Sunday, June 21, 2026

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૪મું - જૂન ૨૦૨૬

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના જૂન ૨૦૨૬ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ની અંદર હવે આપણે ગુણવત્તા ૪.૦માં પુરવઠા સાંકળને લગતા વિષયો અને પારિભાષિક શબ્દોની ચર્ચા કરી રહ્યાં છીએ.

આજના મણકા માટે આપણે પૂરવઠા સાંકળનું નવપરિવર્તન (SCI) વિશે ટુંકમાં વાત કરીશું.

પુરવઠા સાંકળનાં નવપરિવર્તનની વ્યાખ્યા પુરવઠા સાંકળમાં એવી નવી અને સુધારેલી વ્યૂહરચનાઓ, ટેકનોલોજીઓ, પ્રક્રિયાઓ અને પ્રથાઓના અમલીકરણ તરીકે કરવામાં આવે છે જેને પરિણામે  કાર્યક્ષમતા વધે, ખર્ચ ઓછો થાય, જોખમો ઓછા થાય અને એકંદરે કાર્યસિદ્ધિમાં સુધારો થાય. આ નવપરિવર્તનમાં માલ અથવા સેવાઓના ઉત્પાદન, વિતરણ અને સોંપણીની  પહેલેથી છેલ્લે સુધીની પ્રક્રિયાઓને ઈષ્ટતમ કરી શકાય એ હેતુસરના સર્જનાત્મક વિચારસરણીના ઉપયોગનો અને ઉભરતી ટેકનોલોજીઓનાં સ્થાનનાં મહત્વને સ્વીકારવામાં આવે છે.[1]

 


સ્માર્ટ સપ્લાય ચેઇન્સ પુરવઠા સાંકળ સંચાલન માટે એક નવીન અભિગમ છે, જે પ્રક્રિયાના તમામ ભાગોને સ્વચાલિત કરવા માટે વિવિધ IT પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ રીતે, સાંકળમાં દરેક ઉત્પાદનની જરૂરી માત્રા દરેક સમયે આગાહી કરી શકાય છે, અવરોધોની આગાહી કરી શકાય છે, સમયમર્યાદાનું સંચાલન કરી શકાય છે અને માલસામાનના જથ્થાની માહ્તિ અને તેમના આપસી સંબંધોને વાસ્તવિક સમયમાં કરી શકાય છે અને જોઈ શકાય છે. સમગ્ર સાંકળનું સંચાલન આને પરિણામે સરળ બને છે, કંપનીઓ માટે તેમના સંસાધનોનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે સમજી વિચારીને નિર્ણયો લેવા અને માંગમાં ફેરફાર અથવા સાંકળમાં અવતા અણધાર્યા વિક્ષેપોનો ઝડપથી પ્રતિભાવ આપવા સક્ષમતા શક્ય બને છે. [2]


પુરવઠા સાંકળનું નવપરિવર્તન નૈતિક રીતે ખાસ કરીને છૂટક બજારોના વિચારશીલ ગ્રાહકોને કારણે જરૂરી બનવા લાગે છે.  કેટલાક તો એમ પણ કહે છે કે માહિતી સામગ્રીના લોકશાહીકરણને  વ્યવસાયો દ્વારા કાળજીપૂર્વક ધ્યાન પર લેવાની આવશ્યકતા ઊભી થઈ છે. ગ્રાહકો અપેક્ષા રાખવા લાગ્યા છે કે તેમની મનપસંદ બ્રાન્ડ્સ સલામત, નૈતિક સ્ત્રોતો દ્વારા  માલનું ઉત્પાદન કરશે અને ટીકાત્મક સમીક્ષાઓને અચુકપણે ધ્યાન પર લેશે.



પુરવઠા સાંકળમાં સહકાર્ય અને સામુહિકતા પણ બહુ મહત્વનાં નવપરિવર્તનો ગણી શકાય તેમ છે. આમ થવાથી લાગતા વળગતા હિતધારકોને ટેક્નોલોજી સમપોષિતાના ઉદ્દેશ્ય માટે હળી મળીને કામ કરતા કરશે એ હવેનું ભવિષ્ય છે.[3]

કંપનીઓ તેમની પુરવઠા સાંકળોને કયા દૃષ્ટિકોણથી જોશે તે પરિવર્તનોનું વિશાળ ચિત્ર ભવિષ્યનાં દરેક વલણોમાં પ્રતિબિંબિત થાય છે. આજે પુરવઠા સાંકળ એ માત્ર ખર્ચનું કે કેન્દ્ર નથી રહી, પરંતુ એવી વ્યુહાતમક સંપત્તિ બની ગયેલ છે જે વ્યવસાયની વિકાસ વૃદ્ધિ, ગ્રાહકોના સંતોષ અને કામગીરીની કાર્યસાધકતાને પણ બળ પુરૂં પાડે છે.[4]

The Supply Chain Innovation Challenge નો ઉદ્દેશ્ય સહભાગીઓની સામુહિક સર્જનાત્મકતાનો લાભ લઈને તેમને વૈશ્વિક પુરવઠા સાંકળના અવનવા ઉકેલો સુઝાડવાની પ્રેરણા આપવાનો અને પુરવઠા સાંકળને કેમ વધારે હરિત, કાર્યસાધક અને અનુકૂલંશીલ સ્થિતિસ્થાપક બનાવીશાક્ય તે માટેનો છે. 

વધારાનું વાંચનઃ

Technologies for supply chain innovation

Supply chain innovation: benefits and examples

Strategic Playbook for Agile Supply Chains of Tomorrow

Supply Chain Innovations in India by Prof. (Dr.) Jitesh J Thakkar, GSV

Supply Chain Innovation, Transformation, and Sustainability (CXOTalk)


 હવે પછીના એક વધુ અંકમાં આપણે પુરવઠા સાંકળની ચર્ચા ચાલુ રાખીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

·       All Things Quality: An ASQ Podcast What’s the worst that can happen – The power of premortems

Quality Mag માંથી

·       Principle of Two Weaknesses - શતરંજથી લઈને વાસ્તવિક જીવન સુધી - Darryl Seland

આ વ્યૂહરચના જણાવે છે કે પ્રતિસ્પર્ધીની હરિફાઈની સ્થિતિમાં એક જ ફાયદો કે એક જ અથવા નબળાઈ ભાગ્યે જ જીતવા માટે પૂરતી હોય છે. વિજય માટે પ્રતિસ્પર્ધીના બચાવને બીજી તરફ વાળવા માટે બીજી, દૂરની નબળાઈનો વ્યુહ બનાવવાની જરૂર છે.
વ્યૂહરચના પાછળની સમજ " ભુલ ઠીક કરો, હુમલો કરો અને ખસેડો" માં સમાઈ જાય છે.  એ મુજબ જે સૂચવે છે કે પહેલા નબળાઈને "ઠીક કરો". બીજા શબ્દોમાં કહીએ તો, કોઈ ચાલનો સહેલાઈથી બચાવ કરવાનું અશક્ય બનાવો, પછી, બીજું, તેના પર હુમલો કરો. જો તમારો પ્રતિસ્પર્ધી તો પણ મક્કમ રહે, તો બોર્ડની સામી બાજુએ બીજી નબળાઈ પેદ કરતી ચાલ ચાલો. પ્રતિસ્પર્ધીના સંસાધનો પર ભારણ વધી જાય અને તેની વ્યુહરચનામાં ભંગાણ પડે એવી પરિસ્થ્તિ ઊભી કરો.
વ્યવસાયમાં, કંપની સ્પર્ધકની ઓછી કિંમતો, પોતાની # , સામે સ્પર્ધા કરવા માટે સંઘર્ષ કરી શકે છે. પરંતુ ફક્ત ભાવ યુદ્ધમાં જોડાવાને બદલે, ભાવને મોરચે સ્પર્ધક જીતે તો પણ, કંપની બીજો મોરચો - શ્રેષ્ઠ ગ્રાહક સેવા - બનાવીને સ્પર્ધકને ગુણવત્તા પર પાછા પડવાની ફરજ પાડી શકે છે.
તદુપરાંત, જટિલ, લાંબા ગાળાના લક્ષ્યોનના ઉકેલ માટે પણ ઘણીવાર આ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકાય છે. જો તમે તમારી જીવનશૈલી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો ફક્ત આહાર (નબળાઈ # ૧) પર ધ્યાન કેન્દ્રિત કરવાથી નિષ્ફળતા મળી શકે છે કારણ કે તે ન કરી શકવાનો "બચાવ" કરવાનું સરળ છે (એટલે ​​કે, તમે હંમેશા જાત છેતરપિંડી કરવાના કે મન મનાવવાના ચોકઠામાં ફસાઈ શકો છો ). ઊંઘનો અભાવ અથવા બેઠાડુ વર્તન જેવી બીજી નબળાઈ ને સાથે સાથે ધ્યાન પર લઈને, તમે તમારી વ્યવસ્થાને ફરીથી ગોઠવી શકો છો. સમસ્યા પર બે મોરચે હુમલો કરીને, તમે ફક્ત એક જ મુદ્દા પર તમારી ઇચ્છાશક્તિ પર થતાં ભારણને અટકાવી શકો છો, જેનાથી, એકંદરે, ધ્યેય પ્રાપ્તિ સરળ બની શકે છે.
વાટાઘાટો દરમ્યાન પણ, ફક્ત એક જ, વિવાદાસ્પદ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી બન્ને પક્ષો પોતાના દૃષ્ટિકોણને પકડી રાખે છે અને તેને કારણે  ઘણીવાર મડાગાંઠ પડી જાય છે. બે નબળાઈઓનો સિદ્ધાંત વાટાઘાટોના મુદ્દાઓમાં વૈવિધ્યીકરણ કરવાનું સૂચન કરે છે. બીજા, અસંબંધિત મુદ્દા - કદાચ તકનીકી અથવા ભવિષ્યને લગતું કોઈ  પ્રોત્સાહન -ને લાવીને તમે સંઘર્ષના પ્રારંભિક જક્કી બની ગયેલ મુદ્દા પરથી ધ્યાન દૂર કરો છો. પરિણામે, બીજા પક્ષને વ્યાપક ચિત્ર જોવા અને તેમનું ધ્યાન ફરીથી સમગ્ર ચર્ચા પર ફાળવવા માટે દબાણ બને  છે.  આ રણનીતિ ઘણીવાર સફળતા તરફ દોરી જાય છે કેમકે બીજો પક્ષ બીજા ઊભા થયેલા મુદ્દાને સુરક્ષિત કરવા માટે પ્રથમ મુદ્દા પર થોડી બાંધછોડ કરવા તૈયાર થઈ શકે છે. 

સાદા શબ્દોમાં કહીએ તો, બે નબળાઈઓનો સિદ્ધાંત આપણને એકમાર્ગી વિચારસરણી ટાળવાની યાદ અપાવે છે. તેનો ઉદ્દેશ્ય ધીરજ અને વ્યાપક વ્યૂહરચના શીખવવાનો છે અને બહુવિધ, દૂરના (ઘણીવાર લાંબા ગાળાના અથવા બાહ્ય વિચારસરણીઓના) પડકારોને ઓળખીને, તેને ઠીક કરીને અને તેમના પર હુમલો કરીને જોખમ ટાળવાનો છે.
આજના ઉત્પાદનકેન્દ્રી વાતાવરણમાં, આ પડકારો આસપાસના વાતાવરણમાંથી ઉદ્‍ભવતી નબળાઈઓ બની રહી શકે છે. જેમ સ્ટીવ બિઝેઝટ લખે છે કે, "આજે, ઉત્પાદકતા, ગ્રાહકની વફાદારી અને નફાકારકતાને આગળ ધપાવવી જેવાં પરિબળો પરના તેના પ્રભાવને કારણે ગુણવત્તા પોતે જ એક સ્વતંત્ર આર્થિક ચાલકબળ નીવડે છે. છતાં, ઉત્પાદકોને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે, તેથી તેમણે એક તરફ આર્થિક દબાણ અને બીજી તરફ પર્યાવરણીય અવરોધો હેઠળ વેગ પકડી રહેલ વૈશ્વિક બજારો સાથે પણ ગતિ જાળવી રાખવી જરૂરી છે.." આ વાતને વધારે સારી રીએ સમજવા માટે સ્ટીવ બિઝેઝટનો લેખ,
Driving Quality in a World That Won’t Slow Down જરૂર વાંચીએ.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે

No comments: