ઔપચારિક શિક્ષણનાં અઢાર વર્ષ પૈકી પિલાણીનાં બે વર્ષ બહુ મોટો સમયગાળો ન કહેવાય એટલી ઝડપથી પલક ઝપકતાં જ પૂરાં થઈ ગયાં.
જોકે, આજે પાછળ વળીને જોતાં જણાય છે કે પિલણીના રહેવાસનો એકેએક દિવસ અને એકેએક ઘટનાઓ ખુબ જીવંત, રસપ્રદ અને અનુભવના ભાથાંમાં ઉમેરો કરતાં રહ્યાં. દરેક તબક્કે મારા સહપાઠીઓ અને પ્રોફેસરો સાથેના સહેવાસનો પણ ઘણો પ્રભાવ પડ્યો. સ્વાભાવિક છે કે એ સમયે એ બધાંનો મારાં વ્યક્તિત્વ પર જે કંઈ અસરો પડી હશે તે ધ્યાન પર ન આવે. પરંતુ, પ્રાથમિક કારકિર્દીનાં પછીનાં આડત્રીસ વર્ષ દરમ્યાન આ બધા અનુભવોના બોધપાઠ ખુબ કામ આવ્યા. જોકે એ પણ સ્વીકારવું રહ્યું કે જીવનને આ તબક્કે હવે એ બધાં યોગદાનોનું મહત્વ માત્ર યાદગીરીઓનાં દસ્તાવેજીકરણથી વધારે નથી જણાતું.
ક્દાચ એટલે જે એલ ડીના અને પિલાણીના દિવસો વિશે જે કંઈ લખાતું ગયું તેમાં યાદગીરીઓની અસરોનાં વિશ્લેષણને બદલે યાદો જ મુખ્ય પ્રવાહમાં રહી. આમ પણ તાજેતરના ભૂતકાળમાંથી વર્તમાન અને ભવિષ્યના બોધપાઠો શીખવાનું શક્ય છે, પણ તેને ઇતિહાસ તરીકે મુલવવા માટે જે તટસ્થ સાક્ષીભાવ કેળવવો જોઈએ તે માટે સમયનો મોટો અંતરાલ હોવો જોઈએ.
એટલે, ઔપચારિક શિક્ષણના બે મહત્વના તબક્કઓના આધ્યાય પર પરદો પાડતી વખતે મૅનેજમૅન્ટ સ્ટડીઝના વિભાગીય વડા ડૉ. એસ કે પોરવાલે લખેલા ભવિષ્યવાણી સ્વરૂપ સંદેશાને અહીં ટાંકીશઃ
गतासूनगतासूंश्च नानुशोचन्ति
पण्डिता: ||
સમજુ લોકો જીવતાં કે
મૃત્યુ પામેલાં લોકોનો અફસોસ નથી કરતાં
ભગવદ્
ગીતા ૨.૧૧
+ +_ +
આ યાદગીરીની સફરમાં મારા સહપાઠીઓના પ્રત્યક્ષ અને પરોક્ષ સહકાર મળ્યો છે તે બદલ હું તેમનો આભારી છું.
મારા મિત્ર દિલીપ વ્યાસે બ્લોગ પર પ્રકાશન સમયે દરેક હપ્તા વિશે જે આત્મીયતાથી પ્રતિભાવો આપ્યા છે તેનો આભાર તો શબ્દોમાં માની શકાય તેમ નથી.
+ +_ +
હાયપર લિંક પર ક્લિક કરવાથી BITS,
પિલાણી - વર્ષ
૧૯૭૧-૧૯૭૩ - મને કેમ વિસરે રે…. - ના અલગ અલગ હપ્તાઓ એક સાથે વાંચી / ડાઉનલોડ કરી
શકાય છે.
No comments:
Post a Comment