પ્રવિણા(કાકી) કમળકાન્ત
વૈષ્ણવ
મારા મોટા કાકા કમળભાઈ પ્રાણલાલ વૈષ્ણવનાંપત્ની, પ્રવિણા(કાકી) સાથેની મારી યાદો આમ જુઓ તો તેઓ સુરતમાં ગોપીપુરામાં લલ્લુજી મહારજનાં અંદિરમાં જે ઘરમાં ભાડે રહેતાં એ યાદો સાથે વણાયેલી છે. રહેણાકનું ઘર પહેલે માળે હતું. ઘર આમ બે ઓરડાનું કહેવાય, જે વ્યવહારમાં ચાર ઓરડાનું બની ગયું હતું. દરેક ઓરડો એકથી વધારે જરૂરિયાત પુરી કરતો. ભોંયતળીયેથી ઉપરના ઓરડામાં ખુલતો દાદરો જે ઓરડામાં ખુલતો તે, દિવાળી કે એવા કોઈ અન્ય પ્રસંગે એકઠા થયેલા વૈષ્ણવ પરિવારના સ્ત્રી વર્ગનો રહેણાકનો ઓરડો બની રહેતો.
વૈષ્ણવ પરિવાર એકઠો થયો
હોય એવા પ્રસંગે જ શરૂ શરૂમાં તો મારે સુરત જવાનું થતું. એ સમયે મને પ્રવિણાકાકી
હંમેશાં રસોડામાં જ વ્યસ્ત હોય એવી યાદ સહજપણે દૃઢ થયેલી અનુભવાય છે.
કમળભાઈ ખાવાના શોખીન હતા
અને સ્વાદના પારખુ હતા. એટલે, પ્રવિણાકાકીનો
પણ રસોઈની કળાં સારો હાથ હશે જ એમ માનવું જરા પણ ખોટું ન કહી શકાય. એ સમયમાં દરેક
મધ્યમ વર્ગનાં ઘરની માસિક આવક ઘણી મર્યાદિત રહેતી. ટાંચાં બજેટમાં, ઘરમાં અનેક સ્વાદ અને વૈવિધ્યનાં વ્યંજનો રાંધવામાં એ સમયની ગૃહિણી માહેર
રહેતી. પ્રવિણાકાકી એ વર્ગનાં એક આદર્શ પ્રતિનિધિ હતાં. જમવામાં પુરુષ વર્ગને જે
સગવડો અને પસદગીઓ મળતી તે, એ સમયના સ્ત્રી વર્ગને, ઘણે ભાગે, ન મળતી. એટલે ગૃહિણીઓએ પોતાના સ્વાદને
સંતોષવા માટે અવનવા ઉપાયો અજમવાવા પડતા. પ્રવિણાકાકીને પણ તીખું ભાવતું. એટલે તેઓ
જમાવા બેસે ત્યારે પણ નીચે સુરતનાં ખાસ અતિતીખાં મરચાં તરીકે બહુખ્યાત, ત્રણેક લવીંગીંયા મરચાં લઈને બેસે એ રહસ્ય તો વૈષ્ણવ પરિવારમાં એક દંતકથા
બની ગયું હતું.
પ્રવિણાકાકી અને કમળભાઈ - મોટા ભાગે વૈષ્ણવ પરિવારનાં
૧૯૫૬ની આસપસનાં મિલન સમયે
મારી
કિશોરાવય સુધીની પ્રવિણાકાકીની આવી ઘણી નાની નાની યાદો મનની ચિત્રપટ્ટીમાં તાજી
થાતી રહે છે.
કમળભાઈ અને પવિણાકાકી - તેમની વયના પાંચમા દાયકામાં....
૧૯૭૧માં
હું મારો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા પિલાણી રહ્યો એ બે વર્ષનાં ત્રણેક
વેકેશનમાં નવસારી જતાં પહેલાં સુરત ઉતરીને બે ત્રણ કલાક લલ્લુજી મહારાજનાં ઘરે જઈ
આવતો રહ્યો.
શાંત
દેખાતાં તેમનાં વ્યક્તિત્વની પાછળ મુશ્કેલ સમયની સામે મક્કમતાથી માર્ગ કાઢવાની
તેમની શક્તિ અને પોતાના નિર્ણયો લેવાની તેમની હિંમતનાં દર્શન તેમણે કમળભાઈના ગયા
પછી ગોપીપુરામાં બાવા સીદીના ટેકરા પાસે રાજ એપાર્ટમેન્ટ નં. ૩માં ઘર ખરીદ્યું
તેમાંથી જોઈ શકાય છે. કમળભાઈના ગયા પછી તેમણે જે કંઈ માનસિક અને આર્થિક સંકડામણ
અનુભવી હશે, પણ
તેમની જીવનશૈલીને તેમણે બહુ ગૌરવશીલ સ્તરે ચાલતી રાખી.
એ સમયના સમાજમાં,
પતિના અચાનક થયેલ અવસાન
પછી પણ આવી ખુમારી અને સુઝ હોવી એ બહુ મોટી વાત હતી.
સુસ્મિતા
અને હું, અમારાં
લગ્ન પછીની અમારી પહેલવહેલી ટુર પર સાપુતારાથી પાછાં ફર્યાં ત્યારે તેમનાં રાજ
એપાર્ટમેન્ટનાં ઘરે રાતવાસો કરવા રોકાયેલાં. તે પછી મારાં વ્યાવસાયિક જીવનની બદલતી
જતી પ્રાથમિકતાઓને કારણે સુરતનાં એ ઘરે જવાનું બહુ ઓછું થયું.
આવી
બહુ ઓછી મુલાકાતોમાંથી એક મુલાકાત તો બહુ જ અસામાન્ય સંજોગોમાંથઈ. ૧૯૮૨ની આસપાસ,
અમે શરૂ કરે અમારાં નવાં
સાહસ, એરિશ
ઈક્વિપમેન્ટની લોન મંજુર કરાવાની હતી તે માટે ગુજરાત સ્ટેટ ફાયનાન્સ કોર્પોરેશનની
બૉર્ડ મિટીંગ સુરતમાં મળવાની હતી. હું અને (એચ આર) શાહ સાહેબ એ અંગે સુરત ગયા.
સવારે તો અમે સીધા જ મિટીંગના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ,
મિટીંગ પત્યા પછી,
અમદાવાદ પાછા ફરવાની
સાંજની ટ્રેન માટે અમારી પાસે બહુ સમય હતો. એટલે, અમે બન્ને, રાજ એપાર્ટમેન્ટ ગયા. આમ અચાનક જવા બાબતે શાહ સાહેબ પહેલાં
તો થોડા ખચકાયા, પણ
અમારી પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહી, એટલે અમે બન્ને ઘરે પહોંચ્યા. મોડી બપોર થવામાં હતી.
જતાંવેંત પ્રવિણાકાકીએ અમારા માટે ચા બનાવી. પછી અમને બેસારીને થોડૂ કામ છે કરીને
આવું છું કહીને નીકળી ગયાં. થોડી વારે પાછાં આવ્યાં ત્યારે ભાગળથી અમારા માટે
નાસ્તો લઈ આવ્યાં હતાં. તે ઉપરાંત અમને બન્નેને તેઓએ ઘર માટે સુરતનાં પ્રખ્યાત
જીરા ળુ
(ફરમાસુ, બટર)
બિસ્કિટનાં એક એક પૅકેટ પણ આપ્યાં.
એ
પછી પ્રવિણાકાકીની જે બે યાદગાર, શુભ, પ્રસંગોએ મળવાનું થયું,
તેની યાદો મારી પાસે સારાં
નસીબે તસવીરો રૂપે સચવાયેલી છે –
પહેલો
પ્રસંગ હતો - તેમના પૌત્ર ( દિવ્યકુમારભાઈ અને દિવ્યાંગિની ભાભીના પુત્ર) અરમાનનાં
સગપણ ( આશરે નવેમ્બર ૨૦૦૦માં)
ડાબેથીઃ (પ્રવિણાકાકીની દૌહિત્રી) ગાયત્રી, (મારાં મા) બેન, પૂર્ણિમાકાકી, પ્રવિણાકાકી અને અરમાન
બીજો
પ્રસંગ હતો, તાદાત્મ્ય
- ભૂમિકાનાં સગપણ (ડિસેમ્બર, ૨૦૦૬)
ડાબેથીઃ પ્રવિણાકાકી, (મારાં મા) બેન, પૂર્ણિમાકાકી
બસ,
તે પછી તો તેમના દેહવિલય
બાદ અમે તેમના અંતિમ સંસ્કારની લૌકિક ક્રિયા વખતે ગયાં.
પૂર્ણિમા(કાકી)
જનાર્દન વૈષ્ણવ
આમ જુઓ તો પુર્ણિમાકાકીની પહેલી પહેલી યાદો, વારે તહેવારે, નવાં થનારાં, સૌથી નાનાં, પુત્રવધુ તરીકે જમવા આવતાં એ સમયની છે. જોકે હું પોતે જ એટલો નાનો હતો કે એ સમયના તેમના ચહેરાની યાદ સ્પષ્ટ કરવા માટે મારે પુર્ણિમાકાકીના એ સમયની તસવીરની મદદ લેવી પડે છે.
હા,
તેમનાં ગોરાકાકા (મારા
કાકા, જનાર્દનભાઈ
પ્રાણલાલ વૈષ્ણવ) સાથેનાં લગ્ન (મે ૧૯૫૮) ની આ તસવીર મને બરાબર યાદ છે.
એમના
ચહેરાની એ પછીની યાદો લગભગ ૧૯૬૪નાં વર્ષની આસપાસની આ તસવીરમાં જોવા મળતી યાદો છે –
આ
ફોટોગ્રાફ ભુજનાં આપણાં ઘરની અગાસીમાં પડાવાયો હોય એવું કળાય છે.
પરંતુ, વધારે મહત્વનું એ છે કે એમાં જે (ગોરાકાકા
- ગોરીકાકીની પુત્રી) હર્ષિકા છે તેની સાથે લગભગ એ જ ઉમરનો (તેની પુત્રી) ગાથા અને
એથી પણ વધારે(તેની દૌઇત્રી) મન્વીનો ચહેરો ગજબ મળતો આવે છે.
સ્વભાવે
પુર્ણિમાકાકી બહુ પ્રેમાળ હતા. તે સાથે પાછાં બહિર્મુખી પણ ખરાં. કદાચ એમના આ
સ્વભાવને કારણે જ, હું
જ્યારે દસમા ધોરણ સુધી કક્ષાએ પહોંચ્યો એ પછીનાં વર્ષોમાં વેકેશન પડે એટલે હું અને
ઉપેન્દ્રભાઈ ( મારા પિત્રાઈ ભાઈ, કમળભાઈ પ્રાણલાલ વૈષ્ણ્વના સૌથી નાના પુત્ર) જે શહેરમાં
ગોરાકાકા હોય ત્યાં ધામા નાખવા ઉપડી પડતા. આમ અમે ત્રણ વાર ભુજ અને એક એક વાર
ગાંધીધામ અને કંડલાનાં ઘરે રહી આવ્યા છીએ. દર્શનના જન્મ પછી (૧૯૬૫નું ઉનાળુ
વેકેશન) કંડલા હતા ત્યારે હું સાઈક્લ ચલાવતાં શીખ્યો. ગોરાકાકા એ પછી એક વાર ભુજ
હતા ત્યારે મને ઉપેન્દ્રભાઈને ભુજનાં હમીરસરના પાવડીને ઓવારે ગોરાકાકાએ તરતાં
શીખવાડ્યું. જોકે એ પછી અમને બન્નેને તરવા સાથે બારમો ચંદ્રમા રહ્યો !
પુર્ણિમાકાકીના
પુત્ર દર્શનનાં યજ્ઞોપવિત પ્રસંગે તો આખો વૈષ્ણવ પરિવાર ગોરાકાકાનાં નાગર પરાનાં
જામનગરના ઘરે પણ રહી આવ્યો છે. ગોરાકાકાની રાજકોટ બદલી થઈ ત્યાં સુધીમાં (મારા
પિતા) મહેશભાઈ ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં જોડાઈ ગયા હતા. એટલે તેમને જ્યારે
જ્યારે જૂનાગઢ જવાનું થાય ત્યારે લાંવી સપ્તાંહત રજાઓનો મેળ ખાય તો અમે - (મારાં
માઅ) બેન, હું,
અને સુસ્મિતા,
- પણ રાજકોટની મુઆકાત મારી
આવતાં. એ જ રીતે ગોરાકાકા પરિવાર પણ અમારાં પ્રગતિનગરનાં ઘરે અવારનવાર,
અને એકાદ બે વાર દાંતીવાડા
પણ, આવે.
૧૯૭૫
કે '૭૬ની
દિવાળીમાં અમે બન્ને પરિવારોએ દિલ્હી, હરિદ્વાર, વૃંદાવન, મથુરા અને જયપુરની પણ ટ્રિપ કરી હતી.
ગોરાકાકા
પરિવારની દાંવીવાડાની મુલાકાતની તસવીર હું અગાઉ સુસ્મિતા વિશેનાં મારા વર્ષ ૧૯૭૭ થી ૧૯૭૯નાં સંસ્મરણોમાં મુકી ચુક્યો છું. તેથી તેને
અહીં ફરી વાર નથી મુકતો. અહીં ગોરાકાકા પરિવારની પ્રગતિનગરનાં ઘરની મુલાકાતો પૈકી
એક, ૧૯૮૧ની
દિવાળીની કદાચ હશે, એવી
મુલાકાતની તસવીર યાદગીરી તરીકે મુકી છે –
એ
વર્ષોમાં મારી પાસે એમ્બેસેડર કાર હતી. એ એક કારમાં અમે આખું કુટુંબ ઠુંસાઈ
ઠુંસાઈને ભરાતું. દબાઈ પીચકાઈને હું ડાયવર સીટ પર હોઉં. બાજુમાં મહેશભાઈ, પછી દર્શનને ખોળામાં બેસાડીને ગોરાકાકા અને
એ બન્નેની વચ્ચે પિસાઈને અધુકડો સંજય હોય. પાછલી સીટમાં મારાં દાદી, મોટાં અમ્માં, બેન ગોરીકાકી અને સુસ્મિતા હોય -
હર્ષિકા અને તાદાત્મ્ય એ બધાના સહિયારા ખોળામાં ક્યાંક સમાણાં હોય. અમારી સફરનું
ગંતવ્ય (કમળભાઈ પ્રણલાલ વૈષ્ણવનાં જ્યેષ્ઠ પુત્રી) દેવીબેનનાં પૂર્વ અમદાવાદનાં
ગોમતીપુરમાં આવેલ લાલમિલ્સ કોલોનીનાં ઘર હોય. આખી કાર ત્યાં ઠલવાય એ
એવું વિરલ દૃશ્ય હશે કે દેવીબેનનો (એ સમયે બહુ જ નાનો) પુત્ર, સંદીપ, કહી ઊઠે - સારાકાકાનું લશ્કર આવ્યું ! (K)
ગોરાકાકા
પરિવારનાં બે બીજા મોટા પ્રસંગો હર્ષિકા અને દર્શનનાં લગ્નો છે, જેના વિશે તો અલગથી વાત માડીશું.
રાજકોટથી
ગોરાકાકાની બદલી રાજકોટ, તે
પછી ગાંધીનગર થઈ. અમે તેમનાં ત્યાંના ઘરોએ પણ નિયમિત જતાં. ગાંધીનગરથી ગોરાકાકાને
છેલ્લું પોસ્ટીંગ એ સમયનાં જી ઈબીનાં ધુવારણ એકમના ચિફ એકાઉન્ટટન્ટ તરીકે થયું.
એ
પછી ૧૯૯૧ની આસપાસ ગોરાકાકા નિવૃત થયા ત્યારે તેમણે અમારી નજદીક રહી શકાય એમ કરીને
પ્રગતિનગરમાં જ ૬૧/૩૬૫માં સ્થાયી થયા.
પરિણામે
હવે આત્મીયતાને વધારે ઘનિષ્ઠ અને બિનઔપચારિક સ્તરે લઈ જવા માટે ભૌતિક અંતરનો અંતરાય પણ ન રહ્યો.
એકબીજાના ઘરે આવવાજવા માટે હવે ખાસ પ્રસંગોની મોહતાજી ખતમ થઈ.
અરમાનનાં સગપણ પ્રસંગે, SAV, AMV, PJV,
JPV- વર્ષ, આશરે, નવેમ્બર, ૨૦૦૦
ફેબ્રુઆરી
૨૦૦૩માં મારે કારકિર્દીનાં કારણોસર મુંદ્રા સ્થળાંતર કરવું પડ્યું, ત્યારે આટલાં વર્ષે વિખુટાં પડવું પડશે એ
ઉભય પક્ષે ગમ્યું નહોતું. જોકે ત્યાં સુધીમાં તો લાગણીની આત્મીયતા એટલી સ્વાભાવિક
બની ગઈ હતી કે એ ભૌતિક અંતરની વ્યવહારમાં કોઈ જ અસર ન થઈ. એ વર્ષની જ દિવાળી
ગોરાકાકા પરિવારે મુંદ્રામાં કરી. નવાં વર્ષની સવારે, જિંદલ
સૉ લિંના નાના કપાયાના અમારા એક ખુબ જ મહત્વના પ્રોજેક્ટનું છેલ્લું ટ્રેલર રવાના
કરીને, મારી કારકિર્દીનાં સોપાનનાં એ સીમાચિહ્નની ઉજવણી અમે
બધાં જમ્યા પછી માંડવીના દરિયા કિનારે ફરવા જઈને કરી.
PJV અને JPV - માંડવીના
દરિયા કિનારે
અમે
જેટલાં વર્ષ મુંદ્રા રહ્યાં એટલાં વર્ષ,
નાગપાંચમના, મારા દરેક જન્મદિવસે પુર્ણિમાકાકી
અમદાવાદથી ખાજાં અને કુલેર અચુક મોકલતાં રહ્યાં
પુર્ણિમાકાકી
સાથેનો મારો સહવાસ મારી મુગ્ધ કિશોરાવસ્થાથી લઈને મારી પ્રૌઢાવસ્થાના દીર્ઘ સમયપટ
સુધી વિસ્તર્યો.
છેલ્લે
તાદાત્મ્યનાં લગ્ન પહેલાં પુર્ણિમાકાકીએ એ પ્રસંગની એક એક વિગતને તેઓ કઈ રીતે
માણશે તે નક્કીકરી રાખ્યું હતું. જોકે નિયતિએ એ ઘડી આવવા ન દીધી. તાદાત્મ્યના
લગ્નના થોડા જ મહિનાઓ પહેલાં પુર્ણિમાકાકીની સદા જીવંત સફર પુરી થઈ ગઈ. પરંતુ, ગોરાકાકા
અને તેમના સમગ્ર પરિવારે જેમ પુર્ણિમાકાકીએ ઇચ્છ્યું હતું એમ જ તાદામ્યના લગ્નને ઉજવ્યું. પુર્ણિમાકાકી સાથેના અમારા સંબંધનું એ અમારા
માટે અંતિમ ઋણપૂર્વકનું સંસ્મરણ બની રહેશે.












No comments:
Post a Comment