Sunday, November 15, 2026

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૪મું - નવેમ્બર ૨૦૨૬

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના નવેમ્બર ૨૦૨૬ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ની ચર્ચા  અંદર આપણે હવે સ્થળાંતરશીલતા -  તેનું પારિસ્થિતિકી તંત્ર અને ભાવિ વિશે વાત રહ્યાં છીએ. આજના અંકમાં આપણે સ્થળાંતરશીલતાની ઔદ્યોગિકીકરણ પરની અસરો વિશે ટુંકમાં વાત કરીશું.

ઔદ્યોગિકીકરણ અને સ્થળાંતરશીલતા તેમના માનવ સભ્યતા પરનાં પરિણામો બાબતે એક સિક્કાની બે બાજુઓ જેવાં છે. માનવ વસાહત, માનવ શ્રમનાં પરિમાણો અને પારિવારિક જીવનને નવાં જ સ્વરૂપોમાં પરિવર્તિત કરીનેબન્નેએ વિશ્વના મોટા ભાગને આધુનિક યુગમાં પ્રવેશ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.  
(ભૌતિક) સ્થળાંતરશીલતાએ ઔદ્યોગિકીકરણને આગળ વધારવામાં અને આકાર આપવામાં ભૂમિકા ભજવી છે. ભૌગોલિક અને પરિવહન સ્થળાંતરશીલતાએ કાચા માલ અને તૈયાર ઉત્પાદનોના પરિવહન ખર્ચમાં ઘટાડો કર્યો, પુરવઠા શૃંખલાની કાર્યક્ષમતામાં વધારો કર્યો અને મોટા પાયે ગ્રામીણ લોકોનું શહેરો ભણી સ્થળાંતર કર્યું.

https://www.internationalschoolhistory.com/uploads/1/2/7/0/127097165/screenshot-2020-09-11-at-16-25-15_1.png


ભારતની વિકાસગાથાને ઘણીવાર રેલવેનો પ્રસાર, ઉત્પાદન ક્ષેત્રનો ઉદય, હરિત ક્રાંતિ, આર્થિક ઉદારીકરણ અને તાજેતરના સમયમાં ડિજિટલ અર્થતંત્ર જેવાં કેટલાંક  મહત્વપૂર્ણ સીમાચિહ્નોના માધ્યમથી વર્ણવવામાં આવે છે. પરંતુ આ દરેક તબક્કાની પાછળ એક એવી શાંત શક્તિ રહેલી છે, જેની તરફ ભાગ્યે જ યોગ્ય ધ્યાન અપાતું હોય છે – તે છે માલસામાનની કાર્યક્ષમ હેરફેર કરવાની ક્ષમતા. આર્થિક પ્રગતિ માત્ર અર્થતંત્ર દ્વારા ઊભી કરવામાં આવતી તકો પર જ નહીં, પરંતુ તે તકો કે સંસાધનોને કેટલી અસરકારક રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે, તેના પર પણ આધાર રાખે છે.[1]

વધારાનું વાંચનઃ

Evolution of Mobility:           

The Ancient Era’s Breakthrough Tech

Powerful Vehicles of the Industrial Age

A World of Amazing Future Tech

The Railroad Journey and the Industrial Revolution



હવે પછીના અંકમાં આપણે સ્થળાંતરશીલતા -  તેનું પારિસ્થિતિકી તંત્ર અને ભાવિની ચર્ચાચાલુ.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

·       All Things Quality: An ASQ Podcast - RCA – Solving The Problem for Good

Quality Mag માંથી

Human Evolution - અને તેનો આપણી ટેક્નોલોજિમાં સ્વીકૃતિ - Darryl Seland

ઉત્ક્રાંતિની સાથે સાથે, માનવીની આંખે અન્ય રંગોમાં જોવા મળતી દરેક ગણીગાંઠ્યી છાયાઓ માટે લીલા રંગનીના આશરે ૧૦૦ આભાઓ પારકી શકવાની ક્ષમતા વિકસાવી.

આ એક એવી જૈવિક લાક્ષણિકતા છે જે આધુનિક ઉત્પાદનમાં ગુણવત્તા નિયંત્રણમાં સીધું સ્થાનાંતરિત થયેલ છે. તે એકમાત્ર ટેકનોલોજી નથી જે આવું કરી શકે છે. આધુનિક કેમેરા માનવ આંખની નકલ કરે છે અને રોબોટ્સ અને અન્ય યાંત્રિક ઉપકરણોની ડિઝાઇન અને કાર્યપદ્ધતિ માનવી કેવી રીતે ચાલે છે તેના પર આધાર રાખીને વિકસાવવામાં અને ચકાસવામાં આવે છે.


ઉત્પાદનમાં, આ જૈવિક અતિસંવેદનશીલતા કુદરતી, અંગભૂત નિદાન સાધન (બિલ્ટ-ઇન ડાયગ્નોસ્ટિક ટૂલ) તરીકે કાર્ય કરે છે. ગુણવત્તા નિયંત્રણ ઘણીવાર ખામીઓને ઓળખવા માટે, માનવ આંખના લીલા રંગ સાથે વિશિષ્ટ રીતે સંબંધનો ઉપયોગ કરીને માનવીય નિરીક્ષણ ક્ષમતા પર ખૂબ આધાર રાખે છે. ઉત્પાદકો કારીગરની કાર્યક્ષમતાને ઉત્કૃષ્ટ બનાવવાનાં, થાક ઘટાડવામાં અને સૂક્ષ્મ ખામીઓને પકડવા માટે આ રંગનો ઉપયોગ કરે છે.


આખરે, જે ઉત્ક્રાંતિ લાક્ષણિકતા આપણા પૂર્વજોને જંગલમાં સુરક્ષિત રાખ્યા હતા તે ઔદ્યોગિક ચોકસાઇના પાયા તરીકે સેવા આપે છે. માનવ આંખ લીલા રંગની પરખ માટે અત્યંત સંવેદનશીલ સાધન છે તે સમજીને, આધુનિક ઉત્પાદન પ્રક્રિયાઓ ખામીરહિત ઉત્પાદન ગુણવત્તા સિદ્ધ કરવા માટે ઉત્પાદન કાર્યક્ષેત્રના વાતાવરણ અને તેની નિરીક્ષણ પ્રક્રિયાઓ બંનેને યથોચિત બનાવવામાં પ્રયત્નશીલ  રહે છે.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ’ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

          આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: