Saturday, July 31, 2021

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૯મો – મણકો : ૦૭_૨૦૨૧

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૯મા સંપુટના મણકા - ૦૭_૨૦૨૧માં આપનું સ્વાગત છે.

સૌ પ્રથમ તો સોંગ્સ ઓફ યોર પરિવારના ખૂબ જ સક્રિય સભ્ય-મિત્ર શ્રી કે એસ ભાટીયાજીની ૩૦ -૬ -૨૦૨૧ના રોજ  ચિરવિદાયને મારી ભાવપૂર્ણ અંજલિ અર્પીશ.

૦૭. ૦૭. ૨૦૨૧ના રોજ Legendary Actor Dilip Kumar Passes Away at 98 After Prolonged Illness . તેમનાં  જીવન અને કાર્યનાં  વિવિધ પાસાંઓને યાદ કરતી અનેક અંજલિઓ અપાઈ. તે પૈકી કેટલી પસંદ કરેલી અંજલિઓને અહીં રજૂ કરેલ છે

Farewell to a Titanઉર્દુ કે હિંદુસ્તાની ભાષાના તેમના ઉચ્ચારોની શુધ્ધતાને વિદાય, સંવાદો તેમની  એટલી નૈસર્ગીક શૈલીમાં વહેતા કે અભિનય અને તેમનાં વ્યક્તિત્વની ભુંસાઈ જતી રેખાને વિદાય, દર્શકને ધ્યાનમાં આવે કે ન આવે, નોંધ લે કે ન લે  પણ પાત્રની જીણામાં જીણી બાબતને જીવંત કરવાની તેમની  ચીવટમાં વ્યક્ત થતી તેમની કળા પ્રત્યેની તેમની નિષ્ઠાને વિદાય.  

આ વાત સહેલાઈથી સમજી શકાય  તેવા બે લેખ : The Many Moods of Dilip Kumar અને Dilip Kumar in Ten Moods


Ae Mere Dil Kahin Aur Chal: Thespian Dilip Kumar Bids Adieu - Sundeep Pahwa૧૯૫૪માં સૌ પ્રથમવાર શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યા પછી ટાઈમ્સ ઓફ ઇંડીયાએ લેખેલું કે - ઘેરી, સંવેદનશીલ આંખો અને સંવાદની અદાયગીમાં સ્વરનું ખૂબ જ કેળવાયેલું આરોહા-અવરોહનું આવર્તન ધરાવતો બહુ જ દેખાવડો એવો આભિનેતા અત્યારે પરદા પર બેજોડ છે... જીવનાઓ એ ગંભીરતાથી અભ્યાસ કરે છે. આ જોશીલા યુવાનનું માનવું છે કે જીવનનો રાહ ઊંચા ઉદ્દેશ્યથી દોરવાવો જોઈએ. ,

‘My professional name is Dilip Kumar’: Encounters with one of India’s greatest actors - Anwar Abbas  - વ્યક્તિગત સ્તરે તે બહુજ માયાળું, વહાલા લાગે તેવા અને  મોહક પણ હતા. ફિલ્મોમાં સ્ટુડીઓ પ્રથામાં દાખલ થયેલ અને બહાર પડેલ તે શ્રેષ્ઠ કલાકાર હતા.

The one and only Dilip Kumar: The actor who shaped world’s biggest film industry –  દિલીપ કુમાર હિંદી સિનેમાના પર્યાય જ હતા. વિશ્વના સૌથી મોટા ફિલ્મ ઉદ્યોગને તેમણે ઘડ્યો, અલંકૃત કર્યો અને જીવંત બનાવ્યો.

Dilip Kumar, thespian of many parts દિલીપ કુમાંર તેમના બેજોડ અભિનય માત્રથી નહીં પણ પાત્રને જીવંત કરવા માટે પણ યાદ કરાતા રહેશે. એક પણ શબ્દ બોલ્યા વગર તે હજાર શબ્દોનો ભાવ કહી શકતા.  

Did Dilip Kumar, the holy grail of acting in Hindi cinema, facilitate the star-centricity of the industry today? - Naseeruddin Shahકોઈ વાર ફિલ્મના ભોગે પણ પોતાની માગ ઊભી કરવાં તેમનો કોઈ જવાબ જ નહોતો. તેમના સૂક્ષ્મ અભિનય કરતાં કદાચ તેમની આ વાત વધારે યાદ રહેશે.

પછીથી નસીરૂદ્દીન શાહે બાબતે પોતાના દૃષ્ટિકોણની ચોખવટ Was Naseer upset with Dilip Kumar?માં કરી છે.

નસીરુદ્દીન શાહની વાતના મૂળભૂત સૂરનો અસ્વીકાર અહીં Why Naseeruddin Shah is WRONG about Dilip Kumar છે.

Life lessons from Dilip Kumar for a ’90s kid -  SUDHAKAR JAGDISH…. “અમારા પિતાજીને, વિરોધ કરવાનું પણ સમજાવવા બાબતે પણ દાખલો તો દિલીપ કુમારનો જ આપતા. જેમકે શાહજાદા સલીમનાં પાત્રમાં તેમનો સામનો. મહાન અભિનેતા પૃથ્વીરાજ દ્વારા અભિનીત તેમના પિતા, અકબર, સાથે યાય છે. પોતાનાં પ્રેમપાત્રની વાત કરવા માટે  તેઓ હાથને સાવ સ્થિર રાખે છે, પણ તેમના સ્થિર અડગ વિશ્વાસમાં વ્યક્ત થતી તેમની ભાવનાની ઊંડાઈ પરંપરાગત  કૌટુંબિક મર્યાદાને એક બહુ ઉંચું આયામ આપી રહે છે,.

The Serious Actor and the Matinee Idol - a tribute to Dilip Kumarપોતાની અંદર જ સકુડાઈ ગયેલ ભગ્નહૃદય પ્રેમીના ચહેરા અપાર એક સંમોહક સ્મિત તેઓ વેરી શકતા. પોતાની આગવી શૈલી અને સ્ટાર મૂલ્યની કિમત જાણવાને કારણે તેઓ એક બાહોશ પ્રદર્શનકુશળકાર પણ હતા.. તેમના અભિનયમાં વાસ્તવિકતા  અને .પોતાની આગવી શૈલી એકમેકમાં વણાઈ જતી.  

ताजिंदगी विभाजन की लकीर को पाटते रहे Dilip Kumar – Ravish Kumar – તે દિલીપ કુમાર પણ હતા અને યુસુફ ખાન પણ હતા. ૧૯૪૭ની વિભાજન રેખાને તેઓ બહુ હળવાશથી પાર કરી લઈ શકતા.

Dilip Kumar on how the studio system made way for independent directors - Nasreen Munni Kabir -  ૫૦ના દાયકા પછી પોતાની જ પેદાશ પર પોતાનાં પ્રભુત્વને બાબતે ફિલ્મ નિર્માતાની ભૂમિકાનું મહત્ત્વ ઘટવા લાગ્યું   તે પહેલાં દિગ્દર્શકની ભૂમિકા, સ્ટાર કરતાં પણ, વધારે મહત્ત્વની ગણાતી. પરમતું તે પછી વિતરકનું  વજન વધતું ચાલ્યું અને એક તબક્કે તો નાણા પૂરાં પાડનારનો  બોલ જ અંતિમ ગણાવા લાગ્યો. એક બાજુ બધાંની કમાણી વધી, પણ સિનેમાની આંતરિક તંદુરસ્તી કથળવા લાગી.

Maybe July Is Now the Worst Month for Great Performers from the Golden Age


ભારતીય સિનેમાના સુવર્ણ યુગના છેલ્લા ધુરંધર – મહેંદ્ર વેદ – તેઓ જરૂર પડે તો જ ઊંચા અવાજે બોલતા હતા, અન્યથા પોતાની હાજરી ધીમા અવાજમાં જ વ્યક્ત કરતાં.

અલ્ટિમેટ મેથડ એક્ટર ટ્રેજેડી કિંગ અને પર્ફેક્ષનિસ્ટ – આશિષ ભીંડે – પાત્રને સમજવાની અને માનસિકતાને પકડવાની હથોટી દિલીપ કુમારમાં વાંચનની ટેવને કારણે વિકસી હતી.

અંગત નોંધ – ૨૦૧૫માં દિલીપ કુમારનાં આત્મકથન, દિલીપ કુમાર - હાર્દ અને છાયા -       આત્મકથા - ઉદયતારા નાયરને કરેલ બયાનનું કરેલ વિહંગાવલોકન આ લિંક પર ક્લિક   કરવાથી વાંચી શકાય છે.

હવે અન્ય તિથિઓને યાદ કરતા લેખો તરફ આપણું ધ્યાન ફેરવીશું –

એક સંગીતકારે બીજાં સંગીતકાર માટે ગાયેલાં ગીતો દ્વારા Mehfil completes 4 years!

Raja Mehdi Ali Khan: Lyricist Par Excellence એ કવિ, લેખક અને ગીતકારની ત્રિમૂર્તિ સમા રાજા મહેંદી અલી ખાનની ૫૫મી પુણ્યતિથિ પરની અંજલિ છે.

On Guru Dutt’s 96th birth anniversary: Why the Master of Gloom fascinates us even today - Shaikh Ayaz પ્યાસા અને કાગઝ  કે ફૂલ જેવી અનઞ ફીલ્મોના સર્જક ગુરુ દત્ત ૩૯ વર્ષની વયે જ આ દુનિયાથી વિદાય લઈ ગયા. બહુ જ થોડી ફિલ્મો તેમણે બનાવી હતી. તેમનાં છેલ્લાં થોડાં વર્ષ તેમણે બહુ જ હતાશામય વિતાવ્યાં હતાં તેમ કહેવાય છે. તેમાં છતાં દસકાઓ બાદ પણ તેમનાં જીવનનાં રહસ્યો અકળ જ રહે છે.

Nostalgia post: on a Prakash Mehra-Bachchan audiocassette (and listening to films before watching them)પ્રકાશ મહેરા અને અમિતાભ બચ્ચને કરેલી ઝંઝીર (૧૯૭૩)થી નમક હલાલ (૧૯૮૨) સુધીની  ફિલ્મોનાં ગીતો અને સંવાદો આ ટેપમાં સાંભળવા મળે છે. .

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

સાહિર લુધિયાનવીની જન્મશતાબ્દી (૮ માર્ચ, ૧૯૨૧) નિમિત્તે સાહિર લુધિયાનવીનાં  પ્રેયમાનુરાગનાં ગીતોની એક લેખમાળા શરૂ કરેલ છે. તેનો પહેલો મણકા - એક ફિલ્મનો સાથ -માં જેમની સાથે સાહિર લુધિયાનવીનો સાથ એક જ ફિલ્મ પુરતો રહ્યો હોય એ સંગીતકારોની રચનાઓથી કરેલ છે.

Laagi Chhute Na Ab To Sanam – Remembering Chandrashekhar  ગયે મહિને દેહાવસાન થયેલા ચંદ્ર શેખરને ભાવાંજલિ છે.

જુલાઈ, ૨૦૨૧ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું યુગલ ગીત શ્રેણીમાં ૧૯૪૪થી ૧૯૪૬નાં વર્ષનાં સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં પહેલવહેલાં યુગલ ગીત યાદ કરેલ છે.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Charulata & Sahib Bibi Aur Ghulam: Satyajit Ray & Guru Dutt's Contrasting Worlds - Alpana Chowdhuryસત્યજિત રાયની ફિલ્મ કથાના અર્થના તેમ જ રૂપક સ્વરૂપમાં બહિર્મુખી હતી . દત્ત  કુટુંબની ગૃહસ્થીમાં ખુલ્લી બારીઓમાંથી આવતાં બહારની દુનિયાના હવાઉજાસથી તાજગી અનુભવાય છે. તેની સરખામણીમાં સાહિબ બીબી ઔર ગુલામની છોટી બહુની તેના પતિના સહવાસની ઝંખના પુશ્તૈની હવેલીના ઓરડામાં  સમેટાઈ જાય છે.

Pyarelal, Mehmood, Laxmikant, Jeetendra, Mukesh, Kishore Kumar — a rare photograph.

The Jal Tarang Songs – Musical Ripples માં જલતરંગનો બહુ જ નોંધપાત્ર સ્તરે પ્રયોગ થયો હોય એવાં દસ ગીતોને યાદ કરાયાં છે. t

ઈન્ડીયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

·        Shree 420: Raj Kapoor’s take on conmen who pose as saviours રાજ કપૂર, નરગીસ અને નાદીરાને ચમકાવતી, ૧૯૫૫ની રાજ કપૂર નિર્મિત એક ભલા ભોળા નવયુવાન ની વાત છે જે પોતાનાં નેતિક મૂલ્યો વેચવા મજબૂર બનેલ છે.  

·        Baiju Bawra: Naushad’s timeless musical masterpieceભારત ભૂષણ અને મીના કુમારીનાં  કેંદ્રવર્તી પાત્રવાળી, વિજય ભટ્ટની ૧૯૫૨ની ફિલ્મમાં બૈજુની અને સંગીત પ્રત્યેના તેના પ્રેમની વાત વણી લેવાઈ છે.
·        Devdas: Of pride that ruins loveબિમલ રોયની દેવદાસ (૧૯૫૫)માં બાલ્યવયમાં સાથે સ્વપ્નાં જોનાર બે બાળકોને સમાજની પ્રતિષ્ઠા નડવાથી ત્રણ જીવનની થતી બરબાદીની કથા દિલીપ કુમાર, સુચિત્રા સેન અને વૈજયંતીમાલા પરદા પર જીવંત કરે છે.  
·        Do Bigha Zamin: The Bimal Roy film which hasn’t aged a day૧૯૫૩ની દો બીઘા જમીનમાં બિમલ રોય બલરાજ સાહનીના ચિરસમરણીય અભિનય વડે દારૂણ ગરીબી અને શોષિત જીવનની ચુંગાલમાંથી પોતાનાં કુટુંબને છોડાવવાના ગરીબ કિસાનના વ્યર્થ પ્રયાસોની કરૂણ દાસ્તાન વણી લેવાઈ છે

૧૯૪૪નાં ગીતોને ચર્ચાની એરણે 'પુરુષ સૉલો ગીતો' પૈકી મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતોની સમીક્ષા બાદ ચર્ચાની એરણે સ્ત્રી સોલો ગીતો વિભાગમાં અમીરબાઈ કર્ણાટકીનાં સોલો ગીતોના ભાગ [] અને [] લીધા છે.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના જુલાઈ, ૨૦૨૧ના લેખો:

એક માત્ર ગીતમાં ગાયકી

દર્શકોની દૃષ્ટિએ ઉપેક્ષિત સર્જનો  

અભિનયસમ્રાટનું સિંહાસન ખાલી પડ્યું

“તુમં પ્યાર કરો” ઔર “ઠુકરાઓ” = પ્રેમભગ્ન પ્રેમિકાની વ્યથા

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના જુલાઈ, ૨૦૨૧ ના લેખો.

કોઈ દૂર સે આવાઝ દે ચલે આઓ

ઓહ રે તાલ મિલે નદીકે જલમેં

ઈશ્ક ઈન્સાનકો  ઇન્સાન બના દેતા હે

ઐસે તો ન દેખો કે હમકો નશા હો જાએ

શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. જુલાઈ ૨૦૨૧ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .

એ ગીત મારા અંગત અનુભવ જેવું મને લાગ્યું હતું...’ ધર્મેન્દ્રે નિખાલસતાથી સ્વીકાર્યું હતું...!

ધીમી પણ મક્કમ ગતિથી બંને ભાઇઓ કારકિર્દીની સ્થિરતા ભણી આગળ વધતા રહ્યા

સિંધભૈરવી આધારિત એ ગીત આજે પણ સદાબહાર હોવાની અનુભૂતિ થાય છે... !

બ્લફ માસ્ટરનાં ગીતોએ રીતસર તહલકો મચાવેલો, એક ગીત પર બેન આવેલો

સદાબહાર ગીતોમાં સ્થાન પામ્યું- ‘ચાંદ આહેં ભરેગા, ફૂલ દિલ થામ લેંગે...!’

જુલાઈ, ૨૦૨૧ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

તમન્નાને લગતા ફિલ્મીગીતો – बेताब दिल की तमन्ना यही है

બંદિશ એક, રૂપ અનેક (૮૦) : ” निरतत ढंगઅષ્ટપદી

ઝિંદગી એક સફર હૈ સુહાના – કિશોર કુમારે ગાયેલ શંકર જયકિશનનાં ગીતો -૧

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી “ફિલ્મસંગીતના નક્શીકારો” શ્રેણીમાં પિયૂષ પંડ્યા કિશોર સોઢા  ની પ્રતિભાનો પરિચય કરાવે છે...

નલિન શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં  પ્રથમ મહિલા  રજૂ કરે છે.

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીના જુલાઈ, ૨૦૨૧ માં ઝિન્દગી યા તૂફાન (૧૯૫૮) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.

વોહ અપની યાદ દિલાને કો એક ઇશ્કકી દુનિયા છોડ ગયે – જૂગનુ (૧૯૪૭) – ગીતકાર: એમ જી અદીબ / અસગર સરહદી, બી.એ.- સંગીતકાર: ફીરોઝ નિઝામી


વાહ રે ઝમાને ક્યાં રંગ દિખાયે... પલમેં હસાએ પલમેં રૂલાએ – ઘરકી ઇજ્જત (૧૯૪૮) – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર – સંગીતકાર: ગોબિંદ રામ


વતનકી રાહમેં વતનકે  નૌજવાં શહીદ શહીદ (૧૯૪૮) – ખાન મસ્તાના ને કોરસ સાથે – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન – સંગીતકાર: ગુલામ હૈદર

દિલકો  હુઆ તમસે પ્યાર, બ હુઆ તુમ્હેં ઇખ્તિયાર........ ટકરા ગયા તુમસે દિલ હી તો હૈ – આન (૧૯૫૨) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીતકાર: નૌશાદ


નયી ઝિંદગીસે પ્યાર કરકે દેખ, ઇસકે રૂપકા સિંગાર કરકે દેખ – શિકસ્ત (૧૯૫૩) – ગીતકાર: શૈલેન્દ્ર – સંગીતકાર: શંકર જયકિશન 


આશા કે જબ દીપ બુઝે તો મનકા દીપ જલા, જગકા રસ્તા છોડ કે મુસાફીર તેરી રાહ ચલા... આપની છાયામેં ભગવાન બીઠા દે મુઝે, મેં હું તેરા તુ અપના બના લે મુઝે – ઇન્સાનિયત (૧૯૫૫) – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ- સંગીતકાર: સી. રામચંદ્ર


દિલ દે કે દગા દેંગે.....યાર હૈ મતલબ કે – નયા દૌર (૧૯૫૭) – ગીતકાર: સાહિર લુધીયાનવી – સંગીતકાર: ઓ પી નય્યર

ટૂટે હુએ ખ્વાબોંને હમકો યે શિખાયા હૈ – મધુમતી (૧૯૫૮) - ગીતકાર: શૈલેન્દ્ર  - સંગીતકાર: સલીલ ચૌધરી


સુખ કે સબ સાથી દુ:ખમેં ન કોય – ગોપી (૧૯૭૦) – ગીતકાર: રાજેન્દ્ર  કૃષ્ણ – સંગીતકાર: કલ્યાણજી આણદજી  

ન તું ઝમીં કે લિયે હૈ ન આસમાં કે લિયે.. તેરા વજૂદ હૈ સિર્ફ દાસ્તાં કે લીએ – દાસ્તાન (૧૯૭૨) - ગીતકાર: સાહિર લુધીયાનવી – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ

હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: