ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના જાન્યુઆરી ૨૦૨૬ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ને જ ચાલુ રાખીશું.
આ કેન્દ્રવર્તી વિષયની અંદર હવે આપણે ગુણવત્તા ૪.૦માં પુરવઠા સાંકળને લગતા વિષયો અને પારિભાષિક શબ્દોની ચર્ચા કરીશું.
આજના મણકા માટે આપણે પુરવઠા સાંકળનાં જોખમ સંચાલન ની ટુંકમાં વાત કરીશું.
પુરવઠા સાંકળ જોખમ સંચાલન (SCRM) એ પુરવઠાના નેટવર્કમાં માલ, સેવાઓ, માહિતી અને નાણાકીય પ્રવાહને વિક્ષેપિત કરી શકે તેવા જોખમોને ઓળખવા, તેમનાં મૂલ્યાંકન કરવા, તેમને ઘટાડવા અને તેની દેખરેખ રાખવાની માળખાગત પ્રક્રિયા સાથે સંદર્ભિત છે.[1]
ખરીદીનું અસરકારક કાર્યક્ષેત્ર કંપનીના જોખમ વ્યવસ્થાપન અને વ્યવસાયિક એકમો સાથે ગાઢ સંબંધ ધરાવે છે, ઘણીવાર જોખમ ઘટાડવાના પ્રયાસોમાં અગ્રણી ભૂમિકા ભજવે છે. આવું સારી રીતે કરી શકવા માટે, ખરીદીમાં અદ્યતન ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.[2]
પુરવઠા સાંકળ સંચાલનના ચાર C – સંકલન (Coordination), સહયોગ(Collaboration), ખર્ચ કાર્યદક્ષતા (Cost Efficiency), અને ગ્રાહકાભિમુખતા (Customer Focus)-માંના દરેક કાર્યક્ષમતા વધારવા, ખર્ચ ઘટાડવા અને ગ્રાહક સંતોષ સુધારવા માંગતા વ્યવસાયો માટે પુરવઠા સાંકળને ઈષ્ટતમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.[3]
વધારાનું વાંચનઃ
- · Supply Chain Risk Management
- · What is supply chain risk management (SCRM)? - Amanda McGrath, Alexandra Jonker
- · Supply Chain Risk Management: How to Strengthen Your Operation
- · Top Supply Chain Risks and Mitigation Strategies
- · Future ready supply chain frameworks for Industry 4.0
- · Proactive Software Supply Chain Risk Management (P-SSCRM) Framework
હવે પછીના અંકોમાં આપણે પુરવઠા સાંકળનાં વિવિધ પાસાંઓની ચર્ચા ચાલુ રાખીશું.
હવે આપણે આપણા
નિયમિત વિભાગો તરફ વળીએ:
આજના આ અંકથી આપણે
એક નવો વિભાગ શરૂ કરીશું - All Things Quality: An ASQ Podcast - ગુણવત્તા વિષયો અને વ્યવહારુ માર્ગદર્શિકાઓ પર
અર્થપૂર્ણ ચર્ચાઓ. આ પોડકાસ્ટમાં નવીનતમ AI-આધારિત સામગ્રી અને નિષ્ણાત સાથેના લાઈવ
ઇન્ટરવ્યુનું મિશ્રણ છે, જે ગુણવત્તાયુક્ત વ્યાવસાયિક તરીકે
શ્રેષ્ઠતા મેળવવા માટે જ્ઞાન અને સાધનો ઉપલબ્ધ કરે છે.
From chaos to clarity: Total Digital
Transformation with Thoms Jones
Quality Mag
માંથી
- · Quality Communication Best Practices: Gaining Buy-In from Bosses, Teams, and Customers - Ed Rocha - "તમે શું જાણવા માંગો છો?" એમ પૂછવાને બદલે - ગ્રાહક સાથેની ચર્ચા દરમ્યાન , ઑડિટ દરમ્યાન કે અન્ય પરિસ્થિતિમાં - માહિતી રજૂ કરવા માટે પહેલ કરો.
સંસ્થાઓના ગુણવત્તા કાર્યક્ષેત્રમાં, સંચાલકોને વિવિધ કાર્યક્ષેત્રોની સમસ્યાનું નિરાકરણ, નિર્ણય પ્રક્રિયા, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, તંત્ર વ્યવસ્થાને લગતી બાબતો અને એવી ઘણી બધી જુદી જુદી પ્રવૃતિઓ સાથે વ્યવહાર કરવાનું બનતું હોય છે. : પરંતુ તેમાંથી થોડા લોકો માહિતી આદાન પ્રદાન વડે ધારી અસર પાડી શકતાં હોય છે.
ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ’ વિશેની ચર્ચાને રસપ્રદ અને
અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

No comments:
Post a Comment