Thursday, August 9, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - ખુર્શીદ, નૂરજહાં અને કાનનદેવી


૧૯૪૭નું વર્ષ એવું છેલ્લું વર્ષ હશે જ્યારે વિન્ટેજ એરાની ગાયન શૈલી સાથે કદાચ સૌથી વધારે ઓળખાયેલાં હોય એવાં ત્રણ મહાન સ્ત્રી ગાયિકાઓનાં બોલીવુડમાં બનેલી હિંદી ફિલ્મોનાં સૉલો ગીત આપણને એક સાથે સાંભળવા મળે. કારણ આમ તો બહુ સાદું કહી શકાય - નુરજહાંનું પાકિસ્તાન માટે કાયમી સ્થળાંતર કરી જવું. પરંતુ એ જ વર્ષમાં લતા મંગેશકરનો પાર્શ્વ ગાયિકા તરીકે ઉદય થવો એક એવી ઘટના છે જે નવો ઇતિહાસ રચવાની છે. આજે જ્યારે આ આખો ઈતિહાસ આપણી સમક્ષ છે ત્યારે ચર્ચા કરવા માટે માત્ર એક સવાલ આપણી પાસે રહે છે - નુરજહાં અહીં રહી ગયાં હોત તો સ્ત્રી ગાયિકાઓના દૃષ્ટિકોણની નજરે હિંદી ફિલ્મ ગીતોનું ચિત્ર કેવું હોત?
પૉસ્ટ કદાચ થોડી લાંબી થઇ જશે, એ જોખમ સ્વીકારીને પણ, બહુ સ્વાભાવિક કારણોસર આ ત્રણે ગાયિકાઓનાં વર્ષ ૧૯૪૭નાં સૉલો ગીતો આપણે આજની આ એક જ પૉસ્ટમાં સમાવેલ છે.
ખુર્શીદ
મૈં ખોજ ખોજ કર હારી, પ્રભુજી આઈ શરન તિહારી - આગે બઢો – સંગીતકાર: સુધીર ફડકે – ગીતકાર: અમર વર્મા

ઓ ઝૂમ ઝૂમ રહા હૈ મેરા મન દેખો ઝૂમ રહા - આગે બઢો – સંગીતકાર: સુધીર ફડકે – ગીતકાર: અમર વર્મા

યહ દુનિયા પ્યારી પ્યારી રે બહ નઈ નિરાલી - આગે બઢો – સંગીતકાર: સુધીર ફડકે – ગીતકાર: અમર વર્મા
ઋત બસંતકી આઈ – અંગૂરબાલા – સંગીતકાર: રામ ગોપાલ – ગીતકાર: મિ. શ્યામ

જિસ કે મિલનેકી તમન્ન થી વો પ્યાર મિલ ગયા - મંઝધાર – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: શમ્સ લખનવી
આજ મોહે સજન ઘર જાના, બલમ ઘર જાના - મંઝધાર – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: શમ્સ લખનવી 
થી આજ તક મુઝસે યે હક઼ીક઼ત છૂપાઈ હુઈ - મંઝધાર – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: શમ્સ લખનવી
નાચે હૈ મન મૌજ મગનમેં જ્યું નાચે હૈ મોર ચમનમેં - મંઝધાર – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: શમ્સ લખનવી

દુનિયા ચાર દિનોકા મેલા, મત ઈસમેં ખો જાના રે - મિટ્ટી – સંગીતકાર: લાલ મુહમ્મદ + પૈગનકર – ગીતકાર: નાઝીમ પાણીપતી

ઠોકરેં ખાયી મુહબ્બત મેં પરેશાની હુઈ  - મિટ્ટી – સંગીતકાર: લાલ મુહમ્મદ + પૈગનકર - ગીતકાર મહરૂલ ક઼ાદરી

છાઈ કાલી ઘટા મેરે બાલમ અકેલે મત જઈયો - મિટ્ટી – સંગીતકાર: લાલ મુહમ્મદ + પૈગનકર - ગીતકાર મહરૂલ ક઼ાદરી

આટલાં ગીતોની ડિજિટલ લિંક નથી મળી શકી -

  • તક઼દીરમેં લિખા હૈ મેરી ઠોકરે ખાના - આગે બઢો – સંગીતકાર: સુધીર ફડકે – ગીતકાર: અમર વર્મા
  • જો દિલમેં આએ કર બંદે - મિટ્ટી – સંગીતકાર: લાલ મુહમ્મદ + પૈગનકર
  • ભારત કે રહનેવાલે હૈ, ડરતે નહીં કિસીસે - મિટ્ટી – સંગીતકાર: લાલ મુહમ્મદ + પૈગનકર

નૂરજહાં
બહુ જાણીતું થયેલું ગીત
આ જા તુઝે અફસાના જુદાઈજા સુનાએં - મિર્ઝા સાહિબાન – સંગીતકાર: પંડિત અમરનાથ + હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી 

ઓછાં સાંભળેલાં ગીતો
હમેં તો શામ-એ-ગ઼મમેં કાટની હૈ જિંદગી અપની - જુગનુ – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: અસગર  સરહદી 

આજકી રાત સાઝ-એ-દિલ પુરદર્દ ન છેડ - જુગનુ – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: અસગર  સરહદી

તુમ ભી ભૂલા દો મૈં ભી ભૂલા દું, પ્યાર પુરાને ગુજ઼રે ઝમાને - જુગનુ – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: અસગર  સરહદી

ઉમંગે દિલ કી મચલી મુસ્કરાઈ ઝિંદગી અપની - જુગનુ – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: અસગર  સરહદી

ક્યા યહી તેરા પ્યાર થા મુઝકો તો ઇન્તઝાર થા - મિર્ઝા સાહિબાન – સંગીતકાર: પંડિત અમરનાથ + હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી

કાનનદેવી
પનઘટ પે મધુ બરસાયે ગયો રે - ફૈસલા - સંગીતકાર અનુપમ ઘટક

આશા દીપ જલાયો સાજન - તુમ ઔર મૈં – સંગીતકાર: રોબીન ચેટરજી – ગીતકાર: ઝાકીર હુસૈન
આવાઝ દી હૈ કિસને યેહ કૈસી પુકાર હૈ - તુમ ઔર મૈં – સંગીતકાર: રોબીન ચેટરજી – ગીતકાર: ઝાકીર હુસૈન

આટલાં ગીતોની ડિજિટલ લિંક નથી મળી શકી:
  • હમ તુમ જો ગાતે હૈ ગીત સુહાના - તુમ ઔર મૈં – સંગીતકાર: રોબીન ચેટરજી – ગીતકાર: ઝાકીર હુસૈન
  • અય મેરે પ્રેમી યે તો કહો - તુમ ઔર મૈં – સંગીતકાર: રોબીન ચેટરજી – ગીતકાર: ઝાકીર હુસૈન
હવે પછીના અંકમાં આપણે ૧૯૪૭ના વર્ષનાં અન્ય સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકરનાં સૉલો ગીતો
સાંભળીશું.

Sunday, August 5, 2018

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૯ - સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું : [૬]


મુખડાના શબ્દો મહદ અંશે સરખા હોય પણ બાકીની આખી રચના જૂદી જ ફિલ્મમાં પ્રયોજવામાં આવી હોય એવાં અલગ અલગ વર્ઝનનાં હિંદી ફિલ્મ ગીતો આપણે આ શૃંખલામાં સાંભળી રહ્યાં છીએ.
સમાંતરે બીજી શ્રેણીઓ પરનાં ગીતોની શોધખોળ કરતાં કરતાં ક્યારેક એવું ગીત સાંભળવા મળી જાય જેના મુખડાના બોલ બીજાં ગીતમાં સાંભળ્યું હોવાનું યાદ આવી જાય. ક્યારેક મુખડાના અમુક બોલ પરથી બીજાં ગીતો હોવાં જોઇએ એવું માનીને શોધખોળ કરીએ તો સાવ ન સાંભળેલાં કે વિસારે ચડેલાં ગીતો સાંભળવા મળી જવાનો લાભ પણ મળી જતો રહે છે.
આજે એવાં જ કેટલાંક  ગીતો રજૂ કરેલ છે.
ઘનઘોર ઘટા ઘનઘોર ઘટા  ફિર છાયી હૈ - બીતે દિન (૧૯૪૭) - અમીરબાઈ કર્ણાટકી - સંગીતકાર એ દિનકર રાવ - ગીતકાર એચ તન્વીર / પંડિત ફણિ (?)
વર્ષ ૧૯૪૭નાં ગીતો પરની એક શ્રેણી માટે ગીતોની શોધ કરતાં આ ગીત મળ્યું.
https://www.youtube.com/watch?v=ZgTZf36Pf90
મુખડાના બોલ જોતાં યાદ આવે - 'ઘટા ઘનઘોર ઘોર મોર મચાયે શોર' (તાનસેન, ગાયિકા ખુર્શીદ). એટલે વિચાર આવ્યો કે 'ઘટા ઘનઘોર' એ ક્રમમાં પ્રયોજાયા હોય એવા બોલનાં ગીતો ન ગણીએ અને 'ઘનઘોર ઘટા' એ જ ક્રમમાં બોલ પ્રયોજાયાં હોય એવાં બીજાં ગીતો શોધીએ તો શું પરિણામ આવે તે જોવું જોઈએ.
માત્ર ઉત્સુકતા સંતોષાય એટલી જ શોધ કરતાં આ બે ગીતો મળી આવ્યાં -
બિન બરસે લૌટ રહી ઘનઘોર ઘટા સાવન કી - તીન ભાઈ (૧૯૫૫)- આશા ભોસલે – સંગીતકાર: અરૂણ કુમાર - ગીતકાર ભરત વ્યાસ
ગાયિકા અને ગીતકાર જ જાણીતાં બાકી ફિલ્મ, ગીત અને સંગીતકાર ત્રણે ત્રણ અજાણ્યાં નીકળ્યાં. જો કે ગીત સાંભળવું ગમ્યું.
https://www.youtube.com/watch?v=0SrnMt7vyfs
ઘનઘોર ઘટા- મેહનાઝ
મેહનાઝ પાકિસ્તાનનાં બહુ મશહુર ગાયિક હતાં. અહીં ગીતમાં ઘનઘોર ઘટા ઉમદી આવતાં નાયિકાના મનમાં ઉદ્‍ભવતા ભાવોને અલગ અંદાજમાં રજૂ કરાયા છે.
https://www.youtube.com/watch?v=GZK5ld9NFKw
[નોંધઃ 'ઘટા ઘનઘોર' એ ક્રમમાં પ્રયોજાયેલા બોલને આવરી લેતાં ગીતોની યુટ્યુબ પર ખોજ કરશો તો ક્યારે પણ સાંભળ્યાં ન હોય એવાં ગીતો જોવા મળી જશે.]
દિલીપકુમારે ગાયેલ ગીત વિષે એક લેખમાં આ રીતે 'મુસાફિર' (૧૯૫૭)નાં 'લાગી નાહી છૂટે રામ ચાહે જિયા  જાયે' (સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: શૈલેન્દ્ર) ગીતનો એક આડવાત તરીકે ઉલ્લેખ કરવાનું થયું હતું.
https://youtu.be/9zN41JkHmd4
તેના પરથી 'લગી નહીં છૂટે રામા' નામની ભોજપુરી ફિલ્મનાં તલત મહેમૂદ અને લતા મંગેશકરનાં સ્વરનાં યુગલ ગીતની યાદ આવી ગઈ.
જા જા રે સુગનવા જા રે કહી દે સજનવા કે લાગી નહીં છૂટે રામ ચાહે જિયા જાયે – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
https://www.youtube.com/watch?v=xh-RM87fMh0
આ ગીતની યુટ્યુબની લિંક ખોળતાં કંઈક કેટલંય ભળતાં સળતાં ગીતો પણ જોવા મળે છે. એમાંથી એક ગીત થોડું વધારે ઘ્યાન ખેંચી ગયું તેની ફિલ્મનું નામ - 'એ જેન્ટલમેન -સુંદર સુશીલ રીસ્કી- ને કારણે.. ગીતનાં ગાયકો અરિજિત અને શ્રેયા ઘોષાલ છે જે પણ અત્યારના ગાયકોમાં બહુ લોકપ્રિય ગાયકોમાં સ્થાન મેળવે છે.
https://youtu.be/Qise-bcsbug
હિંદી ફિલ્મોમાં હાલરડાં (લૉરી) પણ એક બહુ આગવો અને પ્રચલિત પ્રકાર રહ્યો છે.'આ જા રી નિંદીયાં ' એટલા બોલનો પ્રયોગ કર્યો હોય એવાં ત્રણ હાલરડાં સાંભળીએ -
આ જા રી નિંદીયાં તૂ આ કે ન જા - ઝીનત (૧૯૪૫) નૂરજહાં - સંગીતકાર હફીઝખાન
નૂરજહાંના સ્વરમાં ગવાયેલ આ લોરી બહુ જ કર્ણપ્રિય ગીતરચના છે.
https://www.youtube.com/watch?v=y7EViErXkio
આ જા રી આ નિંદીયા તૂ આ - દો બિઘા ઝમીન (૧૯૫૩) - લતા મંગેશકર - સંગીતકાર સલીલ ચૌધરી - ગીતકાર શૈલેન્દ્ર
આ લોરીમાં મને ત્રણ નોંધપાત્ર બાબતો લાગે છે - ૧)હિંદી ફિલ્મમાંની લોરી ગીતોમાં સહુથી લોકચાહના મેળવેલ લોરીની પ્રથમ હરોળમાં આ લોરી સ્થાન ભોગવે છે. ૨)સંજોગવાશાત,આ રચના આપણને અવશપણે પણ નૂરજહાં અને લતા મંગેશકર વચ્ચે સરખામણી કરવા પણ મજબૂર કરી શકે. ૩) મીના કુમારી કોઈ પણ ફિલ્મમાં માત્ર ગીત ગાવા પૂરતાં જ ભૂમિકા ભજવતાં હોય તેઓ કદાચ આ એક માત્ર દાખલો હશે.
https://www.youtube.com/watch?v=HuNCbL38eUw
આ રી આ જા નિંદીયા લે ચલ તૂ કહીં - કુંવારા બાપ (૧૯૭૪) કિશોર કુમાર - સંગીતકાર રાજેશ રોશન - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
આ લોરીનો આંતરપ્રવાહ નુરજહાંએ ગાયેલી 'ઝીનત'નૉ લૉરી જેમ જ કરૂણ છે.
https://www.youtube.com/watch?v=3UMOSZrPZc8
આ શ્રેણીમાં હજૂ આવાં પુર્વ આયોજિત ન કરેલાં ગીતોને લગતો એક મણકો કરી શકાય છે તે હવે પછીના અંકમાં જોઈશું.

Thursday, August 2, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - ઝોહરાબાઈ અંબાલેવાલી [૨]

ઝોહરાબાઇ અંબાલેવાલીનાં ૧૯૪૭નાં સૉલો ગીતોનો પહેલો ભાગ આપણે આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ.
આજના આ ભાગમાં પણ બાકીનાં ગીતોમાં પણ તેમના અવાજની રેન્જ અને ગાયનશૈલીનાં વૈવિધ્યની ખૂબીઓ માણવા મળે છે.

દેખ ખુદા કી શાન સહેલી, દેખ ખુદા કી શાન - એલાન – સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: ઝિયા સરહદી

મેરે પહેલુ મેં હૈ ઝિન્દગાની - એલાન – સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: ઝિયા સરહદી

દિલ કે અરમાં નિકાલું મૈં આ જા - એલાન – સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: ઝિયા સરહદી

લો ફિર રાત ચાંદની આયી, દિલ મેરા દેવે તુઝે દુહાઈ - ગાંવ – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ – ગીતકાર: ડી એન મધોક 

અજી ઠંડી હવા તડપાએ હૈ - હીરા – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ

તુમને નઝર ઉઠાયી મુઝે પ્યાર હો ગયા - મેરા સુહાગ – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ - ગીતકાર: ક઼મર જલાલાબાદી 

સામને ગલી મેં મેરા ઘર હૈ, પતા મેરા ભૂલ ન જાના - મિર્ઝા સાહિબાન – સંગીતકાર: પં. અમરનાથ / હુસ્નલાલ ભગતરામ – ગીતકાર:  અઝીઝ કશ્મીરી

આયી મિલન કી બહાર રે, આજા સાંવરિયા - નૈયા – સંગીતકાર: અનિલ બિશ્વાસ

સાવન ભાદોં નૈન હમારે, બરસ રહે દિન રાત - નૈયા – સંગીતકાર: અનિલ બિશ્વાસ

ક્યા બતાયેં કિતની હસરત દિલ કે વિરાને મેં - નાટક – સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: શકીલ બદાયુની

મોરી બાલી ઉમરીયા સાંવરીયા, દેખો મારોના તિરછી  નઝરીયા - નતીજા - સંગીતકાર: રશિદ અત્રે  - ગીતકાર: નખ્શબ જરાચવી

ઉન્હેં ભી રાઝ-એ-ઉલ્ફત કી ન હોને દી ખબર મૈને - નતીજા - સંગીતકાર: રશિદ અત્રે  - ગીતકાર: નખ્શબ જરાચવી

કિસકો ખબર થી દિલ કી દુનિયા - રોમીઓ એન્ડ જુલીએટ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: મનોહર ખન્ના 

મસ્ત જવાની આયી મસ્ત જવાની આયી - રોમીઓ એન્ડ જુલીએટ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

મૌસમ યે સુહાના આહા આહા - રોમીઓ એન્ડ જુલીએટ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: મનોહર ખન્ના

કોઈ દિલમેં સમાયા જાય, કોઈ આંખોંમેં સમાયા જાય - રોમીઓ એન્ડ જુલીએટ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: મનોહર ખન્ના

ઠંડી ઠંડી રેત મેં ખજૂર કે તલે તેરે ઈન્તઝારમેં - સાજન - સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાર ક઼મર જલાલાબાદી

આટલાં ગીતોની ડિજિટલ લિંક નથી મળી શકી
  • આયી જવાની પી લે પી લે ઓ મતવાલે - હાતિમતાઈ - સંગીતકાર એ કુમાર 
  • અબ તો હમારા યહ બાલમ - મતવાલા શાયર રામજોશી - સંગીતકાર વસંત દેસાઈ - ગીતકાર બહઝાદ લખનવી
  • ઠાઠ બાઠ સે મઠ અમેં બૈઠા  મતવાલા શાયર રામજોશી - સંગીતકાર વસંત દેસાઈ - ગીતકાર બહઝાદ લખનવી
  • દિલ કિસકો દૂં, કિસ કિસ કો દૂં - મિટ્ટી - ગુલ મોહમ્મદ / પૈગનકર 
  • આંસૂ બહ રહા હૈ ક્યોં અબ દિદ-એ-અશ્ક઼ બાર ક્યોં - પહેલા પ્યાર - સંગીતકાર પ્રેમનાથ - ગીતકાર બી આર શર્મા
  • હવે પછીના અંકમાં આપણે ૧૯૪૭ના વર્ષનાં મીના કુમારીનાં  સૉલો ગીતો સાંભળીશું.