Thursday, February 28, 2019

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૨_૨૦૧૯

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ _૨૦૧૯ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
મધુબાલાના ૮૬મા જન્મદિવસે અંજલિ આપતુંમુહમ્મદ સાજિદનું ગુગલ ડુડલ
MADHU BALA: The Bewitching Beauty of Bollywood માં ડી પી રંગન મધુબાલાને બહુ વિગતથી, યાદગાર, અંજલી આપે છે.
6 Iconic fashion statements we owe to Madhubala! માં મધુબાલાએ શરૂ કરેલ અને આજે પણ પ્રચલિત એવી છ ફેશનને યાદ કરવામાં આવી છે.
આ મહિને વેલેન્ટાઈન દિવસ પણ હતો. પોતાનાં પ્રેમીજન (અને અહીં સમાવાયેલ ગીતોમાં દેખાતાં એકાદ બે બનાવટી પ્રેમી) માટે ગવાયેલાં પ્રેમગીતોને  Ten of my favourite romantic serenadesમાં યાદ કરવામાં આવ્યાં છે.
For the Love of a Goddess ની શરૂઆત એમી કેટલિન-જૈરાભોય અને (હવે સ્વ.)નઝૂર અલી જૈરાભોયનાં પુસ્તક / ડીવીડી  Music for Goddess (by Amy Catlin-Jairazbhoy and Nazir Ali Jairazbhoy) ના પરિચયથી થાય છે. આ પુસ્તકમાં રેણુકા / યેલમ્મા દેવી અને દેવદાસીઓનાં નૃત્યો અને પરંપરાગત વિધિઓની વિગતે વાત કરવામાં આવી છે. તેની સાથે દેવદાસીઓ કે દેવદાસો જે વાદ્યનો તેમનાં નૃત્યગીતોમાં વ્યાપકપણે ઉપયોગ કરે છે એ વાદ્ય ચૌંડકા (ચૌંડકે)નો પણ પરિચયા પણને થાય છે. ચૌંડડકાનો નાદ ડમરૂ જેવૉ બહુ લાગે છે. છેલ્લે, લેખમાં ચૌંડકાનો ઉપયોગ કરાયો એવા હિંદી ફિલ્મ ગીતોની યાદી રજૂ કરાઈ છે.
Suman Kalyanpur – Sweetness Personified -  નામ સામભળતાં જ કંઈકેટલાંય મીઠાં, મધુરાં, રમતિયાળ ગીતોની યાદ આવવા લાગે જેને કારણે હિંદી ફિલ્મ સંગીતનું વૈવિધ્ય સમૃદ્ધ બની રહ્યું છે. સંગીત ચાહકોની અનેક પેઢીઓએ યાદ કરેલાં અને માણેલાં કેટલંક ગીતોને પિયૂષ શર્માએ અહીં યાદ કર્યાં છે. મોહમ્મદ રફી સાથે તેમણે ગાયેલાં સૌથી પહેલાં બે યુગલ ગીતોમાંનું દિન હો યા રાત હમ રહે તેરે સાથ (મિસ બોમ્બે, ૧૯૫૭, સંગીતકાર હંસરાજ બહલ, ગીતકાર પ્રેમ ધવન) વધારે યાદ રહ્યું છે, તો દુનિયા યે કહેતી હૈ...મેરી કિસ્મતમેં લીખી હૈ વો જો મેરે પીછે બૈઠી હૈ  વધારે રમતિયાળ છે.
ભરત વ્યાસની જન્મશાતાબ્દિની અંજલી રૂપે Bharat Vyas – The Prolific Lyricist – I માં અને Bharat Vyas – The Prolific Lyricist – II માં તેમની કારકીર્દીનાં શરૂઆતનાં અને મધ્યકાળનાં ગીતો આવરી લેવાયાં હતાં હવે part III માં બાકીનો કાર્યકાળ આવરી લેવાયો છે.
જે જાણ્યું, અનુભવ્યું, વિચાર્યું તે સર્વ સિનેમાની કલાને આપ્યું - સત્યજીત રેમાં- સોનલ પરીખ સત્યજીત રેનાં કથન 'આછાઘેરા પડછાયાઓમાં આવૃત એ(સાધારણ માણસ)ની સાધારણતા મારે પકડવી છે'ની સાથે સત્યજીત રેની જીવનયાત્રાને સંક્ષિપ્તમાં રજૂ કરે છે.
Here’s to the Birth or Death Anniversaries of Three Classic Hindi Film Artists Who Certainly Should Not Have Died In Povertyઅહીં કકુ, મૉના શોરી અને રાજકુમારીની વાત કરવામાં આવી છે. [આજના આ લેખને અંતે મોહમ્મદ રફીનાં ગીતોમાં એવાં ગીતો મૂક્યાં છે જે આ દરેક કલાકાર સાથે અનુક્રમે સંબંધ ધરાવતાં હોય. ]
Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે :
ભૂતકાળ પર નજર કરતી શ્રેણીમાં why you should watch Waqt (1965) ની વાત એટલા સારૂ કરી છે કે 'મસાલા ફિલ્મ' શબ્દ ચલણી બન્યો તે પહેલાં એ ફિલ્મ આ શબ્દપ્રયોગને યથાર્થ ઠરાવવા માટેનો આદર્શ દાખલો છે. તેજ રીતે why you should watch Mem Didi (1961) માં મોટી ઉમરના ત્રણ પાત્રો વચ્ચે જીવનમાં કેટલો સ-રસ સુમેળ છે દર્શાવાયું છે.
Waheeda Rehman 2.0 – The Grand Diva Of Hindi Cinema - કારકીર્દીના મહત્ત્વના તબક્કે પ્રસ્તુત રહી શકવું એ ફિલ્મ જગતમાં સક્રિય કલાકારો માટે બહુ મહત્ત્વની જરૂરિયાત છે. વહીદા રહેમાન કારકીર્દીને તબક્કે બહુ સરળતાથી એ ફેરફારો કરી શક્યાં. પ્રસ્તુત લેખમાં તેમના આ દરેક તબક્કાની ચર્ચા કરવામાં આવી છે.
Zameen Kha Gayi Aasman Kaise Kaise – Some Non-picturised Songs Of R D Burman – Part 1 and Part 2માં રેકોર્ડ થયેલાં પણ ફિલ્માવાયાં ન હો કે પછી ફિલ્માવાયાં જ નોય એવાં કેટલાંક ગીતોને યાદ કરાયાં છે.
હવે આપણે અન્ય વિષયો પરના લેખો તરફ નજર કરીએ.
Romancing the Pardesi માં પરદેસીના સંદર્ભમાં વિખૂટા પડવાનાં, મળવાની આશાના, છેહ દેવાનાં અને અરમાનોનાં ગીતો રજૂ કરાયાં છે.
With Claps As Percussion – Songs With A Difference માં પસંદ કરાયેલાં ગીતો માટે ઓ પી નય્યરનાં તળી-ગીત' ને લેવાં જેવી શરતોના ધાર પર ગીતોની યાદી બનાવાઈ છે, જેમાંનું ઉદાહરણરૂપ એક ગીત છે - નાચો ઝૂમ ઝૂમ કે - સરહદ (૧૯૬૦) - ચિતળકર - સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
By the Sea Shore માં '૫૦-૬૦ અને '૭૦ના દાયકાનાં સમુદ્ર કાંઠે કે કિનારે ફિલ્માવાયેલાં ગીતો રજૂ કરાયાં છે.
Reluctant Singer? Take a Boat Ride - નાવ કાંઠો છોડે તેના થોડા સમયમાં લોકોમાં પરિવર્તન આવે છે. 'અમારેને ગીતને શું લેવા દેવા?' વાળાં લોકોએ નૌકા ચાલુ થયા પછી ગાયેલાં ગીતો અહીં યાદીમાં સમાવાયાં છે. આ એ લોકો છે જે પોતે જ નાવને હંકારે છે.
છત પર જવા માટેનાં બહાંનાંઓ પર બનેલાં કેટલાંક રોમેન્ટીક અને અનોખાં ગીતોને Tujhe chaand ke ‘bahaane’ dekhun ki ‘chhat’ par aa ja goriye માં રજૂ કરાયાં છે.
‘The Guide’ in English: The story of Dev Anand’s abortive attempt to storm Hollywood - આર કે નારાયણની એ જ નામની નવલકથા પરથી આઠ અઠવાડીયાંના સ્મયમાં બનેલ અંગ્રેજી આવૃતિનું દિગ્દર્શન ટેડ ડેનીઅલવ્સ્કીએ સંભાળ્યું હતું. વિવેચકોને કથાવસ્તુની રજૂઆત બિનાકુનેહ અને કળાહીન લાગી હતી.
Mose Chhal Kiye Jaaye – Kya Se Kya Ho Gaya – Guide – The Twofold Stunner - દિગ્દર્શક / કથાલેખક,  વિજય આનંદ, તેમની ફિલ્મોમાં ગીતો દ્વારા વાર્તાને આગળ ધપાવવાનું પસંદ કરે છે. અહીં તેમણે ઉપરાઉપરી બે ગીતો મૂકવાનું પસંદ કર્યું, જેને એસ ડી બર્મને અનોખી રીતે સંગીતમાં બાંધ્યાં, બન્ને ગીતની બાંધણીનો પાયો એક જ સરખો રાખીને. લતા મંગેશકરના સ્વરનાં ગીતમાં છેતરામણીની શિકાયત છે તો મોહમ્મદ રફીના સ્વરમાં પોતાના પ્રેમ માટે ભાવનાપ્રધાન આજીજી છે.
दास्तान- हाल -दिल વર્ણવતાં ગીતોમાં, સામાન્યતઃ, આક્રોશ, ખળભળાટ વણી લેવાતો હોય છે તો કેટલાંક ગીતોમાં પ્રેમીજન પોતાના દિલની લાગણીઓને કુમાશથી પણ રજૂ કરે છે.
Songs in the Snow: Ten of my favouritesની નોંધ લેવાનું થયું ત્યાં સુધીમાં વાતાવરણ બરફ પીગળવાની શરૂઆતનું થવા લાગ્યું છે. અહીં પસંદ કરેલાં ગીતોમાં કૃત્રિમ બરફનાં પશ્ચાદભૂમાં ફિલ્માવાયેલાં ગીતો પણ આવરી લેવાયાં છે, બશર્તે એ સાવ જ દેખીતી રીતે કૃત્રિમ ન લાગે.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગકોલમના ફેબ્રુઆરી, ૨૦૧૯ના લેખો:
શાંત કોલાહલસમી સહેમી સહેમી ભૂમિકાઓ

નારી નિર્દેશિકાઓની નવલી પહેલ

નિષ્ફળ-સફળ ઊભરામાં ખરા ઉતર્યા ખય્યામ

સળગતી સમસ્યાનું સિનેસમાધાન - વીરતાભર્યું વર્સીસ વેવલાઈભર્યું
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ફેબ્રુઆરી, ૨૦૧૯ના લેખો.:



'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ ફેબ્રુઆરી, ૨૦૧૯માં હિણ્દી ફિલ્મ જગતની પહેલી સંગીતકાર જોડી હુસ્નલા ભગતરામ પરની શ્રેણી પૂરી કરી છે-
મહિનાના આખરી શુક્રવારે નવા સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં અમિત ત્રિવેદી ઉપર લેખમાળા ચાલી રહી છે. ફેબ્રુઆરી, ૨૦૧૯ના, છેલ્લા શુક્રવારે અજિત પોપટ જણાવે છે કે કેમ, '2010નું વર્ષ અમિતને સંગીતકાર તરીકેટકી રહેવામાં ઠીક ઠીક સહાયરૂપ નીવડયું’.
ફેબ્રુઆરી, ૨૦૧૯માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું [૧૨]
ફિલ્મીગીતો અને શીર્ષક – ૧૫બંદિશ એક, રૂપ અનેક : ૫૨ : “તને જાતાં જોઈ પનઘટ ની વાટે”
એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો – શમશાદ બેગમ: ૧૯૫૧સપના/ખ્વાબને લગતાં ફિલ્મીગીતો
'વેબ ગુર્જરી' પર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પર, ટાઈટલ મ્યુઝીક: સૂરાવલિ, સિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં ફેબ્રુઆરી, ૨૦૧૯માં ટાઈટલ મ્યુઝીક (3) : મેરે મહબૂબ (૧૯૬૩) અને ટાઈટલ મ્યુઝીક : ૪ : ધોતી લોટા ઔર ચૌપાટી (૧૯૭૫) ની વાત કરવામાં આવી છે.
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીને લગતો લેખ અથવા તો પોસ્ટ અથવા આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં કેટલાંક ગીતો પસંદ કરેલ છે.
અખિયાં મિલા કે જ઼રા બાત કરો જી - પરદેસ (૧૯૫૦ ) - લતા મંગેશકર સાથે - સંગીતકાર: ગુલામ મોહમ્મદ - ગીતકાર: શકીલ બદાયુની
આઓ ચલે મનવા મોરે દૂર ચલે કહીં રે - અમર પ્રેમ (૧૯૪૮) - રાજકુમારી સાથે - સંગીતકાર: દત્ત ઠાકુર - ગીતકાર: મોહન મિશ્રા
તુમ્હેં ચુપકે સે દિલ દિયા - એક દો તીન (૧૯૫૩) - આશા ભોસલે સાથે - સંગીતકાર: વિનોદ - ગીતકાર: આઝીઝ કશ્મીરી
ચૌપાટી કલ જો તુઝસે - અફસાના (૧૯૫૧) - શમશાદ બેગમ સાથે - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ - ગીતકાર: ચંદર ઓબેરોય
કેહ દો કેહ દો જહાં સે ઈશ્ક઼ પર જ઼ોર  નહીં - એપ્રિલ ફૂલ (૧૯૬૪) = સુમન કલ્યાણપુર સાથે - સંગીતકાર: શંકર જયકિશન - ગીતકાર: હસરત જયપુરી
ઔરતોં કે ડીબ્બેમેં મરદ આ ગયા - મુડ મૂડ કે ન દેખ (૧૯૬૨)- સુમન કલ્યાણપુર સાથે - સંગીતકાર હંસરાજ બહલ - ગીતકાર પ્રેમ ધવન
તેરે પીછે ફિરતે ફિરતે હો ગય પુરા સાલ - મુડ મુડ કે ન દેખ (૧૯૬૨) - સુમન કલ્યાણપુર સાથે - સંગીતકાર હંસરાજ બહલ - ગીતકાર પ્રેમ ધવન
હિંદી ફિલ્મનાં ગીતોની વધારે વૈવિધ્યપૂર્ણ માહિતી આપણા આ બ્લૉગોત્સ્વમાં રજૂ કરતાં રહેવા માટે નવા માહિતી સ્રોતો સૂચવતાં તમારાં સૂચનો જરૂરથી આવકાર્ય છે….

Sunday, February 24, 2019

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો – શમશાદ બેગમ: ૧૯૫૧

સચિન દેવ બર્મને ૧૯૪૬માં ચાલુ કર્યા પછી ૧૯૬૦ સુધીમાં ૩૦ ગીતોમાં શમશાદ બેગમના સ્વરનો ઉપયોગ કર્યો. આ ગીતો પૈકી ૧૯૪૬થી ૧૯૫૦ના સમયમાં ૪ ફિલ્મોમાં ૧૧ ગીતો તેમણે શમશાદ બેગમનાં સ્વરમાં રેકોર્ડ કર્યાં. એ ગીતોમાં 'શબનમ' (૧૯૪૯)માં તેમણે શમશાદ બેગમનો મુખ્ય પાર્શ્વગાયિકા તરીકે પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગની સફળતાએ સચિન દેવ બર્મનની સંગીતકાર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં પણ બહુ મહત્ત્વનો આપ્યો ગણાય છે.

'શબનમ' (૧૯૪૯) અને મશાલ (૧૯૫૦)નાં સંગીતની સફળતાની સીધી જ અસર સચિન દેવ બર્મનની કારકીર્દી પર પડી હોય તેમ ૧૯૫૧નું વર્ષ ફિલ્મોની સંખ્યા અને ગીતોની સફળતાની દૃષ્ટિએ ખુબ ફળદાયી રહ્યું. આ વર્ષમાં તેમણે 'બાઝી', 'બહાર', 'બુઝદિલ', 'એક નઝર', 'નૌજવાન' અને 'સઝા' જેવી છ છ ફિલ્મોમાં સંગીત આપ્યું. આ ફિલ્મોમાં તેમણે લતા મંગેશકર, ગીતા દત્ત, શમશાદ બેગમના સ્વરોનો મુખ્ય ગાયક તરીકે પ્રયોગ કર્યો, જેમાંથી લતા મંગેશકરનાં ગીતો સિંહ ફાળામાં રહ્યાં. સચિન દેવ બર્મને લતા મંગેશકરના સ્વરમાં ઠંઠી હવાએં (બુઝદીલ), ઝન ઝન પાયલ બાજે (બુઝદીલ) અને તુમ ન જાને કિસ જહાંમેં ખો ગયે (સઝા), ગીતા દત્તના સ્વરમાં તદબીર સે બીગડી હુઈ તક઼્દીર બના લે અને આજકી રાત પિયા દિલ ન તોડો (બાઝી) અને શમશાદ બેગમના સ્વરમાં સૈંયા દિલમેં આના રે (બહાર) રચ્યાં જે સદાબહાર ગીતોમાં સ્થાન પામી ચૂક્યાં છે.

૧૯૫૧માં સચિન દેવ બર્મને શમશાદ બેગમને 'બહાર'માં મુખ્ય ગાયિકા તરીકે રજૂ કર્યાં, તે સાથે 'બાઝી' અને 'નૌજવાન'માં પણ તેમના સ્વરનો પ્રયોગ અન્ય કલાકારોના પાર્શ્વસ્વર તરીકે કરવાનો પ્રયોગ પણ તેમણે કર્યો. બધું મળીને સચિન દેવ બર્મને શમશાદ બેગમનાં ૭ ગીતો ૧૯૫૧માં રેકોર્ડ કર્યાં, જેમાંથી ૫ ગીતો તો 'બહાર'નાં જ હતાં. 'બહાર'નાં બધાં ગીત રાજેન્દ્ર કૃષ્ણએ લખેલાં છે. 'બહાર' વૈજયંતિમાલાનું હિંદી ફિલ્મોમાં પહેલવહેલું પગલું હતું . 'બહાર' એ તમિળમાં બનેલી ફિલ્મ 'વઝક્કઈ'(૧૯૪૯)ની હિંદી આવૃતિ હતી. 'વઝક્કાઇની ફિલ્મીકરણમાં નિર્માતાએ હિંદી ગીતોને ફિલ્મમાં ઢાળી લીધાં હતાં.’વઝક્કાઈ’નું આ ગીત સાંભળીશું તો હિંદી ફિલ્મનાં બીજાં એક બહુ ખ્યાત ગીત 'ચુપ ચુપ ખડે હો જરૂર કોઈ બાત હૈ'ની તર્જ યાદ અચૂક આવી જાશે. એ જ રીતે બીજાં આ એક ગીતમાં 'જલનેવાલે જલા કરે… ડ..ડાં.... ડાં...ડાં..'ની સીધી ઝલક સંભળાશે. અ પશ્ચાદભૂમિકામાં 'બહાર'નું સંગીત સચિન દેવ બર્મને સોંપવામાં આવ્યું અને બર્મને મુખ્ય ગાયિકા તરીકે શમ્શાદ બેગમ પર પસંદગી ઉતારી.શમશાદ બેગમ ફિલ્મની મુખ્ય નાયિકા માટે ગીતો ગાઈ રહ્યાં છે એટલે તેમને ફાળે અલગ અલગ મૂડનાં ગીતો એક સાથે ગાવાનાં આવ્યાં.

સૈંયા દિલમેં આના રે આકે ફિરસે જાના રે -

શમશાદ બેગમે એવી નજ઼ાકતથી આ મસ્તી ભર્યું ગીત ગાયું છે કે ગીત સદાબહાર ન થાય તો જ નવાઈ કહેવાય !

દુનિયા કા મઝા લે લો દુનિયા તુમ્હારી હૈ

અલ્લડ મસ્તીના ભાવને શમશાદ બેગમે સ્વાભાવિકપણે રજૂ કરેલ છે.

ઓ પરદેસીયા.. પ્યારકી બહાર લે કે દિલકા ક઼રાર લેકે આજા રે આજા પરદેસીયા

ગીતના પ્રારંભમાં પરદેસી પ્રિતમને કરેલો પુકાર શમસાદ બેગમ એકદમ મૃદુ મીઠા સ્વરમાં કરે છે, પરંતુ પછી તરત જ ગીતની લય નૃત્યની ઝડપ પકડી લે છે એટલે શમશાદ બેગમ તેમના મૂળ સ્વરમાં સરી પડે છે.ગીતના મધ્ય ભાગ (@૩.૪૧)પછી એ 'પરદેસીયા'ના સ્વાંગમાં પણ વૈજયંતિમાલાએ જ સપેરા નૃત્ય કરેલ છે. સપેરા નૃત્યની વાદ્યબાંધણીમાં સચિન દેવ બર્મનની આગવી સૂઝ માણવા મળે છે. 

છોડોજી... કન્હૈયા.. કલયૈઆં…. હમાર

પ્રિયતમ સાથે મીઠી નોકઝોકને તાદૂશ્ય કરતું નૃત્ય ગીત.સચિન દેવ બર્મને ગીતની બાંધણીમાં હાર્મોનિયમને બહુ કમાલથી વણી લીધું છે.

ક઼સૂર આપકા હુઝૂર આપકા મેરા નામ લિજીયે ન મેરે બાપકા

પ્રેમી પ્રેમિકા વચ્ચેની મીઠી તોફાન મસ્તીને પેશ કરતું એક ગીત, જે કિશોર કુમારના સ્વરમાં પણ રેકોર્ડ થયેલું છે.


૧૯૫૧માં બીજી બે ફિલ્મોમાં સચિન દેવ બર્મને શમસાદ બેગમનો સ્વર મુખ્ય ગાયિકાના સ્તરે ન કરવાને બદલે અન્ય ગાયિકાનાં સ્તરે કર્યો.

શર્માયે કાહે ગભરાયે કાહે .. સુન મેરે રાજા .. હો રાજા રાજા રાજા - બાઝી - ગીતકાર: સાહિર લુધ્યાનવી

'બાઝી'માં મુખ્ય ગાયિકા ગીતા દત્ત હતાં. પ્રસ્તુત ગીત ફિલ્માવાયું છે મુખ્ય નાયિકા ગીતા બાલી પર,ફિલ્મનાં બીજાં ગીતો કરતાં ગીતની સીચ્યુએશન થોડી જૂદી છે અને તેથી રજૂઆતની શૈલી પણ થોડી અલગ છે, એટલે પાર્શ્વસ્વર તરીકે શમસાદ બેગમ પર પસંદ ઉતારી હશે ?

ઓ પી પી પિયા ઓ પિયા , હમ ઔર તુમ … .. તુમ ઔર હમ...રહે એક સાથ - નૌજવાન - કિશોર કુમાર સાથે - ગીતકાર: સાહિર લુધ્યાનવી

'નૌજવન'માં મુખ્ય ગાયિકા લતા મંગેશકર છે. પ્રતુત ગીત પાશ્ચાત્ય નૃત્ય ગીત તરીકે રજૂ કરાયું છે. એ જમાનાની બહુ જાણીતી નૃત્યકલાકાર કક્કુ પર ફિલ્માવાયેલાં ગીતને શમશાદ બેગમ અનોખી મસ્તીમાં રજૂ કરે છે.

ભવિષ્યમાં આ પ્રકારનાં ગીતો માટે આશા ભોસલે મોટા ભાગનાં સંગીતકારો માટે એક માત્ર ગાયક બની રહેવાનાં છે.

જે રીતે ‘નૌજવાન', કે બાઝી'માં અનુક્રમે લતા મંગેશકર અને ગીતા દત્તના મુખ્ય ગાયિકા તરીકે સ્વર હતા અને શમશાદ બેગમ પાસે અન્ય પાત્ર માટેનાં ગીત ગવાડાવ્યાં હતાં તેમ 'બહાર'માં બીજાં પાત્ર માટે એક કરૂણ ગીત રેકોર્ડ કરવાનું આવ્યું ત્યારે સચિન દેવ બર્મને ગીતા દત્તના સ્વરનો પ્રયોગ કર્યો છે.

આમ, ૧૯૫૧નાં વર્ષમાં, એ સમયનાં ગીતા દત્ત કે શમશાદ બેગમ જેવાં મુખ્ય ધારાનાં પાર્શ્વગાયિકાઓ સાથે આટ આટલું સફળ પરિણામ મેળવ્યા છતાં સચિન દેવ બર્મનની મુખ્ય પાત્શ્વગાયિકા તરીકેની પસંદ લતા મંગેશકર તરફ ઢળતી જણાય છે. એ સંજોગોમાં શમશાદ બેગમ પાસે ગવડાવેલાં ૩૦ ગીતોમાંથી હજૂ ૧૨ ગીતોમાટે સચિન દેવ બર્મને ક્યારે ક્યારે અને શી રીતે પ્રયોગો કર્યા તેની વાત હવે પછીના અંકમાં કરીશું.

Sunday, February 17, 2019

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ફેબ્રુઆરી, ૨૦૧૯


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ફેબ્રુઆરી, ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું.તદાનુસાર, ફેબ્રુઆરી, ૨૦૧૯ના આજના અંકમાં આપણે ' ડીજિટલ ગુણવત્તા સંચાલન વિષે ટુંકમાં વાત કરીશું..
વિકિપિડીયા પરના Industry 4.0  લેખમાં ઔદ્યોગિકીકરણના ૪ તબક્કાની આકૃતિ દર્શાવેલી છે તે સ્વાભાવિકપણે જ ગુણવત્તા સંચાલનના પણ તેની સાથે થતા ગયેલા રૂપાંતરણના તબક્કાને પણ સમજવામાં મદદરૂપ બને છે.

યાદ કરીશું તો ધ્યાન પર આવશે કે ત્રીજા તબક્કા દરમ્યાન ગુણવત્તા સંચલનને લગતા સંસ્થામાંના કાગળ પર સચવાતા રેકોર્ડ્સ અને સ્વચાલિત ઍનેલોગ ઉપકરણો દ્વારા પેદા થતી માહિતી સામગ્રી નું ડીજિટાઈઝેશન અને ગુણવત્તા સંચાલનની પ્રક્રિયાનોનું ડિજિટલાઈઝેશન વિકસવા લા ગ્યું હતું. મોટી અને સંકુલ સંસ્થાઓમાં આ પ્રવૃતિ સ્વાભાવિક રીતે વધારે વેગવાન અને વ્યાપક બનતી ગઈ તેમ તેમ તે મધ્યમ અને નાની સંસ્થાઓમાં પણ ધીમે ધીમે ઉતરવા લાગી. આજે જ્યારે વ્યાપાર જગતમાં ગુણવત્તા ૪.૦ના વાયરા ફુંકાવા લાગ્યા છે ત્યારે નાની સંસ્થાઓમાં પણ ડિજિટલ ગુણવત્તા સંચાલનનાં સરળ સ્વરૂપ સહેલાઈથી નજરે ચડે છે.
સંચાલન વિશ્વનો ડિજિટાઈઝેશન અને ડીજિટલાઈઝેશન વિકાસ ક્રમ ઑટોમેશન પિરામીડનાં તબક્કાઓનાં મૉડેલની સમાંતર જોવા મળે છે. ઑટોમેશનનું આ મૉડેલ ઈન્ટરનેશનલ સોસાયતી ઑવ ઑતોમેશનનાં મૉડેલ (ANSI/ISA, 2005) ને ઉત્પાદન પ્રવૃત્તિઓનાં સ્તરોના ઊભો છેદમાં ચોક્કસ પ્રકારની માહિતી, તંત્ર વ્યવસ્થાઓ અને સમય રેખાની સાથે સાંકળી લીધેલ છે.[1]
ISA 95 મૉડેલ અનુસારનો સ્વયંસંચાલન (ઑટોમેશનપિરામીડવચ્ચે  - ૪નાં પાંચ સ્તર બતાવાયાં છે
દરેક સ્તર પર સામાન્યતઃ વપરાતી તંત્ર વ્યવસ્થા જમણી બાજૂએ બતાવાઇ છે
દરેક સ્તરને પોતપોતાની સમયસીમા ોય છે જે ડાબી બાજૂએ દર્શાવાઇ છે.[2]
અત્યારની પરિસ્થિતિ આ મુજબ કહી શકાય - મોટા ભાગની નાની સંસ્થાઓમાં મહત્વની માહિતી સામગ્રી ડીજિટલ સ્વરૂપે રખાતી થઈ ચૂકી છે. મધ્યમ કદની સંસ્થાઓ, સાદીથી માંડીને ઠીક ઠીક સંકુલ સૉફ્ટવૅર એપ્સ વાપરતાં થયાં છે. મોટી સંસ્થાઓમાં સમગ્ર સંસ્સ્થાના ડેટા બેઝ પર આધારિત, ઈ આર પી, સી આર એમ, બીપીએમ જેવી  ડિજિટલ તંત્રવ્યવ્સ્થાઓનો મહત્ત્મ ફાયદો લઈ શકાય તેટલી પરિપક્વતા આવી ચૂકી જણાય છે. [3]

બીજા શબ્દોમાં કહીએ તો મોટા ભાગની સંસ્થાઓમાં માહિતી સામગ્રી ક્યાં તો કાગળા આધારિત ડીજિટલ સ્વરૂપમાં
, કે પછી સીધી જ ડિજિટલ સ્વરૂપમાં જ એકત્ર થવા લાગી છે. માહિતી સામગ્રીમાંથી જરૂરી માહિતીનાં રૂપાંતરણ માટે સરળથી લઈને ખાસ પોતાના જ ઉપયોગ માટે તિયાર થયેલ સ્પ્રેડશીટ્સનો ઉપયોગ વ્યાપકપણે થઈ રહ્યો છે. માહિતીનો સંગ્રહ, જરૂર મુજબ તેના સુધી પહોંચવું અને જ્યાં જ્યાં જરૂર છે ત્યાં સુધી પહોંચાડવાનું કામ પોતપોતાનાં ડેટાબેઝ તંત્ર વ્યવસ્થાઓ દ્વારા કરાઈ રહ્યું છે.
બહુ ઝડપથી બદલતી જતી, વિક્ષેપકારી, ટેક્નોલોજીઓ ડીજિટલ રૂપાંતરણ (Digital Transformation) માટેનું મુખ્ય ચાલક બળ બનવા લાગેલ છે. તેને ગ્રહણ કરી શકવા માટે કાળજીપૂર્વક આયોજિત વ્યૂહરચના આવશ્યક છે. ડિજિટલ રૂપાંતરણનો ખરો ફાયદો કોઈ એક ટેક્નોલોજીનો શક્ય એટલો ફાયદો મેળવી લેવામાં નહીં પણ સમગ્ર તંત્રવ્યવસ્થા સાથે સંઘટન કરવામાં અને તેના દ્વારા ધાર્યું કામ મેળવતાં રહી શકવામાં છે.[4]
હાલના તબક્કે, એમ માનવું અસ્થાને ન ગણાય કે, મોટા ભાગનાં ગુણવત્તા વ્યાવસાયિકોને જૂદી જૂદી સ્તરની અને શલી ડિજિટલ ગુણવત્તા સંચાલન પ્રાણાલીઓનો પ્રત્યક્ષ તેમજ પરોક્ષ, મહાવરો હશે. એટલે, બ્લૉગોત્સવના હવે પછીના અંકમાં આપણે ગુણવત્તા ૪.૦ની વાત કરીશું.
તો ચાલો, હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Innovation & Entrepreneurship માંનો એમ એમ એન નેટવર્કના સંપાદકીય સ્ટાફ, Ed's Ink , નો લેખ Jumping To Conclusions About Statistical Data & Events (સાંખ્યિકી માહિતી અને ઘટનાઓ વિષે નિષ્કર્ષ પર કૂદી પડવું) આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. ડૉ. હેમ્બર્ગનું કહેવું છે કે જ્યારે આંકાડાકીય માહિતી સામગ્રીમાં કંઇ ખામી ન નીકળી શકે હોય ત્યારે પણ સામેની વ્યક્તિની વિચારસણી અને /કે પૂર્વગ્રહો મુજબ જે સારામાં સારૂ જણાય એવુ અર્થઘટન કરવા માટે તેમાં જગ્યા રહી જ જતી હોય છે…. પીટર ડ્ર્કરનું કહેવું છે કે, 'માણસના કાન જેમ અમુક તીવ્રતાથી ઉપર કે નીચેના અવાજ નથી પકડી શકતા એમ તેની અનુભૂતિની એક સીમા પારના અનુભવો પણ તેને સ્પર્શતા નથી.'... તેમનાં પુસ્તક,  Innovation and Entrepreneurship માં  પીટર ડ્રકર યાદ કરાવે છે કે જ્યારે 'અનુભૂતિમાં ફેરફાર થાય છે, ત્યારે હકીકતો નથી બદલી હોતી, તેનાં અર્થઘટનો બદલી જતાં હોય છે.'
આપણા આજના અંકમાં ASQ TV પરનાં Shared Meanings from Top to Bottom વૃતાંતની નોંધ લઈશું, જેમાં બાર્ટન કન્સલ્ટીંગ એલએલસીનાં પ્રેસીડેન્ટ ચાર્લી બાર્ટન શબ્દોના અર્થની સમાન વહેંચણીની ચર્ચા કરવાની સાથે એ પ્રકારનું જ્ઞાન જો વ્યાપકપણે ન હોય તો વ્યાપાર પડતી તેની નકારાત્મક અસરો વિષે જણાવે છે.:
Jim L. Smithની જાન્યુઆરી, ૨૦૧૯ની Jim’s Gems પૉસ્ટ:
  • Plan and Execute - ધ્યેય આપણને સિધ્ધિનો અહેસાસ કરાવે છે અને તેને માણવા માટેનું કારણ આપે છે કેમકે, તેના થકી આપણને ખબર પડે છે કે આપણે આપણી સફરનું એક વધારે સીમાચિહ્ન પાર કર્યું. આપણાં જીવનની સફરમાં આપણે ક્યાં જવા મગીએ છીએ તે જાણવું જરૂરી છે. જો તે સ્પષ્ટ ન  હોય , તો એવી સ્પષ્ટતા કરવા માટે જે કંઈ સમય ફાળવવો પડે તે કરવો જ  જોઈએ.
  • Positive Reinforcement - આપણે જે કંઈ કરવા ધારતં હોઈએ, પણ જો આપણા મનમાં તેનું રટણ કરે રાખીએ અને તે શ્રેષ્ઠપણે કરી રહ્યાં છીએ એવું જોતાં રહીએ, તો એ ભવિ સંભાવનાને
    વાસ્તવિકતામાં ફેરવી નાખવાની તક નાટકીયપણે વધી જઈ શકે તેમ હોય છે
    .
  • Be Your Best - આપણાં જે સારાં પાસાં આપણે વધારે જોવા માગતાં હોઈએ તેના પર, પધ્ધતિસર,રોજેરોજ, વારંવાર, ધ્યાન આપીએ. થોડા સમયમાં જ આપણે આપણી 'શ્રેષ્ઠ' બાજુને આપોઆપ જીવતાં થઈ શકીશું.

ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.