Monday, November 30, 2020

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૧૧_૨૦૨૦

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ ૧૧_૨૦૨૦ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.

હિંદી ફિલ્મ જગતની હસ્તીઓની વિદાયનો સિલસિલો અવિરત ચાલુ જ છે. આ મહિને આપણે ૧૫-૧૧-૨૦૨૦ના દેહાવસાન થયેલ સૌમિત્ર ચેટર્જી અને ૩૧-૧૦-૨૦૨૦ના રોજ દેહાવસાન થયેલ શૉન કોન્નરી ખોયા.

Phenomenon called Soumitra - મૃણાલ સેનની ફિલ્મ 'આકાશ કુસુમ'માં સૌમિત્ર ચેટર્જી એક મધ્યમ વર્ગના મહાત્વાકાંક્ષી એક્ઝીક્યુટીવની ભૂમિકા ભજવે છે, જે પોતાના એક ખોટા નિર્ણયને કારણે પોતાને માટે મૂલ્યવાન છે તે બધું જ ખોતો જાય છે. આ ફિલ્મની હિંદી રીમેક 'મંઝિલ' હતી, જેમાં અમિતાભ બચ્ચનની મુખ્ય ભૂમિકા હતી. જોકે મૃણાલ સેન જેવી માર્મિકતા હિંદી ફિલ્મમાં નથી જોવા મળતી.

સૌમિત્ર ચેટર્જી અને અપર્ણા દાસગુપ્તા (સેન) – આકાશ કુસુમમાં (Express archive photo)

Soumitra Chatterjee dies at 85Sandipan Deb - સૌમિત્ર ચેટર્જીને ઘણી લોભામણી ઑફર મળી હતી, પણ તેમણે હિંદી ફિલ્મોમાં કામ ન જ કરવાનું મુનાસિબ માન્યું. તેમને ૨૦૧૨માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અપાયો હતો.

My friend, Soumitra Chatterjee - સૌમિત્ર ચેટર્જી વિશે શર્મિલા ટાગોર : અમારી મિત્રતાનો આધાર તેમનું વ્યક્તિત્વ, મૂલ્યો હતાં જેને કારણે તેમનું વ્યક્તિત્ત્વ અદ્વિતિય બની જતું હતું. તેમની પાસેથી ઘણું ઘણું શીખવા મળતું. તેઓ બહુ સમૃદ્ધ વારસો આપણે માટે મુકી ગયા છે.

Satish Acharya | The Gulf News

કાર્ટુનિસ્ટ સતિશ આચાર્ય સૌમિત્ર ચેટર્જીને અને સત્યજિત રાય સાથેના તેમના ૧૪ ફિલ્મોના સાથને અંજલિ આપે છે.

Bidding Adieu to a Colossus - સત્યજિત રાયની ફિલ્મોનું એક મહત્ત્વનું અંગ હોવા છતાં સૌમિત્ર ચેટર્જીને જે માનસન્માન મળ્યું તે તેમની અન્ય દિગ્દર્શકો સાથેની ફિલ્મોને કારણે જ મળ્યું!

Soumitra Chatterjee – A Habit of Our Lives - અમિતાવ નાગ એક મહાન કળાકારને ખુબ જ નિરપેક્ષ અંજલિ આપવા 'કોશીશ' કરે છે..

વધારાનું વાંચન:

Shaken. And Stirred. કોન્નરીએ 'ડાયમન્ડ્સ આર ફોર એવર' પછી બોન્ડની ભૂમિકાઓ છોડી અને રોજર મુર 'નવો' બોન્ડ બન્યા ત્યારે દર્શકોને ધાસકો પડ્યો હતો કેમકે હવે બોન્ડ પહેલાં જેવો રહસ્યમય અને કાતિલ લાગવાને બદલે વધારે રમૂજી અને હળવાશભર્યો લાગતો હતો. .[મારી નોંધ - હું પણ તે પછી કોઈ અન્ય 'બોન્ડ'ની ફિલ્મોની નજદીક પણ નથી ગયો.]

ડસ્ટેડ ઑફ્ફ (પણ) શૉન કોન્નરીને જેમ્સ બોન્ડની પાર જોવાની દૃષ્ટિએ The Hill (1965)નો સમીક્ષાત્મ્ક પરિચય કરાવે છે..

અને હવે અન્ય અંજલિઓ વિશેની પોસ્ટ્સ જોઈએ

It’s 100 years of the egg-headed detective who stole our hearts – Sandipan Deb  [મારી નોંધ : અગાથા ક્રિસ્ટીનું હિંદી ફિલ્મ જગત સાથેનું યાદ ન કરવા જેવું જોડાણ તેમની વિખ્યાત વાર્તા And Then There Was None અને તેના પરથી બનેલ ફિલ્મ પરથી બનેલ ગુમનામ (૧૯૬૫) હતી.] 

Mughals Engulf Bollywoodબહાદુરશાહ ઝફરની ૧૫૮મી અવસાન તિથિના રોજ તેમની સાથે આખા મુઘલ વંશને સાંકળી લેતી હિંદી ફિલ્મોનાં ગીતોને ડી પી રન્ગને પ્રર્તુત લેખમાં બહુ અભ્યાસપૂર્ણ વિગતો સાથે યાદ કરેલ છે.

Kamal Barot – a forgotten voice એ હિંદી ફિલ્મ સંગીતમાં જેમની પ્રતિભાને વાણિજ્યિક હિસાબ કિતાબે પૂરતો ન્યાય ન કર્યો એવાં ગાયિકા છે.  તેમના ૮૨મા જન્મદિવસે સામાન્ય રીતે વધુ યાદ કરતાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોની સાથે અહીં તેમનાં સૉલો, સ્ત્રી-પુરુષ યુગલ ગીતો અને કેટલાંક ગૈર ફિલ્મી ગીતો યાદ કરાયાં છે.

In Hum Dono, lyricist Sahir Ludhianvi turns melodrama into a meditation on love, war & life - બીજાં વિશ્વ યુધ્ધની પશ્ચાદભૂને સાંકળીને વિકસાયેલ આ કથાવસ્તુવાળી ફિલ્મમાં સાહિરનાં ગીતો અનોખી જ અસર મુકી જાય છે.

The Divas: Zeenat Aman - તેમની સમકાલીન અન્ય અભિનેત્રીઓ જેટલી અભિનયક્ષમતા ભલે કદાચ નહીં હોય, પણ 'ઝીની બેબી'ની પોતાની ચાલ પોતાની કંડારેલી કેડી પર ચાલવાની આગવી નીડરતાભરી હાજરીને કારણે જ ફિલ્મો જોનારાઓનો તેમનો આગવો દર્શક વર્ગ જરૂર હતો.

Aakrosh, Om Puri’s masterclass in the art of silence, જેવી ફિલ્મો હાથરસ જેવી ઘટનાઓ પછી બહુ જ પ્રસ્તુત બની જાય છે. ગોવિંદ નિહાલાનીની આ પહેવહેલી ફિલ્મ હતી.

હેમંત કુમાર જન્મશતાબ્દીની ઉજવણી નિમિત્તે ચાલી રહેલી લેખમાળા '....મગર હમ તુમ્હારેં રહેંગે'ના 'અંક - ૬ :: હેંમંત કુમાર - 'અન્ય' સંગીતકારો માટે, માઈક્રોફોનની સામે, ગાયકની ભૂમિકામાં'ના  પહેલા ભાગમાં ૧૯૫૨થી ૧૯૫૭નાં વર્ષોનાં ગીતોને યાદ કર્યાં છે.

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે :

નવેમ્બર, ૨૦૨૦ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં  શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો૧૯૫૭ યાદ કર્યાં છે.. સલીલ ચૌધરીની નવેમ્બર મહિનામાં યાદને તાજી કરવા આપણે ૨૦૧૭માં સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો : અન્ય ભાષાઓમાં યાદ કર્યાં હતાં. તે પછી, ૨૦૧૮થી દરેક નવેમ્બર મહિનામાં, શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં વિસારે પડતાં ગીતોને તેમની ફિલ્મોનાં રજૂઆતનાં વર્ષના ક્રમમાં યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. અત્યાર સુધી, આપણે

૨૦૧૮માં વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫, અને

૨૦૧૯માં વર્ષ ૧૯૫૬

નાં ગીતો સાંભળી  ચૂક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

How Sai Paranjpye found the ‘eccentric, lovable and unforgettable characters’ for her comedy ‘Katha’ - Sai Paranjpye - બહુખ્યાત ફિલ્મ દિગ્દર્શિકા સાંઈ પરાંજપેનાં સંસ્મરણોનાં પુસ્તક - A Patchwork Quilt – A Collage of My Creative Life, Publisher: HarperCollins India.--ના સંક્ષિપ્ત અવતરણમાં તેમણે 'કથા' (૧૯૮૨)ની પાછળની કથા જણાવી છે.

In book on early Indian cinema, a look at the romance and risk that went into filmmaking - Rudradeep Bhattacharjee - દેબશ્રી મુખર્જીનાં પુસ્તક ‘Bombay Hustle: Making Movies in a Colonial City’માં મૂક ફિલ્મોથી બોલતી ફિલ્મો માં થયેલ નવ અવતરણનો અભ્યાસ કરાયો છે.

Ten of my favourite wind instrument songs માં આ પહેલાં પ્રકાશિત થયેલ string instrument songs અને percussion instruments નાં ગીતોની સાથે હવે પર્દા પર અભિનેતા ફૂંક વાદ્ય વગાડતો હોય તેવાં ગીતોને યાદ કરાયાં છે.

Female Dance Duets – Part 1 , Part 2, and Part III પછીથી હવે Part IV માં જાહેરમાં ભજવાતાં નૃત્ય ગીત અને Part Vમાં આ ચાર વિભાગોમાં ન આવરી લેવાયેલાં નૃત્ય ગીતો પેશ થયાં છે.

૧૯૪૫ ગીતોની ચર્ચાની એરણે હવે સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતોમાં સુરૈયા શમશાદ બેગમ,અને અમીરબાઈ કર્ણાટકી, ભાગ [] અને [૨]નાં સૉલો ગીતો સાંભળ્યા પછી ઝોહરાબાઈ અંબાલેવાલી, મોહનતારા તલપડે । રાજકુમારી । હમીદા બાનો, ઝીનત બેગમ અને નૂરજહાંનાં સૉલો ગીતો સાંભળ્યાં છે. એ દરમ્યાન સોંગ્સ ઑફ યોર પર યુગલ ગીતોની સમીક્ષા કરતો લેખ Best songs of 1945: Wrap Up 3   પ્રકાશિત થઈ ચુક્યો છે, જેમાં આહેં ન ભરી શિક઼વે ન કીયે કુછ ભી ન ઝુબાં સે કામ લિયા, બદરિયા બરસ ગઈ ઉસ પાર અને રાની ખોલ દે અપને દ્વાર એ ત્રણ યુગલ ગીતોને ૧૯૪૫નાં શ્રેષ્ઠ યુગલ ગીતો તરીકે  સન્માનાયાં છે.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના નવેમ્બર, ૨૦૨૦ ના લેખો:

સચીનદેવ બર્મનના અપવાદરૂપ આરોહ અવરોહ

ગીતો સાથે ઘરોબો,ઘડવૈયાઓ ગુમનામીમાં

દેદીપ્યમાન દિવાળીને અજવાળતાં, ઝલહળતાં દીપમય ગીત

હેલનનો હસતો રમતો 'હેલ્લારો'

સુમધુર ગાયકીની મહોલાત - સુધા મલ્હોત્રા

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના નવેમ્બર, ૨૦૨૦ ના લેખો.:

આવાજ઼ દે  કહાં હૈ, દુનિયા મેરી જવાં હૈ

દેખ કે દુનિયા કી દીવાલી દિલ મેરા ચુપચાપ જલા

આ જા મેરી બરબાદ મુહબ્બત કે સહારે

કશ્તી કા ખામોશ સફર હૈ શામ ભી હૈ તનહાઈ ભી

'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં નવેમ્બર, ૨૦૨૦ માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે

વાસંતી વાયરાને વીનવણી- કોઇ તો રોકો મારા પિયુને...  is in continuation with  વાસંતી વાયરાને

 વિરહિણી નાયિકાની વિનંતીઃ કોઇ તો રોકો મારા વંકાયેલા વ્હાલમજીને....

નવમાંથી ચાર-પાંચ ગીતો એેટલે કે લગભગ 50-60 ટકા ખેમટા તાલમાં- બદ્ધાં સુપરહિટ...

એક જ રાગમાં સ્વરબદ્ધ થયેલી બધી રચનાઓમાં પણ શંકર જયકિસન અનેરું વૈવિધ્ય સર્જી શક્યા.....

નવેમ્બર, ૨૦૨૦ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

જો કરના હૈ કર લો આજ…… : કિશોર કુમારે ગાયેલાં ખેમચંદ પ્રકાશ અને જિમ્મીનાં ગીતો

ફિલ્મીગીતોમાં ‘હમતુમ’

બંદિશ એક રૂપ અનેક – (૭૨) : “What a Wonderful World”

નદી’ને લગતાં ફિલ્મીગીતો (૧)

વેબ ગુર્જરીપર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પરટાઈટલ મ્યુઝીકસૂરાવલિસિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં  નવેમ્બર, ૨૦૨૦ માં (૪૬) – જુગનૂ (૧૯૭૩) અને (૪૭) – પરવરિશ (૧૯૫૮)ની વાત કરવામાં આવી છે.

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી ફિલ્મસંગીતના નક્શીકારો શ્રેણીમાં પિયૂષ પંડ્યા વાદ્યવૃંદના બાદશાહો – લોર્ડ્સની પ્રતિભાનો પરિચય કરાવે છે...

શ્રી ભગવાન થાવરાણીએ વેબ ગુર્જરી પર સત્યજિત રાયની જન્મશતાબ્દિ નિમિત્તે તેમની ફિલ્મોનો આસ્વાદ કરાવતી શ્રેણી સત્યજિત રાયની સૃષ્ટિમાં નવેમ્બર, ૨૦૨૦માં મહાનગર અને ચારૂલતા નો પરિચય તેઓ કરાવી રહ્યા છે.

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજનાં અંકના અંતમાં મોહમ્મદ રફીનાં સાહિર લુધ્યાનવીએ લખેલાં કેટલાંક ગીતોને યાદ કર્યાં છે

હમ જબ ચલે તો યે જહાં ઝૂમે = હમ હિન્દુસ્તાની (૧૯૬) – સંગીતકાર: ઉષા ખન્ના


કહીં ક઼્રરાર ન હો કહીં ખુશી ન મિલે - ચાંદી કી દિવાર (૧૯૬૪) – સંગીતકાર
: એન દત્તા


સુન અય માહઝબીં મુઝે તુઝ સે ઈશ્ક઼ નહીં - દૂજ કા ચાંદ (૧૯૬૪
) - સંગીતકાર: રોશન


ક્યા મિલિયે ઐસે લોગોંસે - ઇઝ્ઝત  (૯૬૮) – સંગીતકાર: લક્ષ્મીકાન્ત પ્યારેલાલ


દૂર રહે કર ન કરો બાત કરીબ આ જાઓ - અનામત (૧૯૭૫) – સંગીતકાર
: રવિ



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: