Sunday, August 31, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૮ /૨૦૧૪ - ભાગ : ૧



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - '૮ /૨૦૧૪ 'બ્લૉગૉત્સવ સંસ્કરણ - ભાગ : ૧માં આપનું સ્વાગત છે.
૩૧ જુલાઇ મોહમ્મદ રફીનાં અવસાનની તિથિ છે. તેથી આ મહિના બ્લૉગ કાર્નીવલનું આ આખું સંસ્કરણ આપણે મોહમ્મદ રફીની યાદમાં પ્રકાશિત થયેલ લેખોને સમર્પિત કરીશું.
આ વર્ષે એ દિવસે આપણા નિયમિત સાથી બે બ્લૉગ પર મોહમ્મદ રફી પરના, પૂરેપૂરા અને અલગ પ્રકારના જ  ત્રણ લેખ પ્રકાશિત થયા છે. તે જ રીતે બે લેખ ભૂતકાળની સંદુકમાંથી મળી આવ્યા છે. આમ કુલ પાંચ લેખનાં ગીતોની વ્યક્તિગત નોંધ આજે આપણે લઇશું. દરેક  લેખ અને તેમના પરની ચર્ચાઓમાં મોહમ્મદ રફીનાં ગાયનની વિવિધ પહલૂંઓ જોવા મળશે. તેથી આપણે દરેક લેખની ટુંક નોંધ લેવાની આપણી સામાન્ય રીતને બદલે, આ વખતે જે લેખોની સાથે વાચકોએ પણ ચર્ચામાં એવાં જ રસપ્રદ ગીતોની વાત કરી છે, તેવાં ગીતોને પણ મૂળ લેખનાં ગીતોની સાથે જ સમાવ્યાં છે.  તે સિવાયના ભૂતકાળના અન્ય લેખોની આપણે માત્ર નોંધ જ લઇશું.
આપણી સહુ પ્રથમ મુલાકાત છે - The Legends: Mohammed Rafi.
અહીં વર્ષવાર ઉતરતા  ક્રમમાં અલગ અલગ સંગીતકાર વડે સ્વરબદ્ધ થયેલાં ગીતોની ચર્ચા કરાઇ છે. આપણે એ ગીતોની સાથે ચર્ચામાં અન્ય વાચકોની પસંદના જ એગીતો રજૂ થયાં છે તેમને પણ સાથે લઇ લીધાં છે.
વર્ષ : ૧૯૪૭
સી. રામચંદ્ર

સાજન

વર્ષ : ૧૯૪૯
નૌશાદ

દુલારી 

વર્ષ : ૧૯૫૪
ગુલામ મોહમ્મદ 

મિર્ઝા ગાલિબ

હુસ્નલાલ ભગતરામ

શમા પરવાના

વર્ષ : ૧૯૫૬
શંકર જયકિશન 

બસંત બહાર 

ઓ પી નય્યર  

છૂમંતર       

વર્ષ : ૧૯૫૭
હંસરાજ બહેલ 

ચંગેઝખાન   

ઓ પી નય્યર 

તુમ સા નહીં દેખા 

ઓ પી નય્યર 

નયા દૌર     

દત્તારામ       

અબ દિલ્લી દૂર નહીં 

વર્ષઃ ૧૯૫૮
સલીલ ચૌધરી  

મધુમતી   

એસ ડી બર્મન   

કાલા પાની 

વર્ષઃ ૧૯૫૯
ઉષા ખન્ના  

દિલ દે કે દેખો 

વર્ષઃ ૧૯૬૦
એસ એન ત્રિપાઠી

લાલ કિલ્લા

રવી     

ચૌદહવીં કા ચાંદ 

એસ ડી બર્મન

બંબઇ કા બાબુ

ઇકબાલ કુરેશી  

બિંદીયા 

વર્ષ : ૧૯૬૧
ખય્યામ  

શોલા ઔર શબનમ   

નૌશાદ  

ગંગા જમુના     

એન દત્તા 

કાલા સમુંદર  

સલીલ ચૌધરી 

માયા

વર્ષ : ૧૯૬૨
રોશન   

વલ્લાહ ક્યા બાત હૈ     

એસ ડી બર્મન   

બાત એક રાત કી

વર્ષ : ૧૯૬૩
એસ ડી બર્મન   

તેરે ઘર હે સામને

પંડિત રવિ શંકર 

ગો દાન

લક્ષ્મીકાંત પ્યારેલાલ

પારસમણિ 

એન દત્તા   

ગ્યારહ હઝાર લડકિયાં

                      



વર્ષ : ૧૯૬૪
રોશન   

ચિત્રલેખા   

કલ્યાણજી આણંદજી 

ઈશારા

ઇકબાલ કુરેશી  

ચા ચા ચા

મદન મોહન 

હકીકત

સી અર્જુન   

પુનરમિલન   

મદન મોહન

શરાબી

જયદેવ 

હમ દોનો

એસ ડી બર્મન

ઝીદ્દી 

વર્ષઃ ૧૯૬૫
રવિ   

કાજલ  


ચિત્રગુપ્ત

આકાશદીપ

ઓ પી નય્યર

મેરે સનમ

શંકર જયકિશન    

રાજ હઠ  

જી એસ કોહલી

એડવેન્ચર ઑફ રોબિનહુડ   
વર્ષ : ૧૯૬૬
મદન મોહન 

દુલ્હન એક રાત કી    

ઓ પી નય્યર

બહારેં ફિર ભી આયેગી 

આર ડી બર્મન   

તીસરી મંઝિલ   

ઉષા ખન્ના   

શબનમ 

ચિત્રગુપ્ત    

ઊંચે લોગ   

વર્ષ : ૧૯૬૭
લક્ષ્મીકાંત પ્યારેલાલ  
છૈલા બાબુ   

આર ડી બર્મન      

બહારોં કે સપને      

વર્ષ : ૧૯૬૮
લ્ક્ષ્મીકાંત પ્યારેલાલ  

મેરે હમદમ મરે દોસ્ત 

રોશન   

અનોખી રાત   

વર્ષ : ૧૯૭૭
ખય્યામ  

શંકર હુસૈન  

આવો બીજો લેખ છે Rafi’s duets by SD Burman.
મોહમ્મદ રફીનાં એસ ડી બર્મનનાં સંગીતમાં સ્ત્રી અને પુરૂષ યુગલ / ત્રિપુટી ગીતો મળીને કુલ ૩૯ ગીતો થયાં છે. જે પૈકી,
૧૯૫૭ પહેલાં  - લતા મંગેશક્ર સાથે ૧, ગીતા દત્ત સાથે ૪ એમ કુલ ૫ યુગલ ગીતો છે.
૧૯૫૭ થી ૧૯૬૭ દરમ્યાન -  લતા મંગેશકર સાથે ૬, ગીતા દત્ત સાથે ૫, આશા ભોસલે સાથે ૧૧ અને કમલા સિસ્તા સાથે ૧ એમ કુલ ૨૯ ગીતો છે.
૧૯૬૭ પછી -  લતા મંગેશકર સાથે ૪, આશા ભોસલે સાથે ૧ એમ કુલ ૫ ગીતો છે.
સમગ્રપણે લતા માંગેશકાર સાથે ૧૧ યુગલ ગીતો, આશા ભોસલે સાથે ૧૮ યુગલ ગીતો, ગીતા દત્ત સાથે ૯ , કમલ સીસ્તા સાથે ૧ અને એસ ડી બાતિશ ને સુમન કલ્યાણપુર સાથે ૧ ત્રિપુટી ગીત મોહમ્મદ રફીએ સચીન દેવ બર્મનનાં સંગીતમાં ગાયાં છે.
ફિલ્મ 'સઝા'નું શમશાદ બેગમ સાથેનું રજૂ ન થયેલું  યુગલ ગીત અહીં ગણત્રીમાં નથી લીધું.
મૂળ લેખમાં રજૂ થયેલ અને વાચકોએ પોતાની ચર્ચામાં શામેલ કરેલ બધાં જ ગીતો ને સહગાયક પ્રમાણે અહીં ફેરગોઠવેલાં છે.

લતા મંગેશકર સાથે
આંસુ

હુસ્નલાલ ભગતરામ


૧૯૫૩
માયા

સલીલ ચૌધરી


૧૯૬૧
પિયા મિલનકી આસ

ચિત્રગુપ્ત 


૧૯૬૧
દિલ તેરા દિવાના

શંકર જયકિશન


૧૯૬૨
આશા ભોસલે સાથે
બનારસી ઠગ

ઇકબાલ કુરેશી


૧૯૬૨
ફિર વહી દિલ લાયા હૂં

ઓ પી નય્યર


૧૯૬૩
ચા ચા ચા 

ઇકબાલ કુરેશી


૧૯૬૪
કાશ્મીરકી કલી

ઓ પી નય્યર


૧૯૬૪
તૂ હી મેરી ઝિંદગી

રોનો મુખર્જી


૧૯૬૫
ગીતા દત્ત સાથે
આર પાર

ઓ પી નય્યર


૧૯૫૪
મી. એન્ડ મિ. ૫૫

ઓ પી નય્યર


૧૯૫૫
બડે સરકાર

ઓ પી નય્યર


૧૯૫૭
૧૨ ઓ'ક્લોક

ઓ પી નય્યર


૧૯૫૮
નૂર જહાન સાથે
જુગનુ

ફીરોઝ નિઝામી


૧૯૪૭
શમશાદ બેગમ સાથે
ચાંદની રાત

નૌશાદ


૧૯૪૯



સિંદબાદ ધ સેલર

ચિત્રગુપ્ત


૧૯૫૨
સાવન

હંસરાજ બહેલ


૧૯૫૯
રેલકા ડીબ્બા     

ગુલામ મોહમ્મદ


૧૯૫૩
આગ

રામ ગાંગુલી 


૧૯૪૮
સુરૈયા સાથે
દાસ્તાન

નૌશાદ


૧૯૫૦
શમા પરવાના

ગુલામ મોહમ્મદ


૧૯૫૪
સુમન કલ્યાણપુર સાથે
બ્લેક કૅટ

એન દત્તા


૧૯૫૯
શગુન

ખય્યામ 


૧૯૬૪
જી ચાહતા હૈ

કલ્યાણજી આણંદજી


૧૯૬૪
ભીગી રાત

રોશન


૧૯૬૫
મુહબ્બત ઇસકો કહતે હૈં

ખય્યામ


૧૯૬૫
સુધા મલ્હોત્રા સાથે
ડીટેક્ટીવ

મુકુલ રોય


૧૯૫૮
લલિતા દેઓલકર સાથે
સાજન

સી. રામચંદ્ર


૧૯૪૭
આરતી મુખરજી સાથે
બોય ફ્રેન્ડ

શંકર જયકિશન


૧૯૬૧
ઉષા ખન્ના સાથે
ડાકુ મંગલ સિંહ 

ઉષા ખન્ના


૧૯૬૬
તલત મહમૂદ  સાથે
સુશીલા

સી અર્જુન


૧૯૬૬
કિશોર કુમાર સાથે
અકલમંદ

ઓ પી નય્યર


૧૯૬૬
ચુપકે ચુપકે 

એસ ડી બર્મન  


૧૯૭૫
મન્ના ડે સાથે
પરવરીશ

દત્તારામ 


૧૯૫૮
સચાઇ

શંકર જયકિશન


૧૯૬૯
                                                
        



                                                
         



મુકેશ સાથે
દો જાસૂસ

રવિન્દ્ર જૈન


૧૯૭૫
ચીતળકર સાથે
સગાઇ

સી રામચન્દ્ર


૧૯૫૧
એસ ડી બાતિશ સાથે
ચાંદ કી દુનિયા

એસ ડી બાતિશ 


૧૯૫૯
આજનાં આ સંસ્કરણને જો એક લેખના જ સ્વરૂપે રહેવા દઇએ તો લેખ બહુ લાંબો થઇ જાય તેમ છે.
તેથી અન્ય કેટલીક સાઇટ્સ પર ભૂતકાળમાં પ્રકાશિત થયેલા લેખોની નોંધ લઇને આપણે મધ્યાંતર વિરામ પાડીશું

§  Mohammad Rafi acting in Jugnu & Laila Majnu..Tera Jalwa jisne Dekha

§  Suhaana Safar with Annu Kapoor

મધ્યાંતર પછીનો બીજો ભાગ પાછળ પાછળ જ આવી રહ્યો છે........

























































































































Saturday, August 30, 2014

હિંદી ફિલ્મ સંગીતનાં અનોખાં ભાઇ-બહેન : અનિલ બિશ્વાસનાં સંગીત નિર્દેશન હેઠળ પારૂલ ઘોષનાં ગીતો

અનિલ બિશ્વાસ જન્મ શતાબ્દી વર્ષમાં - પારૂલ ઘોષનો સ્વર, અનિલદાનાં સંગીતમાં
clip_image001પારૂલ ઘોષનો જન્મ સંગીતપ્રેમી માતાની કૂખે, અનિલ બિશ્વાસના જન્મ પછી બે વર્ષે, ૧૯૧૬માં, થયો હતો. અનિલ બિશ્વાસે જે રીતે ફિલ્મ સંગીત પર એક અમીટ છાપ છોડી, એ દૃષ્ટિએ એમ કહી શકાય કે બંને ભાઇ બહેનને સંગીતના સંસ્કાર તો ગળથૂથીમાંથી જ મળ્યા હતા. વિખ્યાત વાંસળીવાદક પન્નાલાલ ઘોષ સાથે લગ્ન થવાને કારણે સંગીત સાથેનો તેમનો નાતો લગ્ન પછી પણ ચાલુ રહ્યો.
કલકત્તાનાં ન્યુ થીયેટર્સ દ્વારા તેમનો ફિલ્મ જગતમાં પ્રવેશ થયો. 'ધુપ છાંવ (૧૯૩૫)નાં રાયચંદ (આર સી) બોરાલનાં સંગીતમાં ફિલ્મ સંગીતનાં પહેલાં રેકોર્ડ થયેલાં પાર્શ્વગીત - મૈં ખુશ હોના ચાહૂં - તેમણે સુપ્રોભા સરકાર અને હરિમતી દુઆ સાથે ગાયું હતું. આટલાં જોરદાર આગમનના પ્રમાણમાં તેમની શરૂઆતની કારકીર્દી કંઇક અંશે ધીમી રહી એમ કહી શકાય. અનિલ બિશ્વાસનો સાથ થયા પછી તેઓ મુખ્ય ધારાનાં ગાયિકા તરીકે પ્રસ્થાપિત થઇ ગયાં. લતા મંગેશકર સિવાયની પાર્શ્વગાયિકાઓમાં પારૂલ ઘોષે અનિલ બિશ્વાસનાં સહુથી વધારે ગીતો ગાયાં છે. ફિલ્મ 'આંદોલન' (૧૯૫૧)માં મન્ના ડે અને સુધા મલ્હોત્રા સાથેનું ગીત 'વંદે માતરમ' તેનું આખરી ગીત ગણાય છે.
૧૩ ઑગસ્ટ ૧૯૭૭ના રોજ લાંબી બિમારી બાદ તેમનું મુંબઇ માં નિધન થયું.
અનિલ બિશ્વાસનાં સંગીતમાં પારૂલ ઘોષે ગાયેલાં ગીતો વડે તેમને આપણી અંજલિ સમર્પિત કરીએ.
૧. તુમકો મુબારક હો ઊંચે મહલ યે, હમકો હૈ પ્યારી હમારી ગલિયાં - બસંત (૧૯૪૨) - ગીતકાર : પી એલ સંતોષી
clip_image003
'બસંત'ના પ્રોડ્યુસર નેશનલ સ્ટુડિયો સાથેના કરારની ગુંચને કારણે, ફિલ્મના સંગીતકાર તરીકે ચોપડે પન્નાલાલ ઘોષનું નામ ચડેલ છે.
૨. ઉમ્મીદ ઉનસે ક્યા થી ઔર કર વો ક્યા રહેં હૈ - બસંત (૧૯૪૨) - ગીતકાર : પી એલ સંતોષી
'આયે થે ઇશ્ક બનકર, અશ્ક બનકર ચલે ગયે વો' જેવા બહુ જ અર્થપૂર્ણ, કાવ્યમય, શબ્દો એ સમયનાં ગીતોની આગવી ઓળખ હતી.
૩. પપીહા રે મોરે પિયા સે કહિયો જા - કિસ્મત (૧૯૪૩) - ગીતકાર : પ્રદીપ
કાયદાની દૃષ્ટિએ અનિલ બિશ્વાસ - પારૂલ ઘોષનાં સહકાર્યનું પહેલું ચરણ 'કિસ્મત' ગણી શકાય. જો કે આ એક ગીત સિવાયનાં આ ફિલ્મનાં બધાં જ ગીત અમીરબાઇ કર્ણાટકીએ ગાયેલ છે. એ સમયે એક જ થિયેટરમાં સળંગ ત્રણ વર્ષ સુધી ચાલવાનો રેકર્ડ પણ 'કિસ્મત'ને અંકે છે, જે પછીથી લગભગ ૩૦ વર્ષ બાદ 'શોલે'એ તોડ્યો હતો.
૪. મૈં ઉનકી બન જાઉં રે - હમારી બાત (૧૯૪૩) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
આ ફિલ્મમાં સુરૈયાએ પોતાનાં ગીતો ગાયાં હતાં, તેથી પારૂલ ઘોષનો સ્વર પરદા પર દેવિકા રાણીએ અભિનિત કર્યો હશે.
અય બાદ-એ-સબા ઇઠલાતી તો ન આ - હમારી બાત (૧૯૪૩) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
નરેન્દ્ર શર્માની ખ્યાતિ હિંદી ભાષાના કવિ તરીકેની રહી છે, પણ આ ગીતમાં તેમની ઉર્દુ પરની ફાવટ કંઇ કમ હોય તેમ જણાતું નથી.
૬. હમસે ક્યા પૂછતે હો દર્દ કહાં હોતા હૈ - લેડી ડૉક્ટર (૧૯૪૪) – ગીતકાર :વલી સાહેબ
ગીતની રજૂઆતમાં કેવી તાજગી અનુભવાય છે !
૭. મોરે આંગનમેં છીડકી ચાંદની, ઘર આ જા સનમ - જ્વાર ભાટા (૧૯૪૪) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
સાજનને ઘર આવવાનાં ઇજનને કેટ કેટલાં કારણોથી સજાવેલ છે..
૮. ભૂલ જાના ચાહતી હું,ભૂલ પાતી નહીં - જ્વાર ભાટા (૧૯૪૪) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
પોતાના પ્રિતમને ન ભૂલી શકવાની વ્યથા પારૂલ ઘોષ કેટલી લાગણીથી રજૂ કરી શક્યાં છે...
૯. જિસને બનાયી બાંસુરી ગીત ઉસીકે ગાયે જા - મિલન (૧૯૪૬) - ગીતકાર : આરઝૂ લખનવી
જેટલું માધુર્ય અનિલ બિશ્વાસનાં સંગીતના સૂરમાં છે તેટલો જ ભાવ પારૂલ ઘોષના સ્વરમાં પણ છલકે છે.
૧૦. મૈં કિસકી લાજ નિભાઉં - મિલન (૧૯૪૬) - ગીતકાર : આરઝૂ લખનવી
'મિલન'નાં ગીતો ભાઇ-બહેનનાં સહકાર્યની ચરમ સીમા સ્પર્શતાં જણાય છે.
૧૧. સુહાની બેરિયાં બીતી જાય - મિલન (૧૯૪૬) - ગીતકાર : પી એલ સંતોષી
clip_image005

વેગુ પર પ્રકાશીત કર્યા તારીખઃ ૩૦ ઑગસ્ટ, ૨૦૧૪

Wednesday, August 27, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઑગસ્ટ, ૨૦૧૪

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઑગસ્ટ, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ પહેલાં આપણે બિન-સંવાદિતા / બિન-અનુપાલનનો વિષય પસંદ કરેલ. માર્ચ ૨૦૧૪નાં સંસ્કરણમાં આપણે “બિન સંવાદિતા” વિષે, એપ્રિલ ૨૦૧૪ના અંકમાં “બિનઅનુપાલન વિષે મે ૨૦૧૪ના અંકમાં "સવાદિતા'વિષે, જૂન ૨૦૧૪ ના અંકમાં 'અનુપાલન'ની અને જુલાઇ ૨૦૧૪ના અંકમાં આપણે એ બધાંની ગુણવત્તા સંચાલનના સંદર્ભે વાત કરી હતી.

એક વાર બિન-અનુપાલન (કે બિન-સંવાદીતા) નક્કી થયા પછી બિન-અનુપાલન (કે બિન-સંવાદિતા)ની એ સ્થિતિમાંથી બહાર આવવાનું પગલું લેવાનું થાય. ગુણવત્તા સંચાલનની પરિભાષામાં એ પગલું સુધારો કે સુધારાત્મક પ્રવૃત્તિ કે નિવારણ પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે.

આ મહિનાનાં સંસ્કરણમાં આપણે સુધારો કે સુધારાત્મક પ્રવૃત્તિ કે નિવારણ પ્રવૃત્તિ વિષે વિગતે વાત કરીશું.

સુધારો અને સુધારાત્મક પ્રવૃત્તિ\Correction versus Corrective Action
ખબર પડ્યા પછીનાં બિન-અનુપાલનને ઠીક કરવું એ 'સુધારો' કર્યો કહેવાય. જ્યારે એ બિન-અનુપાલન માટેનું કારણ ફરીથી ન થાય તે માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે તે 'સુધારાત્મક પ્રવૃત્તિ' છે.
આ માટે વધારે માહિતી માટેના લેખ માટે
સુધારાત્મક પ્રવૃત્તિ અને નિવારણ પ્રવૃત્તિ\ Corrective vs. Preventive Action - રસ વેસ્ટકૉટ્ટ
[ISO 9001]ની કલમ 8.5.2માં જણાવ્યા મુજબ સુધારાત્મક પ્રવૃત્તિને પરિણામે બિન-અનુપાલન માટેનું કારણ દૂર કરીને તે ફરીથી થવાની સંભવાના દૂર થાય છે, અને કલમ 8.5.3 મુજબ નિવારણ પ્રવૃત્તિને પરિણામે બિન-અનુપાલન માટેનાં સંભવિત કારણને જ પહેલેથી ખોળી કાઢીને દૂર કરવામાં આવે છે જેથી બિન-અનુપાલનની ઘટનાને નિવારી શકાય.

જેને પરિણામે બહુ મોટું નુકસાન ન થાય હોય તેવી બિન-અનુપાલનની છુટપુટ ઘટનાને સમાન્ય સુધારા વડે નિપટાવી શકાય. આવાં પગલાંની વિધિપુરઃસરની નોંધ ન લેવાય તો પણ ચાલે. જ્યારે સારૂં એવું નુકસાન થવાનાં જોખમને અનુરૂપ બિન-અનુપાલનની ઘટના બને ત્યારે તે ઘટના થવા માટેનાં કારણને ખોળી અને દૂર કરવા માટે થતી પ્રવૃત્તિઓ સુધારાત્મક પ્રવૃત્તિ કહેવાય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓની વિધિપુરઃસરની દસ્તાવેજી નોંધ રખાવી જ જોઇએ. નિવારણ પ્રવૃત્તિઓ એ સુધારાઓ માટેની એવી પ્રવૃત્તિઓ છે જેને કારણે બિન-અનુપાલનની ઘટના થયા પહેલાં નિવારવામાં આવે છે.આ પ્રવૃત્તિઓની પણ નોંધ રખાવી જ જોઇએ. વિકાસશીલ સુધારાની પ્રવૃત્તિ એ વ્યૂહાત્મક ઉદ્દેશ્યોના સંદર્ભમાં નવી પ્રક્રિયા કે ઉત્પાદનનાં પૂર્વનિશ્ચિત આયોજન કે અમલ વિષેની (એક પ્રકારની) નિવારણ પ્રવૃતિ છે.
સુધારાત્મક પ્રવૃત્તિ અને નિવારણ પ્રવૃત્તિ \ Corrective and preventive action (CAPA, also called corrective action / preventive action, or simply corrective action) સંસ્થામાં બિન-અનુપાલન કે એવી કોઇ અન્ય અનિચ્છનીય પરિસ્થિતિઓનાં કારણો દૂર કરવાની પ્રવૃત્તિ છે. ઉત્પાદનની સારી પ્રથા (GMP)અને અનેક ISO માનકોમાં તે સ્વીકૃત સિદ્ધાંત છે. ખોળી ચૂકાયેલ સમસ્યાઓ કે જોખમોનાં મૂળ કારણોની તપાસ તેનાં કેન્દ્રસ્થાને છે, જેથી કરીને તે પરિસ્થિતિઓ ફરીથી પેદા ન થાય (સુધારાત્મક પ્રવૃત્તિ) કે તે પરિસ્થિતિઓને નિવારી શકાય (નિવારણ પ્રવૃત્તિઓ). ગ્રાહકની ફરિયાદો કે હદ બહારનાં ઉત્પાદનને લગતાં બિન-અનુપાલન પરિણામો, આંતરિક ઑડીટ સમયે જોવા મળેલ અસંગતતાઓ કે ઉત્પાદન કે પ્રક્રિયાઓ પરની આંકડાકીય ગુણવત્તા નિયમન (SPC) પ્રકારની દેખરેખ સમયે નજરે પડેલ પ્રતિકુળ કે અસ્થાયી વલણો જેવી પરિસ્થિતિઓનાં નીરાકરણ માટે સુધારાત્મક પ્રવૃત્તિઓ મહત્ત્વનાં સાધનો બની રહે છે. જ્યારે બિન-અનુપાલનનાં સંભવિત કારણોને પહેલેથી જ દૂર કરવાના સંદર્ભમાં નિવારણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
અસફળ પરિણામોનાં મૂળભૂત કારણોની પદ્ધતિસરની તપાસ સુધારાત્મક અને નિવારણ પ્રવૃત્તિઓના અસરકારક અમલ માટે બહુ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

સુધારાત્મક પ્રવૃત્તિની યોજના શું છે ? - વ્યાખ્યા, પધ્ધતિઓ અને ઉદાહરણો \ What is a Corrective Action Plan? - Definition, Procedures & Examples - કંપનીના ઉદ્દેશ્યોને વધારે સારી રીતે સિદ્ધ કરવા માટે કોઇ એક ચોક્કસ પરિસ્થ્તિમાં શું ફેરફાર કરવો જોઇએ તેનું વર્ણન સુધારાત્મક પ્રવૃત્તિની યોજનામાં આવરી લેવાયેલ રહે છે.

સુધારાત્મક પ્રવૃત્તિની દેખરેખ \ Monitoring corrective action - (મૂળ લેખમાં દર્શાવેલ) કોષ્ટકમાં ઇલેક્ટ્રોલક્ષમાં જ્યારે પણ પુરવઠાની સાંકળમાં બિન-અનુપાલનની પરિસ્થિતિઓ જોવા મળે ત્યારે લેવાતાં પગલાંઓ દર્શાવાયાં છે. તારણોને ગંભીરતાના હિસાબે સ્વીકાર્ય તારણોથી માંડીને 'બિલકુલ નહીં ચાલે' જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કરી નાખવામાં આવે છે.

સુધારાત્મક પ્રવૃત્તિનો પડકાર \Corrective Action Challenge - સમસ્યા-નિરાકરણની ખડતલ પ્રક્રિયા કેમ કરીને ઘડવી ? - આર.ડૅન રૈડ
ISOનાં તકનીકી માનક (TS) 16949નાં દુનિયાભરનાં પ્રમાણીકરણ ઑડીટનાં સર્વેક્ષણમાં જોવા મળ્યું છે કે સુધારાત્મક પ્રવૃત્તિની કલમ 8.5.2 મહત્ત્વનાં બિન-અનુપાલન માટે સહુથી વધારે ઉલ્લેખવામાં આવી છે. ગૌણ બિન-અનુપાલન કિસ્સાઓમાં તેનું સ્થાન આઠમું રહ્યું છે.
ISO 9001ની જરૂરીયાતો ઉપરાંત ISO/TS 16949 આ કલમ માટે નીચે મુજબની વધારાની જરૂરિયાતો સૂચવે છે:
  • સમસ્યા નિરાકરણ.
  • ભૂલ ફેરતપાસ અને સુધારા.
  • સુધારાત્મક પ્રવૃત્તિનો પ્રભાવ.
  • રદ્દ ઉત્પાદનોની કસોટીઓ અને વિશ્લેષણ.

ISO/TS 16949ની કલમ Clause 8.5.2.1 મુજબ સંસ્થા પાસે 'સમસ્યા નિવારણની સુનિશ્ચિત પ્રક્રિયા હોવી જોઇએ જે મૂળભૂત કારણને ખોળી અને તેને દૂર કરી શકે.
અસરકારક સુધારાત્મક પ્રવૃત્તિ યોજનાનું લખાણ \ Writing an Effective Corrective Action Plan
પહેલું પગલું : સમસ્યા કે કચાશ તેમજ તેને સંબંધિત મૂળભૂત કારણનું સ્પષ્ટ કથન.

બીજું પગલું : સુધારાત્મક પ્રવૃત્તિનાં પરિણામો માટે ઉત્તરદેય વ્યક્તિઓની યાદી

ત્રીજું પગલું : મૂળભૂત કારણને સ્પર્શતાં સરળ, માપી શકાય તેવા ઉકેલ.

ચોથું પગલું : દરેક ઉકેલ માટે ઉત્તરદેય વ્યક્તિ.

પાંચમું પગલું : દરેક ઉકેલ માટે સિદ્ધ થઇ શકે તેવી સમય મર્યાદા.

છઠ્ઠું પગલું : યોજનાની પ્રગતિની દેખરેખ.
સુધાર, સુધારાત્મક પ્રવૃત્તિ અને નિવારણ પ્રવૃત્તિ જેવા બહુ ચર્ચિત, અનેક પાસાંઓ વાળા વિષયને બ્લૉગોત્સવ જેવા એક લેખમાં પૂરેપૂરો ન્યાય આપવો શકય નથી. તેથી આટલી પ્રાથમિક ચર્ચા બાદ આજના આ સંસ્કરણમાં આપણે આ વિષય પર થોડો વધારે પ્રકાશ ફેંકતા કેટલાક અન્ય, નમુના સ્વરૂપ, લેખની નોંધ લઇશું:
આ સાથે હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ નજર કરીએ
ASQ Influential Voicesના બ્લૉગીંગ સભ્યોએ બ્લોગ લખવાના અને સામાજિક માધયમોના ઉપયોગના ફાયદાઓ તેમ જ જેમને પણ આ બાબતે રસ હોય તેમણે ક્યાંથી શરૂઆત કરવી તે વિષે પોતાના વિચારો Learning About Social Media With ASQ Bloggers માં જણાવ્યા છે. આ વિષે વધારે ઊંડાણથી જાણવા માટે Quality Progressના જુલાઇ મહિનાના અંકમાં “Blog Boom” લેખ વાંચવો જોઇશે. આ લેખમાં ASQ Influential Voicesના ડૅન ઝ્રીમિયાક, જેનીફર સ્ટેપનીઓવસ્કી, માર્ક ગ્રૅબન, જિમેના કાલ્ફા અને જોહ્ન હન્ટર પોતાના વિચારો લંબાણથી રજૂ કરે છે.

ઉત્કૃષ્ટતાનાં વાતાવરણની સ્થાપના : અરૂણ હરીહરન સાથે ચર્ચા \Establishing a Culture of Excellence: A Conversation With Arun Hariharan માં સતત સુધારણાને અનુકુળ વાતાવરણ પ્રસ્થાપિત કરવામાં મળેલા મુખ્ય બોધપાઠની વાત કરાઇ છે.

જુલાઇ ૨૦૧૪ના Blogger Round Upમાં દૂરંદેશીનું પ્રયોજન શું છે ? \ What’s the Purpose of Vision?ની ચર્ચામાં ASQ’s Influential Voicesના બ્લૉગમિત્રો વોલ્વો અને આઈકીઆમાં સંસ્થાના ઉદ્દેશ્ય ની સિદ્ધિ અને સ્પષ્ટીકરણમાં કેન્દ્રીય વિચારધારાનાં મહત્ત્વ વિષે પૂછાયેલ સવાલના પ્રતિભાવ કહ્યા છે.

અને હવે આપણે ASQ TV ના Quality in Athletics તરફ ધ્યાન કરીએ, જેમાં ગુણવત્તા, ખેલકૂદ અને વ્યાયામ અને સ્વાસ્થ્ય સજ્જતા વચ્ચેની કડીને સમીક્ષા કરાઇ છે.
સંલ્ગન વિડીઓ:
ISO 9001 સૉકર ટીમને દરેક ક્ષેત્રે સુધાર લાવવામાં મદદરૂપ થયેલ છે \ISO 9001 Helps Soccer Team Improve All-Around - મેક્ષીકન ફુટબૉલ ફેડરેશનની ટીમ Monarcas Morelia સાવ છેવાડાના ક્રમે રહેતી હતી, અને તેથી ખોટ પણ કરતી હતી. ગુણવત્તા સંચાલન તંત્રના અમલ અને ISO 9001 પ્રમાણિત થવાથી તેની કામગીરીમાં જે ફેર આવ્યો તે અંગે આ વિડીયોમાં વર્ણવાયેલ વાત ઉપરાંત તેની પૂરી વાત પણ વાંચીએ.

અ મહિનાના આપણા ASQ’s Influential Voice છે ડૉ. માઇકૅલ નોબલ.

Making Medical Lab Quality Relevant ડૉ. માઇકૅલ નોબલનો બ્લૉગ છે. ડૉ. નોબલ વૅન્ક્યુવર, કેનેડાની બ્રિટીશ કોલંબિયા યુનિવર્સિટીનાં રોગ વિજ્ઞાન અને પ્રયોગશાળા ચિકિત્સા વિજ્ઞાન વિભાગમાંના તબીબી સૂક્ષ્મજીવાણુવિજ્ઞાનવિદ છે. તેઓ પોતાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનકોના વિકાસમાં પ્રવૃત્ત ને ગુણવત્તા-ઉન્મુખ શિક્ષણ અને પ્રયોગશાળામાંનાં ગુણવતા આકારણી કરનાર'તબીબી ગુણવત્તાવિદ' કહે છે.

Making Medical Lab Quality Relevant “ચિકિત્સા પ્રયોગશાળાઓની ગુણવત્તા સુધારવામાં રસ હોય તેવાં લોકો માટે છે. વિવિધ દૃષ્ટિકોણ ધરાવતી, સંકુલ અને મૂળભૂત પ્રયોગશાળાઓ, વિકસીત અને વિકાસશીલ દેશોમાં પ્રવૃત્ત વ્યક્તિના વિચારો અને મનોવલણોનો રસથાળ અહીં જોવા મળશે." બ્લૉગ પરનું વસ્તુ વૈવિધ્ય
જેવાં પાનાંઓમાં ગ્રંથસ્થ થયેલ છે.
આ મહિને પણ Curious Cat Management Improvement Carnival હેઠળ કોઇ લેખ મુકાયો નથી. જો કે આપણે તો તાજેતરમાં પ્રકાશિત થયેલ લેખની મજા તો માણી જ લેતાં હોઇએ છીએ.
આ મહિને આપણી પસંદ Children are Amazingly Creative At Solving Problems પર ઢોળીશું.
રસેલ અક્કૉફ્ફનું આ કથન લેખનો સાર કહી જાય છે : “શાળાજીવનમાં દાખલ થયાં પહેલાં બધાં લગભગ દરેક વાતે જિજ્ઞાસા હોય છે; શાળાજીવન બાદ લગભગ કોઇ વાતે જિજ્ઞાસા રહી નથી હોતી."

સંલગ્ન: Taking Risks Based on EvidenceNaturally Curious ChildrenLearn by Seeking Knowledge, Don’t Only Learn from MistakesEncouraging Curiosity in KidsExtrinsic Incentives Kill Creativity

આપણા બ્લૉગોત્સવને વધારે રસપ્રદ, માહિતીપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, પ્રતિભાવો અને વિવેચનોની અપેક્ષા સાથે....