Monday, October 31, 2022

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૦ – મણકો : ૧૦ _૨૦૨૨

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૦ મા સંપુટના મણકા - ૧૦_૨૦૨૨માં આપનું સ્વાગત છે.

આજના અંકમાં આપણે સીધાં જ અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  

Vidushi Zarin Daruwala Sharma – String It On પોતાની આગવી શૈલી માટે સરોદ વાદક તરીકે ઝરીન દારૂવાલા(શર્મા)એ કેટલીય હિંદી ફિલ્મોનાં ગીતમાં પણ સરોદ વગાડેલ છે.


Vasant Desai: When Classical Music, Dance Themes and Bhajans Gained Mass Popularity વસંત દેસાઈનું સંગીત શાસ્ત્રીય મૂળની નજીક જ રહ્યું અને તેમ છતાં ખુબ જ લોકપ્રિય પણ થયું. હૃષિકેશ મુખ્રજી, વિજય ભટ્ટ અને અન્ય અગ્રણી દિગ્દર્શકો અને નિર્માતાઓ સાથે તેમણે અવિસ્મરણીય સંગીત સર્જન કર્યું છે. એન એસ રાજન આ સુપ્રસિદ્ધ સંગીત સર્જકનાં કાર્યને રજૂ કરે છે.

Vasant Desai Part 3 (post-50s): His best songs for Lata Mangeshkar Vasant Desai Part 1 અને Part 2 એ પછીની કડી છે.

Mehfil Mein Teri  પરની લતા મંગેશકર પરની શ્રેણી the year-wise review of Lata Mangeshkar’s career, માં ૧૯૫૩નાં કેટલાંક  ગીતોને  1953 – Lata Mangeshkar માં યાદ કરાયાં છે.

Like Father, Like Daughter…Ashok Kumar and Bharati Jaffrey - ભારતી જાફરીને અશોક કુમારનાં


દીકરી કહેવાવામાં બધા જ અર્થમાં યોગ્ય છે. રણોત્તમા સેનગુપ્તા તેમનાં 'દીદી'ને હૃદયોસ્થ અંજલિ આપે છે. આ પ્રતિભાશાળી કલાકારે ખુબ જ સંયમિત કહી શકાય એવાં ફિલ્મ પાત્રોની ભૂમિકાઓને પોતાના આગવા અભિનયના સ્પર્શથી પર્દા પર જીવી જાણી હતી.

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

·       50 Years of Parichay

ઓક્ટોબર, ૨૦૨૨ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં  શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ - ૧૯૫૬ (આંશિક) યાદ કરેલ છે. અત્યાર સુધી, આપણે

૨૦૧૮ માં ૧૯૪૯-૧૯૫૩

૨૦૧૯ માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)

૨૦૨૦ માં ૧૯૫૪

૨૦૨૧માં ૧૯૫૫ અને ૧૯૫૬ (આંશિક)

 નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે સાંભળ્યાં છે.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Special Duets એવાં યુગલ ગીતો છે જેમાં બન્ને પાત્રો એકબીજાંથી નજીક ન હોવા છતાં પહોંચની બહાર હોય એટલાં દુર પણ નથી પણ એકબીજાંને સાંભળી ન શકે. ક્યારેક તો એકબીજાંને જોઈ પણ શકતાં હોય છે, જેમકે બાજુ બાજુના ઓરડામાં હોવું કે જંગલ કે મેદાનોમાં ફરતાં ફરતાં હોવું, વગેરે.

Kahaan Ja Raha Hai Tu Aye Jaanewaale માં Shirish Waghmode 'સીમા' (૧૯૫૫)નાં એક ખુબ  જ પ્રભાવશાળી ગીતનાં વિવિધ પાસાંઓની ચર્ચા કરે છે

हे भगवान्‌ ! (હે ભગવાન!) બે સામ સામે છેડાના અર્થપ્રયોગમાં વપરાય છે. એકમાં ઈશ્વરની પાસે બીનશરતી શરણાગતિ છે તો બીજામાં ચારે તરફ રહેલી ઈશ્વરની દૃષ્ટિ સામે અચરજ કે ફરિયાદનો સુર છે.

My Favourite ‘Quartets & More’ ચાર કે ચારથી વધુ ગાયકોને રજુ કરતાં ગીતોની યાદી છે.

Songs with non-musical sound effects માં પાણી ટપકતું હોય, કાચ તુટતો હોય, હલેસાંની વહેણમાં થાપટ થતી હોય એવ અખા અવાજો મિશ્રિત ગીતોને યાદ કરાયાં છે. આ યાદીમાં આર ડી બર્મન કરતા હતા તેવા વાદ્યોના ખાસ પ્રયોગોમાંથી નીપજતા સ્વરોને ધ્યાન પર નથી લેવાયા.

Songs with echo and reverberation - પડઘો અને સુર કંપન એ બન્ને આમ તો અમુક નિશ્ચિત સમય માત્રામાં નક્કર સપાટી પરથી અવાજનાં પરાવર્તનની નીપજ છે. સમય માત્રામાં પડતાઅ ફરકને કારણે બન્ને નીપજ ને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે.

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

  • Raj Kapoor’s Satyam Shivam Sundaram pretends to question society’s beauty standards while it uses its leading woman to titillate the audience - સત્યમ શિવમ સુંદરમની વાર્તા દેખાવ એવો કરે છે કે અકસ્માત કુરૂપ થઈ ગયેલા ચહેરાવાળી અતિ સુંદર્યવાન યુવતીને પણ સમાજ કેવી 'અસુંદર'નજરે જુએ છે તેની વાત કહેવી છે. તે સાથે સાથે કેમેરાની દૃષ્ટિ તો એ ગ્રામીણ યુવતીના આછા પાતળા પહેરવેશમાંથી દેખાતા તેના કમનીય વળાંકોમાંજ અટવાતી રહે છે.
  • Rajesh Khanna’s Anand and Jaya Bachchan’s Mili are exactly the same movie. Here’s how - આનંદ અને મિલિનાં કથાવસ્તુમાં તત્વતઃ ખુબ જ સમાનતા હોવા છતાં હૃષિકેશ મુખર્જી બન્ને ફિલ્મો અલગ જ હોય તેવી રજુઆત અસરકારક રીતે કરી બતાવે છે. 
  • Rekha and Umrao Jaan: The story of women who learn to live with broken hearts રેખાનાં જીવન વિશે એ વર્ષોમાં જે વાતો બહાર 'ચર્ચાતી' રહી હતી તેના પરિપ્રેક્ષ્યમાં 'ઉમરાવજાન'ની કથા રેખાની જીવનકથની જ છે એવું લાગ્યા વિના ન રહે.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

ન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ઓક્ટોબર, ૨૦૨૨ના લેખો:

ગાયક મન્ના ડેની ગાયકીને વહન કરનાર અપવાદરૂપ અભિનેતાઓ

શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. ઓક્ટોબર, ૨૦૨૨ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .

માણસમાં રહેલી છૂપી પ્રતિભા પારખી, પોલિશ કરીને એને પ્લેટફોર્મ પૂરું પાડ્યું !

પાર્શ્વગાયક બનવાની તાલીમ એટલે શું, સંગીતકાર આણંદજીભાઇ સમજાવે છે...

જતાં પહેલાં સમાજને અને સિનેસૃષ્ટિને કંઇક આપી જવાની ઉત્કટ ઇચ્છા છે...’

હમ છોડ ચલે હૈં મહફિલ કો યાદ આયે કભી તો મત રોના’- અલવિદા કલ્યાણજી આણંદજી...!

કલ્યાણજી આણંદજીની હિંદી ફિલ્મ સંગીત ક્ષેત્રની સુદીર્ઘ સફળ સફરને આલેખતી લેખમાળા અહીં સંપૂર્ણ થાય છે.

ઓક્ટોબર, ૨૦૨૨માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

વિરહ ગીતો – ૨ – कभी तन्हाईओ में हमारी याद आएगी

બંદિશ એક, રૂપ અનેક (૯૨): “અગર હૈ શોક મિલને કા તો હરદમ લો લગતા જા”

નલિન શાહના પુસ્તકMelodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ . પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણીસૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં (૨૦) સમયનું વ્હેણ પ્રકરણ રજુ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને "‘પેટી’ તરીકે ઓળખાતું હાર્મોનિયમ ()"ને કેન્દ્રમાં રાખીને કેટલાંક નોંધપાત્ર ગીતો રજૂ કરે છે..

'ચર્ચાની એરણે ૧૯૪૩નાં ગીતો' શ્રેણીમાં હવે સ્ત્રી સોલો ગીતોની  નૂરજહાં, સુરૈયા, ખુર્શીદ; શમશાદ બેગમ; સ્નેહપ્રભા પ્રધાન, નિર્મલા, રાધા રાની નાં સૉલો ગીતો થી આગળ વધે છે.  એ દરમ્યાન સોંગ્સ ઑફ યોર ૧૯૪૩નાં વર્ષનાં યુગલ સૉલો ગીતોની સમીક્ષા, Best songs of 1943: Wrap Up 3., રજુ કરે છે. વિગતવાર છણાવટ બાદ  જેમાં ૧૯૪૩નાં ૧૦ ખાસ અને દસ શ્રેષ્ઠ ગીતોની રજુ કરાયાં છે.

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકથી કરીને ૨૦૨૨નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગાયેલ યુગલ ગીત યાદ કરવાનો ઉપક્રમ આગળ વધારીશું.

અગાઉ ચુકાઈ ગયેલાં એક ગીતને તેનાં સ્થાને યાદ કરી લઈએ -

ઝાલીમ તેરી અદા મેરે દિલમેં ઉતર ગઈ - બોમ્બે કી બીલ્લી (૧૯૬૦) – ગીતકાર: હસરત જયપુરી – સંગીત: ખય્યામ


અને હવે મૂળ કેડીએ પાછાં આવીએ -

તુમ અકેલે તો કભી બાગમેં આયા ન કરો - આઓ પ્યાર કરેં (૧૯૬૪) - ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ - સંગીત: ઉષા ખન્ના


મેરી રાતો કા મહેતાબ …. સુન લિયા આના તુ હી – સ્મગલર (૧૯૬૬) - ગીતકાર: અસદ ભોપાલી - સંગીત: ગણેશ


સુનો સુનો એક બાત કહું - મેમસાબ (૧૯૭૨) - ગીતકાર: વર્મા મલિક - સંગીત: સોનિક ઓમી



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: