રૂપરેખા અને પ્રસ્તુતી: બીરેન કોઠારી અને ઉર્વીશ કોઠારી
૨૩
મે ૨૦૨૬
લેખ
સંકલનઃ અશોક વૈષ્ણવ
નોંધઃ તીરછા અક્ષરોમાંનું લખાણ
લેખ સંકલનકારનાં મતવ્ય દર્શાવે છે.
જૂનાં ગીતોના સાર્થક જલસાની શ્રેણી 'રંગત' હેઠળ ના ત્રીજા મણકાનો વિષય હતોઃ
કાર્યક્રમનો દેખીતો વિષય આશા ભોસલે (૮ સપ્ટેમ્બર ૧૯૩૩ - ૧૨
એપ્રિલ ૨૦૨૬)નાં હિંદી ફિલ્મોનાં ગીતોને યાદ કરીને અંજલિ આપવાનો કહી શકાય.
કાર્યક્રમની શરૂઆતમાં જ સ્પષ્ટ કરી
દેવાયું કે આશા ભોસલેના સ્વર્ગવાસ પછી અંજલિઓનો જે ધોધ થયો તેમાં આશા ભોસલેની સ્વર
પ્રતિભા અને ગાયન શૈલીની બહુ જ મર્યાદિત ઝાંખી જોવા મળેલ તે અધુરાશને પુરી કરવાનો
આ કાર્યક્રમનો મૂળભુત આશય છે.
કાર્યક્રમની રૂપરેખાની આટલી સ્પષ્ટતા
મનમાં થઈ ગયા બાદ આયોજકોએ આટલાં ગળણાંમાંથી નીતારીને ગીતોની પસંદગી કરવી એમ નક્કી
કર્યું -
·
પસંદ કરેલં ગીતોનો સમય કાળ ૧૯૬૫ સુધીનો જ
રાખવો
·
ઓ પી નય્યરનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો ન
લેવાં
·
પસંદ કરેલાં ગીતોના સંગીતકારો જાણીતા
હોવા જોઈએ
·
પસંદ કરેલાં ગીતો પણ જાણીતાં હોવાં જોઈએ
આટલા ગળણાંમાથી નીતાર્યા
પછી પણ
ત્રણ કલાકના કાર્યક્રમમાં સમાવી શકાય તેના કરતાં બહુ ઘણાં
ગીતો ઉપલબ્ધ થતાં હતાં. બહુ મંથન અને ચર્ચાઓ બાદ પણ ૫૬ ગીતોથી ઓછું કરી શકાય તેમ
નહોતું. એટલે, નક્કી કરાયું કે -
· આશા ભોસલેની ગાયકીના જે
અંગને ધ્યાન પર લેવું છે એટલો જ દરેક ગીતના મુખડા કે અંતરાનો ભાગ બતાવવો.
રજૂઆતની આ પદ્ધતિને અનુરૂપ
થવા માટે ગીતનો આખો વિડીયો જોઈ શકાય તેમ મુકવાને બદલે આ લેખમાં પણ ગીતના ભોલને
યુટ્યુબની હાયપર લિંક સાથે રજૂ કરેલ છે. ગીતની જે ખુબીની વાત છે તેને માણવા માટે
વાચકે યુટ્યુબ પર જઈને એ ગીત સાંભળી લેવું રહે.
લેખની રજૂઆતની સરળતા માટે
કાર્યક્રમની પ્રસ્તુતીને ત્રણ હિસ્સામાં વહેંચી કાઢેલ છે -
v દૃઢ મનોબળ અને સર્વતોમુખી
ગાયકી શૈલીનાં અધિષ્ઠાતા તરીકે આશા ભોસલેનો ઉદય
v મુખ્ય ગાયિકા તરીકે એસ ડી
બર્મન સાથેનાં ગીતો
v અન્ય સંગીતકારો સાથેનાં
વિવિધ પ્રકારનાં ગીતો
દૃઢ મનોબળ અને સર્વતોમુખી ગાયકી
શૈલીનાં અધિષ્ઠાતા તરીકે આશા ભોસલેનો ઉદય
એ તો હવે સુવિદિત છે કે આશા ભોસલેની હિંદી ફિલ્મ સંગીત ક્ષેત્રે શરૂઆત ૧૯૪૯માં સ્ત્રી ગાયિકાઓનાં યુગલ ગીતથી થઈ. યોગાનુયોગ જ છે કે એ યુગલ ગીત - બાદલ ઘીર આયે રિમ્ઝિમ પાની બરસે (કરવટ, ૧૯૪૯ - ગીતકારઃ ડી એન મધોક - સંગીતઃ હંસરાજ બહલ) - ગીતા દત્ત સાથેનું યુગલ ગીત હતુ. અને રંગત - ૩ નું સર્વ પ્રથમ ગીત પણ ગીતા દત્ત સાથેનું યુગલ ગીત છે.
ધરતી સે દૂર ગોરે બાદલોંકે પાર આજા આજા બસાયે નયા સંસાર - સંગદીલ (૧૯૫૨) - ગીતા દત્ત ્સાથેે ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સજ્જાદ હુસ્સૈન
બાળ ગીત હોવા છતાં, તેમજ ગીતા દત્ત મુખ્ય ગાયિકા હોવા છતાં. આ ગીતમાં આશાI
ભોસલેની ગાયન પ્રતિભાની નોંધ લેવાઈ. એ પછી પણ આશા ભોસલેનાં જે ગીતો પ્રસિદ્ધિ વર્યાં એ હતાં તો સ્ત્રી - પુરુષ યુગલ ગીતો પણ આશા ભોસલેનો સ્વર બાલિકા કલાકાર માટે લેવાયો હતો.
નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠીમેં ક્યા હૈ - બુટ પોલીસ (૧૯૫૪) - મોહમ્મદ રફી સાથે - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન
ચલી કૌનસે દેશ ગુજરિયા તુ સજ ધજ કે - બુટ પોલીસ (૧૯૫૪) - તલત મહમુદ સાથે - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન
રાત ગયી ... ફિર દિન આતા હૈ ઈસી તરહ આતે જાતે હી જીવન જાતા હૈ - બુટ પોલીસ (૧૯૫૪) - મન્ના ડે સાથે - ગીતકારઃ સરસ્વતી કુમાર 'દીપક' - સંગીતઃ શંકર જયકિશન
ફિલ્મની રજૂઆત પહેલાં જ આ ગીતોની એટલી ધુમ મચી ગઈ કે ગાયન - નર્તનથી પુરુષોને મોહિત કરીને ગુજરાન ચલાવ્તી સ્ત્રી કલાકારનાં બળુકાં પાત્ર પર ફિલ્મ્વાયેલું, આ જ ફિલ્મનું, ગીત - મૈં બહારોંકી નટખટ રાની (બુટ પોલીશ, ૧૯૫૪ - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન) - તો લોકો થિયેટરની બહાર નીકળતાં જ ભુલી ગયાં.
કોઈ કલાકારને અમુક પ્રકારનાં ગીતો કે પાત્રોને માટે શરૂઆતથી અઢળક પ્રસિદ્ધિ મળે તો એ કલાકારોને એ બીબામાં જ ઢાળી દેવાં એ તો હિંદી ફિલ્મ જગતની એક વણલખી પ્રણાલી બની ગયાનાં અનેક ઉદાહરણો આપણી સમક્ષ આવે છે. પરંતુ, વિપરિત પરિસ્થિતિઓ સામે લડી લેવાની જે નૈસર્ગિક તાકાત આશા ભોસલેમાં હતી તેને નિયતિએ પણ જાણે સ્વીકૃતી આપી હોય એમ આશા ભોસલેની કારકિર્દીને પણ નીખરવાની પુરી તક મળે એવાં ગીતો પણ આશા ભોસલેને મળવા લાગ્યાં, અને એ ગીતોની નોંધ પણ લેવાવા લાગી.
ફુટપાથ
પર ગીત ગાતાં બાળ કલાકાર માટે ગીત ગાતાં પહેલાં આશા ભોસલે 'ફૂટપાથ' ૧૯૫૩માં સ્નાન કરતી સુંદરીના મનોભાવને
વ્યક્ત કરતું ગીત ગાઈ ચુક્યાં હતાં -
કૈસા જાદુ ડાલા રે બલમા ન જાનેે - ફૂટપાથ (૧૯૫૩) - ગીતકારઃ અલી સરદાર
જાફ્રી - સંગીતઃ ખય્યામ
વર્ષો
પછી પોતાની બીજી ઇનિંગ્સમાં, ઉમરાવ
જાન (૧૯૮૧)માં ખય્યામે આશા ભોસલે પાસે તેમના નૈસર્ગિક સુરથી અડધો સુર નીચે
ગવડાવીને ગહન ઉર્મિલ ભાવમાં પરિપક્વ, થોડા ભારે સ્વરમાં, ‘લખનવી 'કોઠાવાળી'ના ભાવને જીવંત કર્યો હતો !
૧૯૫૩માં
જ આશા ભોસલેએ અલગ જ મિજ઼ાજનું એક બીજું સૉલો ગીત પણ ગાયું હતું
લકડી જલ કોયલા ભયી ... જા ચલી જા ઓ ઘટા - આગા કા દરિયા (૧૯૫૩) - ગીતકારઃ અઝીઝ
કાશ્મીરી - સંગીતઃ વિનોદ
મુખ્ય
ગાયિકા તરીકે લતા મંગેશકરને અનુરૂપ ગીતોની રચના કરવા માટે જાણીતા નૌશાદે છેક
૧૯૫૪માં ફિલ્મની બીજી હીરોઈન માટે લતા જેવી શૈલીમાં એક ભજન આશા ભોસલે પાસે
ગવડાવ્યું.
રાધા કે પ્યારે - અમર (૧૯૫૪) - ગીતકારઃ શકીલ બદાયુની -
સંગીતઃ નૌશાદ
ધ્યાનથી
જોતાં દેખાશે કે @
૨.૩૩થી ૨.૪૨
દરમ્યાન મધુબાલા પણ આશા ભોસલેના સ્વરમાં ગાય છે.
આગળ
જતાં જોઈશું કે મધુબાલા માટે અવનવા ભાવોને રજૂ કરતાં, આશા ભોસલેનાં શ્રેષ્ઠ ગણાતાં અને ખુબ
લોકપ્રિય થયેલાં,
અનોખાં, ગીતો પણ ગાયાં છે.
આશા
ભોસલેએ રોમેન્ટીક ભાવનાં યુગલ ગીતો પણ ગાયાં જે હિંદી ફિલ્મી ગીતોના પારખુઓના
મનમાં રમતાં રહ્યાં છે
-
વો ચાંદ નહીં હૈ દિલ હૈ કિસી દિવાને કા - આંધીયાં (૧૯૫૨) - હેમંત કુમાર - ગીતકારઃ પંડિત નરેન્દ્ર શર્મા - સંગીતઃ ઉસ્તાદ અલી અકબર ખાં
આ ફિલ્મમાં આશા ભોસલેનાં બે સૉલો ગીતો પણ છે.
યે મેહફિલ સિતારોં કી .... ઐસે મેં છેડ દો તરાના કોઈ પ્યાર કા - અરબ કા સૌદાગર (૧૯૫૬) - ગીતકારઃ એસ એચ બિહારી - સંગીતઃ રવિ
રવિ ખુદ પણ તેમની પ્રતિભા કરતાં ઓછા અંકાયેલા સંગીતકાર ગણાય છે. આશા ભોસલેના સ્વરમાં તેમણે રચેલાં કેટલાંય ગીતો એવાં ગણાય કે જેમને આશા ભોસલેની અંજલિમાં અચુક સ્થાન મળવું જોઈતું હતું.
આશા ભોસલેનાં વિશિષ્ટ પ્રભાવ માટે જાણીતાં ' ક્લબ' ગીતોમાં શિરમોર કક્ષામાં મુકાતું એવું ગીત શંકર જયકિશને પણ રજૂ કર્યું છે. આ ગીતના મુખડાની અઘરી કહી શકાય એવી રજૂઆત આશા ભોસલેએ જેટલી સહજતાથી રજૂ કરી એટલી જ અસરકારકતાથી નાદિરાના પાત્રની પરદા પરની મારકણી અદાને પણ જીવંત કરી બતાવી.
મુડ મુડ મુડ કે ન દેખ મુડ મુડ કે - શ્રી ૪૨૦ (૧૯૫૫) - મન્ના ડે અને કોરસ સાથે - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન
ઝૂમતી હૈ નઝર ઝૂમતા હૈ પ્યાર - હાતિમતાઈ (૧૯૫૭) - મોહમ્મદ રફી સાથેaa - ગીતકારઃ રાજા મેંહદી અલી ખાન - સંગીતઃ એસ એન ત્રિપાઠી
[આશા ભોસલેના સ્વરમાં પરીઓના અલૌકિક સ્વરની કંપન અનુભવી શકાય છે!]
આશા ભોસલેની કારકિર્દીનો આ તબક્કામાં તેમનાં સમકાલીન પાર્શ્વગાયિકાઓની સરખામણીમાં તેમની પ્રતિભાને સ્વીકૃતી મળવા લાગી હતી, પરંતુ લતા મંગેશકરની સફળતાની સમકક્ષ ગણી શકાય એવી સફળતા હવે મળવાની હતી.
મુખ્ય ગાયિકા તરીકે એસ ડી બર્મન સાથેનાં ગીતો
Disclaimer:

No comments:
Post a Comment