Tuesday, January 31, 2023

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૧ – મણકો : ૧ _ ૨૦૨૩

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૧ મા સંપુટના મણકા - _ ૨૦૨૩ માં આપનું સ્વાગત છે.

મહેફિલમેં તેરી નવાં વર્ષનું ખાતું મનપસંદ વિષય વડે A New Beginning……….,  થી ખોલીને કરે છે. 

અને ખરૂં પણ છે..... જે કામ મનને ગમે તે કરવાથી એ કામ કરવાનો પ્રવાહ પણ એકદમ સહજ બની જતો હોય છે.

નવાં વર્ષની શરૂઆત કરવા માટે આનાથી વધારે સારી વાત શું હોય!

સોંગ્સ ઑફ યોર નવાં વર્ષનું ખાતું ‘Parent’-‘Adult’-‘Child’ in songs   વડે કરે છે, જેમાંથી એક અર્થ એમ પણ તારવવો જોઈએ કે આપણામાંના 'બાળક'ને હંમેશાં હસતું રમતું રાખવું જોઈએ. 

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  

Hrishikesh Mukherjee: Master of the Middle Path - Ratnottama Sengupta - મહાન ફિલ્મનિર્માતા હૃષિકેશ મુખર્જીને દિલનાં ઊંડાણ્થી અપાયેલ શતાબ્દી અંજલી. તેઓ કહેતા ''જિંદગીની સૌથી મોટી વિચિત્રતા જે છે કે ઉમર વધવાની સાથે આપણે અનુભવ અને  વિચારોમાં વધારે સમૃદ્ધ અને પક્વ થતાં જઈએ છીએ. પરંતુ બદલામાં જેમ જેમ આપણે વધારે આપવાનું થતું જાય છે  તેમ તેમ આપણું શરીર વધારે ને વધારે અશક્ત અને નાકમયાબ બનતું જાય છે.

મહાન કળાકાર સુબ્રત ગંગોપાધ્યાય દ્વારા  પેન અને શ્યાહીથી સર્જાયેલ હૃષિકેશ મુખર્જીનો વિરલ સ્કેચ

Pyarelal Santoshi: Jack of All Trades?ડી પી રંગન બહુમુખી પ્રતિભા ધરાવતા પ્યારે લાલ (પી એલ) સંતોષીને અંજલિ આપે છે.

Films Are Art, Not Commerce   ખ્વાજા મોહમ્મદ (કે એ ) અબ્બાસનો જીવન મંત્ર હતો જે તેમની ફિલ્મના માધ્યમ પ્રત્યે પ્રતિબધ્ધતા, નિષ્ઠા અને ખંત દર્શાવે છે. 

લતા મંગેશકરનાં ગીતોને યાદ કરતી શ્રેણી the year-wise review of Lata Mangeshkar’s career, ના પ્રતુત મણકા, 1956 – Lata Mangeshkar માં Mehfil Mein Teri, ૧૯૫૬નાં વર્ષનાં ગીતો યાદ કરે છે.

The Masters: Kaifi Azmi - મૂળ નામ સય્યેદ અથર હુસૈન રિઝ્વી - નો જન્મ મિજવાન (આઝમગઢ, ઉત્તર પ્રદેશ)નાં એક જમીનદાર ખાનદાનમં થયો હતો, પણ તેમની કાવ્ય પ્રતિભા તો બાળપણથી દેખાવા લાગી હતી. 

"Hum Ko Mann Ki Shakti Dena Mann Vijay Karein" - Lalita Kumari – (જન્મ ૬ જુલાઇ, ૧૯૩૮, પેશાવર) લલિતા કુમારીએ હિંદિ ફિલ્મ જગતમાં પદાર્પણ નવકેતનની ફિલ્મ 'આધિયાં' (૧૯૫૨) દ્વારા કર્યું. 




Behind the Scenes -  A Patchwork Quilt (ગોદડીનું થાગડથીગડ ભરતકામ) નામની જેમ જ પુસ્તક સંઇ પરાંજપેનં જીવન, સફર, નાટકો અને ફિલ્મોની યાદોની સાથે વણાયેલ વ્યક્તિઓ અને વ્તક્તિત્વોની ગુંથણી છે.

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આ મહિને આ લેખ લખતાં સુધી કોઈ નવી પોસ્ટ મુકી નથી.

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના  ૮મા સંકરણના જાન્યુઆરી ૨૦૨૩અંક માં જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૬ -૧૯૭૭ ને યાદ કરેલ છે. ૨૦૧૮થી આપણે.

§   ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો

§  ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,

§   ૨૦૨૦ માં ૧૯૭૧ નાં  અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને,

§  ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોનેઅને

§   ૨૦૨૨માં ૧૯૭૪ - ૧૯૭૫નાં વર્ષોની ભુલાવા લાગેલી ફિલ્મોની કેટલીક સુરાવલીઓને

યાદ કરી ચુક્યાં છીએ.

અજિત પોપટની એક શ્રેણી 'પેન પરિક્રમા' હેઠળ તેમણે સરળ સ્વભાવનાં શમસાદ બેગમની નિખાલસતાએ મુગ્ધ કર્યા માં શમશાદ બેગમ સાથેની યાદોને વાગોળે છે.

Contribution of Marathi Composers in Bollywood નો Part I સ્નેહલ ભાટકર અને એન દત્તા , Part II દત્તારામ અને સુધીર ફડકે અને વસંત દેસાઈ તેમજ Part III  સી રામચંદ્રના હિંદી ફિલ્મોનાં યોગદાનોની નોંધ લે છે.

Some Favorite Noor Jehan Film Songs Related to Lal Shahbaz Qalandar (and some other Qalandars too), માં નુરજહાંએ શાહબાઝ ક઼લંદર અને બીજા સુફી સંતોની કથાઓ પરની પાકિસ્તાની ફિલ્મોમામ ગાયેલાં ગીતોની ઝલક મુકી છે.

Chal Ri Sajani Ab Kya Soche – Torn Between Two Worlds - ચલ રી સજની અબ ક્યા સોચે કન્યા વિદાયની કરૂણતાનું પર્યાય બની ગયેલ છે.  સે ડી બર્મન,  મજરૂહ - મુકેશનાં આ અવિસ્મરણીય સર્જનને રાજ ખોસલાનાં બંબઈકા બાબુમાં સુચિત્રા સેન, દેવાનં, નાસિર હુસૈન અને અચલા સચદેવની અદાકારી કેવું જીવંત કર્યું છે તે Shirish Waghmode યાદ કરે છે.

Javed Akhtar on how cinema has changed: ‘Improved on the form though lost out on the context’ – A Book Excerpt - Nasreen Munni Kabir નું વાતચીતની શૈલીમાં લખાયેલું પુસ્તક ‘Talking Life’,  ‘Talking Films’ અને ‘Talking Songs’ ને અનુસરે છે.


Bhabhi Songs Part 1: With the Devar - જે કેટલાંક ગીતોમાં આ સંબંધની ચોક્કસ વ્યાખ્યા કરતો ઉલ્લેખ ગીતના શબ્દોમાં જોવ અનથી મળતો એ ગીતો પરદા પર દેર અને ભાભીનાં પાત્રો દ્વારા ગાવામાં આવેલ છે.

Ten of my favourite ‘two songs in one’, માં બે ઉપરાઉપરી ગોઠવાયેલાં ગીતોની યાદી છે.

The ‘Fusion Songs’ માં એક જ ગીતમાં બે અલગ શૈલીને વણી લેવાયં હોય તેવાં ગીતો યાદ કરાયાં છે. 

Songs of Anger જે ગીતોમાં રીસ (क्रोध)/ ઇતરાજી (ख़फ़ा)/ નારાજી (नाराज़)/ગુસ્સો (ग़ुस्सा) જેવા શબ્દો વડે ગીતનો ભાવ વ્યક્ત થતો હોય તેવાં આ ગીતો છે. 

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

  • Gulzar’s Parichay is a study of a dysfunctional family, but can we accept that ours is broken? - ગુલઝારની 'પરિચય' વિનમ્રપણે યાદ કરાવે છે કે બધી સમસયાઓના મૂળમાં ભલે પ્રેમ જરૂરી હોય પણ એકલો પ્રેમ માત્ર પુરતો નથી. 
  • Basu Chatterjee’s Khatta Meetha is India’s version of Modern Family, but with all the problematic tropes - 'ખટ્ટા મીઠા' આમ તો નિર્ભેળ , સરળ કોમેડી વાર્તા છે જે મધ્યમ વર્ગનાં કુટુંબનાં જીવની ઘટનાઓનું નિરૂપણ છે, પણ તેમ છતાં સામાન્ય શબ્દોના અર્થફેરમાંથી સર્જાતી ગેરસમજો વાર્તાનાં કથાવસ્તુને સાંકળતી કડીઓ બની રહે છે. 
  • Gulzar’s Achanak is what Akshay Kumar’s Rustom would have been if it didn’t take the easy way out - ગુલઝારની 'અચાનક' (૧૯૭૩) આમ તો એક લશ્કરી અફસર દ્વારા પોતાની બેવફા પત્નીઅને તેના પ્રેમીનાં પોતાના હાથે થતાં ખુનની વાત છે,પણ પતિ-પત્નીનો સંબંધ કેમ વીખરાઈ જઈ શકે એ વાત આપણને વિચારતાં કરી મુકે છે. 

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

ન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના જાન્યુઆરી ૨૦૨૩ના લેખો:

ઉઘાડ પામતી પરોઢની પ્રતીક્ષા

ઢીલ દે ...ઢીલ  દે રે ભૈયા

શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં હવે જે અલ્લા રખા (એ આર) રહેમાનના પ્રવેશથી હિંદી ફિલ્મ સંગીતની ચોથી કાયાપલટનો સમયકાળ શરૂ  થયો એ એ આર રહેમાનની હિંદી ફિલ્મ જગત સફરની અવનવી વાતો જાણીશું.

દેશના સૌથી વધુ સફળ ઉદ્યોગપતિના જીવન પર આધારિત ફિલ્મ ગુરુના સંગીતે ધૂમ મચાવેલી

અન્નુ કપૂરની ખાસ કોલમ 'કુછ દિલને કહા માં પ્રકાશિત થયેલા લેખો:

અભી કહાં આરામ બદા યહ મૂક નિમંત્રણ છલના હૈ

ફિલ્મો બનાવવામાં હીરો અને નિર્માતાના સપનાંની થઈ ગઈ રાખ

જયારે ઉઠાંતરીને એવોર્ડ આપવા પર અડગ રહ્યા હતા વિજય આનંદ!

ઘાયલ રી ગત ઘાયલ જાણ્યાં, મીરા : વિપદાઓમાં ફસાયેલી ફિલ્મની વાર્તા

જાન્યુઆરી ૨૦૨૩માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલસુફીભર્યા ગીતોहर युग में बदलते धर्मो को कैसे आदर्श बनाओगे ?

બંદિશ એક, રૂપ અનેક (૯૫): ઠૂમરીआन मिलो सजना

આવારાશબ્દવાળા ફિલ્મીગીતો

શામ સે આંખ મેં નમી નમી સી હૈ….


બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં ઝાંસી કી રાની (૧૯૫૩)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

નલિન શાહના પુસ્તકMelodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ . પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણીસૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં (૨૨) નિયતિની દેન: લતા પણ ફરીથી લતા ન બની શકે  પ્રકરણ રજુ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને " કળવાદ્યો : પિયાનો [૧]"ને કેન્દ્રમાં રાખીને કેટલાંક નોંધપાત્ર ગીતો રજૂ કરે છે..

ભગવાન થાવરાણીની શ્રેણી 'ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ' માં તેઓ ફિલ્મ સારુબેંડ – SARABAND ( 2003 )નો આસ્વાદ કરાવે છે.

'ચર્ચાની એરણે ૧૯૪૩નાં ગીતો' શ્રેણીમાં યુગલ ગીતો : સ્ત્રી - સ્ત્રી યુગલ(+) અને ત્રિપુટી(+) ગીતો પછી મને સૌથી વધુ પસંદ પડેલ યુગલ ગીતો  પરની ચર્ચા સમાપ્ત ્થાય ્છે.

Best songs of 1943: Wrap Up 3 ના તારણમાં સોંગ્સ ઑફ યોર નોંધ લે છે તેમ વર્ષ ૧૯૪૩માં મોરે બાલાપનકે સાથી ભુલ જઈયો ના (કે એલ સાયગલ, ખુર્શીદ - તાનસેન - સંગીત ખેમચંદ પ્રકાશ), ધીરે ધીરે આ રે બાદલ ધીરે ધીરે ધીરે આ - ખુશીનું અને કરૂણ વર્ઝન - (અરૂણ કુમાર / અશોક કુમાર, અમીરબાઈ કર્ણાટકી -કિસ્મત - સંગીત અનિલ બિશ્વાસ) અને ભારતકી એક સન્નારીકી હમ કથા સુનાતે હૈં (યશવંત બુઆ જોશી, યશવંત નિકમ - રામ રાજ્ય - સંગીત શંકર રાવ વ્યાસ) એ ત્રણ ગીતો આજે પણ એટલી જ લોકચાહના મેળવતાં રહ્યાં છે. આ વાત સાથે મારી પણ સંપુર્ણ સહમતિ છે. 

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૩નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે ગીતા દત્ત અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર માટે સૌ પહેલાં ગાયેલ યુગલ ગીતોને સાંભળીશું. જે વર્ષમાં કોઈ સંગીતકાર સાથે એકથી વધુ ફિલ્મ કે એકથી વધુ યુગલ ગીત છે ત્યાં મેં મારી પસંદગી અનુસાર ગીતોને રજૂ કરેલ છે.  ..

જય હિંદકી યેહ કહાનિયાં - માનસરોવર (૧૯૪૬) – ગીતકાર: દીપક / ઈશ્વર ચંદ્ર કપૂર  - સંગીત: એસ એન ત્રિપાઠી 

સંભલ સંભલ કે જઈઓ ઓ બંજારે ... દિલ્લી દૂર હૈ -સાજન (૧૯૪૭) - લલિતા દેઉલકર સાથે - ગીતકાર: રામ મૂર્તિ ચતુર્વેદી - સંગીત: સી રામચંદ્ર 

ફૂલ કો લે કે બૈઠા ખારમ તેરા કાંટો સે હૈ પ્યાર - ઉનરિયા (૧૯૪૮) - ગીતકાર: મુલ્કરાજ ભાકરી  - સંગીત: હંસરાજ બહલ 

બદલા હુઆ દુનિયામેં ઉલફતકા ફસાના હૈ - હમારી મંઝિલ (૧૯૪૯) -  ગીતકાર: ક઼્મર જલાલાબાદી - સંગીત: હુસ્નલાલ ભગતરામ 


હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: