હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ
યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૪ મા સંપુટના મણકા – ૮_૨૦૨૬માં આપનું સ્વાગત છે.
રાષ્ટ્રીય
ગાન 'વંદે
માતરમ્'ની ૧૫૦
વર્ષની સંગીત યાત્રા - અનેક કલાકારો દ્વારા વિવિધ શાસ્ત્રીય રાગોમાં - આ પહેલાં રાષ્ટ્રીય ગાન 'વંદે
માતરમ્'ની ૧૫૦
વર્ષની સંગીત યાત્રા - સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની 'વંદે
માતરમ્'ની
વિદ્રોહ ગાથા માં આપણે
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે વંદે માતરમનો એક કાવ્યમાંથી રાષ્ટ્ર ગીત તરીકેના ઉદયની
રાજકારણીય તાણાવાણામાં વણાયેલ સંગીતમય વિદોહ ગાથાની વાત કરી હતી.
‘1942: A Love Story’ review: A treat for the
eye and the ear - Nandini
Ramnath - વિધુ વિનોદ ચોપરાની દેશપ્રેમની વાત વણી લેતી ૧૯૯૪ની ફિલ્મને રિસ્ટોર કરીને સિનેમાગૃહોમાં રજુ કરાઈ છે.
આજના
અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ
વળીશું –
In Memoriam: Suman Kalyanpur, an epitome of
talent, grace and dignity ના અનુસંધાને ૧૦ પુરુષ અને ૧૦ સ્ત્રી સહગાયકો સાથે સુમન કલ્યાણપુરની યુગલ ગીતો પરની ફાવટ In Memoriam: Suman Kalyanpur Part II – The
Perfect Duets Partner માં આવરી લેવાયેલ છે.
Asha – Rafi Duets – Part 1 ૧૯૫૪ સુધી,
Part 2 ૧૯૫૭ થી ૧૯૬૦ સુધી
and Part 3 ૧૯૬૧ થી ૧૯૬૫ સુધી.
Shamshad Begumji songs remained immortal
over the period of time
Pt. Bharat Vyas’s take on his clan - હિંદી
સાહિયના કેટલાક કવિઓની જાણીતી કાવ્ય રચનાઓને ફિલ્મોમાં ગીતનાં સ્વરૂપે રજુ કરાયેલ
છે - જેમકે હરિવંશરાય બચ્ચનની कोई गाता,
मैं सो जाता! , નીરજની स्वप्न झरे फूल से…,
મખદુમ મોહીયુદ્દીનની दो बदन प्यार की आग में जल गए… , મહાદેવી વર્માની कैसे उनको पाऊँ आली
? કે રામ પ્રસાદ બિસ્મીલની हम भी आराम उठा सकते थे घर पर….. પરંતુ નવરંગમાં તો ભરત વ્યાસ પોતાની કવિતા कविराजा ને પોતાના જ સ્વરમાં ગાય છે !
.વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૧૧મા સંસ્કરણના ઓગસ્ટ ૨૦૨૬ના અંકમાં શૈલેન્દ્રનાં ગીતોની પંડિત રવિ શંકર દ્વારા સ્વરબદ્ધ
કરાયેલી રચનાઓ પેટે અનુરાધા (૧૯૬૦)નાં સાંભળ્યાં.
૨૦૧૭માં આપણે શૈલેન્દ્રનાં અન્ય સંગીતકારો સાથેનો લેખ -શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતો – કર્યો તે પછીથી આપણે
૨૦૧૮ - રોશન
૨૦૧૯ - હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)
૨૦૨૦ – એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર
૨૦૨૧ - શાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોય,
૨૦૨૨ - કિશોર કુમાર
૨૦૨૩ - બસંત પ્રકાશ અને શૈલેશ મુખર્જી
૨૦૨૪ - નીનુ મઝુમદાર, અને
૨૦૨૫ - આર ડી બર્મન
નાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.
હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
Beginners' Guide to Hindi Films માં નમુના તરીકે '૫૦ અને '૬૦ના દાયકાની કેટલીક ક્લાસિક્સ તો કેટલીક હળવી ફિલ્મો મળીને ૧૨ ફિલ્મોના રિવ્યૂ રજૂ કરાયા છે. ફિલ્મનાં નામ પર ક્લિક કરવાથી એ ફિલ્મનો રિવ્યુ વાંચી શકાય છે.
Gulzar and Women in His Words – Story of
Meeta and Mansi - બાસુ ભટ્ટાચાર્યની અનુભવ (૧૯૭૧) અને ગૃહપ્રવેશ (૧૯૭૯) માં બે પાત્રો વચેનું મૌના પણ પોતાની રીતે આગવું પાત્ર બની રહે છે. ફિલ્મમાં અનુકરમે મીતા અને માનસીનાં મનોવ્યક્તિત્વોને તેઓએ શબ્દદેહ આપ્યો છે. બન્ને પાત્રો પ્રેમ અને સ્ત્રીત્વની નવી જ પરિભાષાને રજૂ કરે છે. એક સ્થિરતાને ઝંખે છે તો બીજી સંભાવનાઓને ખોળતી રહે છે.
वो in Hindi Film Songs & Titles - બોલચાલની ભાષાં वह ને બદલે મોટા ભાગે वो વપરાતું હોય છે. આમ તો એનો અર્થે તે છે જે સંદર્ભ પુરુષ કે સ્ત્રી કે નાન્યતર જાતિને માટે સંદ્ર્ભ અનુસાર તેનો અર્થ બદલતો રહે છે. હિંદી ફિલ્મોમાં ગીતોમાં, સંવાદોમાં અને શીર્ષકોમાં પણ તેના ઉપયોગ રસપ્રદ રીતે થતા જોવા મળે છે.
Ways of seeing, and not seeing: on Shoma Chatterji's The Male Gaze Redefined, “Through Mother India and Other Classics of Indian Cinema (હિંદી સિનેમાની મધર ઇન્ડિયા અને અન્ય ક્લાસિક્સની નજરે)” એ ઉપશીર્ષક દ્વારા આ પુસ્તક હિંદી, વિવિધ દાયકાઓના સમયકાળમાં, સિનેમાના નવ મુખ્ય દિગ્દદર્શકોના, સ્ત્રી પ્રત્યેના દૃષ્ટિકોણને તેમની ફિલ્મોનાં સ્ત્રી પાત્રો થકી તપાસે છે.
Songs with Interjections and Quips - સોલો અને યુગલ ગીતોમાં अच्छा / और કે फिर क्या हुआ / इसलिये तो कहा था જેવા વિક્ષેપ જેવા લાગતા પ્રયોગોનો વારંવાર ઉપયોગ તેમની રજૂઆતની અવનવી શૈલીને કારણે ગીતને નવી જ રીતે રજૂ કરી નાખતા હોય છે.
Best songs of 1939: Wrap Up 3 j તુઝે બિબ્બો કહુ યા (ગરીબકે લાલ) માટે સુલોચનાને વર્ષ ૧૯૧૩૯ની શ્રેષ્ઠ ગાયિકા તરીકે પસંદ કરે છે.
સોંગ્સ ઑફ યોર દ્વારા યુગલ ગીતો ની સમીક્ષા, 1956 Best Songs: Wrap Up 4 માં કેટલાંક નોંધપાત્ર યુગલ ગીતો છે જે 'ચર્ચાને એરણે' નથી લેવાઈ શક્યાં. સોંગ્સ ઑફ યોર વર્ષ ૧૯૫૬નાં યુગલ ગીતો પૈકી યે રાત ભીગી ભીગી ને અને આજા સનમ મધુર ચાંદનીમેં હમ ને શ્રેષ્ઠ યુગલ ગીતો તરીકે પસંદ કરે છે.
અને હવે વિવિધ
વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ:
ઓગસ્ટ ૨૦૨૬માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
બીરેન કોઠારી હાસ્યથી
મોંને ભરી દેતી પેરડીની પ્રસાદી રૂપે
ગીતશૃંખલા (મેડલી)ની લેખમાળા મા ભોજન કે નજારે હૈ….આહા…આહા રજૂ કરી
રહ્યા છે
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને તાલવાદ્યો (૧૦) – ઘટમ/મટકા ને લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..
દિપક સોલીયાની શ્રેણી 'ધિક્કારનાં ગીતો' માં મેરી તરહ તૂ આહેં ભરે જેવાં ગીતો વડે પ્રેમિકાને જાહેરમાં બદનામ કરતા હોય
એવાં એવાં અનેક ગીતો છે જે બિનધાસ્ત આવા અપરાધને એટલે કે પ્રેમિકાની આબરુના ધજાગરા
ઉડાડવાની ચેષ્ટાને જાણે પ્રોત્સાહન આપતાં હોય..
દિગ્દર્શન અને સંગીતનું
સાયુજ્ય એટલે ‘ભારત એક ખોજ’ના પાંચમા
મણકામાં મહાભારત નાં કથાનકની રજૂઆતમાં સંગીતને શી રીતે વણી લેવાયું
છે તે રજૂ થાય છે.
હિંદી ચિત્રપટ સંગીતના
સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવમાં સુમન કલ્યાણપુરને અંજલિ રૂપે મોહમ્મદ
રફી સાથેનાં તેમનાં ૧૪૦ + યુગલ ગીતોમાંથી જાણીતાં,
પણ થોડાં યાદ કરવાં પડે એવાં પાંચ યુગલ ગીતો વર્ષ ૨૦૨૬ના હવે પછીના
દરેક અંકમાં યાદ કરવાનું આયોજન કરેલ છે -
હમને તેરી ઝફા કા વફા નામ રખ લિયા - ચલે હૈં સસુરાલ (૧૯૬૬) - ગીતકારઃક઼મર જલાલાબાદી - સંગીતઃ સી અર્જુન
હમ જહાં હૈ વો મકામ હુસ્ન ઔર ઇશ્ક઼ હૈ - હુસ્ન ઔર ઈશ્ક઼ (૧૯૬૬) - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ ગણેશ
રહેં ના રહેં હમ - મમતા (૧૯૬૬) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ રોશન
કિસને મુઝે સદા દી કિસને મુઝે પુકારા - સાઝ ઔર આવાઝ (૧૯૬૬) - ગીતકારઃ ખુમાર બારાબંક્વી - સંગીતઃ નૌશાદ
ઇતના હૈ તુમસે પ્યાર મુઝે મેરે રાઝદાર - સુરજ (૧૯૬૬) - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન
આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૬માં આપણે ઓ પી નય્યર રચિત મોહમ્મદ રફીનાં યુગલ ગીતો યાદ કરીશું. હમણાં મોહમ્મદ રફીએ આશા ભોસલે સાથે ગાયેલાં ઓ પી નય્યર નાં યુગલ ગીતો સાંભળી રહ્યાં છીએ. ......
દિલ હૈ આપકા હુઝુર લિજિયે ન લિજિયે - જાલી નોટ (૧૯૬૦) - ગીતકારઃ રાજા મેંહદી અલી ખાન
ગુસ્તાખ નજ઼ર ચેહરે સે હટા - જાલી નોટ (૧૯૬૦) - ગીતકારઃ રાજા મેંહદી અલી ખાન
નિગાહોને ફેંકા હૈ પંજે પે છક્કા - જાલી નોટ (૧૯૬૦) - ગીતકારઃ અન્જાન
ઓ મિસ્ટર દિલ બડી મુશ્કિલ મેં તુને આજ ડાલા - જાલી નોટ (૧૯૬૦) - ગીતકારઃ રાજા મેંહદી અલી ખાન
રાત સર્દ સર્દ હૈ ચાંદ ઝર્દ ઝર્દ હૈ - જાલી નોટ (૧૯૬૦) - ગીતકારઃ રાજા મેંહદી અલી ખાન
સચ કેહતા હું બહુત હસીન હો - જાલી નોટ (૧૯૬૦) - ગીતકારઃ રાજા મેંહદી અલી ખાન
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે
માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો
આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો,
બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર
મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments:
Post a Comment