Sunday, April 30, 2023

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૧ – મણકો : ૪_૨૦૨૩

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૧ મા સંપુટના મણકા - _૨૦૨૩ માં આપનું સ્વાગત છે.

.Tributes pour in for producer-singer Pamela Chopra, wife of Yash Chopra, who passed away on 20th April - પામેલા ચોપરા ને યશ ચોપરા લગ્નબંધનમાં તો ૧૯૭૦માં બંધાયાં પણ 'સગપણ' માટે થયેલી પહેલી મુલાકાત વખતે બન્ને એકબીજાંથી ખાસ અંજાઈ નહોતાં ગયાં.

રાખી, પામેલા ચોપરા અને યશ ચોપરા - બાળ આદિત્ય ચોપરાની અદાઓ માણે છે

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  –

Lata Mangeshkar sings with Music Directors જેમાનાં એકાદને બાદ કરતાં બધં યુગલ ગીતો છે. અહીં સમાવાયેલાં ગીતો એ જ સંગીતકારે રચેલ હોય તે આવશ્યક નથી..

Shamshad Begum: The voice behind Kabhi Aar Kabhi Paar, Saiyyan Dil Mein left Hindi film music due to rampant politics - ૧૯૪૦ અને ૫૦ના દાયકાનાં અનેક સફળ ગીતોમાં શમશાદ બેગમનો અવાજ ગુંજ્યો હોવા છતાં ફિલ્મ જગતનાં રાજકારણથી ત્રાસીને તેઓ દુર ખસી ગયાં.

SN Tripathi Part 1: The Vintage Years – A Multi-faceted Talent  - એસ એન ત્રિપાઠી ની ૩૫મી પુણ્યતિથિ (૧૧ માર્ચ ૧૯૧૩ -૨૮ માર્ચ ૧૯૮૮)ના રોજ તેમનાં વિંટેજ એરાના ગીતો યાદ કર્યાં છે. 

How films became a bridge to my past and my present - ફિલ્મોના વિદ્વાન અભ્યાસુ, સુરેશ છાબડીયાને ડિજિટલ સ્વરૂપમાં અને વાહક મંચો પર ન જોવા મળતી, મોટા ભાગે '૬૦ના દાયકામાં, સિનેમાઘરો કે સિનેમા સોસાયટીઓ કે સાંસ્કૃતિક સંસ્થાઓના ખાસ સમારંભોમાં જ જોવા મળતી ફિલ્મોનો વિયોગ સાલે છે. એ સમયે ફિલ્મોની પ્રિન્ટ કે પ્રોજેક્શનની ગુણવત્તા નબળી હોવા છતાં સિનેમા ચાહકો જેને 'સિનેમાનો જાદુ' કહે છે તેવાં હાલતાં ચાલતાં ચિત્રો અને તેની સાથેના અવાજની સાથે વણાયેલ લાગણીઓની તડપ તો ત્યાં જ સંતોષાતી. 

BR Chopra dared to make Hindi cinema’s first song-less film in 1960, which won a National Award - બી આર ચોપડાના જન્મદિવસે તેમની ગીતવિહિન રહસ્યમઢી ફિલ્મ કાનુન (૧૯૬૦)ની ફેર મુલાકાત કરીએ. અશોક કુમાર અને રાજેંદ્ર કુમાર અભિનિત ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો. 

Sebastian D’ Souza અને Anthony Gonsalves   પછી The Sculptors of Film Songs (3): Enoch Daniels હવે એનૉક ડેનીયલ્સ અને તેમનાં એકોર્ડીયનને યાદ કરેલ છે. 

Zohra Sehgal: The grand old lady of Indian cinema who walked in the West so Priyanka Chopra, Aishwarya Rai could flyArushi Jain - અભિનય, નૃત્ય, નૃત્ય દિગ્દર્શન અને મંચ પર જીવંત રજુઆત કરવા જેવાં વિવિધ પાસાંઓ પર ઝોહરા સાયગલ નિપુણતા ધરાવતાં હતાં. પોતાનાં જીવન દરમ્યાન ધર્મ, ઉમર અને જાતિના વરોધોને સતત અતિક્રમીને પોતાની જીંદગી ભરપુર જીવ્યાં.

"Ye Raat Phir Na Ayegi, Jawani Beet Jayegi" - Leela Pandeyએ બધું મળીને આઠેક વર્ષમાં માંડ ડઝનેક ફિલ્મોમાં કામ કર્યું હશે, પણ પોતાનું ખાસ સ્થાન નિશ્ચિત કરવા માટે એટલું પણ પુરતું બની રહ્યું. જેમકે મહલ (૧૯૪૯)નાં રાજકુમારી અને ઝોહરાબાઈ અંબાલેવાલીનાં યુગલ ગીત  યે રાત ફિર ન આયેગી જવાની બીત જાયેગી (ગીતકાર: નક્શબ ઝરાચવી – સંગીત: ખેમંચદ પ્રકાશ)માં નૃત્યાંગના શીલા નાઈક સાથે તેમની ભૂમિકા. 


Hasrat Jaipuri – The Eternal Romantic - દરેક વખતે શબ્દો વડે અવનવા ભાવનાં રોમેંટીક ગીતો સર્જવાં એ કંઈ આસાન કામ નથી. અનુરાધા વૉરીયર નોંધ લે છે કે લાંબા અંતરાલ સુધી એક પછી એક ગીતમાં આ કરી બતાવીને આપણી પાસે હજારો શબ્દોમાં વણાયેલ લાગણીઓ હસરત જયપુરીએ આપણને ભેટ ધરેલ છે. 

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૮મા સંકરણના ફે એપ્રિલ ૨૦૨૩ના માં હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૬૧ને યાદ કરેલ છે. અત્યાર સુધી આપણે

૦૧૭માં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં,

૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં,

૨૦૧૯માં ૧૯૫૬ અને ૧૯૫૭નાં વર્ષોનાં,

૨૦૨૦માં ૧૯૫૮નાં વર્ષનાં,

૨૦૨૧માં ૧૯૫૯નાં વર્ષનાં અને

૨૦૨૨માં ૧૯૬૦નાં વર્ષનાં

સાંભળી ચૂક્યાં છીએ

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આ મહિને આ લેખ લખતાં સુધી કોઈ નવી પોસ્ટ મુકી નથી

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

The Bicycle Saga – Part 4 માં અગાઉના ત્રણ હપ્તાઓની બહુ સાંકડી પરિભાષામાં ન સમાવી શકાયાં હોય એવાં ગીતોની યાદી મુકાઈ છે. 

Ten of my favourite crooner/club songs – '૫૦ અને '૬૦ના દાયકા સુધી પણ,ફિલ્મમાં એક ક્લબ ગીત તો લગભગ ફરજીયાત ગણાતું. હૉટલના ડાંસ ફ્લૉરની આજુબાજુ સિગરેટો ફુંકતા પુરુષોની વચ્ચે નૃત્યાંગના ગીત સાથે નૃત્ય કરે કે પછી વિશાળ પાયે આયોજેલ મહેફિલમાં એક તરફ તે પોતાની કળાનો કરતબ રજુ કરે એવા અનેક અવતારોમાં ક્લબ ગીતો બનતાં. ગુંડાઓને પોલીસ આવવાની  છે તેની જાણ કરવી કે હીરોને આસપાસ ઘુમરાતા ભયથી અવગત કરવો કે ભલાભોળા હીરોની મીઠી મજાક કરવી કે પછી છૂપી ધમકીઓ દેવી જેવા અનેક ભાવો આ ગીતોમાં વણી લેવાતા.

Songs of Spouses, માં ઘણી વાર પતિ કે પત્ની મટે વપરાતાં વિશેષણો ફિલ્મનું કેંદ્રીય વિષયવસ્તુ બની રહેતું. અહીં રજુ કરેલાં ગીતમાં પતિ અને પત્ની બન્નેની પરદા પર હાજરી છે

Ballads of Love: Ecstacy  પછી ડી પી રંગન હવે Ballads of Love: Agony, પ્રેમભંગના વિષયને આવરી લેતાં ગીતો રજુ કરે છે. દરેક સફળ અંતની સામે અનેક જૂદાં જુદાં કારણોસર પ્રેમભંગના દાખલાઓ જોવા મળતા જ હોય છે. ગીતકારો અને સંગીતકારો ગાયકોની મદદથી એ ભાવોને કરૂણ ગીતોમાં વણી લે છે.

Hindi Film Songs Featuring Tribal Dance & Music - હિંદી ફિલ્મોમાં લોક ગીતો અને આદિવાસી લોકોનાં  ગીતોને અલગ પાડવાં સામાન્ય રીતે અઘરૂં બની રહેતું હોય છે. જે ગીતોમાં આદિવાસી પોષાકો પહેર્યા હોય, એ સમાજનું વાતવારણ ઊભું કર્યું હોય, કબીલાનો સરદાર કરડી નજર કરીને સિંહાસન પર બેઠા હોય એવાં દૄશ્યો હોય તેને આદિવાસી ગીતો તરીકે ઓળખવાં સહેલં પડી શકે છે. 

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ

અન્નુ કપૂરની ખાસ કોલમ 'કુછ દિલને કહા માં પ્રકાશિત થયેલા લેખો:

બેસ્ટ એનસીસી કેડેટ બની ગઇ હતી સ્ટાર અભિનેત્રી!

જીતેન્દ્રએ કરિયર આગળ વધારવા ફોર્મ્યુલા અપનાવી હતી

સંગમ: પહેલી ફિલ્મ જેમાં બે ઇન્ટરવલ રાખવા પડ્યા હતા

ફિલ્મના એક દૃશ્યથી શરૂ થયું હતુંમિશન મારિયા

એપ્રિલ ૨૦૨૩માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલસુફીભર્યા ગીતોरात गई फिर दिन आता है .. इसी तरहये सारा जीवन जाता है

બંદિશ એક, રૂપ અનેક (૯૮):અબ આઈ બસંત બહાર” : આસીત બરન

કોઈશબ્દવાળા ગીતો – (૩)कोई गीत गाओ

 બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં એક બાર મુસ્કુરા દો (૧૯૭૨) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

નલિન શાહના પુસ્તકMelodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ . પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણીસૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં (૨૫) કળા અને કલાબાજી પ્રકરણ રજુ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને "તંતુવાદ્યો (૧)વાયોલીન (૨)"ને કેન્દ્રમાં રાખીને કેટલાંક નોંધપાત્ર ગીતો રજૂ કરે છે..

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૩નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે ગીતા દત્ત અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર માટે સૌ પહેલાં ગાયેલ યુગલ ગીતોને સાંભળીશું. જે વર્ષમાં કોઈ સંગીતકાર સાથે એકથી વધુ ફિલ્મ કે એકથી વધુ યુગલ ગીત છે ત્યાં મેં મારી પસંદગી અનુસાર ગીતોને રજૂ કરેલ છે.  .

મૈં ભી જવાન હું તુમ ભી જવાન હો - દો દુલ્હે (૧૯૫૫) – ગીતકાર: પંડિત ઈન્દ્ર – સંગીત: બી એસ કલ્લા 


મેરી જાન ગૈર કો તુમ પાન ખિલાયા ન  કરો - કુન્દન (૧૯૫૫) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીત: ગુલામ મોહમ્મદ


બચના ઝરા યે ઝમાના હૈ બુરા - મિલાપ (૧૯૫૫) – ગીતકાર: સાહિર લુધિયાનવી – સંગીત: એન દત્તા 


ઐસી નઝરેં ન ડાલ કર લે ખયાલ - રિયાસત (૧૯૫૫) – ગીતકાર: પ્રેમ ધવન – સંગીત: અવિનાશ વ્યાસ


 

હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે. 

Sunday, April 23, 2023

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૧મું - એપ્રિલ ૨૦૨૩

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  એપ્રિલ ૨૦૨૩ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશ્લેષણાત્મક સર્વેક્ષણ ' પસંદ કરેલ છે.

ગયા અંકના વિષય ભાવિ સ્પર્ધાત્મકતા વિશે થોડાં ઊંડાંણમાં ઉતરવા માટે આજના અંકમાં આપણે લાંબા ગાળાની સ્પર્ધાત્મક સરસાઈ જાળવવી ની ટુંક ચર્ચા કરીશું.

લાંબાગાળાના સ્પર્ધાત્મક ફાયદા ત્રણ પ્રકારમાં વહેંચી શકાય - લક્ષિત બજારમાં ફેલાવો, સાધનો  કે ગ્રાહકો સાથે વધુ સારી પહોંચ અને હરીફના વિકલ્પો પર અંકુશ. [1]

 https://www.stratechi.com/sustainable-competitive-advantage/


લાંબા ગાળાના સ્પર્ધાત્મક ફાયદાઓ વેરવિખેર થઈ જવાને પોર્ટરનાં ફાઈવ ફોર્સીસ મોડેલ દ્વારા સમજી શકાય છે.


લાબા ગાળાની સ્પર્ધાત્મક સરસાઈનાં ઘડતર વિશે ઉપલ્બધ સમગ્ર સાહિત્ય્ના અભ્યાસ્થી બહુ સ્પષ્ટ ફલિત થાય છે કે સ્થાપિત પ્રણાલિકાઓમાં સતત નવપરિવર્તન એ આખી સંસ્થા માટે મૂળભુત સક્ષમતા બની રહે તે એક માત્ર ઉપાય છે. 

સતત નવપરિવર્તન અલગ ચર્ચાનો વિષય છે તેથી તેના વિશે આવતા અંકમાં વાત કરીશું. …..

વધારે અભ્યાસ માટે History’s Greatest Strategists   ની જરૂર મુલાકાત લેવી જોઈએ.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • The Quality Professional's Changing Workplace - વૈશ્વિક મહામારી અને ડિજિટલ દ્વારા થઈ રહેલ સર્વાંગી પરિવર્તનને કારણે ગુણવત્તા વ્યાવસાયિકનાં કાર્યસ્થળમાં કેવા કેવા ફેરફારો થઈ રહ્યા છે તેની તપાસ પ્રસ્તુત વૃતાંતમાં  રજુ થયેલ છે. 

આ મહિને Jim L. Smithની Jim’s Gems માં કોઈ નવો લેખ ઉમેરાયો નથી, એટલે આપણે  Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો એક તાજો સાંદર્ભિક લેખ ધ્યાન પર લઈશું-

  • Iterations: From manufacturing to personal growth. - ૨.૦ પહેલાંનાં સંસ્કરણ બાદ થયેલ નવાં, સુધારેલ સંસ્કરણની નિશાની છે. ઉદ્યોગ જગત તો ૧.૦ થી લઈને ૪.૦ , એને તેનામાંના ગુણવત્તા ૪.૦ જેવા પેટા વિભાગો સુધ્ધાં, સુધી પરિવર્તન પામી ચુક્યું છે. આપણે હજુ ૧.૦ માં જ અટવાયેલાં રહેશું કે ૧.૦૧ વગેરે અને વધારે તો ૨.૦ ની કક્ષાએ પહોંચીશું ?


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક સર્વેક્ષણ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.



[1] Sustainable Advantage – Pankaj Ghemawat