Thursday, November 22, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો : મને સૌથી વધારે પસંદ પડેલા સંગીતકારો


૧૯૫૫નાં વર્ષથી શરૂ થયેલી વર્ષવાર ગીતોની ચર્ચા જેમ જેમ પાછળં વર્ષો તરફ આગળ વધતી ગઈ તેમ ૧૯૫૦ પહેલાંનાં એક એક વર્ષમાં 'શ્રૅષ્ઠ' સંગીતકાર બાબતે મંતવ્ય નક્કી કરવું તો દુર રહ્યું, મને ગમતા સંગીતકારો નક્કી કરવાનું પણ કઠિન જણાય છે. આમ થવા માટેનાં બે મુખ્ય કારણો છે. એક તો એ કે મોટા ભાગનાં ગીતો પહેલી જ વાર સાંભળેલાં હોય છે એટલે હિંદી ફિલ્મનાં ગીતો વધારે સાંભળવાનાં મારાં '૬૦-'૭૦ના દાયકાનામ વર્ષો  સુધી લોકજીભે રહેલાં એ વર્ષોનાં ગીતો સાથે આ પહેલી વાર સાંભળેલાં ગીતોની સરખામણી કરવી એ જ યોગ્ય નથી જણાતું. બીજું એ કે '૫૦ પહેલાના દાયકામાં, નૌશાદ કે અનિલ બિશ્વાસ જેવા ૫૦ પછીપણ સક્રિય રહ્યા હતા એવા જે સંગીતકારોની રચનાઓ સાંભળીએ છે તેમાં પણ ઘણો ફરક જ જોવા મળે છે. હું જેમનાં કામ સાથે વધારે પરિચિત હોઉં એવા મોટા ભાગના સંગીતકારો તો આમ પણ હજૂ નવા સવા હતા, એટલે તેમને ફાળે આ વર્ષોમાં ફિલ્મો પણ બહુ ઓછી જ આવી હોય. તે ઉપરાંત, એ વર્ષમાં રજૂ થયેલી ફિલ્મોની સરખામણીંમાં એ સમયની ફિલ્મોનાં ગીતો અને સંગીતનો કેવો પ્રભાવ પડ્યો હશે તે અંગે પણ કોઈ માહિતી નથી. આમ અપર્યાપ્ત માહિતીના આધારે, કોઈ એક વર્ષની ફિલ્મોના સંગીતકાર વિષે અભિપ્રાય બાંધવો એ બહુ ગોઠતું નથી. આમ પણ, '૫૦ પછીના દાયકામાં હિંદી ફિલ્મ જગતની તાસીર એટલી હદ સુધી બદલી ગઈ કે '૫૦ પહેલાંનાં વર્ષોમાં કોઈ સંગીતકારે કેટલી ફિલ્મો કરી, કેટલાં ગીતો સારાં બન્યાં જેવા માપદંડો પરથી નીકળતાં તારણો બહુ પ્રસ્તુત પણ નથી રહેતાં.
આ પરિસ્થિતિમા એ વર્ષના સંગીતકારો વિષેની ચર્ચા એ તે વર્ષનાં ફિલ્મ સંગીતની સર્વગ્રાહી ચર્ચા થવાને બદલે પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતો જેવા ત્રણ અલગ અલગ દૃષ્ટિકોણ જેવા, 'મને પસંદ પડેલા સંગીતકારો'નો એક ચોથા,દૃષ્ટિકોણથી વધારે ન કહી શકાય. બીજા શબ્દોમાં સ્પષ્ટ કરીએ તો કહી શકાય કે, સંગીતકારોની પસંદગીમાં પણ વધારે પડતી અસર તો મને ગમેલં ગીતોની જ છે.
આટલી સ્પષ્ટતા સાથે ૧૯૪૭નાં વર્ષ માટે સંગીતકારોને ચર્ચાની એરણે લઈએ -
ચર્ચાને દરમ્યાન મારી વિચાર પ્રક્રિયાને શક્ય એટલી તાર્કિક બનાવવા માટે હું બે માપદંડો ગણતરીમાં રાખી રહ્યો છું –
-          ૧૯૪૭નાં વર્ષનાં ગીતો માટેની પૂર્વ ભૂમિકા ઘડતી પૉસ્ટ - Best songs of 1947: And the winners are?-ની શીર્ષ છબીમાં જોવા મળતી ફિલ્મોના સંગીતકારો, અને
-          મને ગમેલાં પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતોના સંગીતકારો ની આંકડાકીય તુલના

  • ૧૯૪૭નાં ગીતો ચર્ચા માટેની ભૂમિકા ઘડતી સોંગ્સ ઑફ યોર પરની પૉસ્ટની શીર્ષ છબિ

સોંગ્સ ઑફ યોરપર એ વર્ષની ચર્ચાની ભૂમિકા ઘડતી પૉસ્ટમાંની શીર્ષ છબિમાં જે છ ફિલ્મોનો ઉલ્લેખ હોય છે તે એ વર્ષમાટે સામાન્યતઃ સૌથી વધારે પ્રભાવ પાડ્યો હોય એવી ફિલ્મો રહી છે.
૧૯૪૭નાં વર્ષમા એ છ ફિલ્મો છે - પરવાના (સંગીતકાર ખુર્શીદ અન્વર), દર્દ (સંગીતકાર નૌશાદ અલી), જુગનુ (સંગીતકાર ફિરોઝ નિઝામી), મીરા (સંગીતકારો એસ વી વેન્કટરામન, જી રામનાથન, નરેશ ભટ્ટાચાર્ય), શહેનાઈ (સંગીતકાર સી રામચંદ્ર) અને મિર્ઝા સાહિબાન (સંગીતકારો પંડિત અમરનાથ હુસ્નલાલ ભગતરામ).
આપણી ચર્ચામાં આપણે 'મીરા'ને કોઈ જ સરખામણીમાં ન લેવી એમ નક્કી કરેલું છે. જો કે એમ એસ સુબ્બુલક્ષ્મીના સ્વરની ખુબીઓનો પૂરેપુરો ઉપયોગ કરીને વિષયને અનુરૂપ ગીત બાંધણી કરી છે તે વાતની નોંધ લેવાનું તો આપણે નહીં ચૂકીએ.
'પરવાના'માં એક તરફ કે એલ સાયગલની વિરાટ હાજરી હોવા છતાં ખુર્શીદ અન્વરે સુરૈયાનાં ગીતોની કરેલી રચનાએ સુરૈયાની એક સશક્ત ગાયિકા તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી આપી.
સર્ખામણી તરીકે જોઈએ તો 'જુગનુ'માં નુરજહાં છવાઈ ગયાં છે. 'યહાં બદલા વફાકા બેવફાઈ'ને મોહમ્મદ રફીનાં નુર જહાં સાથેનાં એક માત્ર ગીત તરીકે વધારે યાદ કરાય છે.
દર્દ, એલાન અને નાટક જેવી એ સમયની ત્રણ ઘણી સફળ ફિલ્મો સાથે નૌશાદનો વિજય રથ તેનાં પુર જોશમાં આગળ ધપી રહ્યો છે.
પંડિત અમરનાથ, હુસ્નલાલ ભગતરામ 'મિર્ઝા સાહિબાન'માં નુરજહાંના સ્વરની ખુબીઓ સાથે જુદ અજુદા ભાવમાં ર્ચાયેલાં, અન્ય ગાયકો પાસે પણ ગવડાવેલાં ગીતોસાથે પોતાની કાબેલિયતની ઓળખ છતી કરી શક્યા છે. હુસ્નલાલ ભગતરામનાં આ વર્ષમાં બીજાં ગીતો પણ આપણું ધ્યાન આકર્ષે છે.
'શહનાઈ' ઉપરાંત 'સાજન' અને 'લીલા'નાં ગીતોમાં નવા પ્રયોગો કરવાની સી રામચંદ્રની રણનીતિ મહદ અંશે સફળ નીવડતી જણાય છે.

  • મને ગમેલાં પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતોના સંગીતકારોની આંકડાકીય તુલના

અહીં જેનો આધાર લીધો છે તે ત્રણ યાદીઓ તૈયાર કરતી વખતે મેં બને એટલા વધારે ગાયકોનાં ગીતો સમાવેશ થાય તેવો સભાન પ્રયત્ન કરેલ હતો. એટલે, હવે એ ત્રણેય યાદીઓની એક સામટી સમીક્ષાનાં આંક્ડાઓ, ૧૯૪૭નાં વર્ષમાં, મને જેમનાં ગીતો પસંદ પડ્યાં એ સંગીતકારો છે તેવું ફલિત કરે છે તેમ જરૂરથી માની શકાય. એ દરેક યાદીનાં હજૂ એક સ્તરે ઊંડા જઈને એ યાદીનાં દરેક ગીતના સંગીતકારોની આવી જ આકડાકીય સમીક્ષા કરવાથી ૧૯૪૭માં કયા સંગીતકારનાં વધારે ગીતો આવ્યાં હતાં તેવી માહિતી ઊભરી આવી શકે. પરંતુ જ્યારે મોટા ભાગનાં ગીતો પહેલી વાર સંભળ્યાં હોય ત્યારે આવી કસરત કરવાથી મારી પસંદને મદદ કરી શકે તેવું કોઈ તારણ નીકળી શકે તેવું નથી જણાતું.
અહીં ઉપરોક્ત ત્રણ યાદીનાં થઈને જે સંગીતકારોનાં બે એક તેથી વધૂ ગીતો છે તેમની જ નોંધ લીધેલ છે.


જે સંગીતકારોનું એક જ ગીત ઉપરોક્ત ત્રણ યાદીઓમાં જોવા મળ્યું છે તેવા સંગીતકારોમાંથી હંસરાજ બહલ (તેમનાં યુગલ ગીત મોતી ચુભને ગઈ રે હંસી માન સરોવર તીર માટે) અને નૌશાદ અલી (તેમનાં અદ્‍ભૂત યુગલ ગીત બેતાબ હૈ દિલ ગર્દ-એ-મુહબ્બતકી અસર સે માટે)ની ખાસ નોંધ લેવી રહે.



સોંગ્સ ઑફ યોરના તારણ લેખ Best songs of 1947: Final Wrap Up 4  પર પુરુષ , સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતોના સમીક્ષા લેખોમાં શ્રેષ્ઠ કક્ષામાં મૂકાયેલાં ગીતોની આંકડાકીય તુલના ૧૯૪૭નાં વર્ષ માટે નૌશાદ, ખુર્શીદ અન્વર અને સી રામચંદ્રને પહેલા ત્રણ સંગીતકારોના સ્થાન પર મૂકે છે. શ્રેષ્ઠ સંગીતકારની ગુણાત્મક સમીક્ષાને પણ ધ્યાનમાં લેતાં સોંગ્સ ઑફ યોર નૌશાદ અને સી રામચંદ્રને ૧૯૪૭નાં વર્ષના શ્રેષ્ઠ સંગીતકારો તરીકે બીરદાવે છે.
 હવે પછી, ૧૯૪૬નાં વર્ષનાં ગીતોની ચર્ચા સોંગ્સ ઑફ યોર પર આવતાં વર્ષે, મોટા ભાગે, શરૂ થાય ત્યારે આપણી ચર્ચાને એરણે ગીતોને ચડાવવા માટે આપની હાજરી પણ હશે એ અપેક્ષા સાથે.....૧૯૪૭નાં ગીતોની ચર્ચા પૂરી કરીએ છીએ.



ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો પર ક્લિક કરવાથી ૧૯૪૭નાં ગીતોની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.

Sunday, November 18, 2018

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - નવેમ્બર, ૨૦૧૮


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં નવેમ્બર, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
ઓગસ્ટ, ૨૦૧૮ના આપણા બ્લૉગોત્સવના અંકમાં આપણે ISO 9004: 2018માંના ત્રણ પૈકી બે સંષોધનો વિષે વાત કરવાનું નક્કી કરેલ હતું.
આ બે સંશોધનો છે -
-     સંસ્થાની ગુણવત્તા' પર વિશેષ ભાર;
-     સંસ્થાની ઓળખ' પર ખાસ ધ્યાન
આજના આપણા નવેમ્બર, ૨૦૧૮ના અંકમાં આપણે ' સંસ્થાની ઓળખ' 'ની ચર્ચા પર વિશેષ ભાર મુકીશું.
મૅનેજમૅન્ટ શિક્ષણનાં તેમ જ સફળ સંસ્થાઓનાં સંચાલન સાથે સંબંધિત વ્યાવસાયિકો માટે 'સંસ્થાની ઓળખ' કદાચ નવો વિચાર નથી. પરંતુ ISO 9004:2018 માં તેને મહત્ત્વનું સ્થાન મળવાને કારણે આ વિચાર ગુણવત્તા વ્યાવસાયિકોનાં કાર્યક્ષેત્રમાં પણ અલગ અલગ સંદર્ભે ચર્ચાતો રહેશે.
સંસ્થાની ઓળખસંસ્થાજન્ય સિધ્ધાંતનાં કાર્યક્ષેત્રમાંનો એક અભ્યાસ વિષય છે, જે 'સંસ્થા તરીકે આપણે કોણ છીએ?' તે પ્રશ્નના જવાબની ખોજ કરે છે...વ્હેટ્ટન (૨૦૦૬) મુજબ કેન્દ્રસ્થ (central), ટકાઊ (enduring) અને આગવાપણું/વિલક્ષણતા  (distinctive/distinguishing)  (CED)એ સંસ્થાની ઓળખની ખાસીયતો છે. 
·         કેન્દ્રસ્થ ખાસીયતો દ્વારા સંસ્થાના ઈતિહાસને બદલાતો રહે છે; જો આ ખાસીયતો ન હોય તો સંસ્થાનો ઈતિહાસ કંઈક અલગ જ હોય;
·         ટકાઊ ખાસીયતો સંસ્થામાં એટલી હદે ઊંડે સુધી ઉતરી ગયેલ હોય છે કે મોટા ભાગે તેને ક્યાંતો અનુલ્લંઘનીય મનાય છે કે પછી તે સંસ્થાનાં ઈતિહાસમાં વણાઈ ગયેલ જોય છે;
·         આગવી / વિલક્ષણ ખાઈયતો સંસ્થાને અલગ સંસ્થાઓથી અલગ તારવે છે, અને સંસ્થામાટે તે માપદંડ કે અધિકૃત ધોરણ બની રહે છે.
Organizational Identity = Purpose + Philosophy - એક એકમ તરીકે પ્રયોજન અને જીવન્દૃષ્ટિ સંસ્થાની ઓળખની કેન્દ્ર્સ્થ ખાસીયતો છે જેના વડે સંસ્થાનું ચારિત્ર્ય સ્પષ્ટ બને છે અને વર્ષોવર્ષ સંસ્થાને તેનાં અસ્તિત્વનું નિમિત મળતું રહે છે. સંસ્થાની ઓળખનાં આ ઘટકો સંસ્થાનાં દરેક પાસાંઓનો પાયો બની રહે છે.
Organizational Identity- From 'Why we are' to 'Who we are - સંસ્થાની ઓળખ 'આપણે શા માટે છીએ? (સંસ્થાનાં અસ્તિત્વના ઉદ્દેશ)ને 'આપણે કોણ છીએ?' (આગવી ઓળખ)માં સ્પષ્ટ કરે છે. બહુ ઓછી સંસ્થાઓને - 'સંસ્થા તરીકે આપણે કોણ છીએ?', 'આપણે શું શા માટે કરી રહ્યાં છીએ? કે 'ભવિષ્યમાં આપણે ક્યાં પહોંચવા માગીએ છીએ ?' જેવા - સવાલોના જવાબ ખબર હોય છે. સંસ્થાની ઓળખ તેના સભ્યો તેમજ સંચાલકોનાં વ્યક્તિગત તેમ જ સામુહિક પગલાંઓ, અર્થઘટનો અને નિર્ણય-પ્રક્રિયાઓ પર પ્રભાવ પાડે છે. સંસ્થાની ઓળખનો સંસ્થાની પરિવર્તન પ્રક્રિયાઓ પર પણ બહુ મોટી અસર પડે છે.
Is your identity given or created? | Marcus Lyon | TEDxExeter : સોમોસ બ્રાઝીલ (વી આર બ્રાઝીલ), વિવિધમાધ્યમી ફોટોગ્રાફી, અવાજ અને ડીએનએ પ્રોજેક્ટ, માર્ક્સ લ્યોન આપણી સમક્ષ ચિત્રો, સ્કથાઓ અને પૌરાણિક ડીએનએ રજૂ કરીને આધુનિક બ્રાઝીલની ઓળખ ખડી કરે છે. આમ કરીને તે આપણું ચાલક બળ શું છે અને આપણે શું કરી શકીએ તે વિષે પ્રશ્ન કરે છે.

આઈકીઆ (IKEA) એક સંસ્થા તરીકે તેની બ્રાંડ સાથેની પોતાની ઓળખને અસરકારક રજૂ કરવા માટે પણ ખ્યાત છે. પોતાનં દીર્ઘદર્શન કથન - વધારેમાં વધારે લોકો માટે રોજબરોજની જિંદગી સરળ બનાવવી -ને વ્યવહારમાં અમલમાં મુકવા માટે તેઓ જ્યાં જ્યાં કામ કરે છે ત્યાંનાં લોકો અને સમાજનાં જીવનમાં પણ બદલાવ લાવવા તેઓ કાર્યરત રહે છે.  The IKEA Group - The Story of How We Work માં તેઓ આ શી રીતે કરી રહ્યાં છે તે બતાવાયું છે.


આજના વિષય પરની સંક્ષિપ્ત ચર્ચાની સમાપ્તિ Management system model to achieve sustained success   થી કરીશું.  

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ Leadership Step By Step માંનો Joshua Spodekનો લેખ The 20/80 Rule, Integrity, and the Opposite of the 80/20 Rule  આપણે આજના બ્લૉગોત્સ્વના અંક માટે પસંદ કરેલ છે. …. Vince Lombardi  iનું કહેવું છે કે ઝીણી ઝીણી અંતિમ વિગતો પર ધ્યાન આપવાનું હંમેશાં ફળે છે. બીજાં માટે મહત્ત્વની ન જણાતી છેલ્લી ૧% વિગતો પર ધ્યાન આપનાર સામે લોકો દોરવણી માટે આધાર રાખવાનું પસંદ કરે છે. કોઈ કામ દરેક વખતે યોગ્ય જ રીતે કરવાની સાથે સાથે તેની બધી જ વિગતો પણ બરાબર પાર ઉતરે તે પણ મહત્ત્વનું છે.

આપણા આજના અંકમાં ASQ TV પરનાં બે વૃતાંતની નોંધ લઈશું.:
  • Risk Intelligence for the Organization - જોખમો નક્કી કરવાં, તેમનું મૂલ્યાંકન કરવું અને સારામાં સારી રીતે જોખમ અહેવાલ કેમ રજૂ કરવો એ વિષે વિચારમંથનથી આગળ કેમ જવું તે ટાટા હાઉસિંગ ડેવલપમેન્ટ કંપની લિ.ના મૅનેજમૅન્ટ અસ્યોરરન્સ ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ સંજીવ કોશે સમજાવે છે.
  • Big Dataવિશાળ માહિતી સામગ્રી (બીગ ડૅટા), માહિતી-સામગ્રી વિશ્લેષકો (ડેટા એનાલિટીક્સ) અને ભાવિસૂચક નમૂના ઘડતર (પ્રિડીક્ટીવ મૉડેલીંગ)ની પ્રાથમિક સમજ અને સંસ્થાઓ તેમ જ ગુણવત્તા વ્યાવસાયિકો તેનો શી રીતે ઉપયોગ કરી શકે તેની સમજણ આપવામાં આવી છે. વધારાની માહિતી: The Deal With Big Data

 Jim L. Smithનાં ઓક્ટોબર, ૨૦૧૮ની Jim’s Gems પૉસ્ટ:
  • Pursuit of Excellenceવેગીલી દોડનો લાંબું ન ટકી શકતો એક તીખારો નહીં પણ કાચબા અને
    સસલાંની વાર્તા જેમ ઉત્કૃષ્ટતા માટેની ધીમી શોધ પણ હરીફાઈમાં જીત અપાવી શકે છે. અનુભવે મેં જોયું છે કે સંપોષિત સુધારણા માટે સંસ્થાનાં વાતાવરણમાં બદલાવ આવશ્યક છે. સતત સુધારણા માટે તકનીકને બદલે સખત મહેનત અને શિસ્ત વધારે અગત્યનાં છે. એ જ ઉત્કૃષ્ટતાની શોધ છે.

રોજબરોજનાં અંગત તેમ જ વ્યવાસાયિક જીવનને લગતા ગુણવત્તાને લગતા લેખો દ્વારા બ્લૉગપોસ્ટસના આપણા બ્લૉગોત્સવને વધારે ને વધારે રસપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, ટિપ્પણીઓ, ટીકાઓ કે નવા વિચારો જરૂરથી મોકલશો.
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.