Saturday, August 31, 2024

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૨ – મણકો : ૮_૨૦૨૪

ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૨ મા સંપુટના મણકા - ૮_૨૦૨૪માં આપનું સ્વાગત છે.

૨૦૨૪નું વર્ષ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીનું વર્ષ [જન્મઃ ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ । ઈંતકાલઃ ૩૧ જુલાઈ, ૧૯૮૦] છે. તે નિમિત્તે વર્ષ દરમ્યાન લેખો અને ખાસ કાર્યક્રમો સ્વરૂપે જે ઉજવણીઓ થતી રહેશે તે અહીં રજુ કરતાં રહીશું. ચુંટેલી ઉજવણીઓને રજુ કરીશું.

મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી સંબંધિત, ૩૧ જુલાઈ, ૨૦૨૪ના રોજ, આઠમા મણકામાં મોહમ્મદ રફીનાં '૫૦ થી '૭૦ સુધીના દાયકાઓનાં લોકપ્રિય સૉલો અને યુગલ ગીતો Sau Bar Janam Lenge માં રજૂ કરાયાં.

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું –

વિન્ટેજ એરાનાં બહુખ્યાત ગાયિકા પારૂલ ઘોષની ૪૭મી પુણ્યતિથિએ - Aaye Bhi Woh Gaye Bhi Woh – Remembering Parul Ghosh.

એક વર્ષ મોડેથી TRIBUTE: BHARAT VYAS. Lyricist.

Asit Sen: The Director Who Became an Unforgettable Comedian - Ratnottama Sengupta યાદ કરે છે કે પરિવાર (૧૯૫૬) અને અપરાધી કૌન (૧૯૫૭) દિગ્દર્શિત કર્યા પછી તેમની સંવાદની આગવી છટા વડે આસિત સેને દર્શકોને ખડખડાટ હસતા કરી મૂક્યાં.

Happy birthday to veteran star Aruna Iraniji - બહુમુખી અભિનય પ્રતિભા ધરાવતાં અરૂણા ઈરાનીને ૩ મે ૨૦૨૪ના રોજ તેમના જન્મદિને શુભેચ્છાઓ પાઠવતાં યાદ કરીએ કે હિંદી ફિલ્મોમાં તેમણે ગંગા જમુના (૧૯૬૪) માં બાળ વૈજયંતીમાલાની ભૂમિકાથી પદાર્પણ કર્યું હતું..

Rafi sings for Composers from Bengal – part I માં અનિલ બિશ્વાસ, સલીલ ચૌધરી અને હેમંત કુમારે રચેલાં મોહમ્મદ રફીનાં ગીતોને યાદ કર્યા Part II માં એસ ડી બર્મન અને મોહમ્મદ રફીના લગભગ ૧૦૦ ગીતોના સંગાથને યાદ કર્યો. Part III માં આર ડી બર્મનની ૩૦મી પુણ્યતિથિની યાદમાં મોહમ્મદ રફીનાં તેમણે સંગીતબદ્ધ કરેલાં કેટલાંક ગીતો યાદ કરાયાં છે. Part 4 માં, મુખ્યત્વે, '૪૦ અને '૫૦ના દશકોના કેટલાક જાણીતા, કેટલાક ઓછા જાણીતા કે કેટલાક તો ભુલાઈ ચુકેલા બંગાળી સંગીતકારોએ મોહમ્મદ રફી પાદે ગવડાવેલાં ગીતો યાદ કર્યાં. હવે. Part V માં '૬૦ અને '૭૦ના દાયકાના બંગાળી સંગીતકારોએ મોહમ્મદ રફી પાદે ગવડાવેલાં ગીતો યાદ કરાયાં છે.

મોહમ્મદ રફી - ૧૯૫૦ સુધી પદાર્પણ કરેલાં સંગીતકારોએ રચેલાં, પણ ઢંકાઈ ગયેલાં, રોમેન્ટીક મુડનાં કેટલાંક સૉલો ગીતો માં મોહમ્મદ રફીનાં 'સદાબહાર' અને બહુ સારાં' ગીતોમાંથી ઢંકાઈ ગયેલાં કેટલાંક સૉલો ગીતો યાદ કરાયાં છે.

Mohammad Rafi & Johnny Walker in Symbiosis – ડી પી રંગન મોહમ્મદ રફીની ૪૪મી અને જોહ્ની વૉકરની ૨૧મી પુણ્યતિથિએ સંયુક્ત સ્મરણાંજલિ આપે છે.

Saira Banuji and Rajender Kumarji combination with Shankar Jaikishanji gave blockbuster hits in 1960s

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૯મા સંસ્કરણના ઓગસ્ટ ૨૦૨૪ના અંકમાં શૈલેન્દ્રનાં ગીતોની નીનુ મજુમદાર દ્વારા સ્વરબદ્ધ કરાયેલી રચનાઓ યાદ તાજી કરાઈ છે. ૨૦૧૭માં આપણે શૈલેન્દ્રનાં અન્ય સંગીતકારો સાથેનો લેખ -શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતો – કર્યો તે પછીથી આપણે

૨૦૧૮ - શૈલેન્દ્ર અને રોશન

૨૦૧૯ - શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

૨૦૨૦ – શૈલેન્દ્ર અને એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર

૨૦૨૧ - શૈલેન્દ્ર અને શાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોય,

૨૦૨૨ - શૈલેન્દ્ર અને કિશોર કુમાર અને

૨૦૨૩ - બસંત પ્રકાશ અને શૈલેશ મુખર્જી

નાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

તસ્વીરો દ્વારા Celebrating cinema:


 
હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –

चूड़ियाँ पहनना - A 𝒎𝒖𝒉𝒂𝒗𝒓𝒂 I could do without - ઢીલા પુરુષ મટે હિંદી ફિલ્મોમાં 'બંગડી પહેરેલો' એવો ઉતારઈ પાડતો રૂઢપ્રયોગ બહુ પ્રચલિત છે. એનું એક સચોટ ઉદાહરણ દેશ પ્રેમી (૧૯૮૨)નાં ગીત જાઓ જી જાઓમાં જોવા મળે છે. સ્ત્રીઓ માટે બંગડી એક મહત્ત્વનું ઘરેણૂં છે. તેમ છતાં એવી જ એક સ્ત્રી પેલા પુરુષને મેણૂં મારે છે કે બંગડી પહેર અને ઘાઘરો સીવડાવી લે. Barsaat – And It Started Raining Melodrama and Music! -Yogesh Kale - 'બરસાત' (૧૯૪૯) એવી ફિલ્મ છે જેણે તેના નામ અનુસાર, હિંદી ફિલ્મોનું એક બહુખ્યાત બેનર, શંકર જયકિશન, શૈલેંદ્ર, હસરત જયપુરી અને નિમ્મીનાં પદાર્પણ, ખોબે ખોબે ઘરીને સફળતા અને કાશ્મીર ખીણમાં ફિલ્માયેલી પહેલ વહેલી ફિલ્મ જેવી વર્ષાઓની હેલી વરસાવી.

The ‘Cloud’ Songs માં વાદળોને ઉદ્દેશીને રચાયેલાં ગીતો રજૂ કરાયાં છે.

Chhoti Si Kahani Se – Ijaazat – The Monsoon BlossomYogesh Kale - આર ડી બર્મને આ ગીતની ધુન ગુલઝારને બહુ ઢીલ કર્યા બાદ સોંપી. ગીતમાં આર ડીએ જે વાતાવરણ વણી લીધું હતું તેને ગુલઝારે પર્દા પર તાદૃશ કરી બતાવ્યું.

The 𝑴𝒂𝒖𝒔𝒂𝒎 Songs - હિંદી ફિલ્મોના સુવર્ણ કાળમાં મોસમ માટે વપરાયેલાં દસ અલગ અલગ વિશેષણો પ્રયોજાયાં હોય એવાં ગીતો અહીં રજૂ કરાયાં છે.

Dilip Kumarsahab's Mughal I Azam remained the greatest blockbuster of 1960 followed by Barsaat ki raat, Kohinoor, Chaudavi Ka Chand and Jis Desh Me Ganga Behti Hai

‘Angry Young Men’ review: The iconic Salim-Javed dish out warm anecdotes and some insights - Nandini Ramnath - પ્રાઈમ વિડીયો પર નમ્રતા રાવની ત્રણ હ્પ્તામાં રજૂ થયેલ દસ્તાવેજી શ્રેણીનો પરિચય કારાયો છે.

In Satyajit Ray’s films, the magic began with the opening titles - Ashoke Nag - સત્યજીત રેના પુત્ર સંદીપ રેના બહુમૂલ્ય ઉમેરણો સાથે સત્યજીન રેની ફિલ્મોનાં વિવિધ પાસાંઓને આવરી લેતાં પુસ્તકનો સંક્ષિપ્ત પરિચય.


દરેક વર્ષનાં ગીતોમાંથી Best songs of year ની ચર્ચાને રજૂ કરતી શ્રેણીની કડી Best songs of 1941, Wrap Up 2 માં ૧૯ ગાયિકાઓએ ગાયેલાં ૩૫ ગીતોની સ્ત્રી ગીતોની ચર્ચા કરાઈ છે.સોંગ્સ ઑફ યોરે ૧૯૪૧નં વર્ષમાટે શ્રેષ્ઠ ગાયિકા તરીકે ખુર્શીદ પર પસંદગી ઢોળી છે.

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ

ઓગસ્ટ ૨૦૨૪માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:



બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં કહાની કિસ્મત કી (૧૯૭૩)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને રાવણહથ્થો ને લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..

ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. આ મહિને આમિર ઉસ્માની દેવબંદી, ચંદ્રશેખર પાંડે, આઈ. સી. કપૂર , અર્શ હૈદરી અને વર્મા મલિક ની ગઝલો પેશ કરે છે.

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૪માં આપણે મોહમ્મદ રફી વિશે અન્ય લોકોએ જે કંઈ કહ્યું છે તેની યાદી બનાવી રહ્યાં છીએ..

Remembering Mohammad Rafi – મોહમ્મદ રફીના પોતાના કેસ્ટ્સ રેકોર્ડસના સમયના ખજાનામાં ડૂબકી મારી ને સંજીવ રામભદ્રન રફીનાં ગીતોના મુખડાઓના ટુકડાઓ રજૂ કરીને આપણને મૂળ ગીત યાદ કરી આપવા લલકારે છે.

 

હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.


No comments: