Tuesday, April 30, 2024

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૨ – મણકો : ૪_૨૦૨૪

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના મા સંપુટના મણકા - _૨૦૨૪માં આપનું સ્વાગત છે.

૨૦૨૪નું વર્ષ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીનું વર્ષ [જન્મઃ ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ । ઈંતકાલઃ ૩૧ જુલાઈ, ૧૯૮૦] છે. તે નિમિત્તે વર્ષ દરમ્યાન લેખો અને ખાસ કાર્યક્રમો સ્વરૂપે જે ઉજવણીઓ થતી રહેશે તે અહીં રજુ કરતાં રહીશું. ચુંટેલી ઉજવણીઓને રજુ કરીશું.

મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી સંબંધિત, ૨૪ એપ્રિલ, ૨૦૨૪ના રોજનાચોથા કાર્યક્રમમાં ગાયકો અને વાદ્ય કલાકારો Immortal Rafi ... Immortal Duets પુનઃજિવિત કરે છે.  

અત્યાર સુધીમાંની પહેલી એપ્રિલનાં મજાકીયાંઓમાં કદાચ સૌથી વધારે કલ્પનાશીલ મજાક April Fool રહી હશે જેમાં અનુપમ ખેરને શ્રીદેવીની બહેન કલ્પેલ છે.



આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  

Rafi sings for Composers from Bengal – part I માં અનિલ બિશ્વાસ, સલીલ ચૌધરી અને હેમંત કુમારે રચેલાં મોહમ્મદ રફીનાં ગીતોને યાદ કર્યા  Part II માં એસ ડી બર્મન અને મોહમ્મદ રફીના લગભગ ૧૦૦ ગીતોના સંગાથને યાદ કર્યો. Part III  માં આર ડી બર્મનની ૩૦મી પુણ્ય્તિથીની યાદમાં મોહમ્મદ રફીનાં તેમણે સંગીતબદ્ધ કરેલાં કેટલાંક ગીતો યાદ કરાયાં છે. હવે,  Part 4 માં, મુખ્યત્વે, કેટલાક જાણીતા, કેટલાક ઓછા જાણીતા કે કેટલાક તો ભુલાઈ ચુકેલા બંગાળી સંગીતકારોએ મોહમ્મદ રફી પાદે ગવડાવેલાં ગીતો યાદ કર્યાં છે.

An Actress Par Excellence - મીના કુમારી માત્ર 'કારૂણ્ય દેવી' જ નહોતાં.  Anuradha Warrier  મીના કુમારીની વૈવિધ્યપૂર્ણ અને અદ્વિતિય અભિનયક્ષમતાની ઝલક પેશ કરે છે.

The Masters: Shakeel Badayuni રસ અને વિષયના, હિંદી ફિલ્મોના, યાદગાર શાયરની ૫૪મી પુણ્યતિથિએ અપાયેલી અંજલી છે.

The Sculptors of Film Songs (14): Four Shades of the Dusk  માં ભાનુ ગુપ્તા, હોમી મુલ્લન, કિશોર સોઢા અને રણજીત ગઝમેર વિશે ટુંકમાં વિવરણ આવરી લીધું છે. Arrangers and Musicians શ્રેણીમાં આ પહેલાં Sebastian D’ Souza, Anthony Gonsalves, Enoch Daniels, Kishore Desai  Manohari Singh,  S Hazara Singh,  V Balsara, Ramlal , Dattaram , Van Shipley , Goody Seerwai, The Lordsઅને Ramprasad Sharma & Sons આવરી લેવાયેલ છે.

Wooden/Temple Block Songs - વુડન / ચાઈનીઝ ટેમ્પલ બ્લૉક કોઈ પણ જાતના પરદા વિનાનું તાલ વાદ્ય છે. સંગીતપ્રેમી, સંગીતજ્ઞ અને સંગાહક Kushal Gopalka  જણાવે છે કે બીનપરંપરાગત તાલ વાદ્યનો પહેલવહેલો પ્રયોગ આર સી બોરાલે જવાની કી રીત (૧૯૩૯)નાં ગીત ચલે પવન હરસુ (કાનન દેવી)માં વુડન બ્લૉકને અજમાવવાનો કર્યો હતો.

Dilip Naik, the Hindi film industry musician you had heard even before you heard of him - Rudradeep Bhattacharjee - ફિલ્મ સંગીતના રેકોર્ડીંગ્સમાં સૌ પહેલી વાર દિલીપ નાઈકે દેવ આનંદ / સાધના ની ફિલ અસલી નક઼લી (૧૯૬૨)નાં ગીતો છેડા મેરે દિલને તરાના તેરે પ્યાર કા અને ગોરી જ઼રા હંસ દે તુ માં બીજા બે ગીટારવાદકો સાથે રહીને ગીટાર વગાડી. આ ત્રણ સિવાય ગીતમાં બીજા ૬૦ જેટલા સાજીંદાઓ હતા. તે પહેલાં તેઓએ લાઈવ શ્રોતાગણ સામે જ ગીટારવદન કર્યું હતું. આમ, અનામી સંગીતકાર તરીકે સંગીતને યાદગાર કરવાનો તેમનો પહેલો અનુભવ હતો.  



વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૯મા સંસ્કરણના એપ્રિલ ૨૦૨૪ના અંકમાં હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૬૧ યાદ કરેલ છે. અત્યાર સુધી આપણે

૨૦૧૭માં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં,

૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં,

૨૦૧૯માં ૧૯૫૬ અને ૧૯૫૭નાં વર્ષોનાં,

૨૦૨૦માં ૧૯૫૮નાં વર્ષનાં, ,

૨૦૨૧માં ૧૯૫૯નાં વર્ષનાં,

૨૦૨૨માં ૧૯૬૦નાં વર્ષનાં અને

૨૦૨૩માં ૧૯૬૧નાં વર્ષનો ભાગ 

સાંભળ્યાં છે.

તસ્વીરો દ્વારા Celebrating cinema:

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

How Ameen Sayani’s Binaca Geetmala took film songs to listeners in Jhumri Talaiya and beyond - Isabel Huacuja Alonso - દાયકાઓ સુધી, ચુસ્ત શ્રોતા અને તવારીખકાર અનિલ ભાર્ગવે બિનાકા ગીતમાલા કાર્યક્રમમાં રજુ થતાં ગીતો ક્રમ અને તેમાં થતા ફેરફારોની નોંધ રાખી છે. તેમના પિતાએ બિનાકા ગીતમાલાની વિગતો નોંધવાનું શરૂ કર્યું હતું, જે અનિલ ભાર્ગવે કિશોરવયથી જ ઉપાડી લીધું. તેમની આ નોંધપોથીઓ પરથી તૈયાર કરેલ પુસ્તક, Binaca Geetmala ka surila safar , બિનાકા ગીતમાલા વિશેનો એક શ્રેષ્ઠ સંદર્ભગ્રંથ બની રહેલ છે. 


પુસ્તક સમીક્ષા : DIRECTOR’S CHAIR: Hindi Cinema’s Golden Age -  Manek Premchand

Published by: Blue Pencil 2024
ISBN: 978-81-956660-8-9; Pages: 571
Price (Paperback on Amazon):
750

The Teller of Middle-Class Tales રાષ્ટ્રીય પુરકાર વિજેતા લેખક, અનિરૂદ્ધ ભટ્ટાચાર્જીનું, Basu Chatterjee and Middle-of-the-Road Cinema તાજેતરમાં પ્રકાશિત પુસ્તક છે. 

Hindi film characters with books, Part 2 છ વર્ષ પહેલાં a post about characters in Hindi cinema shown with book પ્રકાશિત થયેલ. તે પછી  Characters with Books: In English-language cinema માં પાત્રોના હાથમાં પુસ્તકો હોય એવી અંગ્રેજી ફિલ્મોની યાદી રજુ કરી. તે પછી હવે હિંદી ફિલ્મોમાં કલાકારો સાથે પુસ્તકો પરદા પર જોવા મળતાં હોય તેવી તસવીરો આ લેખમાં પ્રસ્તુત કરી છે.


તેમનાં તાજેતરનાં પુસ્તક  Amitabh Bachchan as the Other, માં ફિલ્મ વિવેચક અને લેખિકા શોમા એ ચેટર્જીનું કહેવું છે કે 'ગુસ્સૈલ યુવાન'ની છાપની ઘરેડની બહાર પણ 'બીજા' અમિતાભ બચ્ચન બહુ અભિનવ પાત્રજગત સાથે ઓતપ્રિત થઈ ગયેલ છે.

The Hindi 𝘎𝘢𝘢𝘯𝘦 એવાં ગીતો છે જે સામાન્ય રીતે વિવિધ ભારતી કે રેડીયો સિલોન પર સાંભળવાં ન મળતા, પણ હવે એફ એમ ચેનલો પર સાંભળવા મળતાં અંગ્રેજી શબ્દોની છાંટ સાથેનાં ઝડપી તાલના ચટાકા સાથે સાંભળવા મળે છે.

Yeh Jeevan Hai: Songs on Life and Its Myriad Hues - જીવન પરના જુદા જુદા મનોભાવો અને ભાવભંગીઓ ને હિંદી ફિલ્મોના ગીતકારોએ શી રીતે ઝીલ્યા છે તે NS Rajan  વર્ણવે છે. 

Hindi film qawwalis – Part I  માં '૪૦થી '૫૦ના સમયની કવ્વાલીઓ હતી,  Part II માં'૬૦ના દશકની અને, Part III માં '૭૦ અને '૮૦ના દશકની કવ્વાલીઓ આવરી લેવાઈ છે. હવે, Part IV માં '૯૦ પછીની કવ્વાલીઓ આવરી લેવાઈ છે. 

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ

એપ્રિલ ૨૦૨૪માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલસુફીભર્યાં ગીતો૨૧ज़माने वालो किताब-ए-ग़म में खुशी का कोई फ़साना ढूँढो

મુજરા ગીતો : हम हाल-ए-दिल सुनायेंगे, सुनिये कि न सुनिये

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં કસ્તૂરી (૧૯૫૪)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને  સંતૂર ભાગ ૧ ને  લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..

ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. મહિને વિશ્વામિત્ર આદિલ, અંજુમ પિલિભીતી, ઝિયા સરહદી અને એહસાન રિઝવી ની ગઝલો પેશ કરે છે.

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૪માં આપણે મોહમ્મદ રફી વિશે અન્ય લોકોએ જે કંઈ કહ્યું છે તેની યાદી બનાવી રહ્યાં છીએ..

Thirty years on, Mohd Rafi remains a favorite – Shammi Kapoor and others


હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: