Friday, November 4, 2011

એક દુ:સ્વપ્ન – વિપિન પરીખ

એક દુ:સ્વપ્ન – વિપિન પરીખ

શ્રી વિપિન પરીખ નવી દ્રષ્ટિથી જોઇ અને કવિતાનાં સ્વરૂપમાં ઢાળવામાં માહીર છે.

Wednesday, November 2, 2011

ધ્રુવ ભટ્ટની નવલકથા 'કર્ણલોક'

ધ્રુવ ભટ્ટની નવલકથા 'કર્ણલોક'

ધ્રુવ ભટ્ટ ઉપર કોઇ એ સંશોધનાત્મક નોંધ કરવી જોઇએ, તેઓ આટલી વિવિધતા - શૈલિ, વિષયો અને સાહિત્યના પ્રકાર - પર એક સાથે કેમ સર્જન કરીશકતા હશે ......

Tuesday, November 1, 2011

જન્મભૂમિ પ્રવાસીની ૩૦મી ઑક્ટૉબર,૨૦૧૧ની મધુવન પૂર્તિ અને માનવ સંબંધો અંગેનું પ્રશિષ્ઠ મૅનૅજમૅન્ટ સાહિત્ય


૩૦મી ઑક્ટૉબર,૨૦૧૧ની જન્મભૂમિ પ્રવાસીની મધુવન પૂર્તીના ચાર લેખ,સીધી યા આડકતરીરીતે, (કોઇપણ પ્રકારની) સંસ્થાની સુખાકારી અને સ્વાસ્થ્ય જાળવવામાં માનવ સંબંધોનું શું મહત્વ છે તેની ખુબ જ અસરકારક વાત કહી જાય છે. આ લેખોની ખાસ વાત એ છે કે તેમાં વ્યક્તિ-થી-કુટુંબ-થી-સમાજ-થી-દેશ સુધીના સંબંધોનો રંગપટ તેમાં આવરી લેવાયો છે.
"અમીરી અને ગરીબી યુગોથી ચાલી આવતી દાસ્તાન છે.. પણ આ બે વચ્ચેની સૌથી ઉંડી ખીણ વર્તમાન યુગમાં છે." પરાપૂર્વથી ચાલ્યાં આવતાં આ અંતર માટે લેખિકા ["ગરીબાઇ ક્યાં સુધી" / સમાજદર્પણ // મીરા ભટ્ટ] આપણાં,"પ્રજાનાં કે સમાજનાં સંવેદનવિહોણાં" હોવાની સ્થિતિને જવાબદાર ગણાવે છે. "દુઃખી જનતા અબ ન સહેગી" જેવા વણસેલા સંબંધના ચિત્કારને વિનાબાજી જેવા દ્વારા કરાયેલ સુધારા - "સુખી જનતા ન સહેગી" - થકી અરણ્યરૂદન ભાસતી [આપણા આ લેખના સંદર્ભે, ભૌતિક સુખ કે દુઃખની] વેદનાથી પણ વિસંવાદી સંબંધનો મનમાં જ ધરબાઇ રહેલો સુક્ષ્મ નિઃસાસો વધુ મર્મભેદી પરવડે છે.
સમગ્રા પ્રજામાં જ્યારે વણસેલ કે વિસંવાદીત સંબંઘ લાંબા સમયથી ઘુંટાયા કરે તો તે ઇજીપ્ત કે લિબ્યા જેવા લોહીયાળ અથવા વૉલ સ્ટ્રીટ જેવા અહિંસક સામુહીક દેખાવો કે ફ્રૅન્ચ ક્રાન્તિ જેવા  હીસક  બળવાનું, પરંતુ સંપૂર્ણપણે સ્વયંભૂ, સ્વરૂપ લઇ લે છે. ચીનગારી જ્વાળા ક્યારે બની જાય તે ખબર પડે તે પહેલાં તો આગ વા વેગે ફેલાઇ જતી હોય છે. શ્રી કુંદન વ્યાસ તેમની કૉલમ 'રાજકીય પ્રવાહો'ના 'મૂડીવાદ અને પડકાર' લેખથી સમયોચિત ધ્યાન દોરી રહ્યા છે.
'પૂંછડી એ પૂંછડી છે, માથું નથી' - કૉફી હાઉસ, અનીલ જોષી લેખ, સંબંધની અસંવેદનાની, સંસ્થાપરની અસર સચોટતાથી સમજાવે છે. હકીકતે તો, લેખનું શિર્ષક જ અસંવેદનાની આત્યંતિક તુમાખીવાળી મહાજડ વ્યક્તિને પણ ખળભળાવી મુકવામાટે પૂરતું છે. લેખની શરૂઆતમાં જ જેનો 'કોઇ સંસ્થામાં પગ ટકતો નથી' તેવી 'બહુ સ્વતંત્ર મિજાજની' સૉફીની વાત હળવાશથી કહી દીધી છે. 'સૉફીને તેના બૉસ જોડે ફાવ્યું નહીં' એટલે 'નોકરી છોડી" ... કારણકે 'The worst mistake a boss can make is not to say: Well done.' વિપ્રૉના શ્રી અજીમ પ્રેમજીનું પ્રખ્યાત ઉદબોધન,'An employee does not leave the organization, but leaves the boss' પણ સંસ્થાના નાયકોને આ જ સંદેશ કહી જાય છે.
એ જ લેખના અંતમાં એક એનજીઓની પાયામાં કામ કરતી સમાજસેવિકાની, તેનાં કામની અસગવડો અને અસમાન શરતો[a.k.a. Hygiene factors in the classic OB literature] તેમ જ સ્વાભિમાનને ખુંચતી બૉસની વ્યવ્હાર શૈલિ [a.k.a. Higher level needs of Maslow's Theory of Motivation]કારણે ધુંધવાયેલ વ્યથા આક્રોષના સૂરમાં વાચા પામે છે. આ જ સિક્કાની બીજી બાજૂ જેવો બૉસનો અતિ તુમાખીવાળો અસહિષ્ણુ અભીગમ - "પૂંછ પૂંછ હી હોતી હૈ ઔર સિર સિર્ફ સિર હોતા હૈ" [a.k.a. Haves and Have-nots class divide], "પૂંછકો સિર બનનેકા સપના નહીં દેખના ચાહીએ" [a.k.a. feudalistic mind set of 'Leaders are born and Followers are made'] - છે.
તેના પડોશી લેખ [જીવનનો આનંદ - ગુફ્તગૂ - રમેશ પુરોહિત]આ સ્થિતિસુધી ન પહોંચી  જવાની નોબત ન આવે તે માટેનો રસ્તો બતાવે છે."કોઇ પણની સાચી કિંમત તેની સુખ આપવાની શક્તિથી થાય છે... આપણે તમામ મનુષ્યો એવું કામ કરીએ, એવી (રીતે) વાચા આપીએ કે તેનાથી આપણને, બીજાઓને સુખ"(જ)મળે.આમને સામને દરેક વ્યવહારમાં આ રીતે સામાંનાં સુખનિ ચાહના અને દુઃખની પરવા રાખવામાં આવે તો સમગ્રા સમાજમાંથી કટુતાનો નાશ થઇ જાય!
આ આધ્યાત્મિક,પારલૌકિક  ભાસતા સિધ્ધાંતને તેમણે એક ખુબ જ અસરકારક ઉદાહરણથી સમજાવેલ છે. એક મહિલા મૅનૅજરને તેમના પુરૂષ બૉસએ તેમને પોતાથી નીચી [લાગતી] પાયરીનું કામ સોંપ્યું. પ્રથમ પ્રતિભાવરૂપે તો તેઓ [ખુબ જ ગુસ્સે થઇ અને અકળાઇને]"ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં." પરંતુ, પછીથી "ધરપત રાખીને વિચાર" કર્યા બાદ તેમણે "એવો રસો કાઢ્યો જેમાંથી બન્ને પક્ષોને સંતોષ થયો. મુશ્કેલ અને વિમાસણભર્યા સંજોગોમાં - થોડી ક્ષણો થોભીને,તાત્કાલિક પ્રતિભાવ આપવાની (સાહજીક વૃત્તિને થોડી સંકોરી લેવાથી) - માર્ગ કાઢીએ તો સુખનો રસ્તો સામે જ પડ્યો હોય છે."
સ્ટીફન કૉવીના ૯૦ઃ૧૦ સિધ્ધાંત [10% of life is made up of what happens to you. 90% of life is decided by how you react.]નો વ્યવહાર જગતમાં , સિધ્ધાંતનાં અસ્તિત્વથી કદાચ અજાણ અવસ્થામાં પણ, કેટલો અસરકારક  ઉપયોગ!!!
આ દ્રષ્ટિએ જોતાં  આ બધા જ લેખ, નેતૃત્વની શૈલીઓપરનાં સંસ્થાગત વર્તણુંક પરનાં પ્રશિષ્ઠ સાહિત્ય[a.k.a. Classic Literature of Organizational Behaviour on Leadership styles] નો પ્રમાણિત ઉપયોગ [a.k.a. classic application] કરવા માટે, પુસ્તકો વાંચી વાંચીને આંખો ફોડવાને બદલે વ્યાવહારીક વિવેકબુધ્ધિને થોડી પણ અસામાન્ય માત્રામાં ઉપયોગની જ જરૂર છે તેમ સમજાવવા માટે, પુરતા થઇ રહેતા જણાય છે.
પ્રસ્થાપિત [રાજકીય] સરમુખત્યાશાહી વ્યવસ્થા સિવાય અત્યારની લગભગ બધી જ સંસ્થાના (પ્રબુધ્ધ) નાયક સામાન્યતઃ સહભાગી [a.k.a. participative] ે કાર્ય-સોંપણી [a.k.a. delegated] પ્રકારની નેતૃત્વ શૈલી જ અપનાવતા હોય છે. એ સંજોગોમાં, મોટે ભાગે, આગળ ચર્ચેલા લેખોમાંની અસંવેદન વલણથી ઉત્પન્ન થતી માનસીક વિફલતાની અકળામણ [a.k.a. agonising frustration] ેદા થવાની શક્યતાઓ મહદ અંશે ઓછિ થવી જોઇએ. જો કે માનવ સંબંધો તેના સ્વાભાવીક ગુણધર્મ પ્રમાણે, સુસ્પષ્ટ કે અવ્ય્કત, વિચારો અને લાગણીઓની ગતિશીલ આંતરપ્રક્રિયા [a.k.a. dynamic interplay of, explicit and implicit ,thoughts and emotions] છે એટલે દ્રષ્ટિભેદનો ગાળો પુરેપુરો તો ટાળી ન શકાય. વળી,નેતા અને અનુસર [a.k.a. Leader and Follower] કે એવું કોઇ પણ સંયોજન [a.k.a. combination],જેમ કે માલિક-નોકર , સુપરવાઇઝર- કારીગર કે શાસક - પ્રજા, સ્વાભાવીક રીતે તો એક સિકકાની બે અલગ બાજૂઓ જ જોવાની સાહજીક વૃત્તિ ધરાવે. અને તેથી જ, તેમનો માત્ર દ્રષ્ટિકોણ [a.k.a. point of view] જ નહીં પણ પરિપ્રેક્ષ્ય [a.k.a. perspective] પણ જૂદો પડવાનો જ. દ્રષ્ટિકોણ અને પરિપ્રેક્ષ્યના આ તફાવતનું જો થોડા થોડા સમયાંતરે પરિપક્વ શાણપણથી સમાધાન [a.k.a. judiciously mature reconciliation] ન થતું રહે તો તે તફાવત આંખના પલકારા જેવા સમયમાં જ આંબી ન શકાય તેવું અંતર બની રહે.
અંતે સંક્ષેપમાં, જીવંત, સ્વસ્થ,ટકાઉ [a.k.a. Live, healthy, lasting] સંબંધની ચાવી છે તેનાં અંગોનું સ્વાભાવીક ખુશીમાં રહેવું. અને જીવંત, સ્વસ્થ,ટકાઉ સંબંધ જ જરૂરી છે કોઇપણ સંસ્થાની લાંબાગાળાની સુખાકારી માટે.

Monday, October 31, 2011

અપેક્ષાનો વિરોધાભાસ - સેથ ગૉડીન


અલ્પ અપેક્ષા સામાન્યતઃ સ્વયં-પૂર્ત ભવિષ્યકથન બની રહેતી હોય છે.આપણે નિષ્ફળતાથી મોઢું ફેરવી લેતા હોઇએ છીએ,કસીને મહેનત નથી કરતા, સહુથી ખરાબ થશે તે માટે તૈયાર રહીએ છીએ,અને અવારનાર તે મેળવીએ પણ છીએ.
સામે પક્ષે,ઉંચી અપેક્ષા ખચીત નિરાશાને નોતરે છે. તમારી અપેક્ષા વધારતા જાઓ તો વહેલી કે મોડી [લગભગ તો વહેલી જ]તે ફળીભૂત નથી થવાની.અને આપણે જાણીએ છીએ કે આપણે કલ્પેલ ઉંચાં પરિણામની સરખામણીમાં સામાન્ય સારૂં પરિણામ આવે તો આપણને તે નિષ્ફળતા જ અનુભવાય છે.
ક્દાચ, કોઇ અપેક્ષા ન રાખવા વિષે વિચારવું જોઇએ.જોરદાર પ્રયત્નો પછીથી જે પરીણામ આવે તેને સ્વિકારી લઇએ. આ કદાચ સારી જાહેરાત ન હોઇ શકે ,પણ આ શિસ્તથી સારા વ્યાવસાયિક જરૂર થવાશે.
-          સેથ ગૉડીનની ઑક્ટૉબર 30, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ અશોક વૈશ્નવદ્વારા ગુજરાતીમાં ભાષાંતરણ
[कर्मण्ये वाधिकारस्ते, मा फलेशु कदाचन – गीताबोध]
n  મુળ બ્લૉગ-પૉસ્ટ માટે મુલાકાત લોઃ http://sethgodin.typepad.com/seths_blog/2011/10/the-paradox-of-expectations.html

Saturday, October 29, 2011

સફળતા સાથે દલીલબાજી - સેથ ગૉડીન


"સફળતા સામે દલીલ ન કરવી"
તમારે જરૂરથી દલીલ કરવી જોઇએ.
પ્રણાલિકાગત ડહાપણમુજબ તો પરવા ન કરવી જોઇએ. પરંતુ, નિષ્ફળતાસામે દલીલ કરવી તો મૂર્ખામી છે. નિષ્ફળતાસામે દલીલ કરવાનો કોઇ અર્થ નથી, કારણકે તે તો ખતમ થઇ ચુકેલ છે.
સફળતાસામે દલીલ કરવામાટે કુનેહ જોઇએ, કુનેહ તેમ જ આંતરસૂઝ. જે છે તેને વધારે સારૂં  કરવાનો આ ઉત્તમ ઉપાય છે.
-          સેથ ગૉડીનની ઑક્ટૉબર ૨૮, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ અશોક વૈશ્નવદ્વારા ગુજરાતીમાં ભાષાંતરણ
મુળ બ્લૉગ-પૉસ્ટ માટે મુલાકાત લોઃ http://sethgodin.typepad.com/seths_blog/2011/10/arguing-with-success.html

Sunday, October 16, 2011

ભાષા અને શક્તિ - અજય સરવૈયા - નવનીત સમર્પણ - ઑક્ટૉબર ૨૦૧૧

નવનીત સમર્પણનો ઑક્ટૉબર ૨૦૧૧નો દીપોત્સવી અંક શક્તિ વિશેશાંક છે.તેથી 'ભાષા અને શક્તિ' જેવું લેખ-શિર્ષક જોઇને આ લેખ પણ શક્તિનાં અન્ય સ્વરૂપોપર લખાયેલ ટેક્નીકલ લેખ સમજીને કુદાવી જવાની ભૂલ કે ભાષાપર કોઇ અઘરો લેખ વાંચવામાટે બે-ત્રણ બદામ ખાઇને મગજને તૈયાર કરવાની જરૂર નથી.
શ્રી અજય સરવૈયા આ વિષયના નિષ્ણાત છે તે લેખના વિષયની પસંદગી પરથી અને વ્યવસાયે અધ્યાપક છે તે તેમની સરળ શૈલીથી જણાઇ આવે છે.
ચાર ચઢતા ક્રમમાં ભાષાને આધારે સૃષ્ટિનાં વર્ગીકરણની સમજ તેઓ પહેલા જ ફકરામાં આપી દઇને વાંચકને આગળ વધવા માટેનું પ્રોત્સાહન પુરૂં પાડે છે.
ભાષાના જન્મ જેવો અતિગહન વિષય તેમણે ધ્વનિઓનાં જોડાણથી (કેવી રીતે) થયેલ છે તે વાત ઘીથી લથબથ ગરમ ગરમ શીરો ગળેથી ઉતરી જાય તેવી અસરકારકતાથી સમજાવેલ છે.
તો વળી, વ્યાકરણના અર્થ અને તેની સમયસાથેની પરિવર્તનશીલતાને સમજાવવામાંતો તેમણે કમાલ જ કરી છે.
શક્તિના બંને મુળભુત ગુણો- સતત સંચલન અને બે સંદર્ભ બિંદુને જોડવામાટેનું માધ્યમ- ભાષામાં પણ (કઇ રીતે) છે તે સમજાવ્યું પણ છે અને ભાષાને તેને કારણે શક્તિનો દરજ્જો શા કારણે મળ્યો છે તે શાસ્ત્રોક્તરીતે સાબિત પણ કર્યું છે.
ભાષાના અન્ય ઉપયોગોની સાથે સાથે 'સ્વ' (capital I, 'હું જાતે')ને સમજવા, પામવા કે ખોળવા જેવા વૈદિક ફીલૉસૉફી ઉપયોગને સમજાવવા ઉપરાંત તત્વમીમાંસાનાં ગહનસ્તલની દુનિયા સુધીની ડુબકીઓ પણ ખવડાવે છે.
બીજામાટે જેટલું ઉપયોગી તેટલું જ પોતાનેમાટે ઉપયોગી - જેવા વિચારને અંગ્રેજી ભાષાની માતબરતા reflexitivity જેવા એક જ શબ્દમાં કહી શકે છે, પણ ગુજરાતીમાં તેનો પર્યાય - સ્વનિરિક્ષણ- થોડો ઓછો પડતો જણાય છે.

આ લેખ વાંચ્યા પછીથી અંગ્રેજી માધ્યમમાં ભણતા કે જીવતા  સાંપ્રત ગુજરાતી સમાજને ગુજરાતી ભાષા આટલી સમૃધ્ધ અને શક્તિશાળી થવી ઘટે તેવો પડકાર જીલી લેવાનો સામુહિક ઉમળકો થવો જોઇએ.

બત્રીસીની બારાત - સ્નેહલ ન મઝુમદાર

૯મી ઑક્ટૉબર ૨૦૧૧નાં જન્મભુમિ પ્રવાસીની મધુવન પુર્તીમાં તીર કીટ ધા કોલમમાં શ્રી સ્નેહલ ન મઝુમદારની સાથે બત્રીસીની બારાતમાં સહેલ માણવા જેવો અવસર હતો.
હાલમાં બહુ ગવાઇ ગયેલ આયોજન પંચની દરર્રોજની રુ.૩૨ની આવકની મદદથી આપણા દેશની ગરીબીનિ વ્યાખ્યા કરતી ઍફૅડેવીટનો હોબાળૉ વાચતી વખતે ૩૨ના આંકડામાં ૩૨ ખુબીઓ છે તેવું કલ્પ્યું ન હોતું.પણ શ્રી સ્નેહલભાઇનો આ લેખ જે સરળતાથી ૩૨નું મહત્વ સ્મજાવ્યું છે તે તો જરુર નવાઇ પમાડે.
બત્રીસની સંખ્યાની બત્રીસ ખુબીઓ વર્ણવ્યાબાદ છેલ્લી લીટીમાં બત્રીસનો ઉપયોગ આ લેખમાં બત્રીસ વખત  થયો છે કે નહિં તે સવાલ એટલો ખુબીથી પુછ્યો છે કે દરેક વાંચકે લેખમાંના બત્રીસના ઉલ્લેખ જરુરથી ગણ્યા હશે જ.
જેમનાથી આ લેખ તે દિવસનાં અખબારપત્રમાં ન વાંચી શકાયો હોય તેમણે જન્મભુમિ પ્રવાસીની વેબસાઇટ, www.janmabhoominewspapers.com,પરની digital આવ્રુત્તિમાં આ લેખ વાચવાનું અને માણવાનું ચુકવું ન જોઇએ.
બત્રીસનું આવું મહાત્મ્ય આટલી ખુબીથી સમજાવવામાટે શ્રી સ્નેહલભાઇનો ૩૨વખત આભાર પણ માનવો જોઇએ.