હિંદી ચિત્રપટ
સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૯_૨૦૧૬ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું
સ્વાગત છે.
હંમેશની જેમ, આજના અંકની શરૂઆત આપણે જન્મમૃત્યુ તિથિને યાદ કરતી કેટલીક પોસ્ટ્સથી કરીશું
The Many Moods of Meena Kumari માં મીના કુમારી જે કારણથી 'ટ્રેજેડી ક્વીન' તરીકે
જાણીતાં હતાં તે સિવાયના બધા જ મનોભાવનાં ગીતો પૉસ્ટ અને તેના પરની ચર્ચા અહીં
જોવા મળશે.
સોંગ્સ ઑફ યૉર પર ઓ પી નય્યરની મોહમ્મદ રફી, મહેન્દ્ર કપૂર અને શમશાદ બેગમનાં ગીતોની રજૂઆત કરતી પૉસ્ટ્સ આવી ગઈ છે. આમ આશા
ભોસલેના ૮૩મા જન્મદિને (૮ સપ્ટેમ્બર, ૧૯૩૩) Best songs of Asha Bhosle by OP Nayyar દ્વારા જે એક બહુ મહત્ત્વની અધૂરાશ અનુભવાતી હતી તે પૂરી થઈ રહી છે.
ઓપી-આશાનાં મળીને લગભગ ૩૦૦+ ગીતો થયાં છે, તેમાંથી એક અંજલિ પ્રકારની પૉસ્ટ માટેનાં ગીતો પસંદ
કરવાં એ ખાસું કાઠું કામ છે, પણ લેખકે બહુ નાજૂક સંતુલન ગોઠવીને પોતાની પસંદ રજૂ કરી
છે.
For Noor Jehan’s 90th Birthday, Here’s a
Lovely Performance by Her from 40 Years Ago - કેટલાંક ગીતો
અને લગભગ ૪૦ વર્ષ પહેલાંના એક કાર્યક્રમનો વિડીયો પણ અહીં રજૂ થયેલ છે. એ
વિડીયોમાં કેટલાંક મહત્ત્વનાં સમય સીમચિહ્નો -
0:00 આવાઝ દે કહાં
હૈ
2. 5:06 વાતચીત અને
ઈન્ટરવ્યુ
3. 9:17 સાનુ
નેહરવાલે પુલ તે બુલાકે
4. 13:59 મુઝસે પહલી
સી મોહબ્બત
5. 20:04 ચીઠી ઝરા
સૈયાંજી
6. 24:30 ભૂલનેવાલે સે
કોઈ કહ દે
Kahin Door Jab Din Dhal Jaaye – Mukesh’s
Hit Songs for Heroes - પીયૂષ
શર્મા મુકેશે અલગ અલગ નાયકો માટે ગાયેલાં કેટલાંક હીટ ગીતો વડે
મુકેશની યાદને અંજલિ આપે છે. કલકત્તામાં સ્થાયી થયેલ સંગીત નિર્દેશક વી. બલસારાએ
એક વાર કહ્યું હતું કે ‘ફિલ્મમાં
જો એક ગીત પણ મુકેશનું મૂક્યું તો કમસે કમ એ ગીત તો હિટ પાકું ગણવું’……. બધા નાયકોને કક્કાવાર ગોઠવ્યા પછી મનોજ કુમાર અને સૈયદા
ખાન પર ફિલ્માવાયેલ સાથ હો
તુમ ઔર રાત જવાં (કાંચ કી ગુડિયા, ૧૯૬૧, સુહૃદ
કાર, શૈલેન્દ્ર, મુકેશ- આશા ભોસલે) લોક લાગણીના જોરે મૂકવામાં આવ્યું છે.
For Rekha, the show won’t end- સંજુક્તા
શર્મા - ‘Rekha: The Untold Story’ આખાં
જીવન દરમ્યાન જે દંતકથાઓથી ઘેરાયેલી રહી એવી એક અત્યંત મોહક કલ્પનામાં ડૂબકી મારે
છે.
Lucknow’s Great
Son: Naushad Ali એ ’The Genius of Naushad” શીર્ષસ્થ એલ.પી. રેકર્ડ (Odeon – 3AEX 5015)માંના મોહમ્મદ રફી, મુકેશ, સુરૈયા અને શમશાદ બેગમનાં ગીતોની યાદ તાજી કરે છે.
Music by Naushad, lyrics by Shakeel Badayuni: The great
partnership in Hindi film music history એ ગણેશ
અનંતરામનનાં પેંગ્વીન રેન્ડમ હાઉસ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત
પુસ્તક -Bollywood Melodies A History of the Hindi Film Song -નો
પરિચય છે.
અને
હવે ગીત સંગ્રહને લગતા અન્ય લેખો તરફ વળીએ-
My Favourites: Picnic Songs - આજની
ફિલ્મોમાંથી પિકનિક તો ઉડી જ ગઇ છે. પરંતુ વીસમી સદીના છઠ્ઠા દાયકામાં તો
ફિલ્મોમાં પિકનિક તો કથાનકમાં અનોખા રંગ પૂરી કાઢતી. પિકનિકમાં ગીત તો હોય જ. મોટા
ભાગે હીરો અને હીરોઇન જ એ ગીતનાં કેન્દ્રમા હોય અને એમાં ક્યાં તો એક બીજાંની ટીખળ કરવામાં કે મજાક
મસ્તી કરવામાં કે પ્રેમનો ઈકરાર કરવામાં તેમનાં સાથીઓ તેમને દિલથી સહકાર આપતાં
હોય.
Dekho Dosto Chhed Ka Maza! - તેમની
આગવી સાહિત્યિક શૈલીમાં શાલન લાલ છેડ છાડને પણ એક અનોખો આયામ પૂરો પાડે છે, જેને
કારણે આ ગીતો એ માત્ર હાસ્ય માટેનાં ગીતો બની રહી જવાને બદલે ફિલ્મી ગીતોના ઈતિહાસનું
એક મહત્ત્વનું પ્રકરણ બની રહે છે.
My Favourites: Zulfein - ઈતિહાસ, પૌરાણિક
કથાઓ અને પરી કથાઓમાં રૂંવાડાં ઊભાં કરી દે તેવી કથાઓ ભરી પડી છે... પણ હિંદી
ફિલ્મી ગીતોમાં કેશનું સ્થાન અદકું રહ્યું છે.અને એમાં પણ જો નારીના 'ઝુલ્ફોં'ને
બયાં કરવાં હોય તો ગીતકારોની સરવાણી કાવ્ય બનીને વહી છે. આજના લેખમાં એક બોનસ ગીત
છે જેને આ રોમાંસ કે પ્રેમના જુવાળ સાથે નિસ્બત નથી, પણ
ઝુલ્ફમાં જાન તો પણ ફસાયેલ જ છે - ઝુલ્ફકે
ફંદે ફંસ ગયી જાન - મુજરિમ (૧૯૫૮) - મોહમ્મ્દ રફી - ઓ પી નય્યર - મજરૂહ
સુલ્તાનપુરી
- આંખ ખુલતે હી તુમ છુપ ગયે હો કહાં - મુનીમજી (૧૯૫૫) - ગીતમાં આંખોની પ્રેમબહ્રી સ્તુતિ કરવાને બદલે આપણી પરેશાન નાયિકા પોતાની જ આંખોની દાસ્તાન કહે છે.
- દો પલ જો તેરી આંખોં સે પીને કો મીલે - બહારોંકે સપને (૧૯૬૭) - આંખો એટલી નશીલી છે કે તે મદીરાના જામની ગરજ સારે છે અને એક જ ક્ષણની ઘુંટ સો વર્ષની જિંદગી તારી દે છે.
‘Mother India’ at the Oscars: ‘The audience laughed with
the characters and cried with them’ - બન્ની
રૂબેન - ૬, જુન ૧૯૫૮નાં
ફિલ્મફેરમાં સીલ્વીઆ નૉર્રીસ લખે છે કે જે દિવસથી મહેબુબ ખાન હોલીવુડમાં સેસીલ બી
ડીમીલૅને મળ્યા તે દિવસથી તેઓ 'ભારતના ડીમીલૅ' તરીકે ઓળખાવા લાગ્યા હતા. તેઓ માત્ર તેમની છેલ્લી ફિલ્મ 'મધર ઈન્ડીયા' માટે જ નહીં પણ
હિંદી ફિલ્મ માટે તેમની ત્રીસ વર્ષ ની સેવા માટે પણ આ ઓળખને બહુ જ યોગ્ય પાત્ર હતા.
આપણે આપણા બૉલોત્સ્વના ગયા અંકમાં નોંધું હતું કે
સ્ક્રોલ.ઈન પરના કેટલાક લેખો આપણે ટુકડે ટુકડે વાંચીશું આજે તેનો એક હિસ્સો માણીએ –
The debt owed by Gulzar’s lyrics to Mirza Ghalib - મનીષ ગાયકવાડ - નસરીન મુન્ની કબીરનાં પુસ્તક ‘In the Company of a Poet’માં ગુલઝાર 'દિલ ઢુંઢતા હૈ' (મૌસમ)ના પ્રેરણાસ્ત્રોત તરીકે ગ઼ાલિબના શેરને ખુલ્લાં
દિલથી શ્રેય આપે છે.
Missing silent film ‘Bilwamangal’ finally returns to
India, માં સ્ક્રોલનો સ્ટાફ ૨૦-મિનિટનાં ડીજીટલ સંસ્કરણનાં સિનેમાથીક઼ ફ્રાંકાઈસ, પેરિસથી નેશનલ ફિલ્મ આર્કાઈવ્સ ઑફ ઇન્ડીયાસુધીની સફરની
નોંધ લે છે.
Film flashback: To understand Hindi cinema of the 1960sમાં અક્ષય મનવાણી નોંધે છે કે ૧૯૫૭નાં બાસ્કેટમાં 'પ્યાસા' કે'મધર ઈન્ડીયા' સિવાય એવી પણ
કેટલીય ફિલ્મો હતી તેમણે '૬૦ના દશક માટે ધ્રુવતારકની ભૂમિકા ભજવી છે.
The ‘Prabhat touch’: How the legendary studio became a
respectable workplace for actresses માં મુક્ત ઓનલાઈન એનસાઈક્લોપિડીયા સહાપેડીયામાં ફિલ્મ ઈતિહાસકાર સારાહ નિઆઝીના નિબંધ Deviyan: The Prabhat
Star Triad and the Discourse of ‘Respectability’ની વાત કરતાં ઝીન્નીઆ રાય ચૌધરી ફિલ્મ નિર્માણનાં ક્ષેત્રનાં વિવિધ પાસંઓમાં સ્ત્રીઓના
યોગદાનને કેવી રીતે પ્રેરણા પૂરી પાડી તે વર્ણવે છે.
અને હવે
મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ
પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના સપ્ટેમ્બર, ૨૦૧૬ના લેખો:
- સિનેસંતાનો પ્રતિ ક્ષમાપનાના સિનેપ્રસંગો
- પરાકાષ્ઠાનું પ્રતીકાત્મક પાત્ર છૂક..છૂક.. ગાડી
- સુખદ અપવાદોનાં સુરીલાં ગીતો
- 'હેમદેવ'ની દેવાંશી હાર્મની
- સોલ્જર, મહુઆ, મિસ્ટર મર્ડર વગેરેનાં ગીતોનો ઝલક....
- સોનિક ઓમીનાં વધુ થોડાંક હિટ ગીતોની આછેરી ઝલક....
- સુમન કલ્યાણપુર સાથે ગવડાવવા એને સ્ટૂલ પર ચડાવવી પડી....
અને
યુવા પેઢી માટેની મહિનાના છેલ્લા શુક્રવારની ખાસ પેશકશ
સપ્ટેમ્બર, ૨૦૧૬માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૬)
બંદિશ એક, રૂપ અનેક :(૨૩): યે ધુઆં સા કહાંસે ઊઠતા હૈ
આયે તુમ યાદ મુઝે – ૭
પ્રકાશિત થયેલ
છે.
તે ઉપરાંત ભગવાન થાવરાણીની શ્રેણી 'હૈ
સબસે મધુર વો ગીત'માં
તેમણે ઉસ પાર…ની ભાવનાના શૈલેન્દ્ર દ્વારા ઈસ પાર થયેલા ઉલ્લેખોનો રસાસ્વાદ
માણવા મળશે.
'૧૯૪૯નાં
ગીતો : ચર્ચાની એરણે' શ્રેણીમાં આપણે ૧૯૪૯નાં પુરુષ
સૉલો ગીતો અને લતા
મંગેશકર સિવાયનાં અન્ય સ્ત્રી પાર્શ્વગાયિકાઓનાં સૉલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ. એ પછીથી આપણે ૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે લતા
મંગેશકરનાં સૉલો
ગીતોને ત્રણ ભાગમાં સાંભળ્યાં,
આજના
અંકની સમાપ્તિ કરતી વખતે મોહમ્મદ રફી પરની પોસ્ટ પર નજર કરીએ.
- Bringing Generations Together – Rafi Sahab’s Magic - અચલ રામાસ્વામી તેમના પુત્ર સાથે વાત માડીને સમજાવે છે કે આજનાં ચલતા પુર્ઝા જેવા ગીતોને પણ મોહમ્મદ રફી કેવો આગવો ન્યાય કર્યો હોત.
હિંદી
ફિલ્મના સુવર્ણકાળની યાદોના આ સંગ્રહને વધારે રસપ્રદ અને વૈવિધ્યસભર બનાવવામાં આપ
સૌનાં સૂચનો આવકાર્ય છે........
No comments:
Post a Comment