખમાળામાં કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં આપણે
૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં
વર્ષનાં ગીતો,
૨૦૧૯માં તેમનાં
૧૯૪૭-૧૯૫૦નાં ગીતો
૨૦૨૦માં તેમનાં ૧૯૫૧-૧૯૫૩નાં ગીતો, અને,
૨૦૨૧માં તેમનાં ૧૯૫૪-૧૯૫૫નાં ગીતો
સાંભળી ચૂક્યાં છીએ.
BollywooDirect પર: the reception given to music directors Kalyanji
Anandji, who won the National Award for best music direction for Saraswatichandra, on 10–2–1970 at
Bhulabai Desai Auditorium, Mumbai.
ડાબેથી: વિજય ભટ્ટ, દિલીપ કુમાર, લતા મંગેશકર, મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન વસંતરાવ નાઈક, શ્રીમતી નાઈક, આનંદજી અને મહારાષ્ટ્રના તત્કાલીન પ્રધાન મદુસુદન વૈરાળે
હવે નજર કરીએ
અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
Pikoo, a Little-Known Satyajit Ray
Film That Is Largely Ignored by His Admirers - Anjan
Basu - પિકુ (૧૯૮૦) સત્યજિત રાયે બનાવેલી, તેમની ફિલ્મોમાં સૌથી ઓછી જોવાયેલી, ૨૬ મિનિટની લઘુ ફિલ્મ છે, જે
તેમણે ફ્રેન્ચ ટેલિવિઝન માટે બનાવી હતી.પોતાની જ ટુંકી વાર્તા પીકુર ડાયરી
(પીકુની ડાયરી) પરથી તેમણે આ ફિલ્મ બનાવી છે.
तेरा नाम लिया……એ હિંદી ફિલ્મોનાં એવાં ગીતો છે જેમાં કોઈ કોઈને એનું નામ લઈને બોલાવતું હોય.
Ten of my favourite ‘secondary
romantic couple’ songs, જેમાંનાં મોટા ભાગનાં ગીતો યુગલ ગીતો છે
Same Mukhda, Two Different Songs - બન્ને ગીતોમાં મુખડા પહેલા ચાર શબ્દ સરખા
હોયે એવી પાંચ જોડીઓ અહીં રજુ કરવામાં આવેલ છે.
ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada
Sharma નાં અઠવાડીક
કોલમ, Bollywood
Rewind, ના લેખો –
- Sharmila Tagore’s Aradhana
encapsulates the phony formula of damsels in distress disguised as strong women - શર્મીલા ટાગોર અને રાજેશ ખન્નાની આ ફિલ્મે રાજેશ ખન્નાની લગાતા
૧૫ હિટ ફિલ્મોનાં દ્વાર ખોલી આપ્યાં. જોકે શર્મિલા ટાગોરને ભાગે, અંદરથી બહુ જ મજબુત હોય પણ બહારથી નાજુક નમણી સુંદરી દેખાય એવું
મુશ્કેલ પાત્ર ભજવવાનું આવ્યું હતું.
- Hrishikesh Mukherjee’s Chupke Chupke
was the subtle antidote to the ‘angry young man’ era; a balance we have
forgotten today - '૭૦ના 'એંગ્રી યંગ મેન'ના દાયકામાં 'જીવનથી મોટાં કદ'નો હીરો હોય એવી ફિલ્મો પણ બનતી, જે અશક્ય પણ લાગે છતાં આજુબાજુ જ બની રહેલી ઘટનાઓની જ વાત કરીને
સમગ્રપણે સંતુલન જાળવતી હોય. દરેક 'દીવાર'ની સાથે એક એક 'ચુપકે ચુપકે'પણ જોવા મળતી.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના મે, ૨૦૨૨ના લેખો:
'શ્રીમંત' ગાયકી ધરાવનારના કંઠેથી ગવાયેલ શ્રમજીવી ગીતો
પ્રચલિત ગીતો: અપ્રચલિત અને અપવાદરૂપ કલાકારો
માધુરી અભિનિત વિવિધતાભરી ભૂમિકાઓ
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમના મે, ૨૦૨૨ના લેખો.
ઈન્સાફકા મંદિર હૈ યે ભગવાનકા ઘર હૈ
શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. મે, ૨૦૨૨ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .
મલ્ટિસ્ટાર ત્રિદેવનાં ફ્યૂઝન ટાઈપનાં સંગીતે ગલી ગલી ગજાવી
કલ્યાણજી આણંદજીની છેલ્લી ગોલ્ડન જ્યુબિલી ફિલ્મ દાતાએ ઉત્તર ભારતમાં ધૂમ મચાવી
સતત પૂછાતા રહેલા એક મહત્ત્વના સવાલનો જવાબ માનવ સ્વભાવની લાક્ષણિકતામાં છે....
કલ્યાણજી આણંદજીની સિલ્વર જ્યુબિલી હિટ એવી થોડીક ફિલ્મના સંગીતની આછેરી ઝલક...
મે, ૨૦૨૨માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં દો રોટી (૧૯૫૭) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
નલિન શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા વડે
કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી ‘સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓ’માં હૂકમનો એક્કો પ્રકરણ રજુ કરે છે.
ભગવાન થાવરાણીની શ્રેણી 'ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ' માં તેઓ ફિલ્મ NARA
LIVETનો આસ્વાદ કરાવે છે.
હિન્દી
ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી “ફિલ્મસંગીતના નક્શીકારો”
શ્રેણીમાં પિયૂષ પંડ્યા ગૂડી સીરવાઈની પ્રતિભાનો પરિચય કરાવે છે.
સોંગ્સ ઑફ યોર પરની Best
songs of year ની
સમાંતર શ્રેણી પર ૧૯૪૩નાં ગીતોને પ્રવેશક દ્વારા ચર્ચાની એરણે લીધેલ છે....
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં
ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં
હોઈએ છીએ. આજના અંકથી કરીને ૨૦૨૨નાં
સમગ્ર વર્ષ દરમ્યાન આપણે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે પહેલવહેલી
વાર ગાયેલ યુગલ ગીત યાદ કરવાનો ઉપક્રમ આગળ વધારીશું..
આગ લગી ઘર મેં….જિસકી લગી લગન ભગવાન - પતિત પાવન (૧૯૫૬) – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: જમાલ સેન
લડી આંખસે આંખ મોહબ્બત હો ગયી - પોકેટમાર (૧૯૫૬) – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ – સંગીત: મદન મોહન
તેરે નૈનોંને જાદુ ડાલા - ટાંગેવાલી (૧૯૫૬) – ગીતકાર: પ્રેમ ધવન – સંગીત: સલીલ ચૌધરી
જારે જારે ઓ માખન ચોર ચલેગી ના યે તેરી જોરા જોરી - ચંપાકલી (૧૯૫૭) – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ – સંગીત: હેમંત કુમાર
કલી એક તુમસે પુછું બાત કી જબ હોતી હૈ આધી રાત - સાક્ષી ગોપાલ (૧૯૫૭) - ગીતકાર: ભરત વ્યાસ - સંગીત: ચિત્રગુપ્ત
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે
માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો
આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો,
બ્લૉગ પૉસ્ટ્સ,
તસ્વીરો અને વિડીયો / ઓડીયો
લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
No comments:
Post a Comment