Sunday, May 6, 2018

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૯ - સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું : [૩]


મુખડાના બોલ લગભગ એ જ રહે પણ બાકી આખું ગીત નવી રીતે જ રજૂ કરાયું હોય એ પ્રકારનાં હિંદી ફિલ્મી ગીતો આપણે છેલ્લા બે અંકથી સાંભળી રહ્યાં છીએ. પહેલા મણકામાં આપણી ગાડી આપણા મૂળ વિષયના ટ્રેક પર હતી, પરંતુ બીજામણકામાં સંગીતકાર રોશનના આ દિશામાં થયેલા પ્રયોગોને સાંભળવા આપણે થોડી આડવાત પર ચડી ગયાં હતા.
આજના અંકમાં એ આડવાતની પણ આડવાતની કેડી પર આપણે થોડું ચાલી આવીશું.
ગયા અંકમાં આપણે 'નિગાહેં મિલાનેકો જી ચાહતા હૈ' એ બોલ પર આધારિત મુખડા પરની 'પરાઈ આગ(૧૯૪૮), તે પછી એ જ વર્ષમાં 'કરવટ' અને પછીથી રોશનની 'દિલ હી તો હૈ(૧૯૬૩)ની બહુ જ લોકપ્રિય રચનાઓ સ્સંબળી હતી. એ સમયે આપણે નોંધ કરી હતી કે માત્ર 'જી ચાહતા હૈ' બોલ પર  પણ બહુ જૂદા જૂદા જૂદા પ્રકારનીરચનાઓ મળી શકે છે. અહીં જે રચનાઓ પસંદ કરી છે તેમાં 'જી ચાહતા હૈ'નો આસહ્ય ભલે 'નિગાહેં' મેળવવાનો ન હોય પણ વાંચિત પરિણામ તો પ્રેમમાં પડવાનું જ ગણી શકાય તેવાં ગીતો લીદેલં છે. આમ કરવાથી યુ ટ્યુબ પર સર્ચ કરતાં બીજાં બે એક ભક્તિભાવનાં ગીતો પણ જોવા મળશે તે આપણે હાલ પૂરતાં બાકાત રાખ્યાં છે.
મોહબ્બત લૂટાને કો જી ચાહતા હૈ, જી વાહતા હૈ, જવાની લૂટાને કો જી ચાહતા હૈ.. - અમર આશા (૧૯૪૭) – ગાયિકા: પારો દેવી – સંગીતકાર: શાંતિ કુમાર- ગીતકાર: કાબિલ અમૃતસરી
અહીં પોતાના પ્રિય પાત્ર પર નાયિકા અદલોદલ ફિદા છે અને પોતાની પાસે જે કંઈ છે તે ઓળઘોળ કરવા રાજી છે.

તેરે નાઝ ઊઠાને કો જી ચાહતા હૈ, તુઝે ઢૂંઢ લાનેકો જી ચાહતા હૈ - ગૃહસ્થી (૧૯૪૮)- ગાયક: મૂકેશ અને શમશાદ બેગમ – સંગીતકાર: ગુલામ મોહમ્મદ – ગીતકાર: શકીલ બદાયુની

તેને ફરીથી ખોળીને તેના નાઝ ઊઠાવવા માટે જી ચાહતા હૈ...એ દિવસોની કેવી મજા હતી.. બસ એ દિવસો પાછા બોલાવવા જી ચાહતા હૈ....એ શ્રધ્ધા દાવ પર લગાવવા જી ચાહતા હૈ....
અને છેલ્લે એ દિવસોની યાદ તાજી કરતાં કરતાં એક આંસુ પાડી દેવા જી ચાહતા હૈ... ત્યારે ફરીથી શ્રધ્ધાને અજમાવવા જી ચાહતા હૈ...

તુમ્હારે બુલાને કો જી ચાહતા હૈ... મુક઼્દ્દર બનાનેકો જી ચાહતા હૈ - લાડલી (૧૯૪૯) – ગાયિકા: લતા મંગેશકર – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: બેહ્ઝાદ લખનવી

બસ એક વાર તું બોલાવ, પછી મારૂં નસીબ અજમાવવા, તારી સાથે આવવાની સંભાવનાઓની ખુશીઓને કારણે મુસ્કરાવા...તારા પ્રેમમાં હું કેટલી ખોવાઈ ગઈ છું... કેટકેટલું બતાવવા જી ચાહતા હૈ
જી ચાહતા હૈ આજ કહી દૂર જાઈએ, દુનિયા પુકારતી રહે વાપસ ન આઈયે - ચંદ્રકાંતા (૧૯૫૬) – ગાયક: મોહમ્મદ રફી, આશા ભોસલે – સંગીતકાર: એન દત્તા – ગીતકાર: સાહિર લુધ્યાનવી

પ્રેમી યુગલ દુનિયાની બધી પળોજણોથી ઍટલે દૂર જતાં રહેવા માગે છે.. જ્યાં કુદરતનાં સાન્નિધ્યમાં એકમેક સાથે ઓતપ્રોત થઈ જવા મળે એમ જી ચાહતા હૈ
જી ચાહતા હૈ ચૂમ લું અપની નઝ઼ર કો મૈં - બરસાતકી રાત (૧૯૬૦) - ગાયકો : આશા ભોસલે, સુધા મલ્હોત્રા, બંદે હસન, બલબીર – સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી
કવ્વાલીની રચનામાં ગીતકાર જી ચાહતા હૈને તકિયા કલામ રૂપે રજૂ કરે છે પણ તેમાં મૂળ સુર એ નઝરને ચૂમી લેવાનો છે જે.. તેના ચાંદ સા ચહેરાને ચૂમીને આવી હોય... જેની એક પલક ફરતાં જ બેહિસાબ ઝુલ્મ થઈ પડે..જેને કીધે બુઝાયે ન બુઝે અને લગાયે ન લગે એવો આતિશ-એ-ઈશ્ક઼ પ્રજ્વળી ઊઠે..
જી ચાહતા હૈ ઈસ દુનિયા કો મૈં હસતે હસતે ઠુકરા દૂં - ભાવના (૧૯૭૨) – ગાયક: મોહમ્મદ રફી – સંગીતકાર: જયદેવ - ગીતકાર નક઼્શ લ્યાલપુરી
મક્કારી અને દેખાડાઓથી ભરેલી આ દુનિયાને ઠુકરાવી દેવા જી ચાહતા હૈ...

‘જી ચાહતા હૈ’ શબ્દપ્રયોગ મુખડામાં કરીને જૂદા જૂદા ભાવ રજૂ કરતાં કેટલાંક ગીતો '૭૦ના દાયકા પછીની ફિલ્મોમાં પણ રજૂ કરાયાં છે, પરંતુ હાલ પુરતાં આપણે તેમને પણ અહીં નથી સમાવ્યાં.

આજના અંકની સમાપ્તિ પહેલાં 'જી ચાહતા હૈ' શબ્દપ[રયોગ કરતી બે ગૈર ફિલ્મી રચનાઓ પણ સાંભળીએ.



જબ ભી જી ચાહતા હૈ, તેરા મયખાના યાદ આતા હૈ - ગાયક: નુસર્રત અલી ફતેહ ખાન
આ સુફી કલામમાં મુખ્ય ભાર 'યાદ આતા હૈ' પર છે, જેનો પ્રારંભ 'જી ચાહતા હૈ'થી થાય છે.

ન અબ મુસ્કરાને કો જી ચાહતા હૈ,..ન આંસુ બહાનેકો જી ચાહતા હૈ - ગાયક: સી એચ આત્મા - સંગીતકાર: મુરલી મનોહર સ્વરૂપ - ગીતકાર: જીગર મોરાદાબાદી

'જી ચાહતા હૈ' શબ્દપ્રયોગ પર આપણે અહીં સાંભળેલાં ગીતોમાંનેં આ એક માત્ર ગીત છે જેમાં વિરહનો ગ઼મ વણાયેલો છે.
અને છેલ્લે, ફિલ્મનું શીર્ષક 'જી ચાહતા હૈ' હોય અને તેનાં એક નહીં પણ બે ગીતોના મુખડામાં  એ શીર્ષક સમાવી લેવાયાં હોય એવાં બે ગીતો -

ક્યા કહને માશાઅલ્લા નઝર તીર આપકી, જી ચાહતા હૈ તસ્વીર ખીંચ લૂં આપકી - જી ચાહતા હૈ (૧૯૬૪) - ગાયક મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર- સંગીતકાર કલ્યાણજી આણંદજી - ગીતકાર હસરત જયપુરી

ગીતનો મૂળ ભાવ ભાલે 'જી ચાહતા હૈ'નો નથી, પરંતુ તે તસ્વીર ખેંચવામાં પરિણામે ઍઅત્લો તો જી ચાહતા હૈ...

આ જ ગીતનું એક જોડકું વર્ઝન પણ છે જે મોહમ્મદ રફીના સ્વરમાં છે જેમાં પણ તસવીર ખેંચવા માટે જી ચાહતા હૈ' વડે રૂસણાંને મનામણાંમાં ફેરવવાની મહેનત છે.

મુખડામાં મોટા ભાગના શબ્દપ્રયોગ સરખા હોય પણ ગીત અલગ અલગ ફિલ્મોમાં અલગ અલગ અંદાજમાં રજૂ કરયાં હોય તેવાં હજૂ કેટલાંક ગીતો હવે પછીના અંકમાં સાંભળીશું.

Thursday, May 3, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: પ્રવેશક

સોંગ્સ ઑફ યૉરની, હિંદી ફિલ્મ સંગીતનાં સુવર્ણ યુગનાં ૧૯૫૫નાં વર્ષથી શરૂ થયેલ દરેક વર્ષનાં શ્રેષ્ઠ ગીતોને યાદ કરવાની સફર પાછળ હટતાં હટતાં ૧૯૫૩, ૧૯૫૧ ૧૯૫૦, ૧૯૪૯ના સીમા ચિહ્નો પાર કરીને વીન્ટેજ એરાનાં ૧૯૪૮નાં વર્ષને પાર કરીને હવે ૧૯૪૭નાં વર્ષના પડાવ - Best songs of 1947: And the winners are? - પર અગળ વધે છે.

સોંગ્સ ઑફ યોરની એ સફરની સાથે સાથે આપણે પણ ૧૯૪૭નં વર્ષને ચર્ચાને એરણે સાંભળવાનું શરૂ કરીશું. ૧૯૪૭નું વર્ષ આપણા દેશના ઈતિહાસમાં ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે એ વાત તો ભાગ્યે જ કહેવાની જરૂર હોય. પણ તે સાથે હિંદી ફિલ્મ જગત માટે આગવું મહત્ત્વનું બની રહ્યું. ગ઼ુલામ હૈદર,રફીક઼ ગઝનવી, ફિરોઝ નિઝામી ક એનૂરજહાં જેવાં કેટલાય નામી અનામી કલાકારો પાકીસ્તાન જઈ વસ્યા. વર્ષની શરૂઆતમાં જ - ૧૮ જાન્યુઆરીના રોજ - કુંદન્લાલ સાયગલ આ દુનિયાથી ૪૩ જ વર્ષની વયે જ, કાયમી વિદાય લઈ ગયા. ૧૯૪૭નાં વર્ષમાં લતા મંગેશકરે ફિંદી ફિલ્મ સંગીત જગતમાં પાર્શ્વગાયક તરીકે 'આપ કી સેવામેં' ફિલ્મ દ્વારા પદાર્પણ કર્યું.

૧૯૪૯ પહેલાંનાં દરેક વર્ષનાં ગીતોને ચર્ચાને એરણે લેતી વખતે મારા મનમાં એક મુંઝવણ ઘુંટાય છે - આ વર્ષોનાં ખૂબ જ જાણીતાં અને રેડીયો પર બહુ વાર સાંભળવા મળતાં ગીતો સાથે મારો પરિચય ન બરાબરનો રહ્યો છે. એક તરફ ક્યારે પણ ન સાંભળવા મળેલ ગીતોને સાંભળવાની ઉત્સુકતા તો બીજી તરફ એ ગીતો માટે અભિપ્રાય બાંધતાં મારી પોતાની પસંદગીની મર્યાદાઓ મને વધારે સભાન કરે છે. જો કે ૧૯૪૯ કે ૧૯૪૮ ના ગીતો કરતાં સોંગ્સ ઑફ યોર પરના વિહંગાવક પ્રવેશ્ક લેખ પરનાં ૧૯૪૭નાં ગીતો વધારે પરિચિત જણાતાં હોય તેમ જણાય છે. ખેર, આ પૂર્વધારણા કેટલી હદે ચર્છાને એરણે ખરી નીવડશે તે તો આગળ જતાં જ જણાશે.

૧૯૪૭નાં જાણ્યાંઅજાણ્યાં ગીતોને આપણી ચર્ચાને એરણે લેતાં પહેલાં આપણે સોંગ્સ ઑફ યૉરના પ્રવેશક લેખની ધ્યાનાકર્ષક વિગતો સાથે જાણકારી મેળવી લઈએ. : –
૧૯૪૭નાં વર્ષનાં સંગીતનાં સીમાચિહ્નો (Musical landmarks)    
  • સી રામચંદ્રનાં આના મેરી જાન સન્ડે કે સન્ડેની લોકપ્રિયતાએ નાણાંની કોથળીઓ, આજ સુધી, છલકતી રાખી છે. 
  • નૌશાદની સફળતા દર્દ, એલાન અને નાટક જેવી ફિલ્મો દ્વારા બરકરાર રહી. 
  • એમ એસ સુબુલક્ષ્મી એ મીરાને ફિલ્મના પરદા પર અને લાખની રેકર્ડ્સ પર જીવંત કર્યાં. 
  • ખુર્શીદ અન્વર કે એલ સાયગલની આ વર્ષે રજૂ થયેલ તેમની અંતિમ ફિલ્મ 'પરવાના'માં કે એલ સાયગલ તેમ જ સુરૈયાનાં કેટલાંક શ્રેષ્ઠતમ ગીતો આપે છે.

આ ઉપરાંતનાં પોતાનો જાદૂ બરકરાર રાખી રહેલાં અન્ય ગીતો (Other important musical compositions) પણ છે, જેમ કે  -
પંડિત અમરનાથ, હુસ્નલાલ, ભગતરામ
મિર્ઝા સાહિબાન - એક માત્ર ફિલ્મ જેમાં આ ત્રણે ભાઈઓએ એક સાથે સંગીત આપ્યું છે.
સામને ગલીમેં મેરા ઘર હૈ - ઝોહરાબાઈ અંબાલેવાલી
ખેમચંદ પ્રકાશ
સિંદૂર
નિસ્સાર બઝમી 
જુગનુ
એસ ડી બર્મન
દો ભાઈ
પદાર્પણ, કેટલીક ઘટનાઓ અને નાની બાબતો (Debut, Fact file and Trivia)
લતા મંગેશકર - પાર્શ્વગાયક તરીકે - 'આપકી સેવામેં' -
               પા લાગું કર જોરી રે, શામ મોસે ના ખેલો હોરી રે

એમ એસ સુબુલક્ષ્મી - 'મીરા'માં અભિનેત્રી તેમ જ ગાયક તરીકે
૧૯૪૭માં 'મીરાબાઈ' શીર્ષક હેઠળ એક બીજી ફિલ્મ પણ બની, જેનાં ગીતો સીતારા કાનપુરીએ ગાયાં હતાં.
શકીલ બદાયુની - નૌશાદ - ગીતકાર-સંગીતકાર તરીકે એક સાથે - 'દર્દ'માં
ઉમા દેવી - અફસાના લીખ રહી હૂં દિલ-એ-બેક઼રાર કા
રાજેન્દ્ર કૃષ્ણ - ગીતકાર તરીકે પહેલું ગીત - ગોરી ઘુંઘટકે પટ ખોલ દો - 'જનતા' ફિલ્મ માટે . આ વર્ષમાં તેઓએ પટકથા લેખક તરીકે પોતાની કારકીર્દીનાં મંડાણ કર્યં.
ગુલામ મોહમ્મદ - સ્વતંત્ર સંગીતકાર તરીકે - ટાઈગર ક્વીન અને ડોલી - માં
રામ પ્રસાદ શર્મા - લક્ષ્મીપ્યારેની જોડીના પ્યારેલાલના પિતા - 'નયી બાત' માં 
સ્નેહલ  ભાટકર - 'નીલ કમલ'માં બી વાસુદેવ તખલ્લુસ હેઠળ
સુલોચના કદમ અને કૃષ્ણ ગોયાલ - ગાયક તરીકે - 'કૃષ્ણ સુદામા'માં
મોહમ્મદ રફી - પરદા પર અલપઝલપ ભૂમિકામાં  - વો અપની યાદ દિલાનેકો - 'જૂગનુ'માં
મોહમ્મદ રફી - લતા મંગેશકર - સૌથી પહેલું યુગલ ગીત - ચલો હો ગયી તૈયાર – 'શાદી સે પહેલ'માં
રાજ કપૂર - પરદા પર અને પર્દા પાછળ, અનુક્રમે અભિનેતા અને ગાયક તરીકે ઓ દુનિયાકે રહનેવલો બોલો કહાં ગયા ચિતચોર - 'દીલ કી રાની'માં - એસ ડી બર્મનનાં સંગીત નિદર્શન હેઠળ, અને
પિયા મિલને નવેલી જાયે રે - 'જેલ યાત્રા માં - નીનુ મઝુમદારનાં સંગીત નિદર્શન હેઠળ
મીના કુમારી - છ સૉલો અને બે યુગલ ગીતો - અભિનય અને ગાયન - 'પિય અઘર આ જા'માં
મન મોહન કૃષ્ણ - વસંત દેસાઈના સંગીત નિદર્શન હેઠળ ગાય્ક તરીકે -  તુઝે અપને આપ બીતાના હૈ અપના
અનિલ બિશ્વાસ 'ભૂખ'માં શમશાદ બેગમનો પ્રથમવાર પ્રયોગ કરે છે.
 યાદગાર ગીતોની યાદી (List Of Memorable Songs ) માં ૧૯૪૮નાં વર્ષમાં યાદગાર કહી શકાય એવાં બધાં જ ગીતો, સંગીતકારો , ગાયકો અને ફિલ્મોને સ્થાન મળ્યું છે. આ ગીતોને તેમની યુટ્યુબ લિંક સાથે -   Memorable Songs of 1947- મેં અલગથી સંગ્રહિત  કરેલ છે. 
૧૯૪૭નાં ખાસ ગીતોની એક ખાસ ખાસીયત એ કહી શકાય કે એ ગીતો નવી દિશાની કેડી કંડારવા સાથે પોતાનું આગવી છાપ પણ મૂકી જાય છે. આપણે આ ગીતોને Memorable Songs of 1947ની અલગ તારવેલ યાદી સાથે જ લઈ લીધાં છે.
આ પહેલાં આપણે ૧૯૫૧, ૧૯૫૦ ૧૯૪૯, અને ૧૯૪૮ નાં વર્ષનાં ગીતોને ચર્ચાને એરણે માણી ચૂક્યાં છીએ.આ વર્ષે હવે ૧૯૪૭નાં ગીતોને વિગતે હંમેશ મુજબ
શ્રેષ્ઠ પુરુષ-પાર્શ્વગાયક
શ્રેષ્ઠ સ્રી-પાર્શ્વગાયિકા
શ્રેષ્ઠ યુગલ ગીત, અને
શ્રેષ્ઠ સંગીતકાર
                 ના આયામોના પરિપ્રેક્ષ્યમાં ચર્ચાની એરણે લઈશું.
તો આવો, સાથે મળીને ૧૯૪૭નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર પર નીકળી પડીએ......