Thursday, March 9, 2017

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - મને સૌથી વધારે પસંદ પડેલા સંગીતકારો



આ શ્રેણીના ગંગોત્રી સમા લેખ Best songs of 1949: And the winners are?’- પર જે થીમચિત્ર મૂકવામાં આવ્યું છે તેમાં ૬ ફિલ્મો જોવા મળે છે, પણ સંગીતકારોની ગણતરી કરીએ તો એ સંખ્યા ૫ જ થઇ રહે છે. આમ થવાનું કારણ એ છે કે નૌશાદનો હિસ્સો આ ૬ ફિલ્મોમાંથી 'અંદાઝ' અને 'દિલ્લગી' એમ બે ફિલ્મોનો છે. આ ઉપરાંત જે અન્ય ૪ સંગીતકારોની અહીં હાજરી જોવા મળે છે તે છે - શંકર જયકિશન (બરસાત), સી. રામચંદ્ર (પતંગા), ખેમચંદ પ્રકાશ (મહલ) અને હુસ્નલાલ ભગતરામ (બડી બહન).
મુકેશનાં એકોએક સૉલોગીતની જબ્બરદસ્ત લોક્ચાહનાને કારણે ૧૯૪૯નાં વર્ષને નૌશાદને અંકે કરી દેવામાં આમ જૂઓ તો સાવ અજૂગતું ન કહેવાય. પરંતુ બધા સંગીતકારોની રચનાને 'ચર્ચાને એરણે' ન ચડાવ્યાની ચૂક તો થઈ ગણાય !
નૌશાદની મુકેશની 'અદાઝ' માટેની રચનાઓ પહેલવહેલી નહોતી, સાવ છેલ્લી પણ  નહીં. પણ હા, એ ગીતો લોકપ્રિય એટલાં થયાં કે નૌશાદે લતા મંગેશકર પાસે મુખ્ય અભિનેત્રી માટે ગવડાવેલ ગીતો ઝાંખાં પડતાં જણાયાં.
હમ આજ કહીં દિલ ખો બૈઠે, યું સમઝો કિસીકે હો બૈઠે  
૧૯૪૯માં ટિકીટબારી પર 'બરસાત'ની ટંકશાળ પડી હતી, જેમાં પોતાની પહેલી જ ફિલ્મમાં શંકર જયકિશનનાં સંગીતનો ફાળો મહત્ત્વનો રહ્યો એમ બેશક કહી શકાય. ફિલ્મ સંગીતમાં લતા મંગેશકરના આવી રહેલાં મોજાંને આ ગીતો ખાસ્સ્સો પ્રવેગ બક્ષ્યો. આ ફિલ્મથી તેઓએ રાજ કપૂર સાથે મળીને ફિલ્મનાં શીર્ષગીતને ફિલ્મના અંતમાં અલગ જ અંદાજમાં રજૂ કરવાની એક બહુ જ આગવી શૈલી પણ પ્રસ્થાપિત કરી.-
બરસાતમેં હમ સે મિલે તુમ સજન તુમસે મિલે હમ 
અને આ ગીતપર આધારિત ફિલ્મનું અંતિમ દૃશ્ય 
'મહલ'નાં એક જ ગીત - આયેગા આનેવાલા-એ ફિલ્મ સંગીતમાં જે એક નવા જ પ્રકારનાં ગીતો પ્રવાહ શરૂ કર્યો તેને પણ ખાસ મહત્ત્વ ન આપીએ તો પણ ગીતની પોતાની જ ગુણવત્તા અને સદાબહાર લોકચાહનાએ ગીત, સંગીતકાર અને ગાયક્ને તો ટોચની હરોળમાં હંમેશ માટે સ્થાન કંડારી જ આપ્યું, ફિલ્મને પણ એક નવી આભા બક્ષવામાં પણ તેનો ફાળો હવે પછીથી કોઈ પણ ગીતના ફિલ્મની સફળતામાં યોગદાનના માપડંડનું સ્થાન પણ હંમેશ માટે નિશ્ચિત કરી આપ્યું.
એક તીર ચલા દિલ પે લગા 
આ પહેલાં આપણે ૧૯૧૪૯નાં પુરુષ સૉલો ગીતો કે સ્ત્રી સૉલો ગીતો કે  કે યુગલ ગીતોને ચર્ચાને એરણે લીધાં હતાં ત્યારે ત્યારે એ દરેક પ્રકારમાં હુસ્નલાલ ભગતરામની રચાનાઓ અગ્રસ્થાને જ રહી જોવા મળતી હતી. ૧૯૪લ્માં લતા મંગેશકરના ચડતા સૂર્યના તેજસ્વી પ્રકાશમાં પણ હુસ્નલાલ ભગતરામે રચેલાં 'બડી બહન' માટેનાં સુરૈયાનાં ગીતો ઓજપાયાં નથી એ ઘટનાનું મહત્ત્વ ઓછું ન આંકી શકાય.
તુમ મુઝકો ભૂલ જાઓ અબ હમ ન મિલ સકેંગે 
હિંદી ફિલ્મનાં રોમાંસને લગતાં ગીતોની મુખ્ય ધારામાં કંઈક અલગ કહી શકાય એવાં ગીતોના પ્રકારમાં ગીતોના ખાસ પ્રવાહને અલગ પહેચાન આપવામાં જે કેટલાંક ગીતો ગણી શકાય તેમાં મેરે પિયા ગયે હૈ રંગૂન વહાંસે કિયા હૈ ટેલીફૂનનું સ્થાન અચૂક હોય જ.સી. રામચંદ્રની પણ આ ગીતો સાથેની ઓળખ એટલી હદે ઘૂટાઈ ગઈ હતી કે પછીથી તલત મહમૂદ કે લતા મંગેશકરનાં શુધ્ધ રોમાંસનાં અતિમાર્દવ ગીતો પણ તેઓ જ આપતા રહેવાના છે એમ ઘડીભર તો કલ્પી ન શકાત.
બાલમ તુઝે મેરા સલામ
ફિલ્મની અને ગીતની ટિકીટબારી પર સફળતાના માપદંડથી એક કદમ આગળ જતાં જ ૧૯૪૯નાં વર્ષમાં જેમનાં કામની નોંધ લેવાવી જ જોઈએ એ ક્ક્ષાનાં સંગીતના સર્જક બેએક સંગીતકારોની વાત કર્યા વગર આ આખી ચર્ચા અધૂરી જ રહી ગણાય.
મૈંને દેખી જગકી રીત મીત સબ જૂઠે પડ ગયે કે બહારોંને જિસે છેડા વો સાજ઼-એ-જવાની હૈ જેવાં સદાબહાર ગીતો 'સુનહરે દિન' માટે જ્ઞાન દત્તે રચ્યાં છે. 
જવાની કે દિન હૈ  યે
એસ ડી બર્મને પણ 'શબનમ'માં કિસ્મતમેં બીછડના થા  કે તૂ મહલોંમેં રહનેવાલી જેવાં મૂકેશનાં સદાઅગ્રેસર યુગલ ગીતો કે તુમ્હારે લિયે હુએ બદનામ જેવાં ગીતો વડે તેમની આગવી કેડી કંડારવની ક્ષમતાનાં પૂરતાં એંધાણ આપ્યાં છે.
હમ કિસકો સુનાયે હાલ દુનિઆ પૈસે કી

નઝર સે દૂર જાને વાલે, કે બહારેં ફિરભી આયેંગી મગર હમતુમ જૂદા હોંગે (લાહોર) કે અપની નઝર સે દૂર વોહ ઉનકી નઝરસે દૂર હમ (બાઝાર) કે અન્જામ-એ-મોહબ્બત કુછ ભી નહીં (ચાર દિન) જેવી ફિલ્મોમાં શ્યામ સુંદરે લતા મંગેશકરનાં બહુ ઉચ્ચ કક્ષાનાં ગીતો આપ્યાં હતાં.
મજાની વાત તો એ કહેવાય કે 'અંદાઝ'ની બેહિસાબ સફળતાએ નૌશાદની ૧૯૪૯ની અન્ય રચનાઓને પણ ઝાંખી પાડી દીધી હતી. જેમ કે લે કે દિલ ચુપકેસે કે દુનિયા ક્યા જાને મેરા અફસાના કે ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત હૈ (દિલ્લગી).દો દિન કે બહાર પ્યારે કે ન બોલ પી પી મોરે અંગના પંછી જા જારે જા કે મુહબ્બત હમારી જમાના હમારા તૂ ગા અય દિલ તરાના હમારા જેવાં  'દુલારી'નાં કેટલાંક ગીતોમાં નૌશાદની સર્જનાત્મકાતા નીખરી હતી.પ્રમાણમાં ઓછી જાણીતી કહી શકાય તેવી 'ચાદની રાત'માં પણ નૌશાદનો સ્પર્શ છાયા મેરી ઉમ્મીદ કી દુનિયામેં અંધેરા, આંખ મીલી દિલ ચલા ગયા, દો દિન ખુશી હાયે દો દિનકી ખુશી રાઝ ન આયી કિસીકો જેવાં ગીતોમાં નીખરેલો જોવા મળે છે.
લતા મંગેશકર અને મોહમ્મદ રફીનાં પ્રખ્યાત (અને આગવાં)યુગલ ગીતોમાં ૧૯૪૯નાં વર્ષમાં કેટલાક સંગીતકારોએ કરેલાં યોગદાને આ બન્ને કલાકારોનાં યુગલ ગીતોને પછીના દાયકામાં ખૂબ આગળ રહેવામાં મહત્ત્વનું યોગદાન અપ્યું તેની નોંધ પણ લેવી જ ર્હી.
આમ સમગ્ર પ્રકારનાં ગીતોની ચર્ચાને અંતે એક તારણ પર તો અચૂક આવી શકાય કે, વીન્ટેજ એરાનાં ગાયકોના પ્રભાવનાં બળ હજૂ ખાસાં પ્રભાવશાળી હતાં એ સમયે લતા મંગેશકર તેમ જ મોહમ્મદ રફીની અલગ અલગ અને સંયુક્ત ભાવિ કારકીર્દીને એક નવી જ ભ્રમણકક્ષામાં લઈ જવા માટે જરૂરી પ્રવેગ આપવામાં ૧૯૪૯નાં વર્ષનું સ્થાન ઇતિહાસમાં બહુ માનથી લેવાતું રહેશે.

સૉંગ્સ ઑફ યોર પર Best songs of 1949: Final Wrap Up 5 માં સમગ્ર ચર્ચાની બહુ તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી છે. જૂદાં જૂદાં મતમતાંતરોની ચર્ચાના નિષ્કર્ષ રૂપે સોંગ્સ ઑફ યોરે૧૯૪૯ના શ્રેષ્ઠ સંગીતકારનું માન  નૌશાદને આપ્યું છે.

No comments: