Sunday, November 1, 2026

રાષ્ટ્રીય ગાન 'વંદે માતરમ્'ની ૧૫૦ વર્ષની સંગીત યાત્રા - ફિલ્મોમાં

 આ પહેલાં રાષ્ટ્રીય ગાન 'વંદે માતરમ્'ની ૧૫૦ વર્ષની સંગીત યાત્રા - સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની 'વંદે માતરમ્'ની વિદ્રોહ ગાથા માં આપણે સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે એક કાવ્યમાંથી રાષ્ટ્ર ગીત તરીકેના ઉદયની રાજકારણીય તાણાવાણામાં વણાયેલ સંગીતમય વિદોહ ગાથાની વાત કરી હતી.

તે પછી તેનાં વિવિધ શાસ્ત્રીય રાગોમાં થયેલાં સંસ્કરણોની સફર પણ આપણે કરી…. 

હવે આગળ.....


વંદે માતરમ્ ની દેશવ્યાપી અપીલનો પ્રભાવ ભારતીય સિનેમાના રૂપેરી પડદા પર પણ ન પડે તો જ આશ્ચર્ય કહેવાય. ફિલ્મોનાં શીર્ષકથી લઈને કેટલાંક ગીતો અને મહદ્‍ અંશે શરૂઆતના બોલ તરીકે વંદે માતરમ્ ની ઝલક જોવા મળે છે.

શીર્ષક તરીકે વદે માતરમનો સૌ પહેલો પ્રયોગ ૧૯૨૮ની મુંગી ફિલ્મના નામે નોંધાયેલો છે. વંદે માતરમ્  આશ્રમ નામની એ ફિલ્મના નિર્માતા હતા ભાલચંદ્ર (ભાલજી) ગોપાલ પેંઢરકર અને તેમના ભાઈ બાબુરાવ પેંઢારકર. ફિલ્મનું કથાવસ્તુ બ્રિટિશ શિક્ષણ વ્યવસ્થાની ટીકા કરવાની સાથે ભારતની પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાને વખાણતું હતું. 

'વંદે માતરમ્ 'નો જ ફિલ્મનાં શીર્ષક તરીકે પહેલવહેલો પ્રયોગ ૧૯૩૯ની તેલુગુ ફિલ્મના નામે બોલે છે. ફિલ્મનું દિગ્દર્શન બી એન રેડ્ડીએ કર્યું હતું અને વી નાગય્યા અને કંચનમાલા તેમાં મુખ્ય ભૂમિકાઓમાં હતાં.


૧૯૪૮માં મરાઠીમાં પણ વંદે માતરમ્  શીર્ષકથી ફિલ્મ બની. ફિલ્મની કથા ૧૯૪૨ની ભારત છોડો ચલવળ સાથે સંકળાયેલી હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા મરાઠી સાહિત્યના બહુખ્યાત લેખક અને નાટ્ર્યકાર પુ લ દેશપાંડે[1] અને તેમનાં પત્ની સુનિતા દેશપાડે હતાં.

Footage from 'lost' Marathi film classic makes its way to NFAI vaults - The Hindu

આ ફિલ્મમાં પ્રખ્યાત મરાઠી કવિ જી ડી મગ્દુલકરે લખેલ 'વેદ મંત્રહમ આમ્હા વંદ્યા, વંદે માતરમ્ 'ને સુધીર ફડકે સંગીતબદ્ધ કર્યું હતું અને ગાયું પણ હતું, જે કોલંબીઆની ૭૮ આરપી એમની લાખની રેકર્ડ નં. GE. 8147 પર રેકર્ડ થયેલ છે - 

૧૯૫૧ની હિંદી ફિલ્મ આંદોલનમાં પન્નાલાલ ઘોષ દ્વારા સ્વરબદ્ધ થયેલ એક સંસ્કરણને સુધા મલ્હોત્રા, પારૂલ ઘોષ અને મન્ના ડેના સ્વર સાંપડ્યા.


ખુબ જ ઉર્મિપ્રધાન સંસ્કરણ તરીકેનું સ્થાન ૧૯૫૨ની હિંદી ફિલ્મ આનંદમઠનાં ગીતને ફાળે અંકાયેલું છે. આ એક જ ફિલ્મ એવી છે જેનું કથાવસ્તુ પણ બંકિમબાબુની ૧૮૮૨ની નવલકથા પર જ આધારિત છે. આ ફિલ્મનું ૧૯૫૩માં તમિળ સંસ્કરણ પણ બન્યું.  

The poster features face of an Indian saint in the upper-half portion while in the right side of remaining half, one begger-woman with sitar and on left the film title: ANAND MATH appears, below which there is crowd of people.

હેમંતકુમારની સંગીત રચના દેશદાઝની  લાગણીઓની આગ ભડકાવી દઈ શકે છે.

હેમંત કુમાર અને સાથીઓના સ્વરનું સંસ્કરણ

અને લતા મંગેશકર અને સાથીઓના સ્વરનું સંસ્કરણ

લતા મંગેશકરે તો તે પછી કેટલાય કાર્યક્રમોમાં આ ગીતને પોતાના અંદાજમાં રજૂ કર્યું છે. તે પૈકીનું એક સંસ્કરણ 


 વિખ્યાત તમિળ સુબ્રમણ્ય ભરતિયારે પણ વંદે માતરમ્ ને, ૧૯૬૧ની ફિલ્મ કપ્પાલોતિયા તામિઝન - Kappalottiya Thamizhan - (નાવ વહાવતો તમિળ)માં પોતાના કાવ્ય, વંદે માતરમ્  એન્બોં ,માં ઢાળ્યું છે.


વંદે માતરમ્ નાં દેશવ્યાપી પ્રભાવનું એક વધુ પ્રમાણ ૧૯૬૬ની તેલુગુ ફિલ્મ રંગુલા રત્નમનાં ગીતમાં મળે છે. આ ગીતને સ્વર દક્ષિણના બહુ જ સન્માનીય ગાયક ઘંટશાલ (વેંકેટેશવર રાવ)નો સાંપડ્યો. ગીતને સંગીતબદ્ધ  એસ રાજેશ્વર રાવ અને બી ગોપાલમે કરેલ છે.  


૧૯૯૭માં રાગ દેશ અને યમનનાં સંમિશ્ર્ણને એ આર રહેમાને તેમની આગવી વાદ્યસજ્જા શૈલીમાં સ્વરબદ્ધ કર્યું.

વંદે માતરમ્  વિષેની નવજાગૃતિની અસર નવી પેઢીની ફિલ્મોમાં પણ જોવા મળે છે, ભલે તેનો ઉપયોગ દેશ માટેનાં સ્વાર્પણની ભાવનાને ચરિતાર્થ કરતા એક લઘુ 'કોડ' તરીકે જ હોય!

-        દલેર મહેંદી, તનિષ્કા સંઘવી અને દિવ્ય કુમારના સ્વરોમાં ફિલ્મ ABCD2 (૨૦૧૫) માટે સચિન - જિગરની એક રચના 

-        ફિલ્મ ફાઈટર (૨૦૨૪) ના મધ્યવર્તી વિષયની રજૂઆત સ્વરૂપ વિશાલ - શેયખરની રચના

-        કુણક કુન્ડુ અને સાથીઓના સ્વરમાં  ફિલ્મ ઓપરેશન વેલેન્ટાઈન (૨૦૨૪) માટે મિકી જે મેયરની રચના  

વંદે માતરમ્ ની ૧૫૦ વર્ષની સંગીત સફરની પૂર્ણાહુતિમાં તેનાં સંપુર્ણ સ્વરૂપને આવરી લેતી આજની પેઢીની વિવિધ રચનાઓ પૈકી એક રચનાથી કરીએ - 



સંદર્ભ સ્ત્રોતઃ

A black and grey logo

AI-generated content may be incorrect.150 Years Of Vande Mataram's Musical Odyssey: The Melody And Memory Of A Nation - by K Balakumar

VandeMataram.com

The Song of a Nation’s Spirit

Vande Mataram: From Banned Protest Song to National Song, including the original Hindu ode to Ma Durga.

તસવીર નેટ પરથી, તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી, તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.



[1]  Pu La Deshpande | A 1983 Films Division Documentary

No comments: