Saturday, October 31, 2020

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૧૦_૨૦૨૦

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ ૧૦_૨૦૨૦ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.

હિંદી ફિલ્મ જગતની હસ્તીઓની વિદાયનો સિલસિલો અવિરત ચાલુ જ છે. આ મહિને આપણે કૌમુદી મુનશી અને ભાનુ અતૈયાને ખોયાં.

કૌમુદી મુનશી આઘે આઘેથી આવતા વેણુનાદમાં વિલિન થયા


તેમને અપાયેલી અંજલિ : Special Tribute to Kaumudi Munshi by AIR Rajkot

લગભગ એકાદ વર્ષ પહેલાંનો Interview | KAUMUDI MUNSHI | Nandini Trivedi | SWARGURJARI | PART 1 | Part 2 |Part 3 | Songs medley live at the age of 90


માતાજીના તેમના ખુબ પ્રખ્યાત ગરબાઓ પૈકી બે ગરબાઓ - સાચી રે મારી સત ભવાની મા અને ગગન મંડળની ગાગરડી રે એક હિંદી ફિલ્મ - તીન તસ્વીરેં (૧૯૫૪)- નું ગીત - કાજલ કારી રાત રે

India's First Oscar Winner, Costume Designer Bhanu Athaiya Passes Away - ૧૫-૧૦-૨૦૨૦ના ચિરવિદાય લીધેલાં ભાનુ અતૈયાએ, પાંચ દાયકાની કારકીર્દીમાં  ૧૦૦થી વધુ ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડીઝાઇનર  તરીકે કામ કર્યું છે. ગુલઝારની 'લેકિન' (૧૯૯૦) અને ઐતિહાસિક પૃષ્ઠભૂ પર બનેલ 'લગાન' (૨૦૦૧)માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે.

અને હવે અન્ય અંજલિઓ વિશેની પોસ્ટ્સ જોઈએ

Ashok Kumar – The First Superstar of the Indian Talkieમાં એસએમએસ આહુજા અશોક કુમારની કારકિર્દીને યાદ કરે છે.

            વધારે વાંચન  : Ashok Kumar: A Colossus of Indian Cinema

Smita Patil in Aakhir Kyon? is an example of how art and mainstream films aren’t so far apart - જે. ઓમ પ્રકાશ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રાજેશ ખન્ના, રાકેશ રોશન અને ટીના મુનીમ પણ છે. સ્મિતા પાટીલની આ મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં પ્રવેશ કરાવતી ફિલ્મ ગણી શકાય.

The Master of Simplicity Incomparable Sachin Dev Burman (Blue Pencil, 2018; ISBN: 9788193955505; 437 pages; Rs 599)ની પરિચયાત્મક સમીક્ષા છે.

Dev Anand’s Musical Journey - દેવ આનંદની ફિલ્મોમાં કાલાતીત ગીતોની ર્ચન અકરનારા સંગીતકારોનાં યોગદાનને પિયૂષ શર્માએ અહીં આલેખ્યાં છે. લેખમાં દેવ આનંદની સુપરહીટ ફિલ્મોની સાથે સાથે કેટલીક ઓછી જાણીતી ફિલ્મોને યાદ કરાઈ છે.

Vinod Khanna’s Achanak is a philosophical look at the duty of medical and legal professionals - ગુલઝાર દ્વારા લખાયેલ અને દિગ્દર્શન કરાયેલ 'અચાનક'  એક સમયે બહુ ચકચાર પામેલ નાણાવટી ખુન કેસના વિષયને આગળ ખેડે છે.

હેમંત કુમારની જન્મ શતાબ્દીની સ્મરણાંજલીમાં હેમંત કુમારના સ્વરના હિપ્નોટિક જાદુની અસરમાં કોરસના સાગરમાં સેલારા લેતું ગીત : दो बोल तेरे मीठे मीठे ની ખુબ ભાવભરી રજૂઆત કરવામાં આવી છે. તે ઉપરાંત મહેફિલમેં મેરી માં My favourite ‘Lata – Hemant Kumar duets ને  તેમ જ ધ સોંગ્સપિડીઆમાં અદિતિ ઠાકુર  In The Composers’ Voice – 8: Hemant Kumar.. હેમંત કુમારનાં અન્ય સંગીતકારો માટે ગાયેલં ગીતોને યાદ કરે છે. એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પરના લેખ, Hemantayan – Part 2, ના અનુવાદનો પાંચમો અંક - હેમંત કુમાર ૧૯૬૦ પછી – હિંદી ફિલ્મોમાં સંગીતકારની ભૂમિકામાં  – યા દિલકી સુનો….યા મુઝકો કુછ કહને દો- પણ પ્રકાશિત કર્યો છે.

Daag, Yash Chopra’s debut as producer, broke the mould with its shades of bigamy - રાજેશ ખન્ના અને શર્મીલા ટાગોરને ચમકાવતી આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સની પહેલ વહેલી ફિલ્મ હતી. એ માટે આ પ્રકારના  વિષયની પસંદગીનો નિર્ણય દાદ માગી લે છે. જોકે ફિલ્મ જે રીતે સફળ થઈ એ રીતે આ જોખમ લેવાનું વળતર પુરેપુરૂં મળી ગયું ગણાય.

રેખાના ૬૬મા જન્મદિવસ નિમિત્તે The Divas: Rekha  રેખાની શ્યામવર્ણી, અડઘણ, પંદરેક વર્ષની ઉમરનં પ્રમણમાં ભરેલાં શરીરવાળી કિશોરી તરીકે 'સાવન ભાદો' (૧૯૭૦) તરીકે પદાર્પણથી સુડોળ, ખુબ જ તૈયાર, આધુનિક 'રેખા'ની કમર્શિયલ ફિલ્મોથી લઈને કળાત્મક ફિલ્મો સુધી સફરને યાદ કરે છે.

Rekha – The Essence of a Woman માં માત્ર ઉત્કૃષ્ટતાની જ વાત નથી પણ એ ઉત્ક્રુષ્ટતાને ખુબ કામણગારી કમનીયતાથી, જરા પણ ક્ષોભ દર્શાવ્યા સિવાય, વ્યવહારમં ઉતારવની આવડતની વાત છે. સમાજે તમને જે ચોકઠામં બાંધવાનો પ્રયત્ન કર્યો હોય તેનો વિરોધ કરીને કે પૂર્ણ સ્ત્રી કલાકાર તરીકે ખીલવાની, અને પછી એક અનોખું શાસન ચલાવવાની વાત છે.

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે :

Feroz Khan’s Qurbani is stylish and sexy and doesn’t take itself too seriously - ફિરોઝ ખાન, ઝીનત અમાન અને વિનોદ ખન્નાની ભૂમિકાવાળી દિલધડક 'એક્શન' ફિલ્મ ૧૯૮૦ની એક જબરદસ્ત હિટ ફિલ્મ હતી, જે જોવાની આજે પણ મજા આવે છે..

Asha Bhosle interview:મશીનથી અવાજને ઠીકઠાક કરી શકાય, પણ એ લાગણી ક્યાંથી લાવી આપશે?’  - દેવરાજ ઘોષ - આશા ભોસલે તેમના યુટ્યુબ પરના પ્રયોગોની, સાત દાયકાની કારકીર્દીની અને એસ પી બાલાસુબ્રમણ્યમ વિશે વાત કરે છે.

ઓક્ટોબર, ૨૦૨૦ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં  શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ - ૧૯૫૪ યાદ કરી છે. અત્યાર સુધી વર્ષ

૨૦૧૮માં ૧૯૪૯-૧૯૫૩

૨૦૧૯માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)

     નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે સાંભળ્યાં છે

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Salt, pepper and foodsમાં મસાલેદાર વ્યંજનો સાથેનાં ગીત-થાળને, વિશ્વ આહાર દિવસ અને યુનોની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનની ૭૫મી સ્થાપના જયંતિ નિમિત્તે રજૂ કરાયો છે. 

Returning to the Wonderful Vajifdar Sisters - યે બરખા બહાર સૌતનીયા કે દ્વાર (મયુર પંખ, ૧૯૫૪- લતા મંગેશકર, આશા ભોસલે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર)માં એક બહેન શિરીન વજીફદારે નૃત્ય દિગ્દર્શન સંભાળ્યું અને બીજી બે બહેનો રોશન અને ખુર્શીદે પરદા પર નૃત્ય કર્યું હતું. આમ ત્રણેય બહેનો એક જ ગીતમાં સાથે થવાનો વિરલ સંયોગ બન્યો છે. 

Female Dance Duets – Part 1 અને Part 2 પછી હવે Part IIIમાં મંચ પર ભજવાયેલાં નૃત્ય ગીતોને યાદ કરાયાં છે.

Song Sketchમાં Teri Aankhon Ke Siva Duniya Mein – When The Eyes Mean The World – Chirag, અને Naache Man Mora – Joie De Vivre of a Dancing Heart – Meri Surat Teri Aankhein ની વિગતોનો આસ્વાદ કરાવાયો છે.

Seeing is believing? An essay about encounters with religious cinema આપણને યાદ કરાવે છે કે હિંદી ફિલ્મો ગમે તેટલી નાટકીય કેમ ન હોય, પણ આખરે તો એ આપણાં રોજબરોજનાં જીવનનું જ પ્રતિબિંબ છે.

ગીતોની ચર્ચાની એરણે હવે પુરુષ સૉલો ગીતોની ચર્ચા વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા પુરુષ ગાયકોનાં સૉલો ગીતો બાદ સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતોમાં સુરૈયા શમશાદ બેગમ,અને અમીરબાઈ કર્ણાટકી, ભાગ [] અને [૨]નાં સૉલો ગીતો સાંભળ્યાં છે. એ દરમ્યાન સોંગ્સ ઑફ યોર પર સ્ત્રી સૉલો ગીતોની સમીક્ષા કરતો લેખ Best songs of 1945: Wrap Up 2   પ્રકાશિત થઈ ચુક્યો છે, જેમાં નુરજહાં ને  બૈઠી હું તેરી યાદકા લેકર સહારા (વિલેજ ગર્લ – સંગીતકાર: શ્યામ સુંદર – ગીતકાર: વલી સાહબ) માટે વર્ષ ૧૯૪૫નાં શ્રેષ્ઠ ગાયિકા જાહેર કર્યાં છે. તે સાથે અમીરબાઈ કર્ણાટકીને વર્ષ ૧૯૪૫નાં વિશિષ્ટ ગાયિકા તરીકે સન્માનાયાં છે.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ઓક્ટોબર, ૨૦૨૦ ના લેખો:

'મહેમાન જો હમારા….વો જાન સે'થી 'અતિથિ તુમ કબ...'

યે કહાં મિલ ગયે હમ યું હી અલગ અલગ ચલતે ચલતે

અભિનેત્રી સિમીની અમાપ અભિનય સીંમા

સવળીના સ્થાને અવળી ચાલ એટલે 'રાવણવૃત્તિ'નો આવિર્ભાવ

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ઓક્ટોબર, ૨૦૨૦ ના લેખો.:

જાઈયે આપ કહં જાયેંગે

મંઝિલે અપની અપની જગહ હૈ રાસ્તે અપની અપની જગહ

દુશ્મન ન કરે વો કામ દોસ્તને કિયા હૈ

રુક ગઈ યે જમીં, ઝુક ગયા આસમાં

વહાં કૌન હૈ તેરા, મુસાફિર જાયેગા કહાં

'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં ઓક્ટોબર, ૨૦૨૦ માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે

સંગીત દ્વારા જે ફિલ્મોને યાદગાર બનાવી એમાં હીરોઇનોની ત્રણ ત્રણ પેઢી રજૂ થઇ ગઇ

શંકર જયકિસનનાં થોડાંક વિશિષ્ટ ગીતોનો આસ્વાદ-1

પશ્ચાત્તાપની આગમાં જલતા નાયકની મનોદશા પ્રસ્તુત કરતું રાગ બૈરાગી આધારિત ગીત

આહ્વાન, આજીજી, શબ્દોની સરળતા, તર્જની ગહનતા, અદ્ભુત ઓરકેસ્ટ્રેશન ધરાવતું ગીત

વાસંતી વાયરાને વિરહિણી નાયિકાની વિનંતીઃ કોઇ તો રોકો મારા વંકાયેલા વ્હાલમજીને....

ઓક્ટોબર, ૨૦૨૦ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ઇસ દુનિયા કા ઉલ્ટા ચરખા, ઉલ્ટે તાનેબાને રે… – કિશોર કુમારે ગાયેલાં અનિલ બિશ્વાસનાં ગીતો

ફિલ્મીગીતોમાં ‘આજકલ’

બંદિશ એક રૂપ અનેક (૭૧) : મરાઠી ગીત “घेई छंद मकरंद”

નવરાત્રિ અને ફિલ્મીગીતો'

વેબ ગુર્જરીપર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પરટાઈટલ મ્યુઝીકસૂરાવલિસિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં  ઓક્ટોબર, ૨૦૨૦ માં (૪૪) – રંગોલી (૧૯૬૨) અને (૪૫) – ઢોલક (૧૯૫૧)ની વાત કરવામાં આવી છે.

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી ફિલ્મસંગીતના નક્શીકારો શ્રેણીમાં પિયૂષ પંડ્યા રામલાલની પ્રતિભાનો પરિચય કરાવે છે...

શ્રી ભગવાન થાવરાણીએ વેબ ગુર્જરી પર સત્યજિત રાયની જન્મશતાબ્દિ નિમિત્તે તેમની ફિલ્મોનો આસ્વાદ કરાવતી શ્રેણી સત્યજિત રાયની સૃષ્ટિમાં ઓક્ટોબર, ૨૦૨૦માં શતરંજ કે ખિલાડી અને જલસા ઘરનો પરિચય તેઓ કરાવી રહ્યા છે.

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજનાં અંકના અંતમાં મોહમ્મદ રફીનાં આશા ભોસલે સાથેનાં કેટલાંક યુગલ ગીતોને યાદ કર્યાં છે

હો સકે તો દિલ કે બદલે દિલ - અલ્લાદીન ઔર જાદુઈ ચિરાગ (૧૯૫૨) - શમશાદ બેગમ અને ચિત્રગુપ્ત સાથે – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: પંડિત ચાંદ

હેલ્લો હેલ્લો હેલ્લો …..- મિનિસ્ટર (૧૯૫૯) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: રાજેન્દ્ર કૄષ્ણ

મુઝે દેખ કે કુડીયા મુડ કે - રીપોર્ટર રાજુ (૧૯૬૨) – સંગીતકાર: એસ મોહિન્દર – ગીતકાર: અન્જાન

પ્યાર કે દામન સે લિપટે હમ કહાં આ ગયે - ચાર દરવેશ (૧૯૬૪) – સંગીતકારજી એસ કોહલી – ગીતકાર: અન્જાન

દિલ તો પહેલે સે મદહોશ હૈ, મતવાલા હૈ - બહારેં ફિર ભી આયેંગી – સંગીતકાર: ઓ પી નય્યર – ગીતકાર: શેવાન રિઝ્વી

હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: