Wednesday, May 31, 2023

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૧ – મણકો : ૫_૨૦૨૩

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૧ મા સંપુટના મણકા - _૨૦૨૩ માં આપનું સ્વાગત છે.

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  

LnC-Silhouette મૃણાલ સેનની જન્મ શતાબ્દીની ઉજવણી  Mrinal Sen@100 શ્રેણી વડે કરે છે.

Bajooband Khul Khul Jaye – Remembering Mohammad Shafi ને તેમની ૪૩મી પુણ્યતિથિની યાદની અંજલિ છે.

How KJ Yesudas cast a spell on Hindi film music - જાનેમન જાનેમન પછી બાસુ ચેટર્જીએ ચિતચોર (૧૯૭૬)માં ફરીથી ગોરી તેરા  ગાંવ બડા પ્યારા માટે કે જે યેસુદાસને યાદ કર્યા. બન્ને ગીતોએ યેસુદાસનું હિંદી ફિલ્મ સંગીતમાં અગ્રીમ સ્થાન સ્થાપિત કરી નાખ્યું. હિંદી ફિલ્મો માટે તેમણે ગાયેલાં ૨૦૭ ગીતોમાંના અનેક ગીતો અઢળક લોકચાહનાને વર્યાં છે. જોકે આ સંખ્યા કે આ લોકપ્રિયતા થકી યેસુદાસે હિંદી ફિલ્મ સંગીત પર કરેલી અસરનું સાચું મુલ્યાંક્ન ન કરી શકાય. 

Of Incomplete Tales: My Friendship with Guru Dutt in Parts 1 & 2 and Parts 3 & 4. - અનુવાદ અને પાદટીપ - રત્નોત્તમા સેનગુપ્તા - નબેંદુ ઘોષની આત્મકથા એકા નૌકાર જાત્રી / Journey of a Lonesome Boat, માં તેઓ જેમને તેમની પટકથાઓની ખુબ કદર હોવા છતાં અધુરી ફિલ્મોને કારણે ઘણી કથાઓ વેડફી નાખેલી એવા ગુરૂ દત્ત સાથેની તેમની તંગ મિત્રતાને યાદ કરે છે. 

લતા મંગેશકરની યાદમાં શરૂ કરેલી શ્રેણી the year-wise review of Lata Mangeshkar’s career માં મહેફિલમેં તેરી હવે 1958 – Lata Mangeshkar ની પુનઃમુલાકાત કરે છે.

Apni Kahaani Chhod Ja: Leave a Story That Will Be Retold - અપની કહાની છોડ જા એ એક જ પંક્તિ દો બીઘા જમીન જેવી અવિસ્મરણીય કલાકૃતિના સર્જકોની યાદને જીવંત રાખે છે. આપણે એ ફિલ્મમાં બિમલ રોયે વણીલી લીધેલી કરૂણા અને ફિલ્મના ગીતોને આજે પણ મમળાવ્યા કરીએ છે. શિરીશ વાઘમોડે આગીત આજે ૭૦ વર્ષ પછી પણ  કેટલું પ્રસ્તુત છે તે યાદ કરે છે.  

Sebastian D’ Souza, Anthony Gonsalves અને Enoch Daniels   પછી હવે The Sculptors of Film Songs (4): Kishor Desai કિશોર દેસાઈ, તેમની મેંડોલીનના સંગાથની યાદગાર યાત્રા અને તેમણે રચેલાં અવિસ્મરણીય ગૈર ફિલ્મી ગીતોને યાદ કરે છે. . 

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૮મા સંસ્કરણના મે ૨૦૨૩ના માં  મન્ના ડે - ચલે જા રહેં હૈ - ૧૯૫૭  ને યાદ કરેલ છે. મન્ના ડેના જન્મના મહિનામાં તેમનાં આ ઓછાં સાંભળવા મળેલઓછાં લોકપ્રિય થયેલ ગીતોની યાદને તાજી કરવાનો ઉપક્રમ આપણે ચલે જા રહેં હૈ લેખમાળામાં કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં આપણે

૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો,

૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો

૨૦૨૦માં તેમનાં ૧૯૫૧-૧૯૫૩નાં ગીતો,

૨૦૨૧માં તેમનાં ૧૯૫૪-૧૯૫૫નાં ગીતોઅને,

૨૦૨૨માં તેમનાં ૧૯૫૬નાં ગીતો

સાંભળી ચૂક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Playback Singer’s Cameo માં પાર્શ્વ ગાયક ખુદ ફિલ્મના પર્દા પર પોતાનું ગીત ગાતા હોય એવાં ગીતો રજૂ કરાયેલ છે.


Yatindra Mishra’s ‘Lata Mangeshkar: A Life in Music’ - ૨૦૧૦થી ૨૦૧૪ના ચાર વર્ષો દરમ્યાન યતીંદ્ર મિશ્રાએ લતા મંગેશકર સાથે કરેલી રૂબરૂ મુલાકાતો લતાઃ સુર ગાથા સ્વરૂપે હિંદી ભાષામાં આપણી સમક્ષ આવી. આ જીવનક્થાને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. તે પછી ઈરા પાંડેએ તેનો અંગ્રેજીમાં Lata Mangeshkar: A Life in Music સ્વરૂપે આ વર્ષે અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો.

Birdmen of Delhi - on the lovely documentary All That Breathes - શૌનક સેનની બે ભાઈઓ દ્વારા ઉત્તર દિલ્હીમાં ઘાયલ સમડીને બચાવવાની વાત કહેતી, ઓસ્કારમાં વરાયેલી દસ્તાવેજી ફિલ્મ, All That Breathes , વિશે બહુ દૃષ્ટિએ ચર્ચા શકય છે. પરંતુ આ ફિલ્મમાં જે ધ્યાન ખેંચે છે તે મૂક ફિલ્મ જેવો લીધેલો એક શરૂઆતનો શૉટ છે. 

Solo Songs with an unobtrusive listener - આપણને ઘણી પ્રવૃત્તિઓ એકલા એકલા કરવાનું બહુ ગમતું હોય છે. ગાવું એ તેમાની એક ખાસ પ્રવૃત્તિ છે. એટલે જ કદાચ bathroom singing  બહુ લોકપ્રિય સ્તરે પ્રચલિત જોવા મળે છે.  અહીં એવાં ગીતો પસંદ કરાયા છે જેમાં ગાયક પોતાને માટે લાગણી વ્યક્ત કરે છે પણ તેને ખબર નથી કે કોઈક એ ગીત સાંભળી પણ રહ્યું છે. ઉદાહરણ  -  તેરે બીન સુને નયન હમારે - મેરી સુરત તેરી આંખે (૧૯૬૩) - મોહમ્મદ રફીએ ગાયેલ હિસ્સો – ગીતકાર: શૈલેંદ્ર – સંગીત: એસ ડી બર્મન .

Ballads of Love: Ecstacy  અને Ballads of Love: Agony, પછી ડી પી રંગન લેખમાળાના ત્રીજા મણકા, Ballads of Love: Flippant માં હળવા મિજાજમાં ગવાયેલ પ્રેમ અભિવ્યક્તિનાં ગીતો રજૂ કરે છે. . ઉદાહરણ તરીકે - ઉનકો રૂપયેમેં સોલહ આને હમસે નફરત હૈ હમકો રૂપયેમેં દો રૂપયે ઉનસે મુહબ્બત હૈ - પ્યાર કી બાતેં (૧૯૫૧) - જી એમ દુર્રાની, આશા ભોસલે – ગીતકાર: ખવાર ઝમાન – સંગીત: ખય્યામ  

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

·        Smita Patil-Naseeruddin Shah’s Bazaar explains how women are pushed into buying society’s misogynistic agenda - સ્મિતા પાટીલ અને નસીરૂદ્દીન શાહ અબિનિત સાગ્ર સરહદીની ફિલ્મ 'બાઝાર' બોલ્યા સિવાય ચોરી ચોરી થતાં મુંગા સંવાદોની કથા છે. 

·        Gulzar’s Namkeen was the Jee Le Zaraa of its time that cast three female stalwarts in one film - ફરહાન અખ્તરની ત્રણ અભિનેત્રીઓને રજૂ કરતી 'જી લે જરા' એક અભિનવ પ્રયોગ તરીકે વખાણાઈ હતી. પણ ૪૧ વર્ષ પહેલાં ગુલઝારે 'નમકીન'માં આ પ્રયોગ કર્યો હતો એ એટલો નવો હતો કે ફિલ્મની ધારી સફળતા ન મળી.  

·        Smita Patil’s Bhumika is the celebrity biopic that should have been the blueprint for The Dirty Picture, Mahanati - એક સફળ મરાઠી અભિનેત્રીનાં અતિસંઘર્ષમય જીવન પરથી બનેલી ફિલ્મ 'ભૂમિકા'માં સ્મિતા પાટીલ એ જીવનની વેદના પરદા પર જીવંત કરે છે. શ્યામ બેનેગલે પણ વાર્તાની રજૂઆતમાં એ અભિનેત્રીની વ્યાવસાયિક કારકિર્દીને પાર્શ્વભૂમાં લઈને આખી કથા વ્યક્ત કરી છે.

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ

મે ૨૦૨૩માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલસુફીભર્યા ગીતો૧૦पिंजरे के पंछी रे तेरा दरद ना जाने कोई

બંદિશ એક, રૂપ અનેક (૯૯):બોલે રે પપીહરા

કોઈશબ્દવાળા ગીતો – (૪)कोई ये कैसे बताये की वो तनहा क्यों है

  બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં  બરસાત કી રાત (૧૯૬૦)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

નલિન શાહના પુસ્તકMelodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ . પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણીસૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં (૨૬) ગાયક બનતા અદાકારો પ્રકરણ રજુ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને "વાયોલીન (૩): શંકર-જયકિશનનાં ગીતો"ને કેન્દ્રમાં રાખીને કેટલાંક નોંધપાત્ર ગીતો રજૂ કરે છે..

Best songs of year શ્રેણીમાં સોંગ્સ ઑફ યોર પર Best songs of 1942   નો પ્રારંભ થઈ ચૂક્યો છે.

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૩નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે ગીતા દત્ત અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર માટે સૌ પહેલાં ગાયેલ યુગલ ગીતોને સાંભળીશું. જે વર્ષમાં કોઈ સંગીતકાર સાથે એકથી વધુ ફિલ્મ કે એકથી વધુ યુગલ ગીત છે ત્યાં મેં મારી પસંદગી અનુસાર ગીતોને રજૂ કરેલ છે. 

ઝરા દેખ ઈધર ઈધર દેખ દેખ - બાદશાહ સલામત (૧૯૫૬) – ગીતકાર: પી એલ સંતોષી – સંગીત: બુલો સી રાની 

દૌડો જી ચોર ચોર ભાગા દિલ ચુરાકે - ચાર મિનાર (૧૯૫૬) - ગીતકાર: વિશ્વામિત્ર આદીલ - સંગીત: શાર્દુલ ક્વાત્રા 

યે કૈસા જોગ લિયા સરકાર - ગુરુ ઘંટાલ (૧૯૫૬) - ગીતકાર: ગાફિલ હરનાલવી - સંગીત: લછ્છી રામ 

ગઝબ હુઆ રામ ઝુલ્મ હુઆ રામ - આગ્રા રોડ (૧૯૫૭) - ગીતકાર:પ્રેમ ધવન - સંગીત: રોશન 


હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

Sunday, May 21, 2023

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૧મું - મે ૨૦૨૩

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  મે ૨૦૨૩ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશ્લેષણાત્મક સર્વેક્ષણ ' પસંદ કરેલ છે. આજના અંકમાં આપણે સતત સુધારણામાંથી સતત નવિનીકરણ તરફની સફરનું રૂપાંતરણ ની ટુંક ચર્ચા કરીશું.

નવિનીકરણની પાઠ્યપુસ્તક વ્યાખ્યા મુજબ એ નવાં વિચારબીજો અને જ્ઞાનનું નવાં ઉત્પાદનો, સેવાઓ અથવા પ્રક્રિયાઓમાં એવું સફળ રૂપાંતર છે જે ગ્રાહકને નવાં મૂલ્યને પ્રદાન કરે છે. દાખલા તરીકે, સૌથી તેજથી સળગતી મીણબત્તી બનાવવાના પ્રયાસમાં લગાવવામાં આવેલ તમામ સમય અને પ્રયત્નો હજુ પણ માત્ર મીણબત્તીમા  જ પરિણમશે.. વીજળીના ઉપયોગથી પ્રકાશ આપનારો બલ્બ બનાવવા માટે નવિનીકરણનો વિચાર આવશ્યક બની રહે છે..

સતત સુધારણા (CI) કામ કરવાની વર્તમાન પદ્ધતિને ને વધારે સુવ્યવસ્થિત કરવા અને પ્રક્રિયાઓમાંના બિનજરૂરી વ્યયને ઘટાડવા માટેની તકોને ઓળખવાની પદ્ધતિ છે.
જ્યારે નવિનીકરણ વિચારોને સાકાર કરીને નવાં મૂલ્યોનું અસરકારક સર્જન કરવા વિશે છે, તો સતત સુધારણા પ્રક્રિયાઓને કાર્યક્ષમ બનાવવા માટે વર્તમાન મૂલ્યને વધારે સક્ષમ કરવાનો પ્રયાસ કરે છે. નવિનીકરણ  પરિણામોમાં અસરકારક રીતે સુધારો કરે છે અને સુધારણા કાર્યક્ષમ વધારે કાર્યક્ષમ પ્રક્રિયાઓ આપે છે.

સુધારણાનો માનસિક અભિગમ હાલની તંત્રવ્યવસ્થાઓને ઉચિતતમ કરવા અને ખામીઓને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ, નવિનીકરણ માટે જે આપણે પહેલાં અનુભવ્યું છે તેના કરતાં મૂળભૂત રીતે નવું અને અલગ જ કંઈક બનાવવું એવા અલગ માનસિક અભિગમ છે. નવિનીકરણ એક અલગ પ્રક્રિયા અથવા નવાં અંતિમ પરિણામનું સર્જંન કરે છે, જેને પછીથી સતત  સુધારણાનો ઉપયોગ કરીને વધુ ઉચિત અને કાર્યક્ષમ બનાવી શકાય છે.

ઉત્પાદન, પ્રક્રિયા અથવા બિઝનેસ-મૉડલમાં નવિનીકરણ સબબ ઉચ્ચ પ્રદર્શન કરનારી દરેક મોટી કંપનીમાં આંશિક રીતે અથવા સંપૂર્ણ રીતે જોવા મળતી, આઠ આવશ્યક વિશેષતાઓનો સમૂહ અહીં ઉપર પ્રસ્તુત છે.


ચીવટપૂર્વક અવલોકન કરવું એ સારા સંશોધક બનવાની ચાવી છે.  હકારાત્મક અથવા નકારાત્મક વિચલનો પર નજર રાખો. નોંધપાત્ર હોય તેવાં બાહ્ય પરિબળો શોધી કાઢો અથવા તંત્ર વ્યવસ્થા અંગે આપણી સમજમાં ઉમેરો કે સ્પષ્ટતા કરતી પ્રક્રિયાઓને ઓળખો. આમ કરવાથી તંત્રવ્યવસ્થાને  બહેતર બનાવવા માટે મદદ મળી રહેશે.
રોજિંદા જીવનમાં, જ્યારે તમે રેસ્ટોરન્ટમાં જાઓ અથવા એરપોર્ટ પર લાઇનમાં ઉભા રહો છો, ત્યારે એવી બાબતો ધ્યાન આપો જે તમને લાગે છે કે ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહી છે અથવા, તેનાથી વિપરીત, અત્યંત ખરાબ રીતે કરવામાં આવી રહી છે. તમે અત્યારે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છો તેનો ઉકેલ લાવવા માટે આવાં ઉદાહરણો તમને મદદ કરવા માટે શીખ આપી જઈ શકે છે. આપણી રોજિંદા કામકાજની રીતભાતમાં અથવા કાર્યસ્થળની બહાર આપણા જીવનમાં જો આપણે સજાગપણે થોભી ને પછી આવાં બધાં અવલોકનો પર ચિંતન કરીશું તો આપણે આપણી હાલની કાર્યપદ્ધતિમાં અર્થપૂર્ણ, મહત્વપૂર્ણ સુધારાઓ અથવા નવીનતાઓ લાવી શકીએ છીએ. નવીન વિચારસરણી સરળ છતાં દેખીતાં કરતા અવલોકનોથી આગળ જુએ છે જે એક નવી માનસિકતા અને સંસ્થાકીય કાર્યરીતી બની ને એક એવી ધરી પણ બની શકે છે જે પ્રગતિ તરફ દોરી જાય છે.
સુનિયોજિત રીતે સંગઠિત કરેલ નવિનીકરણ અભિગમ સામાન્ય રીતે આ ચાર કેન્દ્રવર્તી વિષયો પર આધારિત હોય છે:

¾    સંસાધનો અને જ્ઞાનનો પુનઃઉપયોગ

¾    નવિનીકરણનાં જીવનચક્રને સંપૂર્ણપણે અપનાવવું

¾    ચોક્કસ અને સમયસરની માહિતી સામગ્રીપર આધારિત નિર્ણય પ્રક્રિયા

¾    ગ્રાહકને કેન્દ્રમાં રાખતી વિચારસરણી અને વ્યુહરચનાનું અમલીકરણ

આગામી અંકોમાં નવિનીકરણ જીવનચક્ર અને સુનિયોજિત રીતે સંગઠિત કરેલ નવિનીકરણ અભિગમ પર વિગતવાર ચર્ચા કરીશું. 

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Innovation and Process Approach - ISO તકનીકી સમિતિ ૧૭૬ (TAG 176) ના અમેરિકી સલાહકારી સમુહના લાંબા સમયથી સભ્ય અને TAG 176ના ભૂતપૂર્વ પ્રમુખ 'જૅક' વેસ્ટ ISO ૯૦૦૧ઃ૨૦૧૫ના સંદર્ભમાં નવિનીકરણ અને પ્રક્રિયા અભિગમની ચર્ચા કરે છે.  

ક્વૉલિટી મેગેઝિનના Next Gen Quality Analytics વિભાગનો લેખ From Vision to Reality: How to Implement a Continuous Improvement Program આજે વિચારણા પર લઈશું. - સતત સુધારણા કાર્યક્રમોના અમલ માટે સાધનો અને ટેક્નોલોજિ માત્ર પુરતાં નથી. એ માટે કામકાજ સંબંધિત રીતભાત અને સમીક્ષા પ્રણાલીઓની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ દરેક હિતધારકોના તાલીમ અને શિક્ષણ દ્વારા શક્ય એવા નવા જ સાંસ્કૃતિક અભિગમની જરૂર છે. 

સૌ પ્રથમ તો ભવિષ્યનું સ્પષ્ટ ચિત્ર અને તેની સાથે સંકળાયેલ લક્ષ્યોની પુરી સમજ પ્રસ્થાપિત કરવાં રહે છે. એ માટે સુધારણા માટેનાં કાર્યક્ષેત્ર ખોળી કાઢી સંસ્થાકીય ઉદ્દેશો સાથે ચોક્કસપણે  સંબંધિત  માપી શકાય તેવાં અસંદિગ્ધ લક્ષ્યો નક્કી કરવાનાં રહે..

આ માટે સંસ્થાના દરેક સ્તરે સંબંધિત હોય એવાં દરેક કર્મચારીને સહભાગી બનાવવાં જોઇએ.

તે પછી, સુધારણાંનાં નક્કી કરાયેલ કાર્યક્ષેત્રોની સાથે સંબંધિત એવી ચોક્કસને વિશ્વાસપાત્ર માહિતી સામગ્રી મળી શકે તેવા સ્રોતો ખોળી કાઢવાના રહેશે. 

છેલ્લે, સુધારણા કાર્યક્રમ લાંબા સમય સુધી સંપોષિત રહે તે મહત્ત્વનું છે. આ માટે સુધારણા કાર્યક્રમો સંસ્થાની વર્તમાન  તથા ભવિષ્યની વ્યુહરચનાઓનાં પોત સાથે વણાઈ જેવું તેવું વાતવરણ બની રહેવું પણ આવશ્યક છે. 

સપ્ષ્ટ ઉદ્દેશો. દરેક ટીંઓ દ્વારા કાર્યક્રમોની સંપૂર્ણ સ્વીકાર્ય માનસિકતાનો માટેનો વ્યુહાત્મક અભિગમ અને માહિતી સામગ્રી પ્રત્યે જાગ્રત દૃષ્ટિકોણ દ્વારા સંસ્થા કાર્યસાધકતા અને નફાકરકતામં બહુ મોટા ફાયદાઓ સિધ્ધ કરતી રહી શકે છે.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક સર્વેક્ષણ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, May 14, 2023

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૮મું સંસ્કરણ - મે ૨૦૨૩

 મન્ના ડે - ચલે જા રહેં હૈ… - ૧૯૫૭ -

મન્ના ડે - મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ - ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) ની શુદ્ધ શાસ્ત્રીય ગાયકી અને અવાજની સહજ બુલંદીને કારણે હિંદી ફિલ્મ જગતે તેમને શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતો કે ધાર્મિક  ભાવનાં કે દેશભક્તિ કે કુદરતની નિશ્રામાં ગવાતાં ગીતોનાં ચોકઠામાં ગોઠવી નાખ્યા હતા. પરંતુ શંકર જયકિશને શ્રી ૪૨૦ (૧૯૫૫)માં રાજ કપુરના પાર્શ્વ સ્વર તરીકે પ્યાર હુઆ ઈક઼રાર હુઆ, દિલ કા હાલ સુને દિલવાલા કે મુડ મુડ મુડ કે ન દેખ જેવાં ગીતોથી મન્ના ડેની પાર્શ્વ ગાયક તરીકેને રૂઢ થતી જતી છાપને બદલી નાખવામાં બહુ મોટો ફાળો આપ્યો. તે પછી, ચોરી ચોરી (૧૯૫૬)નાં આ જા સનમ મધુર ચાંદનીમેં હમ, યે રાત ભીગી ભીગી અને જહાં મૈં જાતી હું જેવાં રોમાંસ નીતરતાં ગીતો પછી તો મન્ના ડેની રોમાંસ ભર્યાં ગીતો ગાવાની ક્ષમતા વિશે કોઇ શંકાને સ્થાન જ ન રહ્યું એમ કહી શકાય. ૧૯૫૬ અને તે પછીથી અન્ય સંગીતકારો પણ તેમને માટે હવે રોમાંસનાં સૉલો કે યુગલ ગીતો માટે સર્જતા થઈ ગયા હતા. ૧૯૫૬ પછીથી તેમને મળતાં ગીતોની સંખ્યામાં ખુબ વધારો જરૂર થયો પણ હિંદી ફિલ્મ જગતની નિયતિની અવળચંડાઈએ તેમને મુખ્ય પાર્શ્વ ગાયકનાં  સ્થાન માટે હંમેશાં વધારે પડતા લાયકનો દરજ્જો તો ધરાર પકડાવી જ દીધો !

મન્ના ડેના જન્મના મહિનામાં તેમનાં આ ઓછાં સાંભળવા મળેલ, ઓછાં લોકપ્રિય થયેલ ગીતોની યાદને તાજી કરવાનો ઉપક્રમ આપણે ચલે જા રહેં હૈ લેખમાળામાં કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં આપણે

૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો,

૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો

૨૦૨૦માં તેમનાં ૧૯૫૧-૧૯૫૩નાં ગીતો,

૨૦૨૧માં તેમનાં ૧૯૫૪-૧૯૫૫નાં ગીતો, અને,


૨૦૨૨માં
તેમનાં ૧૯૫૬નાં ગીતો

સાંભળી ચૂક્યાં છીએ.

૧૯૫૭માં મન્ના ડે એ ગાયેલાં ગીતોની સંખ્યા ૯૫ ગીતોના આંકડાની ટોચને આંબવા લાગી. આટલાં ગીતોમાંથી, કૌન આયા મેરે મન કે દ્વારે પાયલકી ઝંકાર લિયે (દેખ કબીરા રોયા - ગીતકાર રાજેંદ્ર કૃષ્ણ - સંગીતકાર મદન મોહન) જેવાં શાસ્ત્રીય રાગ પર આધારિત પણ ખુબ જાણીતાં એવાં ગીતોને છીડી દઈને, ઓછાં સાંભળવા મળતાં ગીતોને પણ ન્યાય કરવા માટે આપણને એકથી વધારે મણકાની જરૂર પડશે એ નોંધ સાથે આજના અંકની શરૂઆત કરીએ. 

ઓ મિસ્ટર ઓ મિસ્ટર સુનો એક બાત, બડી બેવફા હૈ યે મર્દોંકી જાત બદલતે હી રંગ પલમેં હજ઼ાર, કરે ઈનકે વાદોં પે ઈતબાર યે કરનેકો તો કર લે હૈ ભી સ્વીકાર પર એક હી નઝરમેં હૈ કીસકા ઈતબાર - આગ્રા રોડ - ગીતા દત્ત, કોરસ સાથે – ગીતકાર: પ્રેમ ધવન – સંગીતકાર: રોશન 

વિજય આનંદનાં હીરો તરીકેનાં પદાર્પણને નવાજવા રોશને અન્ય ગીતોમાં ભલે મોહમ્મદ રફીને પસંદ કર્યા પણ વૉલ્ઝની ધુન પર સજ્જ કરેલાં આ પાર્ટી ગીતમાં વિજય આનંદના પાર્શ્વ અવાજ તરીકે મન્ના ડેની પસંદ કરીને નવો ચીલો કોતર્યો.  જોકે ફિલ્મને સફળતા ન મળી એટલે વિજય આનંદ હીરો તરીકે ચાલ્યા નહીં અને મન્ના ડેને મુખ્ય અભિનેતાના પાર્શ્વ સ્વરનાં સ્થાનને પણ માન્યતા મળવામાં કંઈક અંશે ઓછપ આવી.


 

તુમ કો પુકારતી હૈ પ્રતાપકી કહાનિયાં  ….. ક્યા ઉંચાઈ ઈંસાન કી - અમર સિંગ રાઠોડ – ગીતકાર: ભરત વ્યાસ – સંગીતકાર: સન્મુખ બાબુ 

દેશ ભક્તિનાં ગીતો માટે જ સર્જાયા હોવાની છાપને ઘુંટવામાં મદદ કરતાં ગીતમાં મન્ના ડે કરૂણ રસને પણ એટલી જ સહજતાથી ન્યાય આપી શકેલ છે. 

ફિર વહી દર્દ હૈ ફિર વહી જિગર, ફિર વહી રાત હૈ ફિર વહી હૈ ડર - અપરાધી કૌન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી – સંગીતકાર: સલીલ ચૌધરી 

હાસ્ય ગીતમાં પણ શરાબીપણાંનો સ્પર્શ આપવામાં પણ મન્ના ડે એટલા જ માહિર અનુભવાય છે.


હૈ પ્યાર કે દો મતવાલે ... એક હમ હૈ ઔર એક તુમ  - અપરાધી કૌન - ગીતા દત્ત સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી – સંગીતકાર: સલીલ ચૌધરી

સલીલ ચૌધરીએ હાસ્ય કલાકારો દ્વારા ગવાતાં રોમેંટીક યુગલ ગીતોના પ્રકારમાં મન્ના ડેના સ્વરને પ્રયોજ્યો છે.  એક હમ ઔર તુંને મન્ના ડે જે રીતે અલગ અલગ પ્રકારે ઘુંટે છે તે તેમની ગાયકીની અનન્ય લવચીકતાને સિદ્ધ કરે છે. 

મા તેરી મમતા કિતની પ્યારી કિતના પ્યાર જતાતી હૈ - બંસરી બાલા – ગીતકાર: પંડિત ફણિ – સંગીતકાર: કમલ મિત્ર 

ધર્મની આસ્થાના ભાવમાં દેવીનાં સ્વરૂપમાં મા માટેના પ્રેમની લાગણીને પણ વ્યક્ત કરવામાં મન્ના ડે તેમના સ્વરને કેટલો કોમળ કરી શક્યા છે !


એક બડે બાપ કી બેટી કો હૈ ઘરકી મુંશીકે સંગ.. અરે દેખા ઘુલ મિલ બતીયાં કરતે ઔર જમાતે રંગ - બંદી – ગીતકાર
: રાજેંદ્ર કૃષ્ણ – સંગીતકાર: હેમંત કુમાર 

મનોરંજન માટે ગામમાં થતા શેરી કાર્યક્રમોમાં તે સમયના રિવાજોને વણી લેવાતા. લોક ગીતના ઢાળમાં રચયેલ આ ગીતના હળવા કટાક્ષમય ભાવને  મન્ના ડે બહુ જ સજ્જતાથી વ્યક્ત કરી રહે છે.


હૈ બહોત દિનોંકી બાત એક થા મજનુ ઔર એક  લૈલા - ભાભી - એસ બલબીર અને મોહમ્મ્દ રફી સાથે – ગીતકાર: રાજેંદ્ર કૃષ્ણ – સંગીતકાર: ચિત્રગુપ્ત 

બલબીર જેવા તળ પંજાબી થાટના અને મોહમ્મદ રફી જેવા બહુમુખી સિદ્ધ થઈ રહેલા ગાયક સાથે, પંજાબી લોકકથાની લોક શૈલીમાં  પણ મન્ના ડેનો "બંગાળી", "શાસ્ત્રીય"  સ્વર ખુબ સરળતાથી ભળી જાય છે.


દુનિયા તેરી દુનિયા કા તુ યું ડાલીમેં પાત તેરા મેરા જનમ જનમ કા સાથ - ભક્ત ધ્રુવ - ગીતા દત્ત સાથે – ગીતકાર: પંડિત મધુર સંગીતકાર: અવિનાશ વ્યાસ 

પરંપરાગત ભક્તિભાવનાં ગીતમાં પણ અવિનાશ વ્યાસ મન્ના ડે અને ગીતા દત એમ બન્ને અલગ જ પ્રકારનાં સુરનાં ગાયકોની ખુબીઓને ખીલવે છે. 


દિન અલબેલે પ્યાર કા મૌસમ ચંચલ મનમેં તુફાન, ઐસેમેં કર લો પ્યાર - બેગુનાહ - લતા મંગેશકર સાથે -  ગીતકાર: હસરત જયપુરી – સંગીત: શંકર જયકિશન 

મન્ના ડેના સ્વર માટે શંકર જયકિશનને ખાસ લગાવ તો હતો જ. તેમાં 'ચોરી ચોરી'નાં મન્ના ડેનાં ગીતોની સફળતા પછી રોમેંટિક ગીતો માટે શંકર જયકિશન મન્ના ડે તરફ વધારે ઢળે તે સ્વભાવિક જણાય. પણ હિંદી ફિલ્મ જગતના પ્રવાહો એટલા સરળ નથી હોતા. શંકર જયકિશનને મુકેશ માટે પણ એટલી જ લાગણી હતી. વચ્ચેનાં વર્ષોમાં મુકેશની પોતાની અભિનય કારકિર્દીની તમન્નાએ તેમને અન્ય સંગીતકારો માટે બહુ ઉપલબ્ધ નહોતા રાખ્યા. એટલે મન્ના ડે આમ પણ સ્વાભાવિક પસંદ બને. પણ મુકેશ ફરીથી ગાયક તરીકે સક્રિય થવા તૈયાર હતા ત્યારે શંકર જયકિશન જેવા મિત્રો તેમને માટે અય પ્યાસે દિલ બેજુબાં જેવાં ખાસ ગીતોની રચનાઓ કરે તેને મન્ના ડેનાં કમનસીબનો જ દોષ માનવો રહ્યો.


તુમ મેરે અંતર્યામી માત પિતા તુ મેરે - છોટે બાબુ - ઉષા મંગેશકર સાથે - ગીતકાર પી એલ સંતોષી - સંગીતકાર મદન મોહન 

'દેખ કબીરા રોયા'માં મન્નાડેને ખુબ અસરકારક રીતે રજુ કર્યા બાદ પણ મદન મોહનને મન્ના ડેને ધાર્મિક ભાવનાં ગીતોના ગાયકની છાપ અનુસાર આ ગીત આપવું યોગ્ય લાગ્યું. તેની સામે સ્પર્ધાત્મક પરિબળોને કારણે મુખ્ય અભિનેતા માટેનાં દો દિન કી મોહબ્બતમેં હમને કુછ ખોયા હૈ કુછ પાયા હૈ કે તેરી ચમકતી આંખોંકે આગે યે સિતારે કુછ ભી નહી જેવાં ગીતો એ સમયે વધારે ચલણી ગણાતા તલત મહમુદને ફાળવવાં પડ્યાં છે.  



આ જાઓ સાવન કે દિન આયે - ચંપાકલી - લતા મંગેશકર સાથે - ગીતકાર રાજેંદ્ર કૃષ્ણ - સંગીતકાર હેમંત કુમાર 

મન્ના ડેને ફાળે ફરી એક વાર ઋતુઓના ભાવની બુલંદીને વ્યક્ત કરવાનું આવી રહ્યું. જોકે તે સાથે મન્ના ડે પોતાના પ્રેમના એકરારના ભાવને પણ વ્યક્ત કરવાનો તો હતો જ.

 

૧૯૫૭નાં આટલાં ગીતોમાં જ આપણને મન્ના ડેની બહુમુખી પ્રતિભાનો ફરી એક વાર પરિચય થાય છે. તે સાથે તેમનાં નસીબના આટાપાટાના ખેલ પણ આપણને જોવા મળે છે.  મન્ના ડેની કારકિર્દીનાં આ કેલિડોસ્કૉપ જેવાં બદલતાં સ્વરૂપોનો ખેલ હજુ પણ ચાલુ જ છે.  


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, May 7, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : વર્કશોપ [૧]

 

એન્જિયરિંગ અભ્યાસક્રમમાં વર્કશોપની વ્યાવહારિક આવશ્યકતા સમજવા છતાં મારા માટે અભ્યાસ દરમ્યાન જ નહીં, પણ સક્રિય કારકિર્દી દરમ્યાન ઘણા લાંબા સમય સુધી વર્કશોપ એક અકળ કોયડો જ રહ્યો છે.  એન્જિયરિંગના દાખલ થવાના સમય સુધી આ વિષયની પ્રાથમિકતાઓથી મહદ અંશે અજાણ જેવા મારા વર્કશોપ માટે જરૂરી સાધનો ખરીદવા જતી વખતે 'ફાઈલ', 'કાનસ' જેવા શબ્દો જ ભેંસ આગળ ભાગવત સમાન હોય ત્યાં મશીન સોપ માટેનાં કટિંગ ટુલ જેવાં સાધનો પણ ખરીદવાં એ લાકડીના ટેક અવગર ખોડંગાતે ખોડંગાતે પરવ્ત ચડવા જેટલું અશક્ય જણાતું હતું. સાદહનોની યાદી હાથમાં આવી ત્યારે એટલી ખબર પડી ગઈ હતી કે આ બધું પાનકોર નાકા પાસે આવેલ હાર્ડવેર બજારમાં 'સહેલાઈ'થી મળી જશે.  પરંતુ ત્યાં પછી વેપારીઓના સાવ પ્રાથમિક સવાલોના જવાબ આપતી વખતે પણ મારાં મોંના જે હાવભાવ હશે તે જોતાંવેંત જ એ વેપારીઓ સમજી ગયા હશે કે આ ભાઈ તો 'નવો નિશાળીયો' છે. એટલે એમના અનુભવના આધારે જ એમણે મને મારા જેવા માટે યોગ્ય સાધનો પસંદ કરી આપ્યાં.

એન્જિયનિયરિંગનું .... વિશિષ્ટ પ્રતિક ...... 

એલ ડી એન્જિયરિંગ કૉલેજની અંદર અને બહાર, શિક્ષણ સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ સમુહ માટે, એન્જિયરિંગ અભ્યાસક્રમનું કદાચ સૌથી વધારે સહેલાઈથી નજરે ચડતું પ્રતિક વર્કશોપ્સ હશે.* 

એલડીના વિશાળ કેમ્પસના બરાબર મધયમાં આવેલ વર્કશોપ કારખાનાંઓનાં ખુબ જાણીતાં પ્રકારનાં મકાનો જેવું છે. બાજુમાં આવેલ ડ્રોઈંગ હૉલનાં મકાનની ભવ્યતાપણ વર્કશોપના મકાનની આભાને ઝાંખી નથી પાડી શકતી.  એ દિવસોમાં વર્કશોપ્સના આગળના ભાગમાં સુથારી, ફિટ્ટીંગ અને મશીન શોપ્સ આવેલ હતાં. સ્વાભાવિક કારણોસર સ્મિધી શોપ અલગથી, પાછળના, ભાગમાં આવેલ હતી.*

વર્કશોપ્સમાં વિદ્યાર્થીની હાજરીને અન્ય વિદ્યાર્થીઓથી અલગ તારી આપવાનું એક માત્ર શ્રેય ઘાટા વાદળી

રંગના 'બોઇલર સ્યુટ'ને ફાળે રહે છે. વર્ષની શરૂઆતમાં બહુ સારી રીતે ધોવાયેલ, ઈસ્ત્રી-બીસ્ત્રી થયેલ બોઈલર સ્યુટ વર્કશોપમાં વટથી દાખલ થાય. પછી વર્ષ દરમ્યાન વપરાશને કારણે જેમ જેમ તેના મેશ તેલ અને પરસેવાઓના રંગોનાં આવરણો ચડતાં જાય તેમ આવો ઘટ્ટ વાદળી રંગ પણ ઘનઘોર વાદળની પાછળ સંતાઈ જતા સૂર્યની જેમ ઓજપ પામવા લાગે. એટલે કદાચ, દરેક પિરિયડ પછી તેને મળતી લોકરની કેદમાં સંતાઈ રહેવું તેને પણ ગમતું હશે ! આવો 'મેલો અને ગંધાતો' બોઈલર સ્યુટ પહેરીને વર્કશોપ્સનાં કામોમાં અમારામાંના મોટા ભાગનાનું ધ્યાન ન ચોંટતું એ હવે સમજી શકાય છે.:)  

આવો સ્યુટ પહેરીને અમે કામ કેમ કરી શકતા તેનાં કરતાં પણ આવા સ્યુટને વર્ષને અંતે ધોવડાવવા માટે ઘરે અમે કેમ લઈ જતા હશું તે પણ એક કોય્ડૉ જ લહી શકાય. અમારા જેવા પ્રમાણમાં નજદીક રહેતા અને સાઈકલ પર કૉલેજ આવતા જતા વિદ્યાર્થીઓ તો ઓછા ટ્રાફિકના સમયનો લાભ લઈને કદાચ બધાંની નજરોથી - અને નાકથી - છુપાવીને તે કપડાં ધોવાની ચોકડી સુધી પહોંચાડી દેતા, પણ  ખાસે દૂર રહેતા મિત્રો તેને જાહેર સલામતી અને સુખાકારીના ભંગના ગુનામાં આવ્યા સિવાય તેને ઘરે શી રીતે પહૉંચાડી શકતા હશે? અને જે મિત્રો બસમાં આવતા એ લોકોની આ બોઇલર સ્યુટને છુપાવીને લઈ જવાની હિંમતને, અને આવડતને, તો આજે પણ સલામ કરવાનું મન થાય છે !!

આજુબાજુની સાયન્સ અને આર્ટ્સ કોલેજોના વિદ્યાર્થીઓ એલડીના વિદ્યાર્થીઓને હળવી  મજાકમાં 'હથોડા' તરીકે - જાહેરમાં પણ !- સંભોધતા. આમ સ્મિધી શોપમાં વટથી ભલભલા ઘાટ ઘડી શકતો - રતલી હથોડો એલડીના વિદ્યાર્થીઓની પણ 'ભારી ઃ)' મજાક બની ગયો હતો. કોલેજમાં ફુલફટાક થઈને આવતા એ વિદ્યાર્થીઓ માટે અમારો પેલો ઘટ્ટ વાદળી બોઈલર સ્યુટ આ 'હથોડા'ની છાપને વધારે ઘેરી બનાવવામાં, અજાણ્યે પણ, મદદરૂપ બનતો !*   

અન્ય કૉલેજોના વિદ્યાર્થીઓમાટે એલડીના વિદ્યાર્થીઓની 'હથોડા'ની છાપ આ માત્ર સ્થુળ સાધનો જ પુરતી મર્યાદિત નહોતી. એ દિવસોમાં વિદ્યાર્થીઓમાં થોડી શરમ અને થોડો લિહાજ લાવી શકતી મનાતી 'વિદ્યાર્થીઓની'ની ગેરહાજરીને કારણે એલડીના વિદ્યાર્થીઓ વધારે બરછટ બની જાય છે એવો પણ અર્થ આ મજાકિયા નામકરણની પાછળ અભિપ્રેત હોવાનું પણ મનાતું. જોકે અમે લોકો તેમની આવી આ બધી 'હરકતો 'ને માટે 'દ્રાક્ષ ખાટી છે' વાળી ઇર્ષ્યાને કારણભૂત માનીને આ નામને ગર્વ-ચંદ્રક તરીકે પણ સ્વીકારી લેતા !

*દિલીપ વ્યાસે વર્કશોપની મમળાવેલી તેમની યાદોમાંથી સાભાર.

એન્જિનિયરિંગનાં વિદ્યાર્થી માટેની વર્કશોપની આવશ્યકતાના આદર્શો અને વાસ્તવિકતાઓની યાદો હવે પછી