Thursday, May 26, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - પુરુષ સૉલો ગીતો - સુરેન્દ્ર + અન્ય ગાયકો

૧૯૪૯નાં પુરુષ સૉલો ગીતોની ચર્ચા રૂપે આપણે  જી એમ દુર્રાની + તલત મહમૂદનાં સૉલો ગીતો
સાંભળી ચૂંક્યાં છીએ. હવે પુરુષ સૉલો ગીતોની સફરમાં આજે આપણે સુરેન્દ્ર અને એકલ દોકલ સંખ્યાવાળાં અન્ય ગાયકોનાં સૉલો ગીતો સાંભળીશું.


સુરેન્દ્રનાં સૉલો ગીતો
ગાયક - અદાકારની ફિલ્મ સંગીતની પ્રથાનો ધ્વજ સ્ત્રી ગાયકોમાં જેટલો સુરૈયા એ આ વર્ષે  ઊંચો ફરકાવ્યો છે, તે કક્ષાએ તો નહીં પણ સુરેન્દ્રનાં પર્દા પર પોતે જ અભિનિત કરેલ ગીતો દ્વારા પુરુષ ગાયકોમાં ગાયક-અભિનેતાની પ્રથાની ૧૯૪૯નાં વર્ષમાં પણ નોંધ તો લેવી જ રહી.
મૈં તો હું ઉદાસ - કમલ - એસ ડી બર્મન - પ્રેમ ધવન   

ઝૂમ ઝૂમ કે નાચ રે મનવા - કમલ - એસ ડી બર્મન - પ્રેમ ધવન

અબ રાત ગઈ હૈ બીત - કમલ - એસ ડી બર્મન - પ્રેમ ધવન 

કિયું સમઝે હમેં પરવાના - ઈમ્તિહાન - શ્યામ બાબુ પાઠક - હરિ કૃષ્ણ 'પ્રેમી'    

'અન્ય ગાયકો'નાં એકલ દોકલ સૉલો ગીતો
સંખ્યાની દૃષ્ટિએ 'અન્ય ગાયકો'નાં ગીત ભલે છે એકલ દોકલ, પણ ૧૯૪૯નાં વર્ષ માટે આ ગીતો પુરુષ સૉલો ગીતોની મહત્ત્વની કડીની ભૂમિકા ચોક્કસપણે ભજવે છે.
આંખેં કહ ગયીં દિલકી બાત - લાડલી - એસ ડી બાતિશ - અનિલ બિશ્વાસ - ડૉ. સફદર 'આહ
વોહી રોતા હુઆ એક દિલ - લાહોર - કરણ દિવાન - શ્યામ સુંદર - રાજેન્દ્ર કૃષ્ણ   

દુનિયા તો યેહ કહતી હૈ, ઈન્સાન કહાં હૈ  - લાહોર - કરણ દિવાન - શ્યામ સુંદર - રાજેન્દ્ર કૃષ્ણ  

જ઼્ગમગ જ઼ગમગ કરતા નિકલા ચાંદ પૂનમ કા પ્યારા - રિમ ઝિમ - કિશોર કુમાર - ખેમચંદ પ્રકાશ - ભરત વ્યાસ    

ખુશી કી આસ રહી ઔર દિલ કો ઔર ખુશી ન મિલી - સાવન આયા રે - ખાન મસ્તાના - ખેમચંદ પ્રકાશ - આરઝૂ લખનવી   


ચાહતે હો ગર.. આંખેં લડાના છોડ દો - ચિતળકર - સિપાહીયા - સી. રામચંદ્ર - રામમૂર્તિ ચતુર્વેદી   

હવે પછીના અંકમાં આપણે ૧૯૪૯નાં મુકેશનાં સૉલો ગીતો માણીશું.

Sunday, May 22, 2016

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - મે, ૨૦૧૬



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં મે,૨૦૧૬ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ વર્ષે આપણે ISO 9001નાં ૨૦૧૫નાં સંવર્ધિત આવૃતિને પરિણામે થયેલ અલગ અલગ ફેરફારોની દરેક મહિને વાત કરી રહ્યાં છીએ.

અત્યાર સુધી આપણે

                                              વિષે વાત કરી ચૂક્યાં છીએ.

આ મહિનાના આપણા અંકમાં આપણે સંસ્થાના સંદર્ભનાં એક મહત્ત્વનાં ઘટક - સંબંધિત હિતધારકો - વિષે વાત કરીશું.

કેમ્બ્રીજ બીઝનેસ ઈંગ્લીશ ડિક્શનરી 'હિતધારકો (Interested Parties)"ની વ્યાખ્યા આ મુજબ કરે છે - સંજોગો પ્રમાણે જેમને અસર થાય કે આ સંજોગોનો આર્થિક લાભ ઉઠાવવા માગતી હોય તેવી કોઈ પણ વ્યક્તિઓ કે સંસ્થાઓ'.
ISO સંચાલન તંત્ર સ્ટાન્ડર્ડ્સના સંદર્ભમાં, હિતધારક (interested party) એ કોઈ પણ છે જે કોઈ પણ નિર્ણય કે પ્રવૃત્તિ પર અસર કરી શકે, કે નિર્ણય (કે પ્રવૃત્તિ)થી અસર પામે, કે પછી જેને એવું લાગે કે એ નિર્ણય (કે પ્રવૃત્તિ)થી તેને અસર થશે.
ISO 9001:2015 – Interested Parties - Sara Gulo - આ સ્ટાન્ડર્ડ આટલાં વર્ષોથી ગ્રાહકોભુમુખી જ રહ્યું છે. પુરવઠાકારો, કર્મચારીઓ કે પછી નિયમનકારોને, કે સંસ્થાનાં માલિક કે વરિષ્ઠ સંચાલન મંડળ સુદ્ધાંને, ગ્રાહકની મુખ્ય આવશ્યકતાઓના વાહક તરીકે જરૂર જોવામાં આવતાં રહ્યાં છે. જે પરિણામો સિદ્ધ થાય તેના પર સીધી અસર કરી શકનાર પરિબળ તરીકે તેમની ભૂમિકા અત્યાર સુધી જોવામાં નહોતી આવી. સ્ટાન્ડર્ડનું નવું સંસ્કરણ જોખમ આધારિત વિચારસરણીનાં નવાં નવાં પડ ઉખેળીને ગ્રાહકને અસર કરી શકે તેવાં કોઈ પણ પરિબળ (જોખમ)ને હવે ચિત્રમાં લાવે છે. આમ, ગ્રાહકોને અસર કરી શકે તેવાં જોખમ તરીકે હવે, હિતધારકોને સ્ટાન્ડર્ડનાં અમલીકરણનાં ફલકમાં આવરી લેવાયાં છે. તેમની આવશ્યકતાઓને ગણતરીમાં લેવાનું હવે જરૂરી બની ગયું છે.

હિતધારકોને ત્રણ અલગ અલગ જૂથમાં વહેંચી શકાય :
સામાન્યપણે ફરજિયાત ગણવાં પડે તેવાં હિતધારકો: પરિણામો તેમ જ ગ્રાહક સંતોષ પરની વ્યાપક અને સીધી અસરને કારણે આ જૂથમાંનાં હિતધારકોને તો કદાપિ પણ ગણતરીમાંથી બહાર ન જ રાખી શકાય. જેમ કે, કોઈપણ સ્વરૂપ કે અંશમાં, (સ્વાભાવિકપણે) ગ્રાહકો, કે અંતિમ વપરાશકારો, કર્મચારીઓ, પુરવઠાકારો કે માલિકો કે નિયમનકારો

શકય હિતધારકો: આ એવું જૂથ છે જે પરિણામો કે ગ્રાહકના સંતોષ પર અસર કરે, કે ન પણ કરે. જેમ કે, કર્મચારી સંગઠનો કે બેંન્ક્સ (રોકાણકારો) કે પડોશીઓ.

સીધાં જ સ્વીકૃત હિતધારકો: કોઈ પણ કારણસર, પરિણામો કે ગ્રાહક સંતોષનાં પ્રતિતીકરણ માટે સંસ્થા જેનું મહત્ત્વ સ્વીકારે છે એવું જૂથ, ભલે ને પછી એ સંબંધ પહેલી દૃષ્ટિએ નજરે ન પણ ચડતો હોય.
How to determine interested parties and their requirements according to ISO 9001:2015 - Mark Hammar - ISO 9001 સ્ટાન્ડર્ડનાં ૨૦૧૫નાં સંસ્કરણમાં હવે એવી ઘણી આવશ્યકતાઓ છે જે સંબંધિત હિતધારકો અને તેમની આવશ્યકતાઓ નક્કી કરતી વખતે જે જાણકારી મળે છે તેને આવરી લે છે
  • ગુણવત્તા સંચાલન તંત્રના વ્યાપને નક્કી કરતી વખતે સંબંધિત હિતધારકોની આવશ્યકતાઓને આવરી લેવાનું રહે છે (કલમ ૪.૩).
  • જ્યારે પણ ઉચિત હોય જણાય ત્યારે ગુણવત્તા નીતિ હિતધારકોને ઉપલબ્ધ રહેવી જોઈએ (કલમ ૫.૨.૨).
  • જ્યારે પગેરૂપરખક્ષમતા (traceability) એ સંબંધિત હિતધારકોની આવશ્યકતા હોય ત્યારે તેના અભિલેખ (Records) જાળવવા જોઈએ (કલમ ૭.૧.૬).
  • ઉત્પાદનો કે સેવાઓ માટેની આવશ્યકતાઓમાં સંબંધિત હિતધારકોની લાગતી વળગતી આવશ્યકતાઓ પણ આવરી લેવાવી જોઈએ (કલમ ૮.૨.૩).
  • આલેખન અને વિકાસ (Design and development) પ્રવૃત્તિઓમાં આલેખન અને વિકાસ પર કેટલું નિયમન આવશ્યક છે જેવી બાબતો અને સંબંધિત હિતધારકોની અન્ય સ્પષ્ટ આવશ્યકતાઓ ગણતરીમાં લેવાવાં જોઈએ (કલમ ૮.૩).
  • સંચાલન સમીક્ષામાં સંબંધિત હિતધારકોના દૃષ્ટિકોણને આવરી લેવા જોઈએ. (કલમ ૯.૩)
Are all interested parties equally interested in the organization? - એક વાર હિતધારકો અને તેમની
આવશ્યકતાઓ નક્કી કરી લીધા પછી તેમનું બે પરિમાણોના સંદર્ભમાં વિશ્લેષ્ણ કરવું જોઈએ (સ્ટાન્ડર્ડની આ આવશ્યકતા નથી, પરંતુ આમ કરવાથી હિતધારકો અને તેમની અસરોને વધારે સારી રીતે સમજી શકાય છે).
  • પ્રભાવ
  • હિત

દરેક હિતધારક ની આવશ્યકતાઓનું ગુણવત્તા સંચાલન તંત્રના આલેખન અને અમલમાં મહત્ત્વ નક્કી કરવા માટે યોગ્ય અભિગમ આ બંને પરિણામોની સંયુક્ત અસરને અનુરૂપ નક્કી કરી શકાય. જેમ કે પ્રોજેક્ટ સંચાલનમાં ઘણી વાર હિતધારક વિશ્લેષણ (Stakeholder analysis )નો ઉપયોગ કરવામાં આવે છે.

આજના વિષયને લગતી કેટલીક વિડીયો ક્લિપ્સ પણ જોઈએ -

ISO 9001:2015ને સમજતાં: હિતધારકો \ Understanding ISO 9001:2015: Interested parties -
તમારાં ગુણવત્તા (કે પર્યાવરણ) સંચાલન તંત્ર સાથે ક્યાં હિતધારકો સુસંગત છે તે શી રીતે નક્કી કરશો? :::: ડિક્ષન બ્રાયન \ - Dixon Brian 

:::: ઍલૅર સિસ્ટૉક \ Alar Sistok

હિતધારકોનું વિશ્લેષ્ણ શી રીતે કરવું? \ How to make an analysis of interested parties? 

સંચાલન તંત્રને લગતાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ્સનાં નવાં સંસ્કરણો હવે સંસ્થાનાં વરિષ્ઠ સંચાલન મંડળપાસેથી વધારે સક્રિયાત્મક અને વિગતોની વધારે ઊંડાણમાં જનારી ભૂમિકા સૂચવે છે. એટલે આપણા બ્લૉગોત્સવના જુન ૨૦૧૬ના અંકમાં આપણે સંચાલન તંત્રવ્યવસ્થામાં વરિષ્ઠ સંચાલન મંડળનું નેતૃત્ત્વ વિષે વાત કરીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ

ASQ CEO, Bill Troy તેમના બ્લૉગકોલમ, ASQ’s Influential Voiceમાં મિલ્વૌકી, અમેરિકામાં ૧૬-૧૮ મે, ૨૦૧૬ના યોજાયેલ ગુણવત્તા અને સુધારણા પરનાં વૈશ્વિક અધિવેશન \ World Conference on Quality and Improvementનો પરિચય કરાવે છે. આ અધિવેશનની વધારે વિગતો પણ આપણને જૂન ૨૦૧૬ના અંકમાં જાણવા મળશે.

આ માસનાં ASQ TV વૃતાંત માં તાજેતરમાં પ્રકાશિત વિડિયો ક્લિપ્સ જોઈએ :
  • The Voice of the Customer - પ્રસ્તુત અંકમાં 'ગ્રાહકના અવાજ \the voice of the customer (VOC)નો ઉપયોગ ગુણવત્તા માટે મહત્ત્વની લાક્ષણિકતાઓ ખોળી કાઢવા માટે શી રીતે કરવો તે કૉફીનો ઉત્કૃષ્ટ કપ કેમ બનાવવાનાં દૃષ્ટાંત વડે સમજાવાયું છે. તે ઉપરાંત સામાજિક માધ્યમો પણ ગ્રાહકના અવાજ(VOC)ને વિસ્તારવામાં શી ભૂમિકા ભજવે છે તેમ જ ગ્રાહકવિષે જે માહિતી ઑન-લાઈન મળે છે તેનો વિશાળ-માહિતીઆધાર સામગ્રીનાં વિશ્લેષણ (big-data analysis)વડે કેમ મહત્તમ લાભ ઉઠાવવો તેની પણ વાત કરવામાં આવી છે.
Jim L. Smithનાં એપ્રિલ, ૨૦૧૬નાં Jim’s Gems નો પણ આસ્વાદ કરીએ.
  • Quality Professionals Should Lead the Parade - સંસ્થામાં જે કંઈ પણ ખોટું થઈ રહ્યું હોય તેના માટે વરિષ્ઠ સંચાલકોને દોષ દેવામાં આવતો હોય એ બહુ અસામાન્ય વાત ન કહેવાય. પણ હવે એ અભિગમ બદલવા માટેનો સમય પાકી ચૂક્યો છે ! મુદ્દાનો સવાલ એ છે કે, શું તમે ગુણવત્તાની મૂળ તકનિકોની શક્તિને દાખલા દલીલોથી સમજાવવા માટે જે સમય અને શક્તિ જોઈએ તે કામે લગાડવા તૈયાર છો ખરાં? આ કવાયતની આગેવાની લેવા તમે તૈયાર છો કે પછી ફરિયાદો કરીને બેસી રહેવાનું પસંદ કરશો?
  • Remain Determined - 'કંઈક મહત્ત્વનું' કરવા માટેના પહેલા જ પ્રયાસની નિષ્ફળતાથી જો તમને
    નિરાશા થતી હોય એ પ્રયાસો છોડી દેવા માટે પૂરતું કારણ નથી. જેમ્સ વ્હીટ્કૉમ્બ રીલૅનું કહેવું છે કે, 'સહુથી જરૂરી પરિબળ છે ખંત - હતોત્સાહ કરતાં કોઈ પણ પરિબળો કે સંજોગોથી આપણી શક્તિ કે ઉત્સાહને ક્યારે પણ મોળાં ન પડવા દેવાં'.
  • Give Your Best - જે કોઈ પણ કામ કરવાનું આવે તે કરવા ખાતર કરવા કરતાં કંઈક વધારે કરવું. બાસ્કેટબૉલના મહાન કૉચ જોહ્ન વુડૅનનું કથન યાદ કરો - તમારાથી જે શ્રેષ્ઠ બને તે કરી છૂટો. તેનાથી વધારે તો કોઈ પણ ક્યાં કરી શકવાનું છે.'[i]
આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવામાટે આપનું યોગદાન પણ આવકાર્ય છે....


[i]  The Difference Between winning and Succeeding 

Thursday, May 19, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - પુરુષ સૉલો ગીતો - જી એમ દુર્રાની + તલત મહમૂદ



૧૯૪૯નાં હિંદી ફિલ્મનાં ગીતો વિષેની ચર્ચાની શરૂઆત આપણે સૉલો પુરૂષ ગીતોથી કરીશું. સમગ્ર ચર્ચા દરમ્યાને જે ગીત મારા માટે સાવ અજાણ છે કે બહુ જ ઓછું સાંભળેલ છે તેની તો વિડીયો મૂકી છે, પરંતુ જે ગીતો ત્યારે (અને અત્યારે પણ) જાણીતાં છે એવાં ગીતોની ક્લિપ હાયપરલિંક કરેલ છે. દરેક વિભાગનાં આજે પણ એક વાર તો સાંભળવાં ગમે એવાં ગીતોને એક વાર અહીં અલગથી ગ્રંથસ્થ કર્યા પછી એ વિભાગનાં આ વર્ષનાં ગીતોની મારી દૃષ્ટિએ કરેલ સમીક્ષા રજૂ કરીશું.
આ વર્ષનાં ગીતોની જે કાચી યાદી બનાવી તેમાં, આમ તો પુરુષ સૉલો ગીતોની સંખ્યા સ્ત્રી સૉલો ગીતોની સરખામણીમાં પાતળી પડતી જ જોવા મળે છે. સમગ્રતયા,પાંચ પુરૂષ ગાયકોનાં ગીતો  અહીં નોંધપાત્ર જણાયાં છે.
આજના અંકમાં આપણે જી એમ દુર્રાની અને તલત મહમૂદનાં સૉલો ગીતો સાંભળીશું.
જી એમ દુર્રાનીનાં સૉલો ગીતો

જિગર કે ટુકડે, યે દિલ કે ટુકડે - આઈયે - નાશાદ (મૂળ નામ શૌકત અલી હૈદરી) - નક઼્શાબ જરાચવી

ઈતની સી કહાની હૈ ઈતના સા મેરા અફસાના - આઈયે - નાશાદ - નક઼્શાબ જરાચવી  

નઝરોંસે મિલી નઝરેં, દિલ હો ગયા દિવાના - આઈયે -  નાશાદ - નક઼્શાબ જરાચવી  


ઝિંદગાની કા મઝા શાદી મેં હૈ - અપરાધી - સુધીર ફડકે - અમર વર્મા 

પી આયે આ કર ચલે ગયે - બાઝાર - શ્યામ સુંદર - વલી સાહેબ 

યે રાહેં મોહબ્બત કાટોંસે ભરી હૈ - સાવન ભાદોં - હુસ્નલાલ ભગતરામ - રવિન્દ્ર દવે   

 

તલત મહમૂદનાં સૉલો ગીતો
આ વર્ષનાં ગીતોમાં આપણે જે ઓળખીએ છે તે તલત મહમૂદના મૃદુ સ્વરની હાજરી તો કાને ચડે જ છે. પરંતુ ગીતોની સંખ્યા સિવાય પણ ગણનાપાત્ર ગાયક તરીકેની પહેચાન પ્રસ્થાપિત થવા માટે હજૂ ૧૯૫૦વાળા અનિલ બિશ્વાસના 'આરઝૂ' સ્પર્શની ઉણપ વર્તાય છે. તે ઉપરાંત અહીં જે સૉલો ગીતો લીધાં છે એવી ત્રણમાંથી બે  ફિલ્મોનાં સંગીતકાર મૂળે કલકત્તાના છે તે વાત પણ આકસ્મિક તો ન જ ગણાય.
તેરી ગલી સે બહુત... દિલ પર કિસી કા તીર-એ-નઝર ખા કે રહ ગયે - રાખી - હુસ્નલાલ ભગતરામ - શર્શાર સૈલાની   

જો બીત ગયા સો બીત ગયા અને દિન બીત ચલે - સ્વયં સિદ્ધ - પ્રફુલ્લ કુમાર ચૌધરી - ભવાની પ્રસાદ મિશ્રા  

હાય યે મૈને ક્યા કિયા - સમાપ્તિ - તિમિર બરન - પંડિત ભુષણ

મન કી નૈના બોલ રહી હૈ - સમાપ્તિ - તિમિર બરન - પંડિત ભુષણ  
  

હવે પછી, આપણે સુરેન્દ્રનાં સૉલો ગીતોની સાથે સાથે એકલ દોકલ સંખ્યા વાળાં અન્ય ગાયકોનાં સૉલો ગીતો સાંભળીશું.