Sunday, October 14, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ઓક્ટોબર,૨૦૧૮


 શૈલેન્દ્રનાં ગીતોની શકર(જયકિશન)ની સંગીત રચનાઓ : ૧૯૪૯-૧૯૫૩

આપણે વિસરાતી યાદો.. સદા યાદ રહેતાં ગીતોની આ લેખશ્રેણીંમાં શૈલેન્દ્ર રચિત શંકર જયકિશન સિવાયના સંગીતકારોનાં ગીતોની લેખમાળા દર વર્ષે કરી રહ્યાં છીએ. એવી જ લેખમાળા આપણે હસરત જયપુરીની પણ કરી રહ્યાં છીએ. હસરત જયપુરીની તો વળી (શંકર) જયકિશને સંગીતબધ્ધ કરેલાં ગીતોની લેખમાળા પણ અલગથી કરી જ રહ્યાં છીએ.આમ બાકી રહે છે શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ. ઓક્ટોબર મહિનો શંકર (સિંહ રઘુવંશી)ના જન્મદિવસ (જન્મ: ૨૫ ઓક્ટોબર ૧૯૨૨ – અવસાન: ૨૬ એપ્રિલ, ૧૯૮૭)નો મહિનો છે એટલે દરેક વર્ષના ઓક્ટોબર મહિને શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની યાદોને તાજી કરવા માટે આનાથી વધારે સારો મોકો ક્યાં મળે!
ઉપર – ડાબે: શંકર, જમણે: જયકિશન
નીચે - ડાબેથી જમણે: હસરત જયપુરી, શૈલેન્દ્ર, દત્તારામ , સેબાસ્ટીઅન
 હિંદી ફિલ્મ જગતમાં શંકર જયકિશન અને તેમની સાથે હસરત જયપુરી અને શૈલેન્દ્રનું પદાર્પણ રાજ કપૂરની 'બરસાત' (૧૯૪૯)થી થયું. જાણકારોએ નોંધ્યું છે તેમ શૈલેન્દ્ર જ્યારે આ ગાડીમાં ચડ્યા ત્યારે તો બે ગીતોની જ સીચ્યુએશન ખાલી રહી હતી. જેમાંથી પહેલી સીચ્યુએશનમાં તો તેમણે પોતાની હવે પછીથી આગવી કહેવાશે એવી સ્ટાઈલમાં ફિલ્મનાં શીર્ષકને ગીતમાં વણી લીધું
બરસાતમેં.. સજન હમ સે મિલે તુમ, બરસાતમેં - બરસાત (૧૯૪૯) = લતા મંગેશકર, સાથીઓ

શૈલેન્દ્રને ફાળે બીજું ગીત આવ્યું પતલી કમર હૈ તિરછી નજર હૈ. શંકર જયકિશને એ ગીતને, પાશ્ચાત્ય ધુનને ભારતીય સંગીતમાં રજૂ કરવાની હવે પછી જે તેમની લાક્ષણિક શૈલી તરીકે પ્રચલિત થવાની હતી તેવી રીતે, સજાવ્યું.

આ ગીતમાં ગાયક તરીકે શંકર જયકિશનનાં સંગીત વિશ્વનું એક મહત્ત્વનું પરિમાણ મુકેશ પણ રજૂ થઈ ગયા. તેમનાં સંગીત વિશ્વનાં ત્રીજાં મહત્વનું પરિમાણ એવા મોહમ્મદ રફીને રાજ કપૂરના સ્વર તરીકે 'બરસાત'માં રજૂ કરાયા હતા. જો કે આપણી આ લેખમાળાના આપણે નકી કરેલા વ્યાપને અનુરૂપ શંકરજયકિશન-શૈલેન્દ્ર - મોહમ્મદ રફી સંયોજનનો પહેલો આસ્વાદ માણવા માટે આપણે થોડી રાહ જોવી પડશે.

નૈયા તેરી મઝધાર - આવરા (૧૯૫૧) - મોહમ્મદ રફી, સાથીઓ
'આવારા'થી રાજ કપૂરના પાર્શ્વસ્વર તરીકે મુકેશ પ્રસ્થાપિત થઈ ચૂકયા હતા. રાજ કપૂર માટે જરૂર લાગી ત્યારે શંકરજયકિશને મન્નાડેના સ્વરનો પણ પ્રયોગ કર્યો. આમ આર કે ફિલ્મ્સમાં મોહમ્મદ રફીનાં ગીતો માટે કોઈ ખાસ સ્થાન ન દેખાય, પણ શંકરજયકિશને 'આહ' અને 'જિસ દેશમેં ગંગા બહેતી હૈ' સિવાય આર કે ફિલ્મ્સની ‘મેરા નામ જોકર’ સુધીની દરેક ફિલ્મમાં મોહમ્મદ રફીનું આગવું ગીત જરૂર વણી લીધું છે.

પવિત્ર સીતામાઈકો તુને દિયા બનવાસ - આવારા (૧૯૫૧) - મોહમ્મદ રફી, લતા મંગેશકર, સાથીઓ
ગીતના પ્રરાંભમાં સીતાજીને તેમની ગર્ભાવસ્થાના આખરી તબક્કામાં રાજધર્મનાં પાલન માટે કરીને રામે કરેલા ત્યાગનાં રૂપક્ને રજૂ કરાયું છે. તે પછીથી ફિલ્મના કથાવસ્તુના પાયામાં ઊચ્ચ વર્ણનું સંતાન ઊચ્ચ થાય અને નિમ્ન વર્ણનું સંતાન નિમ્ન નીવડે એવી રૂઢીગત સ્વત:સિધ્ધ મનાતી માન્યતા રહેલી છે તેની પણ નાટ્યાત્મક રજૂઆત કરવામાં આવી છે.

અનમોલ પ્યાર બિન મોલ બીકે - બાદલ (૧૯૫૨) - લતા મંગેશકર
શરૂઆતનાં વર્ષોમાં, તો ખાસ, જોવા મળે છે કે શંકર જયકિશનનાં ગીતોનું પલડું લતા મંગેશકરનાં ગીતો તરફ ઘણું વધારે નમતું હતું. સમજી વિચારીને આમ કરવામાં આવતું હતું કે સંજોગો એવી રીતે બનતા હતા તે વિષે કંઈ ચોક્કસ નથી જાણવામાં આવતું.

ઈલ્લા બેલે... દિન હૈ પ્યારે પ્યારે - કાલી ઘટા (૧૯૫૧) - લતા મંગેશકર
કુદરતનાં સાન્નિધ્યમાં માણવા મણતા પરિણયના સહઆનંદને તાદૃશ જીલવા માટે ઈલ્લા બેલે જેવા અનોખે બોલનો અનોખો પ્રયોગ કરાયો છે. ગીતની વાદ્યસજ્જામાં વણી લેવાયેલ એકોર્ડીયનના સુરને તાદૃશ કરવા માટે હીરોને એકોર્ડીઅન સાથે લઈને ફરતો બતાવાયો છે ! ફિલ્મનાં શીર્ષકને ગીતમાં વણી લેવાની તક શૈલેન્દ્રએ પહેલા અંતરાની પંક્તિઓમાં ઝડપી લીધી છે.

દેખો આયા હૈ કૈસા ઝમાના - દાગ (૧૯૫૨) = લતા મંગેશકર, સાથીઓ
અહીં મરાઠી લોકગીતની ધુનને વણી લેવાયેલ છે.

કયા બતાઉં મોહબ્બત હૈ ક્યા - પરબત (૧૯૫૨) - મોહમ્મદ રફી, લતા મંગેશકર, ગીતા દત્ત
શંકર જયકિશને ગીત દત્તના સ્વરનો, પ્રમાણમાં, બહુ ઓછો પ્રયોગ કર્યો છે, તેમાં વળી પાછું મોહમ્મદ રફી, લતા મંગેશકર અને ગીતા દત્તનું ત્રિપુટી ગીત તો વળી હિંદી ફિલ્મોમાં જવલ્લે સાંભળવા મળતી ઘટના છે. આવા અનોખા મોકા માટે શંકર જયકિશને પૂર્ણતઃ સૉફ્ટ ધુનનો અનોખો પ્રયોગ કર્યો છે, જે ગીતા દત્તના સ્વરનાં સહજ માર્દવને વધુ સારી રીતે ન્યાય આપી શકે છે. !

ઓ ઓ માય ડીઅર આઓ નીઅર = નગીના (૧૯૫૨) =મોહમ્મદ રફી, શમશાદ બેગમ
હિંદી ફિલ્મોનાં ચાહકો 'નગીના'ને જેનાં પ્રિમિયરમાં નુતનને હજૂ નાબાલીગ ઉમરનાં હતાં એટલે પ્રવેશ નહોતો મળ્યો, દિલીપકુમારના ભાઈ નાસીરખાન પાકીસ્તાનથી પાછા 'ભાગી આવ્યા હતા' તે પછીની પહેલી ફિલ્મ, કે ફિલ્મના નિર્માતાના સી એચ આત્મા માટેના લગાવને માન આપી ખુબ સફળ રીતે કરેલ શંકર જયકિશનના પ્રયોગો કે એ જોડીનાં રહસ્ય ઘુંટતા ગીતોના ખાસ પ્રકારના, પહેલવહેલાં, બહુ જ અદ્‍ભૂત પ્રયોગવાળી ફિલ્મ તરીકે ઓળખતા આવ્યાં છે. આવી ફિલ્મમાં જોડકણાં જેવાં શબ્દો વાપરેલ, હલકાં ફુલકાં ગીતો પણ ફિલ્માવાયાં હોઈ શકે એ પણ નવતર ઘટના જ કહી શકાય.અહીં રજૂ કરેલ ગીત ઉપરાંત બીજું એવું ગીત પણ ફિલ્મમાં હતું - રફી, લતાના યુગલ સ્વરોનું 'હમસે કોઈ પ્યાર કરોજી’. બન્ને ગીતો ગોપ અને મોહના પર ફિલ્માવાયાં છે.

૧૯૫૩નાં વર્ષમાં શંકર જયકિશને સંગીતબધ્ધ કરી હોય એવી ૯ ફિલ્મો રજૂ થઈ હતી. એ દૃષ્ટિએ જોતાં તો ૧૯૫૩નાં વર્ષનાં જ ગીતોના આધારે એક આખી પૉસ્ટ્ની સામગ્રી મળી રહે. એવું કરવાને બદલે મેં અહીં એ પૈકી ત્રણ ફિલ્મોનાં ગીતોને આજની આપણી આ પૉસ્ટમાં સમાવવાનું વિચાર્યું. આ માટેનાં કારણો આવાં કંઈક છે –
- બે ફિલ્મોમાંની દરેક ફિલ્મમાંથી એક એક ગીત એવું મળે છે જે આજના લેખ પૂરતું ગાયકોનાં અને ગીતના મૂડનાં વૈવિધ્યમાં ઉમેરો કરે છે.
- ત્રીજી ફિલ્મમાં બે ગીતો મોહમ્મદ રફીએ ગાયેલ છે. બન્ને ગીતોની પોતપોતાની ખૂબીઓ તો છે જ, તે ઉપરાંત આપના દરેક લેખનાં સમાપનમાં વિષયને અનુરૂપ મોહમ્મદ રફીનાં ગીત મૂકવાની આપણી પ્રસ્થાપિત પ્રથાનું પણ અનુપાલન શક્ય બને છે.
છોટી સી યે જિન્દગાની રે ચાર દિનકી કહાની હૈ તેરી, હાય ગ઼મકી કહાની હૈ તેરી - આહ (૧૯૫૩) - મુકેશ
આ ગીતમાં મુકેશે ગાડીના કોચવાનની ભૂમિકા પણ ભજવી છે.
ગીતના ગાયક, ગીતકાર અને બે સર્જકોમાંના એક સર્જકને ખબર નહીં હોય કે આ ગીત તેમનાં જીવનની પણ ભવિષ્યવાણી છે.
અહીં જે ક્લિપ મૂકી છે તે ફિલ્મના બદલાવેલ સુખદ અંતની છે.

દુઃખદ તરફ વ્લઈ જતી ગીતની ક્લિપ અહીં જોઈ શકાય છે.

ચાહે નૈના ચુરાઓ ચાહે દામન બચાઓ પ્યાર હો કે રહેગા - આસ (૧૯૫૩) - તલત મહમૂદ, લતા મંગેશકર
હિંદી ફિલ્મોમાં જ્યારે પ્રેમી અને પ્રેમિક સીધો જ કોઈ સંવાદ કરી શકતાં ન હોય ત્યારે તેમના ભાવને રજૂ કરવા કોઈને કોઈ શેરી ગીત ગાનાર તેમની મદદે અચૂક આવી જતાં હોય છે ! ફિલ્મોમાં આ પ્રકારને પણ બહુ કળાપૂર્વક વિકસાવાયો છે.

અને હવે આજની પૉસ્ટનાં સમાપનનાં મોહમ્મદ રફીના ગીતો -
નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠીમેં ક્યા હૈ - બુટ પોલિશ (૧૯૫૩) - આશા ભોસલે અને સાથીઓ સાથે
આ ગીતમાં ગીતકાર તરીકે શૈલેન્દ્રને ભવિ પેઢીને પોતાનાં ભવિષ્યને મેળવવાની આદર્શ જીવનરીત કહેવા માટે ખીલવા મળ્યું છે, મોહમ્મદ રફીને મોટી ઉમરના પુરુષના સ્વરમાં ગાવાના અનુભવને માણવાની મોકળાશ મળી છે, આશા ભોસલેને બાળકોના સ્વરની સ્વાભાવિકતા જીવંત કરી બતાવવાની તક મળી છે અને શંકર જયકિશને બન્ને ગાયકોના સ્વરમાં આલાપને અંતરામાં પ્રયોજીને પોતાની અનોખી સર્જનાત્મકતા રજૂ કરવાની તક મળી છે.

તુમ્હારે હૈ તુમ સે દયા માગતે હૈ તેરે લાડલોંકી દુઆ માંગતે હૈ - બુટ પોલિશ (૧૯૫૩) - આશા ભોસલે અને સાથીઓ સાથે
મુખડા સુધી તો ગીત એક અનાથશાળા માટેના ફાળા ઉઘરાવવાનું સામાન્ય ગીત જણાય છે. પણ અંતરામાં કરાયેલ વાંસળીના ટુકડાઓના પ્રયોગ, બન્ને અંતરાના માર્મિક શબ્દો અને તેની સાથે રફીના સ્વરના ઉતાર ચડાવ ગીતને હિંદી ફિલ્મોનાં ભિક્ષુક ગીતોના પ્રકારમાં એક અનેરાં સ્થાને પહોંચાડી દે છે.
આડવાત :
અનાથાશ્રમના સંચાલક તરીકે જે કળાકાર ગીત ગાય છે તે વીતેલા જમાનાના મૂંગી ફિલ્મોના યુગના સૂપર સ્ટાર માસ્ટર નિસ્સાર છે. એવા મોટા ગજાનાં કળાકારને પણ હિંદી ફિલ્મોના અવળાં નસીબની બદૌલત જીવનના આખરી પડાવ સમયે મુંબઈમાં હાજી અલીની દરગાહ પાસે ખરેખર ભીખ માગવાના દિવસો પણ જોવા પડ્યા હતા.

શંકર (જયકિશન) રચિત શૈલેન્દ્રનાં ગીતોની આ યાદ સફર આપણે દરેક ઓક્ટોબરમાં ચાલુ રાખીશું.

આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં  ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.
 

















































Thursday, October 11, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી-પુરુષ યુગલ ગીતો - અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો [૧]


૧૯૪૭નાં અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ ગીતોની સંખ્યાની માત્રા મ માત્ર વધારે નથી, ગાયકો, સંગીતકારો અને વિષયોનાં વૈવિધ્યની માત્રા પણ એટલી જ વિશાળ છે. જોકે મોટા ભાગનાં સૉલો ગીતોની જેમ મોટા ભાગનાં ગીતો અહીં ચર્ચાની એરણે પહેલી વાર જ સાંભળ્યાં છે.અને જે ગીતો પહેલાં સાંભળયાં છે તે બહુ જ પરિચિત પણ છે.
મન્ના ડે કે હેમંત કુમાર જેવા કેટલાક ગાયકોનાં બે કે તેથી વધારે યુગલ ગીતો પણ હોવા છતાં તેમને આ સર્વસામાન્ય પૉસ્ટમાં એટલા પૂરતાં જ સમાવાયાં છે કે બે કે ત્રણ ગાયકો મળીને પણ એક સ્વતત્ર પૉસ્ટ બનતી નથી.
૧૯૪૭નાં અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની સંખ્યા ત્રણ પોસ્ટમાં સમાવી પડે તેટલી છે.
એસ ડી બાતિશ , ઝીનત બેગS  - દુનિયા છૂટે પર છૂટે ન છૂટે તેરી ગલીકા ફેરા રે - આરસી - સંગીતકાર લછ્છીરામ/ શ્યામ સુંદર - ગીતકાર સર્શાર શૈલાની

અનિલ બિશ્વાસ, શમશાદ બેગમ, કોરસ - દેખો હરા હરા બન, હવા સન સન તક તકા તકધીન - ભૂખ = સંગીતકાર અનિલ બિશ્વાસ - ગીતકાર ડૉ. સફદર 'આહ'

ખાન મસ્તાના, શબનમ - દિલ લેકર ભૂલ ન જાના મન પ્રીત લગા કે નિભાના - ભૂલ ન જાના – સંગીતકાર: ખાન મસ્તાના – ગીતકાર: વાહિદ ક઼ુરૈશી

ઈન્દ્રવદન ભટ્ટ, સુરૈયા - પીપલ કી છાંઓમેં ઠંડી ઠંડી હવાઓં મેં - ડાક બંગલા – સંગીતકાર: નરેશ ભટ્ટાચાર્ય – ગીતકાર: ડી એન નધોક

રાજ કપૂર, ગીતા રોય - ઓ દુનિયાકે રહને વાલો બોલો કહાં ગયા ચિત ચોર - દિલકી રાની – સંગીતકાર: એસ ડી બર્મન - ગીતકાર: વાય એન જોશી

આ રાજ કપૂરનાં સ્વરમાં આપણે સંભળી ચૂકેલ સૉલો -ઓ દુનિયા કે રહનેવાલો બોલો કહાં ગયા ચિતચોર, કહાં ગયા ચિતચોર  નું જોડીયું ગીત છે.


જ્ઞાન દત્ત, સુનંદા કામઠ - બરબાદ કર ડાલા મુઝે બરબાદ કર ડાલા ગુલાબી ને ગુલાબી ને - દિવાની – સંગીતકાર: જ્ઞાન દત - ગીતકાર:: શમ્સ લખનવી 

કે એસ રાગી, ગીતા રોય - યાદ રખના યાદ રખના મુઝે યાદ રખના, પ્રીત કી દુનિયા મેરી આબાદ રખના - દો ભાઈ – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન

રામ કમલાની, શમશાદ બેગમ - ઓ દિલ પે તીર ચલાયેં નઝરીયાં તોરી રે - દૂસરી શાદી – સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

રામ કમલાની, શમશાદ બેગમ - ઓ ભંગીયોંકે રાજા મોરા નન્હા દિલ બહલા જા રે - દૂસરી શાદી – સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

ઈમદાદ હુસૈન - દિલશાદ બેગમ - ઐસે મૌકે ભી કહાં રોઝ મિલતે હૈ - એક રોઝ -  સંગીતકાર: શ્યામ સુંદર – ગીતકાર: સર્શાર શૈલાની

સુરેન્દ્ર, અમીરબાઈ કર્ણાટકી - આઈને મેં એક ચાંદ સી સુરત નઝર આતી હૈ - એલાન – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: ઝીઆ સરહદી 

મન્ના ડે, રાજકુમારી - લલિત લવંગ લતા પરિશીલન - ગીત ગોવિંદ - સંગીતકાર – સંગીતકાર: – જ્ઞાન દત્ત = ગીતકાર: પંડિત ઈન્દ્ર

મન્ના ડે, રાજકુમારી -  છેડ સખી આજ લાજ, કહે જિયા ધડકકે - ગીત ગોવિંદ - સંગીતકાર: – જ્ઞાન દત્ત = ગીતકાર: પંડિત ઈન્દ્ર

મન્ના ડે, રાજકુમારી - શ્યામ મેરી બિંદીયા બિખર ના જાયે  - ગીત ગોવિંદ - સંગીતકાર: – જ્ઞાન દત્ત = ગીતકાર: પંડિત ઈન્દ્ર

મન્ના ડે, રાજકુમારી - અપને હી રંગમેં રંગ ડાલું, ઓ શ્યામ તોહે - ગીત ગોવિંદ – સંગીતકાર: – જ્ઞાન દત્ત = ગીતકાર: બાલમ

મન્ના ડે, રાજકુમારી - કિત હો નંદકુમાર ઢુંઢત સબ સંસાર - ગીત ગોવિંદ – સંગીતકાર: – જ્ઞાન દત્ત = ગીતકાર: પંડિત ઈન્દ્ર

આવતા અંકમાં પણ ૧૯૪૭નાં અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને ચર્ચાની એરણે ચાલુ રાખીશું.

Sunday, October 7, 2018

સચિન દેવ બર્મન અને એસ ડી બર્મન : ગૈર ફિલ્મી ગીતો [૧]



સચિન દેવ બર્મન જેટલા આગવા સંગીતકાર હતા તેટલા જ આગવા ગાયક પણ હતા એ વાતનો પરિચય તેમણે ગાયેલાં હિંદી ફિલ્મનાં ગીતોથી અપણે કરી ચૂક્યાં છીએ. ૧૯૨૬થી સંગીતની તેમને પધ્ધતિસરની તાલીમ મળી તે પહેલાં પણ તેઓએ તેમના ધ્રુપદ ગાયક અને સિતારવાદક પિતા પાસેથી સંગીતના પાઠ તો ભણવા જ માડ્યા હતા. ૧૯૩૨માં તેમણે કોલકત્તામાં ઓલ ઈન્ડીયા રેડીયો પર બંગાળી અને ત્રિપુરાનાં લોક સંગીત તેમજ હળવાં અર્ધ શાસ્ત્રીય સંગીતને રજૂ કરવાનું શરૂ કર્યું. તેમની પહેલ વહેલી રેકર્ડ પણ એ જ સમયમાં બની. તેમની કારકીર્દીની શરૂઆતમાં તેઓ બંગાળી થીયેટર માટે સંગીત રચના કરતા હતા. બંગાળીમાં તેમણે પહેલી સંગીતબધ્ધ કરેલ 'રાજગી' (૧૯૩૭) પછી બંગાળી ફિલ્મોમાં પણ સફળતા મેળવતાં તેમને ચાર વર્શ રાહ જોવી પડી હતી. હિંદી ફિલ્મોમાં પણ ૧૯૪૬માં પદાર્પણ કર્યા પછી સફળ સંગીતકાર તરીકે તેમનું આગવું સ્થાન બનાવતાં બનાવતાં તેમને ચાર પાંચ વર્ષ મહેનત કરવી પડી હતી.

શરૂઆતના આ સમય દરમ્યાન તેમનાં સંગીતને જીવંત રાખવામાં તેમનાં ગાયને તેમને મદદ કરી હશે. કલકત્તાના શરૂઆતના સમયમાં તેમની ૧૩૧થી વધુ રેકર્ડ્સ બહાર પડી છે. તેમણે એ સમયના કેટલાંક અન્ય અન્ય જાણીતા સંગીતકારો માટે પણ ગીત ગાયાં છે. મુંબઈ આવ્યા પછી પણ તેમનાં ગાયનને તેમણે હંમેશાં જીવંત રાખ્યું. તેમની શરૂઆતની ફિલ્મોમાં તેમણે નિયમિત પાર્શ્વગાયક તરીકે હાથ અજમાવ્યા પછી તેમણે જોયું હશે કે તેમનો અનોખો અવાજ અને અનોખી શૈલીની ગાયકી વણીજ્યિક ક્ષેત્રે કદાચ બહુ સ્વીકાર્ય નહીં બને. એટલે બહુ ચોક્કસ સંજોગોમાં તેમણે ફિલ્મોમાં ગાવાનું કર્યું. ફિલ્મ સંગીતની કોઈ જ વાણિજ્યિક સીમાઓ ગૈર ફિલ્મી સંગીતને નડે નહીં તેથી તેમણે પોતાનાં ગાયનને એ દિશા આપી.

તેમણે ગાયેલાં ગૈર ફિલ્મી હિંદી ગીતોમાં પણ ભાવ વૈવિધ્ય વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેમની આ રચનાઓમાં પણ મૂળ આધાર ગંગાળી બૌલ સંગીત કે અન્ય લોક સંગીત કે રવિન્દ્ર સંગીતનો જ જોવ મળૅ છે. તેમનાં અમુક ગૈર ફિલ્મી ગીતો તેમની ફિલ્મ ગીતોની રચના માટેના પ્રયોગશાળાના પ્રયોગ જેવાં પણ જણાશે. આમસચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકો માટેનાં ગીતોની રચનાના મૂળ્ધારને સમજવામાં પણ સચિન દેવ બર્મનએ પોતે ગાયેલ ગૈર ફિલ્મી ગીતોની મહત્ત્વની ભૂમિકા રહે છે.

તદુપરાંત, સચિન દેવ બર્મનનાં સમગ્ર સંગીતને સમજવામાં પણ તેમણે રચેલાં અને ગાયેલાં ગૈર ફિલ્મી ગીતોનું એક આગવું મહત્ત્વ છે.તેમનાં આ ગીતો સાંભળવાથી આપણાં દિલો દિમાગ પર એક અનન્ય અવાજની અસર તો ઘુટાય જ છે પણ તત્ત્વતઃ તેમને સુઝતી ધૂનોનાં અઘરાં વ્યાકરણને કેટલી સરળતાથી તેઓે ગેય કળાત્મક સર્જનના દેહમાં ઘડી કાઢેલ છે તે પણ સમજી શકાય છે.

તેમણે ગાયેલી હિદી ગૈર ફિલ્મી રચનાઓ પૈકી અઢારેક જેટલાં ગીતો હાલ પૂરતાં મળી શક્યાં છે જે અહીં બે ભાગમાં રજૂ કરેલ છે.

મેરે યૌવનકી ફુલવારીમેં ભંવરા તુ ક્યું આતા હૈ ગીતની રચનામાં વિન્ટેજ એરાના સમયની રચનાઓઅની અસર જરૂર જણાશે. પણ એ સમયની રચનાઓ જેટલી આ રચના સરળ પણ નથી. ગીત સાંભળાતી વખતે પૂરે પુરૂં ધ્યાન ગીત સાંભળવામાં જ પરોવવાથી રચનાની પ્રમાણમાં દ્રુત લય અને અંતરા દરમ્યાન સુરના ઉતાર ચડાવની માર્મિકતાઓ માણવા માટેનું વાતાવરણ જામે છે.
 
રિમ ઝિમ રિમ ઝિમ બરસાઓ રે, આંસુ કે મોતી લુટા જાઓ રે
         વરસાદની બુંદમાં વિરહીણી પ્રેમિકાને પોતાની આંખોનાં આસુઓનાં મોતી દેખાય છે.

ઊડ ગયા ભંવરા કલી કલી ઉદાસ
       વિરહના ભાવને સચિન દેવ બર્મન ગિટારના તાલમાં રવિન્દ્ર સંગીતની અસરમાં વાચા આપે છે.

પ્રેમકા પિંજરા હો ગયા સુના, મનકા પછી છૂટ ગયા

પ્રેમનાં પિંજરમાંથી મન ઊઠી જાય તો એ પિજરું ખાવા ધાય એ ભાવને સચિન દેવ બર્મને પંકજ મલિકની શૈલીમાં ભારતીય અને પાશ્ચાત્ય શૈલીની વાદ્યસજ્જાથી રજૂ કરેલ છે.

આ ત્રણમાંથી બે રચનાઓ તો રાજા મહેંદી અલી ખાનદ્વારા રચાયેલી છે. તેમણે સચિન દેવ બર્મન સાથે 'દો ભાઈ' (૧૯૪૭)માટે ગીતો લખ્યાં હતાં. એ સમયના સંબંધોએ સચિન દેવ બર્મનને આ ગીતોની રચના કરવા માટે પ્રેર્યા હોય એવું માની શકાય છે.
(અહીં આ ત્રણેય ગીત એક જ ક્લિપમાં સાંભળવા મળે છે.)

 ઝન ઝન ઝન ઝન મંજીરા બાજે નટ બિહાગમાં રચાયેલ આ રચનાને સચિન દેવ બર્મને પોતાનો કેવો ઓપ ચડાવ્યો છે તે જોવા માટે ઉસ્તાદ ફૈયાઝ ખાને ગાયેલ આ બંદિશ સાંભળવી જોઈશે.આટલું પૂરતું ન હોય તેમ સચિન દેવ બર્મને તેને ફરીથી છાયા નટમાં સજાવીને 'બુઝદિલ' (૧૯૫૧)માં લતા મંગેશકરના સ્વરમાં એક નવાં જ સ્વરૂપે રજૂ કરેલ છે.
 અબ મૈં શરન તુમ્હારી... હોગી સભા તુમ્હારી મહ્દ અંશે આ ગીત કૃષ્ણ ભક્તિના ભાવ રૂપે ગવાતું હોય છે. એક નાનકડો આલાપનો ટુકડો, , ક્યાંક ભાવને વ્યક્ત કરતા સુરના ઉતાર ચડાવ જેવા માર્મિક ફેરફારો કરીને સચિન દેવ બર્મને આખી રજૂઆતને સાવ નવું સ્વરૂપ જ બક્ષી દીધું છે.
  હમ સબકો છોડ કર બાપુજી કહાં સિધારે..સબ દેશ કી જનતા તુમ્હેં રો રો કે પુકારે ગાંધીજીને અંજલિ આપતું ગીત...બીજા અંતરામાં 'બાપુજી..બાપુજી'નો આર્તનાદ જાણે દેશની જનતાનાં હૃદયનાં ઊંડાણમાંથી ઊઠતો હોય તેવો ભાવ સચિન દેવ બર્મન વ્યક્ત કરી રહ્યા જણાય છે.
  ગુણ ધામ હમારે ગાંધીજી શુભ નામ હમારે ગાંધીજીગાંધીજીને અંજલિ આપતું એક બીજું ગીત. અહીં સચિન દેવ બર્મન ગીતની બાંધણીમાં કંઈક અંશે બંગાળનાં બાઉલ સંગીતનો સહારો પણ લેતા જણાય છે. મત્ર પોતાની ગાયકી દ્વારા જ નહીં પણ સંગીતકાર તરીકે પણ સચિન દેવ બર્મનનો આગવો સ્પર્શ 'ગુણધામ હમારે બાપુજી' પૂરું કર્યા પછી એ ભાવ પર ખાસ ભાર મુકવા માટે તેમણે વાદ્યસંગીતના એક ટુકડાના (વારં વાર) પ્રયોગમાં જોવા મળે છે.
  પ્રીતમેં હુએ બદનામ સાંવરિયા તેરે લિયેસચિન દેવ બર્મનને જ્યારે જ્યારે ઉર્દુ ગાયન શૈલીનાં ગીતો બનાવવાની જરૂર પડી છે ત્યારે પણ તેમને પાછી પાની નથી કરી.પ્રસ્તુત ઠુમરીમાં નૃત્યની અંગભંગીઓની અસલી ઝલક પણ તેમણે બખૂબી નજ઼ાકતથી પેશ કરેલ છે.
  બાલમ મુઝ સે રૂઠ કર સૌતનકે ઘર જાતે હોતવાયફના કોઠાનાં ગીતોને સામે છેડે છે એવી પત્ની જેનો બાલમ દરરોજ સૌતનને ઘરે જતો રહે છે....પ્રસ્તુત ગીતની વાદ્ય રચનાથી એવો અંદાજ બાંધી શકાય કે આ ગીતની રચના વિન્ટેજ એરાના સમયકાળમાં થઈ હોવી જોઈએ.

સચિન દેવ બર્મને રચેલાં ગીતોનાં વૈવિધ્ય જેટલું જ વૈવિધ્ય તેમણે ગાયેલાં ગૈર ફિલ્મી ગીતોમાં પણ સાંભળવા મળે છે. તેમણે રચેલાં અને ગાયેલાં ગૈર ફિલ્મી ગીતોના રંગપટના કેટલાક રંગ આજે આપણે નિહાળ્યા. હવે પછીના અંકમાં આ રંગપટના હજૂ બીજા રંગોની ખૂબીઓ માણીશું

Thursday, October 4, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી-પુરુષ યુગલ ગીતો - મોહમ્મદ રફીનાં અને જી એમ દુર્રાનીનાં યુગલ ગીતો


મોહમ્મદ રફીનાં યુગલ ગીતો 
મોહમ્મદ રફીનાં ૧૯૪૭નં વર્ષનાં યુગલ ગીત્ની સરખામણી અ વર્ષનાં મુકેશનાં યુગલ ગીતો સાથે થઈ ન શકે એટલો મોટો તફાવત બન્નેનાં યુગલ ગીતોની સંખ્યામાં છે. પરંતુ મારા પુરતી જ વાત કરૂં તો, મુકેશનાં આ વર્ષનાં યુગલ ગીતોની સરખામણીંમાં મેં આ વર્ષનાં મોહમ્મદ રફીનાં વધારે યુગલ ગીતો, આજ પહેલાં, સાંભળ્યાં છે.
તે ઉપરાંત આ વર્ષનું ખરૂં મહત્ત્વ એ કહી શકાય કે લતા મંગેશકરનાં હિંદી ફિલ્મ સંગીતનાં પાર્શ્વગાયનનાં પહેલાં જ વર્ષમાં તેમનું  મોહમ્મદ રફી સાથેનું પહેલું યુગલ ગીત પણ રેકોર્ડ થયું છે. લતા મંગેશકરનું આ વર્ષમાં આ એક માત્ર યુગલ ગીત પણ છે.
મોહમ્મદ રફી, મોહનતારા - મૈં તેરી તૂ મેરા દોનો કા સંગ સંગ હો બસેરા - આપકી સેવા મેં - સંગીતકાર દત્તા દાવજેકર - ગીતકાર મહિપાલ

મોહમ્મદ રફી, ખુર્શીદ - સાવન કી ઘટા ધીરે ધીરે આના - આગે બઢો - સંગીતકાર સુધીર ફડકે - ગીતકાર અમર વર્મા
ખાસ નોંધ :  હિંદી ફિલ્મ ગીત કોષ અનુસાર આ ગીત મન્ના ડે અને ખુર્શીદના સ્વરમાં રેકોર્ડ થયેલું છે.


મોહમ્મદ રફી, નુર જહાં - યહાં બદલા બેવફાઈ કે સિવા ક્યા હૈ - જુગનુ - સંગીતકાર ફિરોઝ નિઝામી બી એ - ગીતકાર - 

મોહમ્મદ રફી, લલિતા દેઉલકર - કિસકો સુનાઉં હાલ-એ-દિલ.. હમ કો તુમ્હારા હી આસરા તુમ હમારે હો ન હો = સાજન સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: મોતી બી એ
આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ સૉ ગીત - હમ કો તુમ્હારા હી આસરા-નું જોડીદાર ગીત છે. ગીતની રચનામાં જે ફરક છે તે તરત જ ધ્યાન પર આવી જાય છે.

મોહમ્મદ રફી, લલિતા દેઉલકર - મૈં હું જયપુર કી બંજારન, ચંચલ મેરા નામ = સાજન - સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: કમર જલાલાબાદી

મોહમ્મદ રફી, લતા મંગેશકર - લો હો ગયી તૈયાર ઝરા ઠરો જી - શાદી કે પહલે – સંગીતકાર: પૈગનકર, કર્નાડ – ગીતકાર: પંડિત સુખરામ શર્મા

મોહમ્મદ રફી, રઝીઆ બેગમ - બાલમ હરઝાઈ, જાઓ જી મૈં પ્રીત કિયે પછતાઈ - શિકારપુરી – સંગીતકાર: મોહમ્મદ સફી – ગીતકાર: એ શાહ 'અઝીઝ'

જી એમ દુર્રાનીનાં યુગલ ગીતો
મોહમ્મદ રફીની કારકીર્દીની શરુઆતમાં તેમણે જેમની સાથે સ્પર્ધામાં ઊભા રહેવાનું આવ્યું હતું એ ગાયક જી એમ દુર્રાની ગણાય છે. જો કે અહીં તેમનાં ૧૯૪૭નાં યુગલ ગીતો મોહમ્મદ રફીનાં યુગલ ગીતોની પૉસ્ટમાં સાથે મુકવા પાછળ એવું કોઈ કારણ નથી.
જી એમ દુર્રાની, અમીરબાઈ કર્ણાટકી - વફાએં હમારી ન તુમ આજમાના - દીવાની - સંગીતકાર જ્ઞાન દત્ત

જી એમ દુર્રાની, ગીતા રોય - અજી પ્રેમ કા નાતા ટૂટ ગયા મોરા પ્રીતમ મુઝસે છૂટા - દો ભાઈ - સંગીતકાર એસ ડી બર્મન - ગીતકાર રાજા મહેંદી અલી ખાન

જી એમ દુર્રાની, પારો દેવી - દો નઝરોં કા મિલ જાના, બન ગયા એક અફસાના - હીરા - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી 

જી એમ દુર્રાની , નુરજહાં - હાથ સીને પે રખો કે ક઼રાર આ જાયે - મિર્ઝા સાહિબાન - સંગીતકાર પંડિત અમરનાથ, હુસ્નલાલ ભગતરામ - અઝીઝ કશ્મીરી 

જી એમ દુર્રાની, નુરજહાં - તુમ આંખોં સે દૂર હો હુઈ નીંદ આંખ સે દૂર - મિર્ઝા સાહિબાન - સંગીતકાર પંડિત અમરનાથ, હુસ્નલાલ ભગતરામ - અઝીઝ કશ્મીરી 

.હવે પછી ૧૯૪૭નાં અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો ચર્ચાને એરણે સાંભળીશું.