આશા ભોસલેનાં અન્ય સ્ત્રી ગાયિકા સાથેનાં સૌ પ્રથમ યુગલ ગીતની ખોજની સફરમાં આપણે ૧૯૪૯ થી ૧૯૫૭ના વર્ષો દરમ્યાન ૨૦ પાર્શ્વગાયિકાઓ સાથે આશા ભોસલેએ ગાયેલાં સૌ પ્રથમ યુગલ ગીતની યાદ તાજી કરી ચુક્યાં છીએ.
હવે આગળ……
આ પહેલાં ૧૯૫૪નાં એક યુગલ ગીતની નોંધ લેવાનું ચુકાઈ ગયું
હતું,
તે સૌ પ્રથમ સાંભળીએ -
તેરી પુજન કો ભગવાન બના મન મંદિર આલિશાન - મજબૂરી (૧૯૫૪) -
હમિદાબાનુ સાથે - ગીતકારઃ બી ડી મિશ્રે - સંગીતઃ રોબીન બેનર્જી
હમિદા બાનુ વિન્ટેજ એરાનાં બહુખ્યાત ગાયિકા છે.
દેખીતી રીતે તો આ યુગલ નૃત્ય ગીત છે, પરંતુ
તેના દ્વારા શરમાળ પ્રેમી યુગલને આડકતરો સંદેશ પણ અપાઈ રહ્યો છે.
ઉષા ખન્ના અહીં ગાયિકા અને ગીતકાર તરીકે ફિલ્મોમાં પદાર્પણ
કરી રહ્યાં છે.
મૈં તો દિલ ઐસે કો દું - રાજા બેટા (૧૯૫૮) - મીના કપૂર સાથે - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ રોશન
પંજાબી લોક ધુનને રોશને નવા અંદાજમાં રજૂ કરેલ છે.
અહીં આપણે નોંધ લેવી રહે કે હિંદી ફિલ્મનાં ગીતોની બે
પ્રમુખ સાઈટ્સ પર આ ગીત નથી જોવા મળતું. આ તો દુઆ કરો યુ ટ્યુબ પર વિરલ ગીતો મુકી
આપનાર મરજીવાઓના સમુદાયને કે તેમણે આ ગીત યુ ટ્યુબ પર મુક્યું છે.
નૈન કટીલે હોંઠ રસીલે - ક્યા યેહ બોમ્બે હૈ (૧૯૫૯) - સીતા બેનર્જી સાથે - ગીતકારઃ નુર દેવાસી - સંગીતઃ બિપીન દત્ત
બી ગ્રેડની 'થ્રીલર' હિંદી
ફિલ્મોમાં, સામાન્યપણે, ગેંગ, હીરો અને તેના સાથીદારો કે પોલીસની વચ્ચે આટાપાટા ક્લબમાં રમાતા જોવા મળતા
હોય છે. એ માટે નૃત્ય ગીત બહુ હાથવગું માધ્યમ બની રહે છે. પ્રસ્તુત કિસ્સામાં,
દૃશ્યની ભજવણી કોઈ 'ઘર'માં
થતી હોય તેવો (નવતર !) પ્રયોગ કરાયો છે.
નોંધઃ હવે પછી અહીં જે ઘણાં વર્ષો નીકળી ગયેલાં દેખાય છે
તેનું કારણ એટલું જ છે કે એ બધાં વર્ષો દરમ્યાન આશા ભોસલેનાં સ્ત્રી સ્ત્રી યુગલ ગીતો અત્યાર સુધી આવીગયેલ સહગાયિકાઓ સાથે જ મળ્યાં છે.
યેહ જવાની કા બીછુઆ - શેર અફઘાન (૧૯૬૬) - મીનુ પુરુષોત્તમ
સાથે - ગીતકારઃ હસરત જયપુરી- સંગીતઃ હુસ્નલાલ ભગતરામ
યુ ટ્યુબ પર આ ફિલ્મનાં સુમન કલ્યાણપુરનાં ત્રણેક સૉલો ગીતો
જ મળે છે.
ખુશીયો કે દીપ જલાઓ - મેરા મુન્ના (૧૯૬૭) - ઉષા તિમોથી સાથે
- ગીતકારઃ ઈન્દીવર - સંગીતઃ કલ્યણજી આણંદજી
સંતાન જન્મની ખુશીની ઉજવણી કરતું ગીત.
ઝિંદગી પ્યાસી હૈ પ્યાસ બુઝા દે - રાત અંધેરી થી (૧૯૬૭) - શારદા સાથે - ગીતકારઃ અખ્તર રોમાની - સંગીતઃ ઉષા ખન્ના
ફિલ્મનાં શીર્ષક પરથી તો ફિલ્મ 'એક્શન'
થ્રીલર હશે એ સમજી જ શકાય. એટલે આવા બોલ સાથેનું ગીત ક્લબમાં ગવાતું
ગીત જ હોય તેમ જ માની લઈએ.
આડ વાતઃ
શારદાએ રવિ અને દત્તારામ સાથે પણ ગીતો રેકોર્ડ કર્યાં છે.
અર્રે અમા વોહી મુઆ દેખો મુઝે છુઆ - જવાબ (૧૯૭૦) - હેમલતા
સાથે - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ લક્ષ્મીકાન્ત પ્યારેલાલ
હિંદી ફિલ્મોને 'રસાદાર' બનાવવા માટે
વપરાતાં મસાલા ગીતોના પ્રકારનું સ્ત્રી - સ્ત્રી યુગલ
નૃત્ય ગીત.
આંધીયા દૂર હુયી હૈં - કોઈ ગુલામ નહીં (૧૯૭૦) - પી સુશીલા સાથે - ગીતકારઃ સરસ્વતી કુમાર દીપક - સંગીત એસ એન ત્રિપાઠી
હિંદી સંસ્કરણ પણ બન્યાં હોય એવી એમજીઆરની ૧૩ ફિલ્મો આવેલી.
આ ફિલ્મ તે પૈકી એક છે. ફિલ્મમાં જયલલિતા પણ છે. તમિળ સંસ્કરણ કેટલું ચાલ્યું હશે
તે તો ખબર નથી, પણ પ્રસ્તુત ગીત યુ ટ્યુબ પર નથી.
મા તુને ક્યું ભેજા સસુરાલ - પ્રિયા (૧૯૭૦) - શમ્મી સાથે -
ગીતકારઃ ઈંદીવર - સંગીતઃ કલ્યાણજી આણંદજી
આ ગીતને સ્ત્રી - સ્ત્રી યુગલ ગીત કહેવું કે નહી એ સવાલ છે
કેમકે શમ્મી તો મસ્તીએ ચડેલી સખીઓમાંની એક માનો વેશપહેરીને આવે છે તેના માટે સંવાદ
જ બોલે છે.
ગોવંદ સરૈયા જેવા દિગ્દર્શકના હાથે, સંજીવ
કુમાર તનુજા જેવાં અદાકારોને લીધા પછી, પણ સરિયામ નિષ્ફળ
રહેલી ફિલ્મ પણ બની શકે છે !
એવું જાણવા મળે છે કે ગોવિંદ સરૈયા આ વર્ષ દરમ્યાન જ અવસાન પામ્યા છે. પરંતુ એ ઘટનાની કોઈ નોંધ લેવાઈ હોય તેમ નથી
જણાતું.
આશા ભોસલેનાં અન્ય સ્ત્રી ગાયિકા સાથેનાં સૌ પ્રથમ યુગલ ગીતની ખોજમાં સ્વાભાવિક છે કે આશા ભોસલેની કારકિર્દીના આ તબક્કાનાં ગીતો પણ આપણે ખાસ સાંભળ્યાં ન હોય; એટલે આપણે અહીં હજુ એક વિરામ લઈએ કે જેથી આ ગીતોને સારી રીતે મમળાવી શકાય.


